એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે વાત કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .
મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી કે મારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા તું એક સારો લેખક બની શકે છે....!! ' . આજે મારો ગોલ ફિક્સ છે એના માટે મારી પાસે ઘણા રસ્તા છે એમાંથી કય રસ્તે આગળ વધવું એ વાતમાં હજી મૂંઝવણ છે પરંતુ મને ખબર છે એક દિવસ એ મૂંઝવણ ની બેડીઓ તોડીને આગળ વધ્યે જ છૂટકો છે . આ બાબતમાં મારો પ્રેરણાસ્ત્રોત ચેતન ભગત છે કે જેમને વિશ્વની નામાંકિત MBA કોલેજ IIM-A માંથી MBA કર્યું અને પછી ખબર પડી કે તેઓ એક સારા લેખક બની શકે છે . તેઓ ચાહે તો 30 કે 40 લાખના વાર્ષિક પગાર વાળી નોકરી આસાનીથી મેળવી શક્યા હોત જે કદાચ એક લેખક બનીને કમાવા માં વર્ષો નીકળી જાય , છતાં એમને પોતાની હોબી ફોલ્લો કરી અને આટલા સફળ બન્યા . બસ મારે પણ લખવું છે . અને તમારા જેવા મધુર વાંચક મિત્રોની સહાય જોઈતી હતી . આ વાંચી રહ્યા છો મતલબ તમે મારી નવલકથા વાંચી મને આભિપ્રાય આપવાનું નક્કી કરી લીધું છે જેના માટે હું તમારો આભારી છું .
હવે પુસ્તક વિશે ટૂંકમાં વાત કરું તો નામ ઉપરથી જ જાણે અચરજ લાગે એમ છે કે " હાડકાના તળાવનું રહસ્ય " ....!! મને પણ એવું જ લાગેલું જ્યારે મેં એકવાર એક પૂર્તિ માં એના વિશેનો લેખ વાંચ્યો . મેં વાંચ્યું કે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ' રૂપકુંડ ' નામે એક એવું તળાવ છે કે જેમાં ઉનાળામાં દરમિયાન જ્યારે થોડી ગરમી પડે છે ત્યારે બરફ ઓગળે છે અને ઘણાબધા માનવ કાંકલો પાણીમાં તરતા દેખાય છે , આજુબાજુના વિસ્તારમાં દેખાય છે જેનું રહસ્ય હજી અકબંધ છે . ઘણીબધી દેશની અને વિદેશની રહસ્ય શોધક સંસ્થાએ આના વિશે શોધખોડ કરી પરંતુ કોઈ નક્કર આધાર મળ્યો નથી . બસ એના વિશે અલગ અલગ દંતકથાને આધારે અલગ અલગ વાર્તાઓ ઘડેલી છે જેના આધારે મારી આખી નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' રચાયેલી છે . બસ આ એક નાનકડો લેખ વાંચીને મને આ નવલકથા લખવા માટેનું પ્રેરણા મળી અને મારી અંદરનો એક લેખક જાગી ગયો .
મને મારી પ્રથમ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' તમારી સામે પ્રસ્તુત કરતા અત્યંત પ્રસન્નતા થાય છે. હાલ હું એક મલ્ટી નેશનલ કંપની ' એશિયન પેન્ટ્સ ' માં નોકરી કરું છું પણ મન હંમેશા લેખન કરવા માટે જ પ્રેરે છે અને હું હકીકતમાં એ જ કરવા માગું છું . મારે મારા જીવનમાં એક લેખક જ બનવું છે પરંતુ એના માટે મારે તમારા સૈ વાચક મિત્રોનો સાથ જોઈએ છે . મને આશા છે કે તમને સૌને મારી આ રાહસ્યથી ભરપુર નવલકથા વાંચવાની મજા પડશે . જેમાં રહસ્ય છે , સાહસ છે , પ્રવાસ છે અને થોડો થોડો રોમાન્સ પણ છે . તો તૈયાર થઈ જાવ મારી પ્રથમ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' વાંચવા માટે કે જે એકદમ ફ્રી માં છે . તમને પસંદ આવે તો તમારા મિત્રો , પરિવારજનોને પણ મોકલો .
લેખનની દુનિયાના નવા લેખક તરીકે સલાહ અને સૂચન આવકાર્ય છે .
Mo :- 9601164756