અધૂરો પ્રેમ (સીઝન ૨) - 10 - છેલ્લો ભાગ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 10 - છેલ્લો ભાગ

પાંચ વર્ષ પછી આકસ્મિક રીતે મળેલા, સિધ્ધાર્થ અને તારા, આજે ખૂબ ખુશ છે, એમના પ્રેમસંબંધને હવે, એક નામ મળવાનું છે. બન્ને હંમેશ માટે એક થવાના છે. સિધ્ધાર્થના નામ પાછળ, હવે તારાનું નામ જોડાવાનું છે.

સિધ્ધાર્થ તારાને કપાળ પર વ્હાલ ભરેલું ચુંબન કરે છે. બન્ને ક્યાંય સુધી, એકબીજાના ખભેથી ખભા ટેકવીને બેસી રહે છે. રડતી સીતારાનો વિડિઓ કોલ આવે છે, જે તારા વોશરૂમમાં હોવાથી, સિધ્ધાર્થ ઉપાડે છે. સિધ્ધાર્થ ખૂબ સરસ રીતે, મમ્મા વોશરૂમમાં છે અને સિતારા એની સાથે વાત કરી શકે છે કહીને, એને ચૂપ રાખે છે. સીતારાને કોઈ પુરુષ સાથે વાત કરતા સાંભળીને, નંદાબેન સ્ક્રીન પર સિધ્ધાર્થની તરફ નજર નાખે છે.

નંદાબેન કઈ બોલે એ પહેલાં, વોશરૂમમાંથી બહાર આવેલ તારા, નંદાબેનને એમના નિર્ણય વિશે જણાવે છે. ત્રણેયની જણની આંખોમાં હર્ષના આંસૂ હોય છે. નંદાબેન તારાને કહે છે, હું કહેતી હતી ને! તારા પ્રેમને એની મંઝિલ ચોક્કસ મળશે.

નંદાબેન કહે છે કે, હું એક સ્ત્રી તરીકે મીરાનું દુઃખ સમજી શકું છું પણ એક સ્ત્રી માટે સૌથી મોટું દુઃખ છે કે એનો પતિ એને પ્રેમ ના કરતો હોય અને છત્તા સાથે રહેતા હોય! એને તો સમજૂતી કરી કહેવાય અને સમજૂતી આખી જિંદગી ના ચાલે. આજે હું તને એક વાત કહેવા જઈ રહી છું, જે સાંભળ્યા પછી તને મારી વાતનું મહત્વ સમજાશે. તું મારી અને મુકેશની પુત્રી નથી! હું લગ્ન પહેલાથી મુકેશને પ્રેમ કરતી હતી પણ મારા લગ્ન બળજબરીથી તારા પપ્પા હેમંત સાથે કરવામાં આવ્યા.

મેં ઘણી કોશિશ કરી પણ હું ખુશ ના રહી શકી, ના હેમંતને ખુશ કરી શકી. લગ્નના બે મહિના સુધી તો અમારી વચ્ચે પતિ પત્નીના સંબંધ પણ બંધાયા ન હતા. એક દિવસ, એણે મારી સાથે બળજબરી કરી! તું બે મહિનાની થઈ ત્યાં સુધી હું રોજ મારા મનને મનાવતી રહી પણ આખરે સહન ના થતા હું ઘર છોડીને ભાગી ગઈ. મુકેશે એક પણ સવાલ કર્યા વગર આપણને અપનાવી લીધા. મુકેશભાઈ, પાછળથી નંદા બેનના ખભે હાથ રાખીને બોલ્યા, તારા, નંદા કઇ પણ કહે તું મારી પુત્રી છે. તારા આ સાંભળીને રડી પડી અને ફોન કાપી નાખ્યો. એને છાની રાખતા સિધ્ધાર્થ બોલ્યો, તારા, હું તારી મમ્મીનું દુઃખ સમજી શકુ છું. મેં પણ આ બધું સહન કર્યું છે. હું એવું નથી કહેતો કે મીરા સાથે ખોટું નથી થઈ રહ્યું પણ એને સાચું નહિ કહેવામાં આવે તો એ તો દુઃખી રહેશે જ, પણ સાથે હું અને તું પણ દુઃખી થઈશું. આ સમજૂતીથી કોઈ ખુશ નથી.

સિધ્ધાર્થ તારાને ગુડનાઈટ વિશ કરીને પોતાના રૂમમાં જાય છે. બીજા દિવસે સવારે ઘરે ફોન કરીને એ મીરાંએ કહે છે કે મીરા મુંબઇ આવે, એને જરૂરી વાત કરવી છે. મીરા સામેથી સિધ્ધાર્થને પૂછે છે કે શું તું મારાથી અલગ થવા માંગે છે? સિધ્ધાર્થ કહે છે કે મારે તને મારી સચ્ચાઈ કહેવી છે. મીરા બે એક સેકન્ડ માટે તો ચૂપ રહે છે પણ પછી કહે છે કે હું શનિવારે સવારે આવી રહીશ. સિધ્ધાર્થ મીરા માટે ફ્લાઈટ બુક કરે છે અને પોતાના માતાપિતાને શુક્રવારે સાંજ સુધી પોતાના ઘરે પહોંચી જવા કહે છે જેથી બાળકો એકલા ના પડે.


મીરા પોતાના રૂમનો દરવાજો બંધ કરીને ખૂબ જોરથી રડે છે. એણે સિધ્ધાર્થને પ્રેમ કર્યો હતો, હજી પણ કરે છે. શુ કામ સિધ્ધાર્થ એને પ્રેમ ના કરી શક્યો? શુ કામ એનું જીવન આવું છે? ના એના માતા પિતાએ એને પ્રેમ કર્યો ના એના પતિએ!


હા સિધ્ધાર્થ આટલા વર્ષ એને પૂરું સન્માન આપ્યું છે. પત્ની તરીકેના બધા હક આપ્યા છે. આજે પણ એ પોતાની સાથે વાત કરવા માંગે છે. અત્યાર સુધી એ અમારી ખુશી માટે જીવ્યો છે હવે એને, એની ખુશી માટે જીવવા દેવો જોઈએ. હા સિધ્ધાર્થને હક છે પોતાની જિંદગી જીવવાનો. હું એના રસ્તાનો અવરોધ નહીં બનું.

આ તરફ તારા અને સિધ્ધાર્થ અંદરથી મીરાંએ લઈને દુઃખી છે એ બન્ને એમની ખુશીનો રસ્તો મીરાને દુઃખ આપીને નીકળે છે એ વાતથી વ્યથિત છે પણ સાથે બન્ને એ વાત પણ જાણે છે કે એ લોકો એકબીજા વગર ખુશ નહીં રહી શકે.

આખરે શનિવાર આવી જ ગયો. સિધ્ધાર્થ મીરાને એરપોર્ટ લેવા ગયો. બન્ને પાછળની સીટ પર બેઠા. ત્યાંજ "લાઈફ ઇન મેટ્રો" પિકચરનું "હૈ તુજે ભી ઇજાજત, કર લે તું ભી મહોબ્બત" ગીત વાગ્યું. બંને કંઈજ બોલ્યા વગર ગીત સાંભળતા રહ્યા. સિધ્ધાર્થ તારાની અને મીરા સિધ્ધાર્થની કલ્પના કરતી રહી!

હોટેલ પહોંચ્યા પછી, મીરા અને સિધ્ધાર્થ, સિધ્ધાર્થના રૂમમાં ગયા. મીરા ફ્રેશ થઈને આવી ત્યારે તારા ત્યાં આવી ગઈ હતી. સફેદ રંગની ટી -શર્ટ અને રેડ ટ્રેકમાં સજ્જ તારા,પોતાની તરફ જોઈ રહેલ સિધ્ધાર્થને જોઈને મલકાઈ રહી હતી! મિરાથી અનાયાસે અરીસા તરફ જોવાઇ ગયું, સુંદર તો એ પણ હતી પણ એ ક્યારેય પ્રેમિકા ન બની શકી.

મીરાને હૃદયમાં એક તીણી ટીસ ઉઠી. એણે સિધ્ધાર્થને આટલા વર્ષમાં ક્યારેય પોતાની તરફ આવી રીતે જોતા જોયો ન હતો. મીરાની હાજરીની નોંધ લેતા બન્ને, પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા. સિધ્ધાર્થએ તારાની જોડે મીરાની ઓળખાણ કરાવી. સિધ્ધાર્થ કઈ બોલે એ પહેલાં,મીરા એ કહ્યું આ તારો પ્રેમ છે ને સિધ્ધાર્થ! તારી આવી એક પ્રેમ ભરી નજર માટે હું આખી જિંદગી તડપી, આજે મેં તારી આંખોમાં એ પ્રેમ જોયો પણ,, કાશ એ મારા માટે હોત!

બન્નેનો હાથ પકડીને, હસ્તમેળાપ કરાવતા એ બોલી, તારા, મારો પ્રેમ તને સોપુ છું એનું ધ્યાન રાખજે. તારા, મીરાને બાઝી પડી.તારા, મીરા અને સિધ્ધાર્થ ત્રણેય રડી રહ્યા હતા.

બસ, પછી તો મીરાંએ બાળકોને પણ, માનસિક સજ્જ કરી દીધા. સીતારાને સિધ્ધાર્થ બહુ ગમ્યો અને એકદમ સાદાઈથી પણ પૂરી વિધી સાથે સિધ્ધાર્થ એની તારાને પરણ્યો. લગ્નમાં મીરા અને નિહાર પણ હાજર રહ્યા હતા.

મીરા, બાળકો, સિતારા અને તારાના માતાપિતા બધા મુંબઉ આવી ગયા. મીરા અને બાળકો માટે, સિધ્ધાર્થએ એકદમ નજીકના બિલ્ડિંગમાં ઘર લીધું. સિધ્ધાર્થના માંતા પિતા હવે મીરા અને બાળકોની જોડે રહે છે. અર્જુને ણ મીરાંના બ્લોકમાં જ ફ્લેટ લીધો છે. અર્જુનના એની માતાની પસંદગીની છોકરી, તનીશા જોડે લગ્ન થાય છે.

સિધ્ધાર્થ અને તારા હનીમૂન કરવા એજ શહેરમાં જાય છે, જ્યાં કિસ્મતે એમને મલાવ્યા હતા!

પાંચ વર્ષ પછી........
સિધ્ધાર્થ અને તારા , તરસને બ્રેકફાસ્ટ કરાવવા માટે રૂમમાં દોડતા હોય છે. તરસને સામેના છેડાથી સિતારા પકડી લે છે અને ચારે જણા એક ફેમિલી હગ કરે છે. સિધ્ધાર્થ, તારાની તરફ જુવે છે, બરાબર એ જ રીતે, જેમ એણે પહેલી વાર જોયું હતું!


✍️©આનલ ગોસ્વામી વર્મા

તમને અધૂરો પ્રેમ ગમી હોય તો ફીડબેક ચોક્કસ આપજો.
💐💐💐