Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૦ )


ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં આપડે જોયું કે મુખી પોતાના બધા ગુના કબૂલે છે અને એ રહસ્યમય રાત્રી વિશે આખી ઘટનાની ફોડ પાડે છે . પેલા રાષ્ટ્રીય પુસ્તક માંથી માહિતી મેળવવા માટે 101 નબળી ચડાવાની હતી એમાંથી છેલ્લી નરબલી એ રાત્રે ચડાવાની હતી અને બલિ માટે કૃષ્ણને પસંદ કરાયો હતો , મોટો વિશાળ યજ્ઞ કુંડ તૈયાર કરાયો હતો અને એમાં ક્રિષ્ના ની બદલી આપવાની તૈયારી હતી ત્યાં આજુબાજુમાં ચહલ-પહલ થાય છે જે પેલો બાબુડો હોય છે . બાબુડો આ ઘટના જોઈને જ બેહોશ થયેલો .

બીજી ટુકડી તારીખ ૨૨ અને બપોરે ૩:૦૦ વાગ્યાની આજુબાજુ હરિદ્વાર પહોંચે છે અને આગળ ટેક્ષીમાં લક્ષ્મણજુલા પહોંચે છે . હવે આગળ ...


ભાગ 30 શરૂ...

[તા:-૨૨ , સમય ૪:૦૫ PM ] ધીમેધીમે ત્રણેયે લક્ષ્મણઝુલા પર ચાલવાની શરૂવાત કરી અડધો પુલ પસાર કર્યો , જ્યાં નીચે ખસખડ ગંગા વહી રહી હતી જાણે કાલની કોઈ ચિંતા વગર આજે મળેલા દિવસને જીવી લેવા માંગતી હતી . કદાચ એને કાલની ચિંતા નહોતી , આજે મળેલા માણસો કાલે મળશે કે નહિ એ વાતની ચિંતા પણ નહોતી , એને કોઈ પસંદ કરે છે કે નહિ એ વાતની પણ એને ચિંતા નહોતી . એતો બસ ધરતીને લીલીછમ હરિયાળી બનવામાં મદદ કરતી , હજારો પશુપક્ષીની તરસ છીપાવતી અને કોઈ પણ સ્વાર્થ વગર સૌની મદદ કરતી અને કદાચ એજ કારણ હતું કે માઁ ગંગા આટલી ખુશ હતી .લક્ષ્મણઝુલાની વચ્ચે પહોંચતા જ એક અવાજ આવ્યો


" સોમવતી....ઓ બેટી સીમવતી....." એકદમ મંદમંદ પવન જેવો અવાજ હતો . સ્વાતિનેએ અવાજ સંભળાયો પરંતુ પોતે સ્વાતિ હોવાથી અવાજની દિશામાં જોયા વગર તે આગળ વધવા લાગી . થોડીવારમાં ફરી એજ અવાજ આવ્યો " સોમવતી .... ઓ બેટી સોમવતી..... સુન રહી હૈ ફિર ભી નજરઅંદાઝ કર રહી હો .....?" આ સાંભળી સ્વાતિની ધડકન એક ક્ષણ માટે રોકાઈ ગઈ અને ફરી વાર અવાજ આવે એની રાહમાં ઉભા રહી . અવાજ ના સંભળાતા સ્વાતિ તંદુરસ્ત થઈને ફરી ચાલવાની શરૂવાત કરી ત્યાં ફરી એજ અવાજ સંભળાયો


" બેટી સોમવતી , જીસકો મિલને આયી હો , ઉસીંસે બાત નહિ કરોગી ક્યાં....? " હવે સ્વાતિને ખબર પડી ગઈ હતી કે આ અવાજ પોતાની જ માટે છે તેથી એ સ્થિર ઉભી રહી ગઈ અને હળવેકથી પાછળ ફરી , ત્યાં એક સફેદ પડછાયો દેખાયો , પડછાયો એટલો તેજ હતો કે સ્વાતિએ એક ક્ષણ માટે આંખો બંદ કરી દીધી . ધીમેધીમે આંખો ખોલતા સામે એક સાધુ દેખાયા , જેમની સફેદ દાઢી અને ખભા સુધીની જટાઓ હવા સાથે રમત રમી રહી હતી - લહેરાઈ રહી હતી . એક શાંત , શીતળ અને હિપ્નોટિક ચહેરો એની સામે જોઈ રહ્યો હતો . સોમચંદ અને મહેન્દ્રરાય હજી આગળ વધી રહ્યા હતા . સ્વાતિની નજર એ ચહેરા પરથી હટતી જ નહોતી , એ સાધુ હજી સ્વાતિને બોલાવી રહ્યા હતા


" સોમવતી , મેરે પાસ આઓ બેટી ...મુજે પતા થા એક દિન તું જરૂર આયેગી ... ઓર ઉન લાચાર લોગો કી મદદ જરૂર કરોગી ..." સ્વાતિ એ ચહેરામાં કદાચ ધ્યાનસ્થ થઈ ગઈ હતી , એને આજુબાજુનું કશું દેખાતું નહોતું અરે એનું ધ્યાન સાધુની બાજુમાં બેઠેલા ક્રિષ્ના પર પણ નહોતું ... !! જી હા , ક્રિષ્નાએ પેલી રીક્ષા પર શુ વાંચ્યું હતું...? એતો ખબર નહિ પરંતુ હાલ એ પેલા સાધુ મહારાજના ચરણકમળ માં બેઠો હતો , જાણે એમનો શિષ્ય હોય એમજ ...!! સ્વાતિ સાથે નથી એનું ભાન થતા જ મહેન્દ્રરાય અને સોમચંદ ડઘાઈ ગયા , ત્યાં આજુબાજુ જોવા લાગ્યા ત્યાં દૂર લક્ષ્મણઝુલાની વચ્ચે મૂર્તિ બનીને ઉભેલી સ્વાતિને જોઈ બંને ત્યાં દોડી ગયા , નજીક જઈને એને હચમચાવી ત્યાં તેનું ધ્યાન તૂટ્યું , એ કોની સામે જોઈ રહી હતી એ જોવા મોઢું ફેરવતા જ પ્રથમ પેલા ક્રિષ્ના પર ધ્યાન પડ્યું અને પછી પેલા સફેદ ચમકતી દાઢી વાળા સાધુ પર પડી , આ જોઈને સોમચંદનો પીતો ગયો અને બરાડી ઉઠ્યા


" તું કહાં ચલા ગયા થા ક્રિષ્ના ...છોટા બચ્ચાં હૈ ક્યાં .... ?? તું ફિરસે કહી ચલા જાતા તો તેરે બાપ ઓમકાર કો હમ ક્યાં ઘંટા જવાબ દેતે ...??"


" પુત્ર ....શાંતિ ..શાંતિ , યે મેરા શિષ્ય હૈ , આચાર્ય ક્રિષ્નાસ્વામી .... જબ છોટાસા થા તબ મુજે મિલા થા .... તબ સે મેરે સાથ હૈ . મેને હી ઉસે ભેજા થા ભોલેનાથ કા કામ કરને કે લિયે .... સાથ મેં ઉસકે બાપ કો ઔર ઉસકી બહન કો બચાને કે લિયે " એ સાધુ એ કહ્યું


" હમ કૈસે માન લે કી આપ સચ બોલ રહે હો ....!? " સોમચંદે પૂછ્યું


" પૂછો ઇસ સોમવતી કો ..કલ રાત ક્યા કહા થા .. ?? ઉસે એક મહાન કામ કરને કે લિયે ચુના ગયા હૈ , જીસમે આપ સબ લોગ ભી ઉસકી મદદ કારોગે "


" વો સબ છોડો ...વો સોમવતી નહિ સ્વાતિ હૈ ... ડૉ.રોય કી બેટી .." સોમચંદે કહ્યું આ સાંભળી સાધુએ એક હાસ્યબાણ છોડ્યું અને કહ્યું


" આપ વો હી દેખ શકતે હો જો આપકે સામને હૈ ... મેં વો ભી દેખ શકતા હું જો હજારો સાલો પહલે હુઆ થા , ઔર હજારો સાલો કે બાદ હોને વાલા હૈ . ... "


"ભાંગ ચડા રખી હૈ ક્યાં બાવાજી ....!?? આપ ક્યાં હમકો પાગલ ચુ** સમજ રહે હો ....??"


" નહિ પુત્ર ....જબાન સંભાલો બેટે... હજારો લોગ હૈ , જો મરને કે બાદ ભી ભટક રહે હૈ ...ઉસ આખરી સચ કો જાનને કે લિયે ..મોક્ષ પાને કે લિયે . હજારો સાલો સે ભટકને કે બાદ ભી ઉસે મુક્તિ નહિ મિલ પાઇ હૈ . પૂછ ઇસે ... જીસ દિન પૂનમ હોતી હૈ , આવાજ સુનાઈ દેતા હૈ યા નહિ ....!?" મહેન્દ્રરાય તરફ ઈશારો કરીને પૂછ્યું . મહેન્દ્રરાયને પોતાને એકાએક પૂછાયેલા પ્રશ્નથી ડઘાઈ ગયો એને ગામની લોકવાયકા યાદ આવી કે પૂનમના દિવસે ભૂત બનેલા બધા લોકો એકઠા થાય છે , ઘણાને એનો અવાજ પણ સંભળાય છે એટલે તરત જવાબ આપતા કહ્યું


" જી ...મેરે ગાંવ મેં કાફી લોગોને અવાજે સુની હૈ " આ સાંભળી સાધુએ બસ એક હળવું સ્મિત આપ્યું અને ફરી સોમચંદ બોલ્યા


" ચલો માન લેતા હું કી આપ કી બાત સહી હૈ .... તો ફિર આપ ખુદ યે કામ કયું નહિ કર લેતે ..?? " ફરી હાસ્ય સાથે જવાબ આપ્યો " યાદ કરો પુત્ર , કિસીને તુમ્હે એસા બતાય થા કી યે કામ સિર્ફ એક લડકી કર શકતી હૈ જો પવિત્ર હો , જીસકી આંખ કે નીચે નિશાન હો ...?" ઝાલાને ૬ વર્ષ પહેલા એક માણસ દ્વારા કહેવામાં આવેલી વાત યાદ આવી જે ઝાલા એ એકવાર સોમચંદને કહેલી . તેથી હવે સોમચંદના મગજમાં કોઈ શંકા ના રહેતા સાધુની નજીક ગયા , એમના એમના ચરણ સ્પર્શે કરીને પૂછ્યું " પર બાબાજી ક્રિષ્ના કા તો સમજ આયા કી વો આપકા શિષ્ય ક્રિષ્નાસ્વામી હૈ મગર યે સ્વાતિ ....?? યે સ્વાતિ કો આપ સોમવતી કયું કહે રહે હો ...? "


" અચ્છા તો ચલો સબ આહી ગયે હો તો કુછ બાતેં બતાતા હું જો મેં તુમ સબસે કહેના ચાહતા હું . ધ્યાન સે સુનના " આટલું કહી સાધુ એ સૌને પોતાની નજીક આવી બેસવા ઈશારો કર્યો અને પછી શરૂ કર્યું .


( એમને આખી વાત હિન્દી-બંગાળી-ગુજરાતી એમ મિક્ષ ભાષામાં કહ્યું સરળતા માટે હવે પછીના સંવાદ ગુજરાતીમાં લખવામાં આવ્યો છે )


( ક્રમશ )

કોણ હશે પેલા સાધુ ...!? કે જેઓ આ આખી ઘટના વિશે માહિતગાર છે . અને તેઓ કોને મુક્તિ અપાવવાની વાત કરે છે . એ સાચું બોલતા હશે કે પછી તે પણ આ શતરંજના બાદશાહની નીચે કામ કરી રહેલ કોઈ પ્યાદા માત્ર હશે ...?એ આગળ કઈ વાત કહેવા જય રહ્યા છે ... !? જાણવા માટે વાંચતા રહો ભાગ ૩૨

ભાગ ૩૨ ખૂબ લાંબો હોવાથી આ ભાગ થોડા ટૂંકો છે .

વાર્તા અંત તરફ આગળ વધી રહી છે . તમારા રીવ્યુ .. અભિપ્રાય મને આગળની યાત્રામાં ખૂબ મદદ કરશે . તમારા અભિપ્રાય મને બીજી નવલકથા લખવા અને માતૃભારતી જેવા પ્લેટફોર્મ પર લોન્ચ કરવા સહાયક થશે . તો રીવ્યુ જરૂર આપશો .