અધૂરો પ્રેમ (સિઝન ૨) - 9 CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ (સિઝન ૨) - 9

પાંચ વર્ષ પછી થયેલ આકસ્મિક મુલાકાત પછી થયેલ પ્રેમભરી મુલાકાતમાં તારાએ સિધ્ધાર્થને, સીતારાની ઓળખાણ, અર્જુનની પુત્રી તરીકે આપી, પોતે અર્જુનની સાથે લગ્ન કરીને, સીતારાને માં અને બાપ બન્નેનો પ્રેમ આપવા માંગે છે, એમ ઉમેર્યું!

હવે આગળ...


અર્જુન સાથે લગ્નની વાત સાંભળીને વ્યથિત થઈ ગયેલા સિધ્ધાર્થને, " તું સંભાળ રાખજે અને આજની આ પ્રેમભરી સાંજ મને જીવનભર યાદ રહેશે" કહીને, તારા રૂમમાંથી નીકળી ગઈ. પોતાની કિસ્મતને કોસતો, સિધ્ધાર્થ કેટલીય વાર સુધી એંઠા હાથે ત્યાંજ બેસી રહ્યો.

સ્વયં સાથે સંવાદ કરતા બોલ્યો, મારી જિંદગી બસ આમ જ વીતી જશે! શુ હું એટલો બધો નાલાયક છું, કે મારા નસીબમાં પ્રેમ નથી! જ્યારે તારા, મારી સાથે હતી ત્યારે હું એનું મહત્વ ના સમજી શક્યો અને હવે જ્યારે મને સમજાયું ત્યારે!


મારી તારા હવે અર્જુનની થઈ જશે અને હું આમ જ વિરહમાં તડપતો રહીશ, ઝંખતો રહીશ મારા પ્રેમને. કદાચ પ્રેમ માટે વલખા મારતા રહેવું એ જ મારું નસીબ છે.


બીજી તરફ તારા પોતાના રૂમમાં, જમીન પર ફસડાઈ પડે છે, હૈયાફાટ આક્રંદ કરતા, સિધ્ધાર્થનું નામ બોલતા.

અર્જુનના અવાજમાં, "આટલો યાદ આવે છે તો, એના રૂમમાં જઈને રડને" સંભળાતા, તારાને ભાન થાય છે કે એણે દરવાજો ખુલ્લો જ રાખ્યો છે.

એ અર્જુનને ભેટી પડે છે. સ્થિર ઉભો રહીને તારાને રડી લેવા દે છે. મન ભરીને રડયા પછી, હલકું અનુભવતા તારા કહે છે, મેં સિધ્ધાર્થને કહ્યું છે કે, આપણે લગ્ન કરવાના છીએ.

આ સાંભળીને, અર્જુન બોલ્યો, તારી જિંદગી સાથે રમવાની અનુમતી તને કોણે આપી? શુ હું નથી જાણતો કે તારા જે પુરુષને મન ફાડીને પ્રેમ કરે છે, એ ફક્ત અને ફક્ત સિધ્ધાર્થ છે! આવી છોકરમત પાછળ શુ કારણ છે?

"હું હૃદય છું, તો એ ધબકાર છે,
એ છે તો હું છું............"

પણ હું સ્વાર્થી નથી. ત્યારેય ન હતી. પણ હવે માં છું, સમજું છું કે, એક બાળક માટે માતા- પિતાનો પ્રેમ કેટલો જરૂરી છે. સિધ્ધાર્થ સીતારાને પ્રેમ કરવામાં કોઈ કચાસ નહીં રાખે, એ હું જાણું છું પણ એના બાળકોનું શુ? પાંચ વર્ષ પહેલાં પણ આ વાત એટલીજ સાચી હતી. સિધ્ધાર્થનો નિર્ણય મને હવે, યોગ્ય લાગે છે. મને મારી ગઈકાલ ને લઈને કોઈ પસ્તાવો નથી. હું સિતારા સાથે ખૂબ ખુશ છું. હું મીરાંના સિધ્ધાર્થની, તો થઈ જાઉં, પણ સિધ્ધાર્થના બાળકોની માં કોઈ કાળે ના થઈ શકું.

ત્યારે હું માં ન હતી, મારા પ્રેમમાં આંધળી હું, સિધ્ધાર્થ પર માલિકીભાવ ઇચ્છતી હતી. સિધ્ધાર્થ જેવા પૂર્ણ પુરુષને પોતાનો બનાવાની ઈચ્છા કોને ના હોય? પણ હવે હું એક માં થઈને પણ જો એ જ વિચારું તો, હું સીતારાની નજરોમાં ખોટી ઠરું! હા, આજે મેં સિધ્ધાર્થમાં, તારાને જોઈ! તારાની જીદ, તારાનું માલિકીપણું, એ જ આવેગ, એ જ ઉત્સાહ હવે સિધ્ધાર્થમાં છે પણ હવે તારા, એ તારા નથી રહી. સિતારાની માં સ્વાર્થી નથી.


તારાને શુ કહેવું એ ન સમજતા, અર્જુન, તું જે કરે એમાં હું તારી સાથે છું કહીને નીકળી ગયો. સિધ્ધાર્થના રૂમમાં પહોંચેલ અર્જુનને જોતાં, સિધ્ધાર્થ જાણે તંદ્રામાંથી જાગતો હોય એમ હાથ ધોવા ઉભો થાય છે. અર્જુનને "અભિનંદન" કહેવા આગળ કરેલો હાથ, પાછળ ઠેલવીને સિધ્ધાર્થને ભેટતા અર્જુન કહે છે, તમારી તારાને ન ઓળખી શક્યા? એ સિધ્ધાર્થ સિવાય કોઈની થવાનું વિચારી પણ ન શકે. હા એ હવે સિતારાની માં પહેલા છે.

તારી સિતારા, મારી તારાને મારી પાસેથી લઈ ગઈ! આ સાંભળીને અર્જુને કહ્યું સિતારા, તારાની છે અને તારા, સિધ્ધાર્થની! અર્જુને તારા સાથે થયેલ બધી, સિધ્ધાર્થને કહી દીઘી.


સિધ્ધાર્થ, તારાના રૂમનો બેલ વગાડે છે. અર્જુન, કહ્યુંને, હું બરાબર છું, બોલતી તારા, આંસુને લૂછતાં દરવાજો ખોલે છે.


સિધ્ધાર્થ, અર્જુન નહિ. તારો સિધ્ધાર્થ કહેતા, તારાને ભેટીને સિધ્ધાર્થ કહે છે, આટલો પારકો કરી દિધો મને! શુ હવે હું તારા મનનો બોજો હલકો કરવા સમકક્ષ નથી? હા, હું જેટલો સાચો હતો, એટલી સાચી તું પણ હતી. પરિવારનું જેટલું મહત્વ છે એટલું જ પ્રેમનું પણ છે. હું એકને પસંદ કરીને, તડપી ચુક્યો છું. હું નથી ઈચ્છતો કે હવે આપણામાંથી કોઈ પણ દુઃખી રહે. તારી સાથે લગ્ન કરીને હું મારા બાળકોની અને મીરાની જવાબદારીમાંથી ભાગીશ નહી, એટલો તો ભરોસો તું મારા પર રાખે છે ને! તારા, નવું જોડવાથી જૂનું તૂટતું નથી, હું તૂટવા પણ નહીં દઉં. જ્યાં સુધી સીતારાનો સવાલ છે, મારી પર વિશ્વાસ રાખ, આપણાં નામને જોડતી નિશાનીને, હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં.

મને સ્વીકારી લે. આપણે સાથે મીરાની પાસે જઈશું. હું એની માફી માંગીશ, એ ચોક્કસ દુઃખી થશે પણ અત્યારે પણ, ક્યાં ખુશ છે? સંબંધ નહીં હોય તો અપેક્ષાઓ પણ નહીં રહે અને કદાચ ધીરે ધીરે દુઃખ પણ ઓછું થઈ જશે.

મારા પર વિશ્વાસ કર, આપણા પ્રેમ પર વિશ્વાસ કર. નિહાર, ખુશ છે ને? તું નિહારની સાથે હોત તો એ પણ દુઃખી જ હોત, મીરાની જેમ! હા, પામવું એ જ પ્રેમ નથી પણ જો એવું જ આપણી નિયતીમાં હતું તો, આપણે કેમ મળ્યા? પાંચ વર્ષ પછી આપણાં કોઈ પ્રયત્ન વગર, કિસ્મતે આપણને એક જ રસ્તા પર ફરીથી ભેગા કરી દીધા, એનો તને કોઈ હેતું નથી દેખાતો!

તારા આપણે એકબીજા માટે બન્યા છે. મારા હવે પછીના દરેક શ્વાસ પર ફકત અને ફક્ત તારું જ નામ લખેલું છે, જે મારા જીવતા જીવ ભૂસવું અશક્ય છે. હા, મેં સમજતાં વાર કરી પણ, હવે અમલમાં ના મૂકું તો, મૂર્ખ ઠરું!

સિધ્ધાર્થ, વર્ણન કરવું અશક્ય થઈ પડે, એટલી ખુશી તે મારી ઝોળીમાં નાખી દીધી છે. તને આપણાં પ્રેમ માટે, મારા માટે આટલો અધીરો જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આજે તારા પ્રત્યેનું માન ઓર વધી ગયું છે. હું ક્યારેય તારી અને મીરા તેમજ બાળકોની વચ્ચે નહીં આવું. એ પણ આપણા પરિવારનો હિસ્સો હશે. આખરે આપણાં પ્રેમને એનું સરનામું મળી ગયું. મેં જોયેલા સપના,સાચા પડી જ ગયા સિધ્ધાર્થ! સિધ્ધાર્થ અને તારાનું મિલન, આ જન્મે થઈ જ ગયું.

સિધ્ધાર્થ, તારાને વ્હાલથી જકડતા બોલ્યો, મિલન તો હવે થશે! તારા, સિધ્ધાર્થની પકડમાંથી ભાગી અને સિધ્ધાર્થ એને પકડવા.....

વાંચતા રહો અધૂરો પ્રેમ....
✍️©આનલ ગોસ્વામી વર્મા