પરાગિની 2.0 - 44 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 44

પરાગિની ૨.૦ - ૪૪




પરીતાને ખરેખરમાં લીનાબેન સાથે બદલો લેવો હતો કે પોતે એકલા પૈસા લઈને મને મૂકીને જતા રહ્યા હતા..! પરંતુ હવે પરાગે ના પાડી દીધી હતી કે ઘરે હવેથી ના આવે..! પરીતા પરાગને ફોન કરીને લીનાબેનના બીજા છોકરાની વાત કહેવાનું નક્કી કરે છે. પરીતા પરાગને ફોન કરે છે અને કહે છે, મારે તમને એક વાત કહેવી છે.

પરાગ- હા, બોલ

પરીતા- તમારો એક નાનો ભાઈ પણ છે.આ સાંભળીને પરાગને શોક લાગે છે.

પરાગ- શું તારે ફરી કંઈક જોઈએ છે? પૈસા જોઈએ છે? તું શું કરવા માંગે છે?

પરીતા- મારે કંઈ નથી જોઈતુ....

પરાગ- એ ક્યાં રહે છે? અને બીજું શું જાણે છે તું?

પરીતા- એ અત્યારે મુંબઈ રહે છે અને બેચલર ડિગ્રી કરે છે.... પણ તમારો સગો ભાઈ નથી....!

પરાગ સારૂં કહી ફોન મૂકી દે છે. પરીતાને સમજ નથી પડતી કે પરાગ કરવા શું માંગે છે..! તેને હતુ કે પરાગ તેને પાછી બોલવશે પરંતુ પરાગ એવું કંઈ નથી કરતો..!


બીજા દિવસે રિની તેની નવી ડિઝાઈન અને ફેબ્રિક્સ જૈનિકા સાથે ડિસ્ક્સ કરીને સિમિતને ફાઈલ આપવા જતી હતી. સિમિત વિડીયો કોલ પર પેલા સપ્લાર્ય સાથે વાત કરતો હતો.. જેમાં સપ્લાર્ય રિનીએ બનાવેલ ડિઝાઈનના કપડાં બનાવી દીધા હોય છે અને સિમિતને બતાવતો હોય છે. રિની વિડીયો કોલ પર જોઈ જાય છે. તેને શોક લાગે છે. તે કંઈ બોલતી નથી અને ટેબલ પર નોક કરે છે અને એક્સક્યૂઝ મી કહે છે.

સિમિત પાછળ ફરે છે અને રિનીને જોઈને ખુશ થતાં કહે છે, ઓહ.. તું છે.

રિની- આ ફાઈલમાં ડિઝાઈન છે અને સિલેક્ટ કરેલ ફેબ્રિક છે જોઈ લેજો..!

આટલું કહી સિમિતના રિસપોન્સની રાહ પણ નથી જોતી અને બહાર જતી રહે છે.

રિની જાતે તપાસ કરવાનું નક્કી કરે છે.

સિમિત વિડીયો કોલ પર વાત કરી તરત સપ્લાર્યની ઓફિસ પર જવા નીકળે છે. રિની પાંચ મિનિટ બાદ બીજાની ગાડી લઈને નીકળે છે અને સિમિતનો પીછો કરે છે. સિમિતને ખબર નથી હોતી કે રિની તેનો પીછો કરે છે. સિમિત સપ્સાર્યની ઓફિસે આવીને ઊભો રહી જાય છે અને અને ઉપર જાય છે રિની ગાડી થોડી દૂર ઊભી રાખે છે અને તે ઉપર જાય છે જ્યાં હોલમાં જ રિનીએ કરેલ ડિઝાઈનનાં ચાર ગાઉન અને ડ્રેસ પૂતળાને પહેરાવેલ હોય છે. રિની છૂપાયને જોઈ જાય છે અને તેના ફોનમાં ફોટો પાડી લે છે. તે ફટાફટ ત્યાંથી નીકળી જાય છે. તેને વિશ્વાસ નથી આવતો કે સિમિત આવું કરશે..! તેને પરાગની કહેલ વાત યાદ આવે છે કે સિમિત જેવો દેખાય છે તેવો નથી..!

રિનીને સમજ નથી પડતી કે ડિઝાઈન ચોરી કરીને સિમિતને શું મળશે? સિમિત આખરે કરવા શું માંગે છે? તે વિચારે છે કે શું સિમિત બીજા દ્રારા તે ક્લેક્શન પહેલા લોન્ચ કરી દેશે? તો તો પરાગને બહુ જ નુકશાન થશે...! તે ફટાફટ ઓફિસ પર પહોંચે છે અને પરાગ પાસે જાય છે.

પરાગ પાસે જઈને પરાગને કહે છે, પરાગ તમે સાચું જ કહેતા હતા કે સિમિત નથી સારો માણસ...!

પરાગ- કેમ શું થયુ? એને તારી સાથે કંઈ કર્યુ? તું મને હમણાં જ કહે...

આટલું કહી પરાગ તરત ઊભો થઈ જાય છે. રિની પરાગને બેસાડી દે છે અને કહે છે, એને કંઈ જ નથી કર્યુ મારી સાથે... મારે બીજી વાત પણ કરવી છે.

પરાગ- હા, બોલ...

રિની- મેં ડિઝાઈન કર્યુ છે તે સમર ક્લેક્શન નથી કરવુ હમણા... આવતા વર્ષે કરીશુ...

પરાગ- કેમ? તું તો બહુ એક્સાઈટ હતીને...?

રિની- મને હજી સંતોષ નથી મારા કામથી...

પરાગ- આટલી સરસ તો છે ડિઝાઈન....

રિની- પરાગ... પ્લીઝ... તમે જૈનિકાને કહેજો કે તેની ડિઝાઈન્સ છે તેનું ક્લેક્શન તૈયાર કરે...!

પરાગ- ઓકે...

રિની- હું કામ પતાવીને ઘરે જઈશ..! તમે મોડા આવશો?

પરાગ- હા, કામ વધારે છે.

રિની- ઓકે...

રિની પરાગને કપાળ પર કીસ કરી બાય કહી જાય છે. પરાગને કંઈક ગરબડ હોય તેમ લાગે છે.


પરાગ મુંબઈ એક વ્યક્તિને ફોન કરે છે અને બધી ડિટેઈલ્સ મોકલીને કહે છે, આ વ્યક્તિને શોધવાની છે અને બધી માહિતી મારે જોઈએ..!

આ બાજુ સમર અને નિશાની લવ સ્ટોરી પણ સારી ચાલતી હોય છે. માનવ અને એશા હવે ઘણાં ખુશ હોય છે.


પરાગ જૈનિકા સાથે સમર ક્લેક્શન બાબતે વાત કરી લે છે.

રિની મૂંઝવણમાં હોય છે કે સિમિતની ડિઝાઈન ચોરીની બાબત પરાગ સાથે વાત કરુ કે નહીં? રિની પરાગના ગુસ્સાથા પરીચિત છે. ગઈ વખતે પરાગે ફક્ત સિમિતને મુક્કો માર્યો હોય છે પરંતુ આ વખતે પરાગ સિમિત સાથે શું કરશે તે કંઈ નક્કી નથી..!

રિની જૈનિકા સાથે વાત કરવાનું નક્કી કરે છે. રિની જૈનિકાને લઈને એક કેફેમાં જાય છે. જૈનિકા રિનીને પૂછતી હોય છે કે એવી તો શું વાત છે કે તું કેફેમાં લઈને આવી?

રિની- પહેલા તું બેસ તો ખરી.. પછી બધી વાત કરુ...

બંને એક સાઈડના ટેબલ પર જઈને બેસે છે. રિની બે કોફી મંગાવે છે.

જૈનિકા- રિની જલ્દી બોલ... શું વાત છે..?

રિની- જૈનિકા પહેલેથી જ સોરી કહી દઉં છુ તને કેમ કે વાત સિમિતની છે.

જૈનિકા- હું આ સિમિતની વાતો સાંભળીને થાકી ગઈ છુ...

રિની- આઈ નો.... આઈ થીંક પરાગ સાચા હતા અને છે સિમિત બાબતે....

રિની વિડીયો કોલથી લઈને ઓફિસ પર જઈ ડિઝાઈન કરેલા કપડાં સુધીની બધી જ વાત કહે છે અને રિની તેના ફોનમાં પાડેલા ફોટોસ પણ જૈનિકાને બતાવે છે. આ બધુ જોઈને જૈનિકાને સિમિત પર સખત ગુસ્સો આવે છે.

રિની જૈનિકાને કહે છે, પરાગ સાથે આ બાબતે વાત કરુ કે નહીં તેની માટે મને હજી મૂંઝવણ છે.

જૈનિકા- પરાગ સાથે તું શાંતિથી વાત કરી લેજે... કહેવું તો પડશે જ...

રિની- હા...।

જૈનિકા અને રિની ઓફિસ પર પહોંચે છે. રિની પરાગને ફોન કરે છે પરંતુ પરાગ બહાર હોય છે કોઈ કામથી... તેથી રિની તેની ગાડી લઈને ઘરે જતી રહે છે. જૈનિકા સિમિતને મળવા તેની જગ્યાએ જાય છે પરંતુ સિમિત ત્યાં નથી હોતો..! જૈનિકા સિયા પાસે જઈ તેને પૂછે છે, સિમિત ક્યાં છે તને ખબર છે? તે તેની જગ્યા પર નથી.

સિયા- મેં એમને હમણાં જ થોડીવાર પહેલા પરાગ સરની કેબિન તરફ જતાં જોયા..!

જૈનિકા ફટાફટ પરાગની કેબિન તરફ જાય છે. પરાગની કેબિન ખોલીને જોઈ છે તો સિમિત પરાગની ખુરશી પર બેઠો હોય છે. આ જોઈ જૈનિકાને બહુ જ ગુસ્સો આવે છે અને સિમિત પાસે જઈને તેને કહે છે, સિમિત હમણાંને હમણાં ઊભો થા... આ જગ્યા ફક્ત પરાગની જ છે. તું બિલકુલ ડિસર્વ નથી કરતો..! ખબર નહીં હુ તારી દોસ્ત કેમની બની ગઈ...? આજથી આપણી દોસ્તી ખતમ..! તારી બધી કરતૂતો મને ખબર પડી ગઈ છે અને તેનાથી તુ પરાગને કોઈ દિવસ નહીં હરાવી શકે અને રિનીને પામવાનાં સપનાં જોવાનું બંધ કર... તે પરાગની વાઈફ છે.

સિમિત ખુરશી પરથી ઊભો થાય છે અને જૈનિકા સામે હસતાં કહે છે, બહુ લેક્ચર આપે છે તુ... રિનીને તો હું પામીને જ રહીશ..!

જૈનિકાને હવે બહુ ગુસ્સો આવે છે અને તે સિમિતને કહે છે, હમણાંને હમણાં જ તુ અહીંથી નીકળ... મને આ ઓફિસમાં દેખાવો ના જોઈએ...!

સિમિત- નહીં જાઉં...

જૈનિકા- પોલીસને ફોન કરીશ હુ... બેટર છે કે તું અહીંથી જતો રહે....

સિમિત- ઓકે... કુલ ડાઉન... જાઉં છુ હુ....

સિમિત ત્યાંથી જતો રહે છે અને જૈનિકા ત્યાં જ બેસી જાય છે અમે રડવાં લાગે છે અને એકલી જ બોલે છે, ક્યાં હું સિમિતને અહીં લઈ આવી... પરાગ અને રિનીની લાઈફ આટલી સારી ચાલતી હતી અને આ સિમિતએ આવીને બગાડી... હેં ભગવાન.. પ્લીઝ પરાગ અને રિનીને કંઈ ના થવું જોઈએ..!


લીનાબેનને ખબર પડી જાય છે કે પરાગને તેના નાના ભાઈ વિશે ખબર પડી ગઈ છે અને લીનાબેનને ખબર હોય છે કે પરાગ તપાસ કરાવશે જ તેથી તેઓ તેમના નાના છોકરાને ફોન કરે છે અને કહે છે કે તું હમણાં અઠવાડીયું તારા ઘરે ના રહેતો... કોઈ પણ જગ્યાએ જતો રહેજે અને આજુબાજુને પણ કહી દેજે કે તારા વિશે કોઈને કંઈ પણ માહિતી ના આપે..!

લીનાબેન જ્યારે આ વાત કરતાં હોય છે ત્યારે શાલિની બહાર જ હોય છે અને તે આ વાત સાંભળી જાય છે. તે તરત જ તેના કામ પર લાગી જાય છે અને એક વ્યક્તિને ફોન કરી લીનાબેનની તપાસ કરાવડાવે છે.


રિની ઘરે હોય છે તેના રૂમમાં.. તે વિચારી વિચારીને હેરાન થતી હોય છે કે કેવી રીતે પરાગને કહેશે? પરાગ શું રિએક્શન આપશે? એટલામાં પરાગ રૂમમાં આવે છે અને તે રિનીને જોઈને સમજી જાય છે કે રિની કોઈ વાતથી પરેશાન છે. પરાગ રિની પાસે આવે છે અને તેને બેડ પર બેસાડે છે અને તરત જ પૂછી લે છે, શું વાત છે રિની? કોઈ વાત છે જે તારે મને કહેવી છે?

રિની- હા, પણ તમે ગુસ્સો ના કરતાં... સિમિતની વાત છે.

પરાગ- ઓકે...

રિની પહેલેથી બધી વાત પરાગને કહે છે, વિડીયોકોલની, કપડાં ડિઝાઈનની.... અને છેલ્લે ફોટોસ પણ બતાવે છે.

પરાગને ખ્યાલ આવી જાય છે કે કાલે સપ્લાર્યની ઓફિસમાં જે ફેબ્રિક્સ જોયા હતા ત આ જ હતા...!

પરાગ પહેલા રિનીને કહે છે, આવી કોઈ વાત હોય ત પ્લીઝ પહેલા મને તારે કહેવાનું.... તને કંઈ થઈ જાત તો...? એ માણસ કંઈ પણ કરી શકે છે.

રિની- સોરી પરાગ.. પણ મને તે સમયે જે સુજ્યુ તે કર્યુ...

પરાગ- ઓકે પણ આવી પરિસ્થિતિમાં કોઈ દિવસ એકલી ના જતી.. મને ફોન કરી દેજે.. હું ના હોઉં તો માનવ અથવા સમરને ફોન કરી દેવાનો..!

રિની- હા...

પરાગ- સિમિતને તો હું જોઈ લઈશ...

રિની- પ્લીઝ.. કોઈ મારામારી ના કરતાં...

પરાગ- હા... કંઈ જ નહીં કરુ...

કાલે તને ખબર પડી જશે... આટલું કહી પરાગ રિની તરફ આંખ મારે છે.

રિનીને નવાઈ લાગે છે કે પરાગે આ વખતે ગુસ્સો ના કર્યો..!

પરાગ રિનીને કહે છે, તું બેસ... હું કંઈ ખાવાનું લઈ આવું...!

પરાગ રૂમની બહાર જાય છે કે શાલિની પરાગ પાસે આવીને કહે છે, મારે તને એક વાત કહેવી હતી..!

પરાગ- હા, કહો...

શાલિની- લીનાબેન આજે ફોન પર કોઈ સાથે વાત કરતાં અને કહેતા હતા કે તું ત્યાંથી બીજે જતો રહે... મને પછી જાણવાં મળ્યુ કે તેમને બીજો છોકરો પણ છે અને તેઓ તેની સાથે વાત કરતાં હતા... એવો મતલબ કે એમની યાદદાસ્ત નથી ગઈ... તેઓ ફક્ત નાટક કરી રહ્યા છે.

પરાગ- મને આ વાત ખબર છે.. બસ હમણાં તમે કોઈને કહેતા નહીં.... હું મારી રીતે તપાસ કરાવુ છુ.. પછી હું જ કહીશ બધાને...!


આ બાજુ દાદાને સવારથી નહોતું સારૂં લાગતુ.... તેમને સવારથી ચક્કર આવતા હતા અને ઝાખું ઝાખું દેખાતુ હતુ... તેથી તેઓ સવારથી તેમના રૂમમાંથી બહાર નીકળ્યા નહોતા... સાંજ થવા આવી હતી પણ હજી દાદા બહાર નહોતા નીકળ્યા તેથી આશાબેનને ચિંતા થવા લાગી હતી... બપોર સુધીમાં તો દાદા અંદરથી જવાબ પણ આપતા... પરંતુ છેલ્લા કલાકથી કંઈ જ જવાબ નહોતા આપી રહ્યા...!




દાદાને શું થયું હશે?

પરાગ સિમિત સાથે શું કરશે?

લીનાબેનની સચ્ચાઈ જાણ્યા બાદ પરાગ શું કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૫