પરાગિની ૨.૦ - ૪૩
બોટલ ભરીને ઉપર રૂમમાં આવી બેડ પર બેસી તે ફોનમાં તેના અને પરાગનાં ફોટોસ જોતી હોય છે અને ફોટોસ જોઈને મલકાતી હોય છે. પરાગ પાછળથી આવીને ફોટસ જોતો હોય છે. રિનીને ખબર નથી હોતી કે પરાગ નાહીને આવીને પાછળ ઊભો હોય છે.
રિની ફોટો જોતી તેના છૂટા વાળ ભેગા કરી ઊંચો અંબોડો વાળી દે છે. પાછળથી રિનીની કમર જોઈ પરાગ વિચલિત થઈ જાય છે. તે રિનીની નજીક જઈ સાડીનો બેલ્ટ ખોલી નાંખે છે અને બીજા હાથથી બ્લાઉઝની દોરી ખોલી નાંખે છે. અચાનક પરાગનાં સ્પર્શથી રિની તરત ઊભી થઈ પાછળ ફરીને જોઈ છે તો પરાગ હોય છે. રિની પરાગને કહે છે, પરાગ હું તો ગભરાય ગઈ.. શું તમે પણ..
પરાગ- સોરી... મારો ઈરાદો એવો નહોતો પરંતુ તુ બેઠી હતી એવી અને સાડીમાં પણ તું દેખાય છે ખૂબસુરત કે મારી જાતને રોકીનાં શક્યો..! સોરી
રિની પરાગનો હાથ પકડી લે છે અને કહે છે, અરે એમાં સોરી કેમ કહો છે..! બાય ધ વે.... અત્યારે તમે પણ મને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યાં છો.....
પરાગ હમણાં ફક્ત બોક્સર પહેરીને જ ઊભો હોય છે.
પરાગ રિનીને કમરેથી પકડી તેની નજીક લઈ લે છે અને બંને એકબીજાનો પ્રેમ માણતા હોય છે પરંતુ આ પ્રેમરંગમાં કોઈ ભંગ પાડવા આવી જાય છે. બંને તેમના રોમાન્સમાં મશગૂલ હોય છે કે કોઈ દરવાજો નોક કરે છે.
પરાગ મોં બગાડતા કહે છે, અરે.. યાર... આ ઘરમાં મને કોઈ શાંતિથી રોમાન્સ પણ નહીં કરવા દે...
પરાગ ટી-શર્ટ અને પેન્ટ પહેરી દરવાજો ખોલે છે તો લીનાબેન હોય છે.
પરાગ- હા, મમ્મી.. કંઈ કામ હતુ?
લીનાબેન- સોરી બેટા તને ડિસ્ટર્બ કર્યો.... પરીતાને રાખવી જરૂરી છે? મને કંઈ અજીબ લાગે છે એની સાથે...!
પરાગ- મમ્મી.... તમને યાદ નથી પરંતુ પહેલા તેને જ તમારી દેખરેખ રાખી છે અને તેના લીધે જ તમે અત્યારે સારા છો... તમે રૂમમાં જઈ આરામ કરો..! કંઈ જોઈતું હોય તો મને કહી દેજો..!
પરાગ ફટાફટ રૂમમાં અંદર જાય છે પરંતુ રિની ન્હાવા જતી રહી હોય છે. પરાગ બેડ પર બેસે છે અને થોડી વાર આરામ કરે છે. રિની નાહીને બહાર નીકળે છે ત્યારે પરાગ સૂઈ ગયો હોય છે. રિની પણ તેની બાજુમાં જઈને સૂઈ જાય છે.
*********
લીનાબેન અને શાલિની એક જ છત નીચે રહે અને ઝગડો ના થાય એમ બને???
લીનાબેન જ્યારથી પાછા આવ્યા હોય છે તે વખત શાલિની તેની આખી કુંડળી કઢાવે છે. તેને લીનાબેન વિશે બધી જ ખબર પડે છે. નવીનભાઈએ લીનાબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હોય છે કેમ કે તે પૈસા માટે બીજા પુરુષ સાથે બોલતી હતી અને તેની માટે જ ઘર છોડીને જતા રહ્યા હોય છે અને તે પૈસા માટે જ પાછી આવી હોય છે. તે આ બધી વાત લીનાબેનને કહે છે. તે વખતથી રોજ જ ઘરમાં બંને વચ્ચે ઝગડા ચાલતા હોય છે અને ઝગડો જ્યારે પરાગ ઘરમાં ના હોય ત્યારે જ થતો..! શાલિનીને એ પણ ખબર હોય છે કે લીનાબેન નાટક કરે છે કે તેને કંઈ યાદ નથી એમ..!
પરીતાને પાછી લાવવાનું કામ પરાગે જ કર્યુ હોય છે કેમ કે પરાગને શક હોય છે કે તેની મમ્મી પૈસા માટે જ પાછી આવી છે. તેથી પરાગે પરીતાને પગાર પર ફૂલ ટાઈમ નર્સ તરીકે રાખી હોય છે અને સાથે તેની મમ્મી પર નજર રાખવાનું પણ કહ્યુ હોય છે.
લીનાબેનને ઘરે આવ્યે દસ દિવસ થઈ ગયા હોય છે પરંતુ તેમને હજી એવો મોકો નથી મળતો કે પરાગ પાસે પૈસા માંગી શકે..!
પરીતાને ખબર પડી જાય છે કે લીનાબેન નાટક કરી રહ્યા છે.. તે લીનાબેનને ચેતવણી આપે છે કે સુધરી જાઓ નહીંતર બહુ ખરાબ હાલત થશે..!
બીજા દિવસે ઘરે કોઈ નથી હોતુ... પરાગ-રિની અને સમર કંપનીએ હોય છે. દાદી શ્રી નાથજીની હવેલીએ ગયા હોય છે. શાલિની સવારથી કીટી પાર્ટી કરવા જતી રહી હોય છે. પરીતા લીનાબેનની રૂમમાં દવા આપવા જાય છે અને ચા-નાસ્તાની ટ્રે લઈ નીચે જતી હોય છે કે લીનાબેન પાછળથી આવી પરીતાને ધક્કો મારે છે જેના લીધે પરીતા દાદર પરથી ગબડતી નીચે પડે છે. પરીતાનું નસીબ સારૂં હોય છે કે તેને બહુ વાગતું નથી પરંતુ તે બેભાન થઈ જાય છે.
લીનાબેન પરાગને ફોન કરી નાટક કરતા કહે છે, બેટા ઘરે આવી જા.. પરીતા દાદર પરથી પડી ગઈ છે. પરાગ ફટાફટ ઘરે આવે છે અને પરીતાને હોસ્પિટલ લઈ જાય છે. પરીતાની સારવાર કરાવે છે. પરાગ લીનાબેનને પૂછે છે, પરીતા કેવી રીતે પડી?
લીનાબેન- મને જ ખબર નથી કે કેવી રીતે પડી... હું તો રૂમમાં હતી મને અવાજ આવ્યો તો બહાર જોવા ગઈ તો તે દાદર પરથી પડતી હતી...!
પરાગ લીનાબેનને ઘરે મૂકી આવે છે અને હોસ્પિટલ જઈ પહેલા જે નર્સને રિસેપ્શન પર મળ્યો હતો તેને કહે છે, તમે પરીતાને ઓળખો છો.. તો પરીતા સારૂ થઈ જાય બાદ તેને તમે ત્યાં લઈ જજો..! પરાગ બિલ ચૂકવી ત્યાંથી જતો રહે છે.
આ બાજુ સિમિતએ તેની ગંદી રમત રમવાની ચાલુ કરી દીધી હોય છે. જેમાં પહેલો ટાર્ગેટ હોય છે કે પરાગની કંપનીને બરબાદ કરવી...! જેની શરૂઆત તેને કરી દીધી હોય છે. પરાગની કંપની જેની પાસેથી રો મટીરીયલ ખરીદતી હતી તેનું પેમેન્ટ પરાગની કંપની રેગ્યૂલર કરી દેતી હોય છે પરંતુ આ વખતે સિમિત તે ચેક જાણી જોઈને અટકાવી દે છે અને પરાગની કંપનીનો જે અકાઉનટન્ટ હોય છે તેને સિમિત પૈસાથી ખરીદી લે છે અને કહે છે કે કંપનીના પૈસા લઈ ક્યાંક દૂર જતો રહે..!
રો મટીરીયલ્સ સપ્લાયર્સને બે દિવસ સુધીમાં પૈસા ન મળતાં તે ઓફિસ પર જાય છે અને પરાગને કહે છે કે હજી સુધી પેમેન્ટ મળ્યુ નથી..! પરાગને પહેલા વિશ્વાસ નથી થતો. તે સપ્લાર્યને કાલ સુધીમાં પેમેન્ટ મળી જશે તેવું કહીને મોકલી દે છે. પરાગ જૈનિકાને અને સમરને બધી વાત કરે છે. સમર એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરે છે તો જાણવા મળે છે કે મેઈન અકાઉનટન્ટ પાંચ દિવસથી રજા પર છે. સમર બધી ફાઈલ્સ લઈ પરાગની કેબિનમાં લઈને જાય છે. ત્રણેય બેસીને બધી ફાઈલ ચેક કરે છે. પરાગ બેંક પાસેથી બધી ડિટેઈલ્સ મંગાવે છે જેમાં જાણવા મળે છે કે જે મેઈન અકાઉનટન્ટ બધી રકમ લઈને જતો રહ્યો છે અને પેમેન્ટ પણ નથી કર્યુ..!
પરાગ તેના બેકઅપ વિશે હમણાં જૈનિકા અને સમરને નથી કહેતો..! આ પરાગ શાહ છે તેની પાસે હંમેશા બકઅપ રહેતુ..! કંપનીના બીજા બેંક એકાઉન્ટમાંથી પૈસા સપ્લાર્યનીં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે.
સાંજે તે જ દિવસે પરીતા પરાગને ફોન કરીને જણાવે છે કે તે દિવસે હું જાતે દાદર પરથી નહોતી પડી... તમારી મમ્મીએ જ મને ધક્કો માર્યો હતો કેમ કે મને ખબર પડી ગઈ હતી કે તેઓ નાટક કરે છે એમ..!
પરાગ- ઓકે.. તું તારૂં ધ્યાન રાખજે અને હવે અહીં ના આવતા.. તારી સેલેરી હું મોકલાવી દઈશ..! તું પાછી આવીશ તો મારી મમ્મી તને કંઈ પણ કરી શકે છે.
સપ્લાર્યને પેમેન્ટ આટલું જલ્દીથી થઈ જશે તેવી સિમિતને આશા નહોતી... તેથી તેને બીજી ચાલ ચલી...! રિનીએ બનાવેલ સમર ક્લેક્શનની ડિઝાઈન્સ તે સપ્લાર્યને આપવા જાય છે. તે સપ્લાર્ય રો મટીરીયલની સાથે ડિઝાઈનીંગનું કામ પણ કરતાં હોય છે. સિમિત તે સપ્લાર્યને કહે છે, આ રહી ડિઝાઈન્સ... તારે જલ્દીથી ડિઝાઈન કરી બજારમાં લોન્ચ કરી દેવાનું... પૈસા મળી જશે...! બરાબર તે જ સમયે પરાગ સપ્લાર્યને મળવા તેની ઓફિસ જાય છે. ઓફિસ જતા પહેલા તે ફોન કરે છે કે તે નીચે ઊભો છે, જો તમે ફ્રી હોય તો હું ઉપર મળવા આવું..!
તે સપ્લાર્ય સિમિતને પાછલા દરવાજેથી જતો રહે તેમ કહે છે અને પરાગને મળવા માટે હા કહે છે. સિમિત આપેલ ડિઝાઈન ફટાફટ સંતાળી દે છે. પરાગ તેની કેબિનમાં જાય છે અને સોરી કહેતા કહે છે, પેમેન્ટ મોડુ થયુ એના માટે સોરી... પહેલા કોઈ વખત આવુ થયુ નથીને?
સપ્લાર્ય- ના....
પરાગ- હું નીકળુ... બસ આટલાં માટે જ આવ્યો હતો...
જતા જતાં પરાગ કેબિનમાં તે જ ફેબ્રિક્સ જોઈ છે જે સમર ક્લેક્શનમાં તેઓ વાપરવાનાં હતા અને આ ફેબ્રિક્સ સિમિતની કંપનીનાં જ હોય છે. પરાગને કંઈક ગરબજ લાગે છે પરંતુ તે કંઈ બોલતો નથી અને જતો રહે છે.
શું સમર ક્લેક્શનનાં લોન્ચિંગમાં કંઈ પ્રોબ્લમ થશે?
શું સિમિત પરાગને હરાવી શક્શે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૪