જજ્બાત નો જુગાર - 16 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 16

પ્રવિણભાઈ વિચારતા હતા કે નક્કી ફરી થી કંઈક રંધાયું લાગે છે. આ બાયુંની નાની નાની વાતો સાંભળવા કરતાં તો... પ્રવિણભાઈ કલ્પનાની નજીક જઈને પુછ્યું શું થયું બેટા..? હું તારા બાપુજીને લઈને હોસ્પિટલ લઈ જાવ છું.
"પણ... પણ મને બહુ જ પેટમાં દુખે છે" કલ્પના બોલી. આટલું જ સાંભળતા જ બધાના ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં કે આ શું હજુ તો માંડ માંડ એક રોગ મટીને સારો થયો છે ત્યાં ફરી થી... પ્રકાશભાઈની ચિંતા વધી ગઈ. તે વિચારવા લાગ્યાં કે આ સમાજમાં ખબર પડશે કે કલ્પના હંમેશા માંદી જ હોય તો એમની સગાઈ નહીં થાય. પ્રકાશભાઈએ ઘરનાં તમામ સભ્યો ને જણાવી દીધું કે આ વાત ઘરની બહાર ન જવી જોઈએ કે કલ્પનાને પેટમાં દુખે છે, ઓકે
પ્રવિણભાઈ શેરી માંથી એક દાદીમા ને બોલાવીને પેસુટી ચોળાવે છે અને દુધમાં સોડા મીક્સ કરી પીવડાવે છે. પરંતુ સારું થવાનાં બદલે કલ્પનાને વધારે દુખાવો થાય છે.પ્રવિણભાઈ, પ્રકાશભાઈને હોસ્પિટલમાં લઈ જવાનાં હતાં તે પલટાઈ ને પ્રકાશભાઈ કલ્પનાને હોસ્પિટલ લઈ ગયા.
કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે....
કલ્પનાને ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી ને તુરંત જ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. બીજા દિવસે પણ સતત દુખાવો યથાવત રહેતાં, ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. સોનોગ્રાફી રીપોર્ટમાં એવું શું આવ્યું હતું કે બધા કલ્પનાની સામે દયામણી નજરે જોઈ રહ્યા હતા.
પ્રકાશભાઈએ વિચાર્યું કે સોનોગ્રાફી રીપોર્ટમાં ખોટું પણ આવી શકે તો બીજી જગ્યાએ રીપોર્ટ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ ન કરે નારાયણને બીજી સોનોગ્રાફી સેન્ટરમાં પણ એજ રીપોર્ટ આવ્યો. ડૉક્ટરની સૂચના મુજબ રીપોર્ટ તાત્કાલિક આપી દીધો. અને તાત્કાલિક સારવાર માટે એજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી કલ્પનાને જ્યાં પહેલાં ઓપરેશન થયું હતું. પરંતુ આ વખતે થોડું રિસ્કી હતું તો એક બે નહીં પણ ચાર પાંચ ડૉક્ટરો બોલાવાયા. આ વખતે પણ "લેપ્રોસ્કોપી ઑપરેશન જ કરાવવું પડશે" એવું ડૉક્ટરે કહ્યું હતું. કલ્પનાને ઓપરેશન માટે સ્ટ્રેચર પર સૂતા જોઈ રહેલા પ્રકાશભાઈની આંખ આજ ભીંજાય ગઈ. પરંતુ કલ્પના મક્કમ મનોબળથી એકઝાટકે સ્ટ્રેચર પર ચડી ગઈ. આ જોઈ પ્રકાશભાઈની હિંમત પણ વધી ગઈ અને જીવમાં જીવ આવ્યો. મરવાનું એક દિવસ બધાએ છે કોઈ જીવન જીવવાની આશા રોજ મરતું હોય છે, તો કોઈ મરવાની વાટે રોજ જીવન માણતા હોય છે. આતો સૃષ્ટિનો કર્મ છે. નવાબાગમાં નવિન કળીઓ દરરોજ ખીલે છે ને રોજ ખરી જાય છે.
પ્રકાશભાઈએ આખું ઓપરેશન નાનકડા ટી.વી. પર જોયું. ઓપરેશન સક્સેસફૂલ થઈ ગયું બધાં ડૉક્ટરોના ચહેરાનાં હાવભાવથી લાગી રહ્યું હતું.
પ્રકાશભાઈને ઓટીરૂમમા બોલ્યા, આ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા કે શું થયું હશે કલ્પનાને. કદાચ.... નહીં... નહીં વિચારને ખંખેરી કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવું બહુ કઠીન હોય છે છતાં આપણો એક નેગેટિવ વિચાર આપડા જ મનોબળને છીન્નભીન્ન કરવાની તાકાત ધરાવે છે.
પ્રકાશભાઈ ઓટીમા ગયા એક પછી એક ડોક્ટરે બહુ શાંતિથી સમજાવ્યું કે કલ્પનાને ઓવેરિયન ચીસ્ટ છે. ગભરાવાની જરૂર નથી. પરંતુ દિકરીનાં લગ્ન બાકી છે તો થોડી ગંભીર સમસ્યા છે. તો તમારો શું અભિપ્રાય છે તે જણાવો. પ્રકાશભાઈને કંઈ જ સમજાતું નહતું. છતાં પ્રકાશભાઈએ હિંમત કરીને પુછ્યું કે શું કલ્પનાના લગ્ન કરી શકાશે... શું તે માતા બની શકશે.... શું તેને કેન્સર....વાક્ય ને અધુરું છોડીને રડું રડું થઈ ગયા. આગળ કંઈ બોલી ન શક્યા.
ડૉક્ટરે હિંમત આપતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી ગાંઠની બાયોપ્સી પછી જ બધી ખબર પડશે.
કલ્પનાની હાલત બહુ નાજુક થઈ ગઈ હતી. સોળ કલાક બાદ પણ કલ્પનાએ આંખ ઉંચી નથી કરી પ્રકાશભાઈ હાંફળા ફાંફળા થઇ ડૉક્ટર પાસે ગયા, ને પુછ્યું કે શું કલ્પના ક્યારે હોંશમાં આવશે...? ડૉક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી એનેસ્થિયા આપ્યું હોવાથી ઘેન ઉતરતા વાર તો લાગેને...
કલ્પનાનું સોળ કલાકથી ખાવા પીવાનું તેમજ પેશાબ પાણી પણ બંધ હતું. હવે તો ડૉક્ટરોના ચહેરા પણ ચિંતા કરતાં હોય તેવા ચિન્હો દેખાઈ રહ્યા હતા.
આખરે અધિરાઈનો અંત આવ્યો. કલ્પનાએ ભારપૂર્વક આંખો ખોલી, પોતાના પેટ પર હાથ ફેરવીને બોલી હું ક્યાં છું..? શું થયું છે મને...? શું હતું પેટ કેમ દુખતું હતું. કોઈ કંઈ બોલી જ શક્યું. આખરે ડૉક્ટર આવ્યા ને કહ્યું કલ્પનાને વોશરૂમ લઇ જાવ હવે ફરજિયાત યુરીન ઉતારવું પડશે. લેપ્રોસ્કોપી ઑપરેશન થયું હોવાથી હલનચલન કરી શકાય. લાંબો સમય સુધી યુરીનબેગ લગાવવી હીતાવહ નથી. પરંતુ કલ્પના અશક્ત હોવાથી તે ઉભી ન થઈ શકી. તો પ્રકાશભાઈએ કલ્પનાને ગોદમાં ઉસકી વોશરૂમ લઇ ગયા.
આ સમયે કલ્પનાને પોતાની માઁ ની ઊણપ ખૂબ જ વર્તાતી હતી.
ડૉક્ટરોના કહ્યાં પ્રમાણે કલ્પનાને અંડાશયમાં બ્રાઉન રંગની ગાંઠ છે. જે 40gms ની હતી, તેને બાયોપ્સી માટે મુંબઈ મોકલાવવામાં આવી.


શું ગાંઠ કેન્સરની હશે....
શું કલ્પના ફરીથી નોર્મલ જીવન જીવી શકશે..
જાણવા માટે વાંચતા રહો
જજ્બાત નો જુગાર


ક્રમશઃ.....

તમારો કિંમતી અભિપ્રાય આપતા રહો
ખુશ રહો

આપનો સહુનો દિલ થી ધન્યવાદ 🙏🙏