Whose earth is this – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

આ પૃથ્વી કોની છે – દિવ્યેશ ત્રિવેદી

૨૭. કાયદાથી કેટલો ફાયદો?

27. How much does the law benefit?

જંગલોના રક્ષણ માટે આપણે કાયદા કર્યા છે, પરંતુ એનો અમલ જ અધકચરો હોય ત્યાં કાયદાનો ફાયદો શું?

અને તોય હજુ કાયદા કરવાની ઘણી જગ્યા બાકી છે. જંગલો વિસ્તારવા માટે આપણે ઘણી જમીન ફાજલ પાડીને આપી શકીએ. એ જમીન પર જંગલ વિસ્તારવાની બાંધી મુદતની જવાબદારી જેને સોંપાય એ નિયત સમયે જંગલ આપી શકે નહિ તો એને સજાપાત્ર બનાવી શકાય.

કાયદો ઘડ્યો હોય તો આજે નહિ તો કાલે, કોઇક નિષ્ઠાવાન એનો અમલ કરાવી શકશે!

૨૮. એક છરીના બે ઉપયોગ!

28. Two uses of one knife!

છરી વડે શાક સમારીને પેટ ભરી શકાય તો એ જ છરી નિર્દયતાથી કોઈના પેટમાં ઉતારી દઈને કોઈનો જાન પણ લઈ શકાય.

વિજ્ઞાન અને ટેકનોલોજીની આવી જ એક છરી આપણા હાથમાં આવી ગઈ છે. વિજ્ઞાને વિકાસના દરવાજા ખોલી નાંખ્યા છે, દુનિયાને એકદમ નજીક લાવી દીધી છે.

પરંતુ આજ છરીથી આપણે આપણું જ પેટ કાપી રહ્યા છીએ. પર્યાવરણનો એવો તો ખોડો કાઢ્યો છે કે હવે પ્રદૂષણના રાક્ષસને નાથવામાં એ જ વિજ્ઞાનના હાથ ટૂંકા પડતા હોય એવું મહેસૂસ થવા લાગ્યું છે.

છરી એકવાર પેટમાં પરોવાઈ જાય પછી એનામાં જીવ બક્ષવાની ક્ષમતા નથી હોતી.

૨૯. એક ટાપુ પર કયામત

29. Doom on an Island

ભારતની પડોશમાં આવેલા સોહામણા ટાપુ માલદીવનો ઝાઝો પરિચય આપવો પડે તેમ નથી. આ ટાપુ પર ટૂંકુ સમયમાં જ ક્યામત ઊતરવાનું જોખમ ઊભું થયું છે.

હવા અને સમુદ્રના પ્રદૂષણને કારણે માલદીવની સીમાઓ સંકોચાતી જાય છે અને દરિયો દિવસે દિવસે ઊંચો ઊડતો જાય છે. ભય તો એવો સેવાય છે કે ૫૦ વર્ષ પછી આખો ટાપુ સમુદ્રમાં ગરક થઈ જશે!

માલદીવની ખમતીધર પ્રજાએ આ જોખમ સામે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો છે. દરિયા કિનારે લાખો વૃક્ષો વાવીને તેઓ જમીનનું ધોવાણ થતું અટકાવવા કટિબદ્ધ છે.

આવી પ્રજાને તો અંત:કરણ પૂર્વક શુભેચ્છા જ પાઠવવાની હોય ને!

૩૦. સ્વપ્નનો સોહામણો આકાર!

30. The golden shape of the dream!

સપનાં કોને ન આવે? પણ સ્વપ્નને સાકાર કરવા ઝઝૂમનારાઓને તો દીવો લઈને શોધવા નીકળવું પડે.

અમેરિકામાં વસતા એક ભારતીય બલબીર માથુરને ઉઘાડી આંખે એક સપનું આવ્યું, જેમાં એણે સમગ્ર પૃથ્વીને વૃક્ષોથી છવાયેલી જોઈ.

સપનું સાકાર કરવા આ માણસ રીતસર મચી પડ્યો. ‘ટ્રીઝ ફોર લાઈફ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ભારતમાં વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું.

જ્યાં એક વૃક્ષ વવાય ત્યારે ૩૦ કપાતાં હોય એવા આ દેશમાં બલબીર માથુરે લાખો રૂપિયાના ખર્ચે હજારો વૃક્ષો વાવ્યાં. માથુરને આ કામમાં સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષ પ્રેમીઓ તરફથી છૂટે હાથે મદદ મળી છે.

માથુરનું લક્ષ્ય દર વર્ષે ૨૭ લાખ વૃક્ષો વાવવાનું છે. એમણે વાવેલાં અને વવડાવેલાં વૃક્ષોમાંથી ૭૦ ટકા હયાત છે.

આપણને તો આવા અનેક માથુરોની જરૂર છે.

૩૧. ઓઝોનની ચાદર પર ખતરો!

31. Danger to ozone Layers!

સૂર્ય એટલે પ્રચંડ તાકાતનું પ્રતીક, ઊર્જાનો ધોધ અને જીવસૃષ્ટિના અસ્તિત્વનો એક અગત્યનો આધાર.

સૂર્યના પ્રકાશમાં આવતાં અધોરક્ત કિરણોમાં આપણી ચામડીને બાળી મૂકવાની તાકાત છે. પરંતુ કુદરતે આપણા બચાવ માટે જ આકાશમાં ઊંચે ઓઝોન વાયુનું કવચ તૈયાર કર્યું છે. ઓઝોનની આ ચાદર અધો રક્ત કિરણોને શોષી લઈને સૂર્યનાં કિરણોને ધરતી પર મોકલે છે.

કુદરતના આ ઉપકારને પણ આપણે ભૂલવા બેઠા છીએ. કોન્કોર્ડ જેવાં વિમાનો અને સુપર સોનિક લડાયક હવાઈ જહાજો ઓઝોનની એ ચાદરને કાણાં પાડી રહી છે.

એરોસોલ સ્પ્રે પણ ઓઝોનની ચાદરમાં કંસારી બનીને કાણાં પાડે છે.

ક્યાં સુધી આવી પ્રવૃત્તિઓને ચાલવા દઈશું આપણે?

૩૨. આ પૃથ્વી કોની છે?

32. Whose earth is this?

આ પૃથ્વી ખરેખર કોની માલિકીની છે? આપણી પાસે કોઈ વારસાઈ સર્ટિફિકેટ નથી કે માલિકીખત પણ નથી. છતાં આપણે એની સાથે એવો વર્તાવ કરીએ છીએ કે જાણે એ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં ન મળી હોય!

સાચી વાત એ છે કે આ પૃથ્વી આપણી પાસે આપણા પછીની પેઢીની અમાનત છે. કોઇની અમાનત સાચવતાં પણ આપણને ન આવડે ત્યારે આપણે આપણી જાતને શું કહેવું?

કાલચક્ર તો ફર્યા જ કરે છે. આપણી નફફટાઈને લીધે રેતીના ઢગના ઢગ અને સૂવાના હૂવા સરકતા જ જાય છે. લોલક આમથી તેમ જોરશોરથી ઘૂમે છે અને સુદર્શન કરતાંય ખતરનાક ચક્ર પાતાળથી આકાશ સુધીના પર્યાવરણને ઊભું અને આડું વહેરતું જાય છે.

ઘડિયાળની ટીક ટીકના કાન ફાડી નાંખે એવા અવાજો ય આપણને સંભળાતા નથી. એ અવાજોથી કુંભકર્ણોની ઊંધ પણ ઊડી જાય, આપણી ઊંઘ કેમ ઊડતી નથી?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED