પુનર્જન્મ - 4 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 4

પુનર્જન્મ 04

વિશાળ રૂમને અનિકેત જોઈ રહ્યો. ફાર્મ હાઉસ જેટલું ભવ્ય હતું , બંગલો એટલો જ ભવ્ય હતો અને રુમ પણ એટલો જ ભવ્ય હતો. એરકનડિશન ચાલુ હતું. વીસ બાય ચાલીસનો એ રૂમ કોનફરન્સ રૂમ હોય એવું લાગ્યું. પણ કોઈ ઓફીસ જેવી રચના ન હતી. સોફા અને ખુરશીઓની વચ્ચે એક વિશાળ લંબચોરસ ટીપોઈ મુકેલી હતી. ટૂંક માં આરામથી બેસીને કોન્ફરન્સ કરવાની વ્યવસ્થા હતી. એક તરફ એક વિશાળ સિસમના વોર્ડરોબમાં લાઈનસર પુસ્તકો હતા. કાચમાંથી એ પુસ્તકોના નામ વાંચી શકાય એમ હતું. એની બાજુમાં એક ડિઝાઈનેબલ સ્ટેન્ડ હતું. જેમાં અસંખ્ય મેગેઝીનો હતા. બાજુના એવા જ સ્ટેન્ડમાં અનેક છાપાં લાઈનસર વ્યવસ્થિત ગોઠવેલા હતા. બન્ને બાજુ એક એક દરવાજો હતો. દિવાલ પર ફેશનેબલ મોંઘી લાઇટો લગાડેલી હતી. ફર્શ પર મોંઘો ગાલિચો પાથરેલ હતો. શૂઝ બહાર કાઢી ને આવ્યા હતા. એટલે અનિકેતના પગ ગાલીચાનું સુંવાળાપણું અનુભવી શકતા હતા.
બેઠક વ્યવસ્થાની સામે એક વિશાળ ટીવી હતું. એટલું વિશાળ ટીવી અનિકેતે આજ સુધી જોયું ન હતું. બાજુમાં એક સાઉન્ડ સિસ્ટમ હતી પણ સ્પીકર ક્યાંય દેખાતું ન હતું.
અનિકેત આ બધાને જોઈ રહ્યો પણ એ આ બધા થી કંઈ વિશેષ પ્રભાવિત થયો ન હતો. સાત વર્ષમાં થયેલા અનુભવો એ અને કારાવાસે એને ઘણું શીખવ્યું હતું. એ જાણતો હતો કે રૂપિયા હોય તો બધું જ શક્ય હતું. એ સોફામાં બેઠો.. એક માણસ ટ્રે માં પાણી ની બોટલો અને કોલ્ડડ્રીન્કસ મૂકી ગયો.
' મી. અનિકેત , સામે વોશરૂમ છે. અને આ બાજુ ટીવી. એઝ યુ લાઈક. જરા પણ સંકોચ ના રાખતા. મને આવતા પાંચ સાત મિનિટ થશે. '
' ઓ.કે.ડોન્ટવરી સચદેવા. '
સચદેવા એક બાજુનો દરવાજો ખોલી એ બાજુ ગયો. દરવાજો બંધ થઈ ગયો. પાણીની બોટલ લઈ અનિકેત ઉભો થયો. સાઉન્ડ સિસ્ટમની બાજુમાં અસંખ્ય ડી.વી.ડી વ્યવસ્થિત ગોઠવી હતી. ગીતોના સેક્શનમાં જુના ગીતો ની ડીવીડી અલગ હતી. એમાંથી એક ડીવીડી પસંદ કરી સાઉન્ડ સિસ્ટમ માં ભરાવી. એની પસંદ નું ગીત રૂમમાં ગુંજવા લાગ્યું. અવાજ ધીમો પણ સાઉન્ડ અદભુત હતો. રૂમમાં સ્પીકર ક્યાં હતા એ ખબર નહોતી પડતી.
અનિકેત પાણી પી, બોટલ ટ્રે માં પાછી મૂકી , વોશરૂમમાં ગયો. આઠ બાય અઢારનો લાંબો વોશરૂમ અનિકેત જોઈ રહ્યો. એક બાજુ વિશાળ બાથટબ હતું. બાજુમાં જાત જાતના નળ હતા. એક શાવર ઉપર હતો. બીજો એક હેન્ડ શાવર બાથટબની બાજુમાં લગાવેલ હતો. બાથટબની બાજુ માં અસંખ્ય શેમ્પુ , સાબુ વ. હતા. બાથરૂમમાં સરસ ખુશ્બુ આવી રહી હતી. બાથટબની બાજુમાં એક વિશાળ અરીસો લાગેલો હતો.
અનિકેત વિચારી રહ્યો કેટલાક લોકોને રહેવા માટે ઘર નથી મળતું અને કેટલાક લોકો પાસે પૈસા ક્યાં ખર્ચવા એ સમસ્યા હોય છે. એ બહાર આવ્યો. સોફામાં બેસી આંખો બંધ કરી સંગીતનો આનન્દ લઈ રહ્યો.
થોડી વાર પછી દરવાજો ખુલવા નો અવાજ આવ્યો. અનિકેતે આંખો ખોલી. સચદેવાની સાથે એક 35 વર્ષની આસપાસની ઉંમરનો યુવક હતો. પણ એ યુવકને જોઈને અનિકેત આશ્ચર્યમાં પડી ગયો. અનિકેત એના ગામ માં સૌથી રૂપાળો હતો. એનું એને અભિમાન હતું. પણ આ વ્યક્તિને જોઈને એનું અભિમાન ઉતરી ગયું.
5.8 ઈંચ ઉંચો એ વ્યક્તિ એકદમ દુધમલ સ્કીન અને એમાં લોહીની ભળેલી લાલાશ અને સ્હેજ બ્લ્યુ ઝાંય વાળી કીકીઓને કારણે કોઈ દેવ જેવો લાગતો હતો. કાન સુધી આવતા વાંકડિયા વાળ વ્યવસ્થિત ઓળેલા હતાં. છતાં પણ કપાળ પરના વાળ લહેરાતા હતા. પહોળા ખભા. અને માંસલ કસાયેલું શરીર. પહોળા કોલર વાળા શર્ટના ઉપરના ખુલ્લા બે બટનમાં ગળા સુધી ફેલાયેલા વાળમાં એક સોનાની ચેઇનમાં લટકતા સોનાના પેન્ડલમાં એક સુંદર હિરો ચમકતો હતો. હાથમાં ગોલ્ડ પ્લેટેડ હીરા જડિત ઘડિયાળ હતી. આંગળીઓમાં એવી જ હીરાની વીંટીઓ હતી. બધું મળી મળી ને એ કોઈ ફિલ્મ સ્ટાર કરતા વધારે સુંદર હતો. એ યુવક આગળ વધ્યો અને અનિકેત સામે હાથ મિલાવતા બોલ્યો.
' વેલકમ મી. અનિકેત , વધારે રાહ તો જોવી નથી પડી ને ? '
એના અવાજ માં એક અજબ લહેકો હતો. અજબ સંમોહન હતું. ઉષ્મા હતી.
' નો.. ઇટ્સ ઓકે. '
સચદેવા : ' મી.અનિકેત , આ છે સુધીર ભાર્ગવ. માય સર. '
સુધીર : ' ઓહ નો , નો સર , આઈ એમ ફ્રેન્ડ. '
કોઈ વ્યક્તિને જીતવાની કોઈ અજબ આવડત હતી એનામાં.
એક બેરર એક ટ્રોલી લઈને આવ્યો. ટ્રોલી પર અલગ અલગ ઘણા જ નાસ્તા. ચ્હા , કોફી , વહિસ્કી ની બોટલ અને ગ્લાસ હતા. બેરર ટ્રોલી પરથી બધું લાંબી ટીપોઈ પર મૂકી રવાના થયો. સુધીરે વહિસ્કીની બોટલ ખોલી એક સ્મોલ પેગ બનાવ્યો. એ અનિકેતનો સંકોચ દૂર કરવાનો પ્રયત્ન હતો.
' મી.અનિકેત ટેઈક , વિચ યુ લાઈક. '
' આઇ લાઈક કોફી. '
સચદેવા એ કોફી તૈયાર કરી અનિકેતને આપી. અનિકેત નાસ્તાની એક પ્લેટ લઈ કોઈ પણ સંકોચ વગર પગ પર પગ ચઢાવીને બેઠો.
સચદેવા : ' વેલ મી.અનિકેત , કામ ની વાત કરીશું ?
' ઓહ , શ્યોર.. '
' આમ તો મેં તમને બધી વાત કરી જ છે. છ મહિના સુધી તમને દર મહિને એક લાખ રૂપિયા , તૈયારી કરવાના. અને પછી ના ત્રણ મહિના માં કામ પૂરું કરવાનું. એના ત્રણ લાખ વતા પચાસ લાખ એમ ત્રેપન લાખ તમને મળશે. '
' કામ શુ રહેશે ? '
' એક અકસ્માત કરવાનો. જેમાં એ વ્યક્તિ ખતમ થવી જોઈએ. '
' કોણ છે.. ? '
સચદેવા એ એક ફોટો અનિકેતના હાથ માં મુક્યો. કોઈ ખુબસુરત સ્ત્રી હતી. સાડીમાં સજ્જ. માથે બિંદી અને ગળા માં મંગળસૂત્ર એના પરણેલા હોવા નું સૂચન કરતા હતા. અનિકેત બે પળ માં કેટલાક અનુમાનો પર આવી ગયો..
' કોણ છે આ ? '
સુધીર : ' મી. અનિકેત , એ વાત તમારા માટે અગત્ય ની નથી. '
' મી.સુધીર , આ કોણ છે એ મારા માટે જરાય અગત્ય નું નથી. પણ કામ કરાવનાર માટે ખૂબ જ અગત્ય નું છે. '
સુધીર સચદેવા સામે જોઈ રહ્યો.
સચદેવા : ' કેવી રીતે ? '
' જો આ સ્ત્રી તમારી કામવાળી હોય તો એ એક સાહજિક અકસ્માતમાં સરળતાથી ખપી જશે. પણ જો આ સ્ત્રી મી. સુધીર ની પત્ની કે બહેન હોય , કદાચ... તો પોલીસ એને અકસ્માત માનતા પહેલા આ અકસ્માતથી કોને ફાયદો થાય એમ છે એ એન્ગલ પર પહેલા તપાસ કરશે. અને સ્વાભાવિક છે કે જો આ સ્ત્રી મી.સુધીર ની પત્ની કે બહેન હોય તો એના મૃત્યુથી મી.સુધીર ને જ ફાયદો હોય. તો પોલીસ એના ખૂનના એન્ગલ ને જરૂર ચેક કરશે. માટે પ્લાનીંગમાં મારા માટે એ જાણવું જરૂરી છે કે આ સ્ત્રી છે કોણ. '
સચદેવા : ' ઓહ , બીજું કાંઈ ? '
' બીજું એ કે જો આ સ્ત્રી કોઈ કામવાળી હોય તો અલગ વાત છે.. પણ જો આ સ્ત્રી મી.સુધીર ની પત્ની કે બહેન હોય અને પોલીસ તપાસ માં કોઈ નવો મુદ્દો ઉભો થાય તો એના છાંટા મી.સુધીર પર ના ઉડે પણ મારા ઉપર ઉડે અને જરૂર પડે તો હું જેલ માં જાઉં અને મી.સુધીર સુરક્ષિત રહે એ આપણે જોવું પડે. '
' વેલ , બીજું કાંઈ.'
' વેલ જો એ પરિસ્થિતિ આવવાની હોય તો એની ફી હું નક્કી કરું એ હોય. માટે તમારે એ જણાવવું જરૂરી છે કે આ સ્ત્રી કોણ છે.'
સચદેવા સુધીર સામે જોઈ રહ્યો.
સુધીર : ' પણ આ વાત જાણ્યા પછી તમે મ્હો નહિ ખોલો એની શું ખાત્રી? '
' પહેલી વાત તો તમે મને શું કહ્યું એનું મારી પાસે કોઈ પ્રુફ નથી અને બીજું હું મ્હો ખોલવાનું પરિણામ જાણું છું. તમને મારા માટે બીજો માણસ હાયર કરતા વાર નહિ લાગે. '
સુધીર હસ્યો. ' વેલ , વેરી જીનિયસ. માની લો કે આ મારી બહેન કે પત્ની છે તો? '
' મી. સુધીર તમે જેલ કદાચ જોઈ નથી. હું જેલમાં રહીને આવ્યો છું એટલે મને ખાત્રી છે કે તમે જેલમાં જાઓ એના કરતાં તમારે બદલે જેલમાં જનાર ને , તમને થનારા લાભ ની દસ ટકા રકમ ચૂકવવા નું વધારે પસંદ કરશો. '
સુધીર : ' તમારા હિસાબે એ રકમ કેટલી છે? '
અનિકેત નું મન કહેતું હતું. શહેરની નજીક આવડું મોટું ફાર્મ હાઉસ અને આવડો મોટો બંગલો , બહાર ગાડીઓની લાઈન છે , તો બીજી ઘણી પ્રોપર્ટી હશે જ. એણે અનુમાન કર્યું કે ઓછા માં ઓછા ત્રણસો કે ચારસો કરોડનો આસામી તો હશે જ. અને એણે અંધારા માં તીર છોડ્યું...
' ત્રણ કરોડ રૂપિયા... '
( ક્રમશ : )