જજ્બાત નો જુગાર - 15 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 15

સંબંધ નાજુક પક્ષી જેવા હોય છે
બહુ દબાવી ને પકડશો તો મરી જશે,
બહુ ઢીલ આપશો તો
છેતરી ને ઉડી જશે અને પ્રેમ થી
સાંભળી ને રાખશો તો આખી
જિંદગી તમારી સાથે રહેશે.........

કલ્પના ઘણા દિવસો સુધી તાવ રહેતા રીપોર્ટ કરાવ્યાં. ઘણા દિવસો હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી પણ શરીરમાં તાવ રહેને શરીરમાં સુસ્તી રહ્યા કરે. બધાંનાં ચહેરા પર હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બધા કલ્પના વિશે વિચારી રહ્યાં હતાં. કલ્પનાના રીપોર્ટ કરાવ્યાં તો તેમાં કંઈ ન આવ્યું પરંતુ સતત તાવ રહેતા આખરે નજીકના એક સંબંધી ડૉક્ટર હતાં તેમણે લેપ્રોસ્કોપીની કરવાની સલાહ આપી. મોટું શહેર હોવા છતાં લેપ્રોસ્કોપીની વ્યવસ્થા માત્ર એક કે બે હોસ્પિટલમાં જ હતી. આખરે કલ્પનાને લેપ્રોસ્કોપી ઑપરેશન કરાવવું પડશે એવું ડૉક્ટરે કહ્યું હતું.
કલ્પનાનું ઑપરેશન કરાવ્યું તો ખબર પડી કે આંતરડાનું ટી.બી. છે. એમાં તો ૬ થી ૯ મહિના દવાનો કોર્સ શરૂ રાખવો પડે ડૉક્ટરે કહ્યું. ઘરના બધા જ વ્યક્તિઓને આ વાતની જાણ હતી ફક્ત કલ્પનાને જ આ વાતની જાણ ન હતી. જો કલ્પનાને ખબર પડશે કે તેમને ટી.બી. છે તો અંદરથી ટૂટી જશે ને રીકવરીની જગ્યાએ રોગ વધારે વકોપશે.
મમતાબેન પુનઃ લગ્ન કર્યા ને આશરે ત્રણેક વર્ષ વિતી ગયા હતા. હજુ અપેક્ષા એમના મામાના ઘરે જ રહેતી. એમને તો કોઈ ભૂલ થી પણ ક્યારેય કોઇ યાદ પણ ન કરતું. જે વ્યક્તિને કોઈ દિવસ જોઈ જ ન હોય તો યાદ કઈ રીતે આવે...!?
આખરે નિર્ધારિત સમયે ફક્ત આરતીનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. દિકરીનો શહેરમાં પહેલો પ્રસંગ હોવાથી ઘરના તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહિત હતા. રાસગરબા તેમજ સંગીત સંધ્યા બધી જ રસમો ખૂબ ધૂમધામથી ઊજવયા.
કલ્પનાને બીમારી હોવાથી સાથે લગ્ન સંભવ ન હતા. આરતીની વિદાય વેળાએ કલ્પનાનું હ્રદય છીન્નભીન્ન થઈ ગયું. ને કલ્પના વધારે ને વધારે ઉદાસ રહેવા લાગી. ઘરમાં તમામ સભ્યો હોવા છતાં કલ્પનાને એકલતા કોરી ખાતી.
ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ શરૂ હોવા છતાં રીકવરીના એંધાણ દેખાતા ન હતા. આ બાબતે પ્રકાશભાઈએ ડૉક્ટરની સલાહ લીધી કે શું કરીએ તો કલ્પનાને જલ્દી સાજા થવાનાં એંધાણ દેખાઈ...?
ઈતર પ્રવૃત્તિઓ અથવા તો ભણવામાં કે પછી જોબ ગમે ત્યાં એમનું મન લગવું જોઈએ, મતલબ ડિપ્રેશ ન હોવી જોઇએ, તો રીકવરી જલ્દી થશે.. ડૉ. કહ્યું...
કલ્પના આધ્યાત્મ માર્ગ તરફ વળી ગઈ શહેરથી થોડે દૂર એક ગુરુકુળમાં ધૂન તથા ગરબા પ્રેક્ટિસ માટે અઠવાડિયામાં ચાર પાંચ વખત જવાનું થાય. ત્યાં ગરબાની પ્રેક્ટિસમાં સવાર થી સાંજ, દિવસ ક્યાં પસાર થઈ જાય તે ભાન જ ન રહેતું. થોડા દિવસ પેઇન્ટિંગ ક્લાસ પણ કર્યા. તો થોડા દિવસ સીવણ ક્લાસ પણ કર્યા. પણ ક્યાંય મન લાગ્યું નહીં. છતાં એમની અંદર રહેલી માઁ તરફનો ખાલીપો અકબંધ જ હતો. આધ્યાત્મિક મંડળો, પારાયણ કથાઓ વગેરે માં રસપ્રદ રહેતી. જેમ કે નાની છોકરીઓને પ્રશ્નોતરી શીખવવી, કિશોરી મંડળ તેમજ યુવતી મંડળ બધાં માં જ વધારે ધ્યાન આપતી. ગુરુકુળમાં કોઈ મોટા કાર્યક્રમ યોજાવાનો હતો તેની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી. એનાં જ એક કાર્યક્રમમાં કલ્પનાએ ભાગ લીધો હતો એ માટે કલ્પના બીજી કોઈ બાબતે ધ્યાન આપવું અનિવાર્ય લાગતું નહોતું. કલ્પના એ કાર્યક્રમને માટે એટલી ઉત્સુક હતી કે પોતે શું કરે છે, શું ટાઈમે જમે છે ? આ બધી બાબતો જોઈ પ્રકાશભાઈ વિચારતા હતા કે કલ્પના ક્યાંક સાધ્વી ન બની જાય.
આ જોતાં પ્રવિણભાઈએ એક બે જગ્યાએ કલ્પના માટે મુરતિયો શોધવાની વાત કરી. છોકરાઓને જોવા આવવાના હોય ને કલ્પના તો ગુરુકુળમાં હોય આવું લગભગ પાંચ છ વખત બન્યું...તો પ્રકાશભાઈએ કલ્પનાનું ગુરુકુળ જવું બંધ કરાવી દીધું. કલ્પના ફરી થી ઉદાસ હૈયે અસમંજસ યાદોમાં વિખરાતી ઓટને સમેટી અલ્પવિરામનાં અધુરાં આર્દને પુરી કરવામાં વ્યસ્તતામાં વહી રહી હતી.
કલ્પનાને ચાર પાંચ છોકરાંઓ જોવા આવ્યા પરંતુ કલ્પનાએ વાત પર ધ્યાન ન આપ્યું. આ વાત પર મમતાબેન અને કલ્પનાની ભાભીને અણગમો હોય તેવું લાગ્યું. કલ્પનાની હાજરી બંનેને ખૂંચતી હોય એવું લાગતું હતું. શું દિકરી હોવું કોઈ ગૂન્હો છે...? કોઈ છોકરીના લગ્નનો સમય અવધિ નક્કી હોય છે..? શું દિકરી એક બાપ માટે બોજારૂપી હોય છે..? દિકરીનાં પાવન પગલાંને ફક્ત લક્ષ્મી અંકાઈ છે કે ખરેખર લક્ષ્મીની જેમ પૂજાય છે...? વાસ્તવિકતા થી ખૂબ દૂર આ સમાજમાં દિકરીને સન્માન મળે છે..? કલ્પના પણ બંનેના ચહેરા પરના હાવભાવથી સમજી જ ગઈ હતી કે પોતે પોતાના જ ઘરમાં પારકાંની નજરોથી અંકાઈ રહી હતી. બંનેનું વર્તન જોતાં કલ્પનાએ મનોમન નક્કી કર્યું કે કંઈક વિચારવું પડશે.
કલ્પના ને ટી.બી. થયાને આશરે બે વર્ષ જેવો સમય થવા આવ્યો હતો કલ્પનાને હવે સારું થઈ ગયું હતું. આ અરસામાં પ્રકાશભાઈને કિડનીમાં પથરી થઈ તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે પ્રવિણભાઈ આવ્યાં હતાં. પ્રકાશભાઈ અને પ્રવિણભાઈ નીકળવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યારે અચાનક જ કલ્પના રસોડાના એક ખૂણે ઉભી ઉભી રડી રહી હતી. પ્રકાશભાઈનું તો ધ્યાન ન હતું પરંતુ પ્રવિણભાઈએ જતાં જતાં પૂછ્યું શું થયું કેમ રડે છે તું..?
કલ્પના રડતાં રડતાં કંઈ જ ન બોલી શકી. ત્યાં ને ત્યાં જ બેસી રહી ને રડતી રહી.......


શું થયું હશે કલ્પનાને...?
શા માટે રડી રહી હશે...?

જાણવા માટે વાંચતા રહો જજ્બાત નો જુગાર

આપ
સહુ
વાંચકોનો
ખૂબ ખૂબ જ
આભાર 🙏