આગળના ભાગમાં બંને જણ માથેરાનથી નીકળી, મુંબઈ જતા રસ્તામાં કિડનેપ થઈ જાય છે, ઇન્જેક્શનનો પાવર ઉતરતા જણાયું કે તેઓ કોઈ હોટલની રૂમમાં હતા, આ રમેશ સર અને મરિયમનું પ્લાનિંગ હતું, પણ રમેશ સરે મરિયમને પણ પોતાનો શિકાર બનાવ્યો, ત્રણેયને ઇન્જેકશન મૂકીને વિડીયો ઉતાર્યા, ઓવર ડોઝના કારણે મરિયમ બેહોશ થઈ જાય છે, આ તકનો ફાયદો ઉઠાવી તેઓ ત્યાંથી ભાગી છૂટે છે, સ્ટેશનથી સીધી સુરતની ટ્રેન પકડે છે. ત્યાં કોઈ ભલા માણસ સાથે તેઓની મુલાકાત થાય છે.. તેઓ તેમની કારમાં તેમના ઘરે છોડવા કહે છે, હવે આગળ...
*****
મોઢે મીઠાં બનીને ખંજર મારે આ જગતમાં,
ના કરો વિશ્વાસ કોઈ અજનબીનો અહીં..
બે મોઢાની દુનિયા ને છૂપાવી ચહેરો નકાબમાં રાખે,
હોય છે કેટલાક બહુરૂપીઆ ઠગ આ જગતમાં..
તે અજનબીએ સુરત આવતા પહેલા અમારું દિલ જીતી લીધું..અમને બંનેને પોતાના વિશ્વાસમાં લીધા.. પણ..
પણ.. શું.? "સુરત આવ્યા પછી શું થયું.?"
અમને અમારી જ નાદાની ને ભૂલ જ નડી. અમે બંનેએ અજનબી પર ભરોસો કર્યો.. આ અજનબી બીજું કોઈ નહિ, પણ રમેશ સર અને માઇકલનો ખબરી હતો.. તે હોટેલથી જ અમારો પીછો કરતો હતો.. અમે આ વાતથી બેખબર હતા..
તેની પર વિશ્વાસ કરીને અમે કારમાં બેસી ગયા, અમને ત્યાંથી અમે તેમની સાથે કોફી પીવાથી ગયા, હું વોશરૂમ જઈ ટેબલ પાસે આવી તો રાકેશ નહતો.
મે પેલા અજનબીને પૂછ્યું, "રાકેશ ક્યાં છે.!?"
તેણે કહ્યું : "તે વોશરૂમ ગયો છે.."
કોફી આવી ગઈ, દસ મિનિટ થઈ તો પણ તે ના આવ્યો, આથી હું ટેન્સનમાં આવી. વારે ઘડી ઘડિયાળમાં જોઈ રહી હતી..
પેલા અજનબી એ મારા હાથ પર તેનો હાથ મૂકી કહ્યું: અનન્યા , "તું ચિંતા નહિ કર.!" હું છું ને.
"મે હાથ ખેંચી લીધો.."
તે ફરીથી બોલ્યો: "તું શા માટે મારાથી આટલી ગભરાઈ છે.!? હું રાકેશ નથી. પણ તેની કમી તને જરા પણ થવા દઈશ નહિ.! આઈ મીન..
"રાકેશ ક્યાં છે.!?"
તને કહ્યું તો ખરું.. "તે વોશરૂમમાં છે."
સોરી, સોરી, "થોડુ મોડું થયું.!" ખુરશી ખેંચતા રાકેશ બોલ્યો..
રાકેશ, "મારે કોફી નથી પીવી, મારે ઘરે જવું છે.!"
"કેમ શું થયું !?"
એક વાર કહ્યું ને કે ઘરે જવું છે. તને ખબર નથી પડતી, કે (સમજી ને પણ નાસમજ બને છે.!) કે (તું જાણી જોઈને લેટ આવ્યો.!)
એક તો મને એ સમજાતું નથી, કે તું શું કહી રહી છે.!?
બીજું કે હું વોશરૂમ ગયો, ત્યાં બહારથી કોઈએ લોક કરી દીધું હતું.. કેટલુય ખખડાવ્યું..! ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો..
હું પણ પરેશાન છું.!! પણ તને તો તારી જ ચિંતા છે..!
પેલા અજનબીએ ચતુરાઈ પૂર્વક વાત ફેરવતા કહ્યું: "કોફી આવી ગઈ છે, તો કોફી પીતા પીતા વાતો કરી શકાય છે!"
હવે મારે જલદી ઘરે જવું હતું, તેથી હું ઝડપથી કોફી પીવા લાગી...મને કોફી પીતા ચક્કર આવવા લાગ્યા.. હું ત્યાં જ બેહોશ થઈ ગઈ..
આંખો ખુલી તો ફરીથી કોઈ રૂમમાં બંધ હતી.. મારી સાથે મરિયમ પણ હતી.. અને રાકેશને ખુરશીમાં દોરીથી બંધાયેલો જોયો.. મને પણ દોરીથી બાંધીને રાખી હતી. મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી, મારી પ્રાર્થના જાણે ભગવાન સુધી પહોંચી નહિ, અને ભગવાન પણ મારાથી રિસાયા હોય, એવું મને લાગી રહ્યું હતું, મેં કરેલી એક ભૂલનું પરિણામ આ રીતે ભોગવવું પડશે, એ તો વિચાર્યું પણ નહોતું..!
ફરી મને રમેશ સર નો અવાજ સંભળાયો.. માઈકલ, "આ ત્રણેય આપણા માટે ખતરો બની ગયા છે, ત્રણ માંથી એક પણ જીવશે તો, આપણી પોલ ખુલી જશે, માટે આ લોકોને ઠેકાણે પાડવા જરૂરી છે.."
ઓહ, માય ડિયર સર.. તમે તો જલસા કરી લીધા, "હવે આ અજનબી ભલા માણસનું શું..!?"
સાચું, મે મંજીરા વગાડવા થોડી તમને મદદ કરી.. આમેય ત્રણેયને મરવાનું તો છે, પણ આ અનન્યા પર મારું દિલ આવી ગયું છે.. તમે ઇન્જેક્શન આપી બહાર જાઓ.. આ રાકેશ અને મરિયમને પણ હેવી ડોઝ આપતા જાઓ..
ઇન્જેક્શન આપવાની સાથે હું બેહોશ થઈ ગઈ. જ્યારે ઉઠી તો કારમાં હતી, મારા શરીરમાં અસહ્ય પીડા થતી હતી, મને લાગી રહ્યું હતું કે આ લોકો મને મારી નાખશે.. મારાથી ઊભા પણ થવાતું નહતું. બેભાન હાલતમાં તેઓ એ મારી સાથે શું કર્યું હશે, એ વિચાર મારા માટે અકલ્પનીય હતો..
મને નવાઈ લાગી રહી હતી કે કારમાં કોઈ નહોતું, હિંમત કરી ઊભી થઈ.. અને કારમાંથી બહાર નીકળી, અશકિતને કારણે મારું શરીર ખૂબ જ દુઃખી રહ્યું હતું. આજુ બાજુ જોયું તો, ગાઢું અંધારું હતું, સુમસાન જગ્યા હતી, આજુ બાજુ કોઈ વસ્તી કે લોકોની અવર જવર હતી નહિ, નીરવ શાંતિ સાથે પાણીનો અને નિશાચર પક્ષીનો અવાજ સંભળાતો હતો, હું અહીંથી નીકળવા મથામણ કરી રહી હતી..
ત્યાં જોરથી મારા માથે કોઈએ માર્યું. માથામાંથી લોહીની ધાર થવા લાગી.. મને ફરી ચક્કર આવવા લાગ્યા, બે વ્યક્તિએ મને ઉચકી ફરીથી કારમાં બેસાડી.. રસ્તામાં મને એક ચર્ચ દેખાય.. મને કારમાંથી ઉતારી, ત્યાં પેલો અજનબી પણ હતો, તેઓ મને બરફ બનાવાની ફેક્ટરી પર લઈ ગયા.. ફરીથી ઇન્જેક્શન આપી બેહોશ કરી, જીવતા જીવ મારી બરફમાં સમાધિ લગાવી, આ અસહ્ય વેદના સાથે મારું શરીર ધીરે ધીરે થીજી ગયું.. અને હું મરીને પણ મરી નહિ..
પ્રેમ કરવો ગુન્હો બની ગયો.. રાકેશ સાથે એક દિવસ વધુ રોકાવાની કિંમત મે મારો જીવ આપી ચૂકવી.. એ સ્વાર્થી અને હવસખોર લોકોને હું નહિ છોડીશ.. આ દુનિયામાં ભગવાન અને આત્મા છે, એ વાત હું સાબિત કરીને જ રહીશ..
તારી સાથે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, તું તેઓને માફ કરી દે, કારણકે મને ભગવાનના ન્યાય પર વિશ્વાસ છે..
તારા એ ભગવાને જ ગુનેગારો ને છોડી મને સજા આપી છે, તે જોર જોરથી હસવા લાગી, તેના હસવાથી જાણે કાનમાં ભયંકર દુખાવો થઇ રહ્યો હતો..
અમિત બોલ્યો, શાંત થા.. તું એક સારી આત્મા છે શાંત થા..
પણ તે વધુ જોરથી હસવા લાગી, અને બોલી મને મદદ કરવાને બદલે, તું તેઓને માફ કરવાનું કહે છે. તું પણ એટલો જ ગુનેગાર છે..
મને હવે ખબર પડી કે મોમ શા માટે તને મદદ કરવાની ના પાડતા હતા.!? આખરે તું પણ તો આત્મા છે, ભૂત છે, અને તારા પર ભરોસો કરી ભૂલ કરી.. મને મોમનો વારસો તો મળ્યો, પણ શકિત નહિ, માટે અત્યારે તું મારા કરતાં વધુ તાકાત ધરાવે છે..
મારી સાથે જ્યારે અન્યાય થતો હતો, ત્યારે મે ખૂબ યાચના કરી રહી હતી, "મારું કોણે સાંભળ્યું..! મને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારે મારું કોણે સાંભળ્યુ..!? મારે જીવવું હતું, પણ જીવતે જીવ મને મારી નથી, મારું કોણે સાંભળ્યું.!? તારી મોમ પાસે મદદ માંગી, એમણે પણ મારું કયાં સાંભળ્યું.!?
મારા હત્યારાઓ ખુલે આમ ફરે છે, હું કઈ કરી શકતી નથી..અને તું માફ કરવા કહે છે..
જે મને મદદ નહિ કરશે, તે બધા મારા દોષી કહેવાશે.. એમ કરી તેને અમિતને જોરથી દીવાલ ભેગો કરી દીધો.. તેના માથે લોહીની ધાર થવા લાગી..
અનન્યાના આક્રમક બનતાં અમિતે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ શરૂ કર્યો. શિવ તાંડવ શરૂ થતાં અનન્યા વધુ ઉગ્ર બની, બેડ રૂમમાં લાઈટ બંધ ચાલુ થઈ રહી હતી, તેના રૂમનું વાતાવરણ ઠંડુ પડી રહ્યું હતું..
ઝંખના સફાળી બેઠી થઈ ગઈ, તેને પેટમાં ધ્રાસકો પડ્યો, તે બેડ રૂમમાંથી બહાર આવી તો અમિતના રૂમમાંથી અવાજ આવતો હતો.. તે ઝડપથી તેના રૂમમાં પહોંચી.. દરવાજો ખોલતા જ તે મૂર્ત બની..
(ક્રમશ:)
ઉગ્ર થયેલી અનન્યા કેવી રીતે શાંત થશે.!?
ઝંખના હવે કંઈ રીતે અનન્યાને મદદ કરશે.!?
તે પોતાના ગુનેગાર સાથે કેવી રીતે બદલો લેશે.!?
*****
વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા) માસ્ક પહેરો, સુરક્ષિત રહો, હસતાં અને હસાવતા રહો.. તમારા અભિપ્રાય આપતા રહો..
🙏જય શ્રી કૃષ્ણ🙏 🌺રાધે રાધે🌺