Haasy Kasumble - Malay Shah books and stories free download online pdf in Gujarati

હાસ્ય કસુંબલ

૧. આઝાદીનું સ્ટેટસ

આજે મારા માશીના દીકરાએ તેના ફેસબુક અને વોટ્સ અપના સ્ટેટસ બદલીને એકદમ ભારત દેશનો તિરંગો લહેરાવ્યો.

એટલે, મેં તેને ફોન કર્યો, અલ્યા, આજે નથી ૨૬મી જાન્યુઆરી કે નથી ૧૫મી ઓગષ્ટ તો કેમ તે સ્ટેટસમાં આપણા દેશનો તિરંગો લહેરાવ્યો. જલ્દી બદલ.... બહુ જોરથી ઝંડો ફરફરી રહ્યો છે.

તેનો જવાબઃ અલ્યા, તું ચિંતા ના કર, તારી ભાભી ૧૫ દિવસ માટે પિયર ગઈ છે..

૨. બહેરું કોણ?

કેટલાય સમયથી ચતુરને એવું લાગ્યા કરતું હતું કે, તેની પત્ની ગંગાને સાંભળવામાં તકલીફ થઇ રહી છે. એટલે બીજા દિવસે કાનના ડોક્ટરની સલાહ લેવા ગયો.

ગામ નાનું અને ડોક્ટર ચતુરને સારી રીતે ઓળખે. તેમણે કહ્યું કે, “એક કામ કર, પહેલાં ત્રીસ ફૂટ દૂરથી ગંગાને બૂમ મારી જો, અને જો ના સાંભળે તો પછી વીસ ફૂટે આવીને ફરી બૂમ માર, હુજુ ય જો જવાબ ના આપે તો પછી દસ ફૂટે, અને છેલ્લે નજીક આવીને તેને એ જ વાક્ય કહે, તેના ઉપરથી પછી ખબર પડશે કે તે કેટલી બહેરી છે. પછી તેનો ઉપચાર કરીએ. ઓકે!!”

ચતુરે ઘરે જઇને ગંગાને ૩૦ ફૂટ દુરથી બૂમ મારીને પૂછ્યું કે, “આજે શું બનાવ્યું છે?” ગંગાએ જવાબ ના આપ્યો.

એટલે ૨૦ ફૂટ દૂરથી પૂછ્યું. એમ બે વખત ટ્રાય તો કર્યો પણ ગંગાએ કાંઇ જવાબ ના આપ્યો.

એટલે ડોક્ટરે કહ્યું’તું તેમ ૧૦ ફૂટ દૂરથી એ જ પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ ના મળ્યો. એટલે પાસે જઇ ને પૂછ્યું, “ગંગા, આજે શું બનાવ્યું છે?”

એટલે ગંગાએ ગુસ્સે થઇને કહ્યું, “આ ચોથી વખત તમને કહું છું કે, આજે ભીંડાનું શાક, રોટલી, દાળ અને ભાત બનાવ્યા છે. મારો તો ઘાંટો બેસી ગયો.... જો સંભળાતું ના હોય તો કાનના ડોક્ટરને બતાવી આવો ને!

૩. દિવ્ય જ્યોતિ

એક દંપતીને ઘણા વર્ષો પછી પણ બાળક નહોતું. એટલે તેમણે એક સાધુ મહાત્માની ખુબ સેવા કરી.

એટલે તે સાધુમહાત્માએ ખુશ થઇને કહ્યું, “બોલો તમારે મારી પાસેથી શું જોઇએ છે?” એટલે પેલા દંપતીએ કહ્યું, “મહરાજ અમારે બસ એક બાળક જોઇએ છે, જે અમારા સહુના ઘરમાં કીલકીલાટ કરે.”

એટલે સાધુ મહાત્મા ધ્યાનમાં બેઠા અને પછી આંખો ખોલીને કહ્યું કે, તમારા નશીબમાં છોકરા નથી. પરુંતુ મેં તમને વચન આપ્યું છે એટલે મારે એ માટે હિમાલય ઉપર જઈને તપસ્યા કરીને દીવો સળગાવવો પડશે.

ઘણા વર્ષો પછી એ સાધુ મહાત્મા હિમાલયથી પાછા આવ્યા અને એમને થયું કે, મેં જે દીવો સળગાવ્યો તે પછી પેલા દંપતીને બાળક થયું કે નહીં. એટલે એ તેમના ઘરે ગયા. જેવું બારણું ખોલ્યું કે તેમના ઘરમાંથી ડઝન જેટલા છોકરા બહાર નીકળ્યા. એટલામાં પેલી પત્ની એમની પાછળ આવી. એટલે મહાત્માએ મનમાં કહ્યું કે હાશ મારી તપસ્યા ફળી ખરી. પછી પેલા બહેનને પૂછ્યું કે, તમારા પતિ કયાં છે? એટલે પત્નીએ જવાબ આપ્યો કે એ તો હિમાલય ઉપર ગયા છે.

એટલે સાધુ પુછ્યું , “કે હિમાલય ઉપર કેમ ગયા?

પત્નીએ જવાબ આપ્યો, “તમે સળગાવેલો દીવો ઓલવવા માટે!

૪.સલાહ અને વાસ્તવિક્તા

અમારા ગામનો ભાઇ ચતુર, ઘણો હોશિયાર, ગામનાં દરેક પરણવા લાયક છોકરા તેની પાસે સલાહ લેવા જાય, કે ભાઇ છોકરી પસંદ કેવી કરવી અને તેમાં શું ધ્યાન રાખવાનું, કેવા ગુણ વાળી, છોકરીનો ઇન્ટરવ્યુ લેવા જઇએ ત્યારે કેવા પ્રશ્નો પૂછવા વગેરે, વગેરે…

આટલે સુધી તો બધું બરાબર ચાલતું હતું પણ જેવા તેમના લગ્ન થયા કે એમણે આ સલાહ આપવાનો ધંધો બંધ કરી દીધો. જ્યારે જુઓ ત્યારે ખોવાયેલા અને ગુમસુમ રહેતા. અમને કાંઇ ખબર ન પડી કે મામલો શું છે?

આમ ને આમ થોડા વર્ષો વીતી ગયા, તેમના પત્નીની તબિયત એવી લથડી કે, થોડાક દિવસોમાં તેણે આ દુનિયાને વિદાય આપી દીધી.

જ્યારે ચતુર પત્નીની અંતિમ વિધિ પતાવીને સ્મશાનેથી ઘરે પાછો ફરતો હતો. ત્યાં જ જોરથી વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, આકાશ જોર જોરથી ગાજવા લાગ્યું, સાંબેલા ધાર વરસાદ શરૂ થઇ ગયો, ધરતી ય ધ્રૂજવા લાગી.

એ જોઇને ચતુર બોલ્યો, “હા, નક્કી, હવે તે બરાબર, ચોક્કસ ઉપર પહોંચી ગઇ છે. હાશ! હવે ઘરમાં શાંતિ થશે.”

એટલે સમજાયું કે, એણે શા માટે સલાહ આપવાનું બંધ કરી દીધું હતું.

સ્મશાનેથી ઘરે શું આવ્યા. બધા બેઠા હતા, એટલામાં ચતુર પોક મૂકીને રડવા લાગ્યો. એટલે મેં તેમની પાસે જઇને કાનમાં પુછ્યું , “હવે શું કામ રડે છે? થોડી હિંમત રાખ!. તારા માટે પાણી લાઉં છું.”

રાડ પાડતા ચતુર બોલ્યો, “ના, ના, જલ્દી લેપટોપ આપ, ફેસબુકમાંથી સ્ટેટસ સિંગલ કરવું છે.”


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED