Backup in friendship books and stories free download online pdf in Gujarati

દોસ્તી માં બેકઅપ



" ઋતુ શું વિચારે છે ? કેટલા બધા કામ બાકી છે . હે ભગવાન આ છોકરી પણ ને " હેમા બેન આટલું બોલી જતાં રહ્યાં .
ઋતુ એ એમની વાત સાંભળી લીધી એ વિચારો માંથી બહાર આવી કામ કરવા લાગી અને પછી ઓનલાઇન લેક્ચર શરું થયો તો એ એમા લાગી ગયા પછી એણે ઈન્સ્ટાગ્રામ ખોલ્યું એમાં એક રીલ જોઈ કે દોસ્તી ક્યારેય ટૂટી ના શકે એતો અમર હોય છે . એણે જેવું આ સાંભળ્યું તરત એને ફોન બંધ કરી દીધો અને રુમ બંધ કરી પોતાની જાત ને બંધ કરી દીધી . પછી મોટે થી બોલી " કોણે કહ્યું દોસ્તી ના ટૂટે કોણે કીધું કે દોસ્તી માં બેકઅપ ના થાય . દોસ્તી માં પણ બેકઅપ થાય છે . મિત્રતા પણ તૂટે છે ." એ એના મનગમતા ઓશિકા ને લઈ ને એ જૂની યાદો માં સરી પડી .

એની નવી સ્કૂલ નો પહેલો દિવસ. 9th માં આવી ત્યારે એણે સ્કૂલ ચેન્જ કરાવી . એ કોઈ ને મિત્ર બનાવા શોધી રહી હતી . પહેલો દિવસ તો પસાર થયો ‌. ધીરે ધીરે બે મહિના પસાર થયા . એની એક ફ્રેન્ડ બની હેતવી . હેતવી ની બેસ્ટ ફ્રેન્ડ હતી શ્રેયા એની જોડે રહેતી . પણ ઋતુ ખાલી હેતવી જોડે જ વાત કરતી હતી . શ્રેયા દેખાવે ઘંઉ વણી હતી . એનું મોઢું થોડું ડરાવનુ હતું જેથી કોઈ એની જોડે બોલતું નહીં ઋતુ પણ આજ ડર થી એની જોડે બોલતી નહીં . ધીરે ધીરે છે મહિના પસાર થયા શ્રેયા અને ઋતુ નો રોલ નંબર આગળ પાછળ જ હતો એક દિવસ બન્ને જોડે બેસાડ્યા . રોલ નંબર પ્રમાણે અઠવાડિયું આમજ બેઠાં . શ્રેયા અને ઋતુ ફ્રેન્ડ બની ગયા હતા . હવે બન્ને જોડે જ બેસતા હતા . ધીરે ધીરે 9th પણ પૂરું થવા આવ્યું હતું . 9th પૂરું થયું . બન્ને 10th માં એકજ ક્લાસમાં આવ્યા . ખુશી નો પાર ના રહ્યો . બન્ને સાથે ને સાથે જ રહેતા . ઋતુ ને શ્રેયા ખૂબ ચિડવતી . ઋતુ ને રાજ નામના છોકરા જોડે બહુ જ ઝગડા થતા અને એને એનું નામ પણ લેવું નહતું ગમતું . પણ શ્રેયા એને એજ નામથી ચિડાવડી હતી . બન્ને હવે ખૂબ જ ગાઢ મિત્રો બની ગયા . ઋતુ ને મન તો શ્રેયા જ એનું બધું હતી . પણ બન્ને નું 10th હતું . એટલે બન્ને નવેમ્બર મહિના થી ઓછા મળતા બન્ને સ્કૂલે નહોતાં આવતા ઘરે વાંચતા હતા . ધીરે ધીરે 10th ની exam પતી ગઈ પણ જેવી exam પતી એવો તરત જ કોરોના વાઈરસ આવ્યો . લોકડાઉન આવ્યું . બન્ને બહુ જ દુઃખી થઈ ગયા .

બન્ને ફોન માં વાત કરતી પણ શ્રેયા સામે થી ફોન ના કરે ઋતુ કરે તો જ કરે . વોટ્સએપ મા મેસેજ ના રીપ્લાઈ પણ નહોતી આપતી . શ્રેયા એને બ્લોગ કરી દેતી . ઋતુ એ બધું જતું કર્યું . ધીરે ધીરે સમય વીતતો ગયો . પણ બન્ને વચ્ચે દૂરી વધતી ગઈ . શ્રેયા હવે એની દુનિયા માં વ્યસ્ત થઈ ગઈ હતી . પણ ઋતુ એને મનાવવા ની કોશિશ કરતી . એની પાછળ બહુજ જીવ બાળતી . પણ શ્રેયા ને કાંઈ ફરક નહોતો . એની દુનિયા માં મસ્ત હતી . બન્ને એ કોમર્સ લીધું . પણ ક્લાસ અલગ આવ્યો ‌ . ત્યારે શ્રેયા એની જોડે બોલતી હતી . પછી પાછી પહેલા જેવી થઈ ગઈ . પછી ઋતુ નો બથૅ ડે આવ્યો . ત્યારે પણ શ્રેયા એ એને વિષ ના કર્યું . એને દુઃખ થયું . પણ તો પણ એણે એના પ્રયત્નો ચાલુ રાખ્યા . પછી શ્રેયા એની જોડે વોટ્સએપ મા વાત કરી રહી હતી પણ બે મહિના રહી ને પાછું એ પહેલાં જેવું કરી રહી હતી . એક વાર ઋતુ એ શ્રેયા ને મેસેજ કર્યો એ ઓનલાઇન હતી એણે મેસેજ ના જોયો એણે ફોન કર્યો તો ઉપાડ્યો . વાત કરી કહ્યું તું શું કરે છે શ્રેયા ? એણે કહ્યું યુટ્યુબ જોવ છું . ઋતુ એ પૂછ્યું મેં મેસેજ કર્યો તે જોયો એણે એની વાત ઈગનોર કરી હવે એ પહેલાં જેવી વાત પણ નહોતી કરી રહી . જાણે એને એનો સ્વાર્થ પતી ગયો હોય અને હું કોણ અને તું કોણ એવું કરી રહી હતી . છતાં ઋતુ બધું જતું કરતી . ઘણી વાર એનું અપમાન થયું તો પણ એણે જતું કર્યું . પછી એણે એક પરીક્ષા લીધી . એણે શ્રેયા ને ફોન કરી ને કહ્યું " હવે હું તને આપડી આ મિત્રતા ના સંબંધ માથી મુક્ત કરું છું એમ પણ તને તો શાંતી થશે . આ સંબંધ માથી મુક્ત થઈ ને . "
શ્રેયા કંઈ ના બોલી . ઋતુ એ કહ્યું " સારું હું તને કાલે સવારે પાંચ વાગ્યા નો સમય આપું છું . જો તારે આ સંબંધ રાખવો હોય તો જ . તું મને ફોન કરી દેજે " ઋતુ એ ફોન કટ કર્યો . ઋતુ ને હતું એ ફોન કરશે પણ એણે ના કર્યો . ઋતુ ને અહેસાસ થયો કે આ સંબંધ તો હવે એની માટે કંઈ જ નથી . ધૂળ સમાન છે . એને કંઈ ફરક જ નહોતો પડતો કે આ સંબંધ રહે તો પણ ના રહે તો પણ . પણ ઋતુ ને બહું જ ફરક પડતો હતો કારણકે એને આ સંબંધ દિલ થી તો નિભાવ્યો હતો .પણ શ્રેયા ને પોતાના શરીર નો એક હિસ્સો સમજી લીધો હતો ‌. એને ખૂબ ફર્ક પડ્યો . પણ ઋતુ આ બધા માંથી બહું જલદી બહાર ના આવી પણ ધીરે ધીરે બહાર આવી . જ્યારે પણ મિત્ર નું નામ આવે ત્યારે એને શ્રેયા જ યાદ આવતી . પણ જ્યારે એ એવું સાંભળતી કે ક્યારેય દોસ્તી માં બેકઅપ ના થાય ત્યારે એ ધ્રુજી ઉઠતી . અને બોલતી કોણે કીધું દોસ્તી માં બેકઅપ ના થાય . મારે તો થયું છે દોસ્તી માં બેકઅપ .


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED