અધૂરો પ્રેમ (Season 2) ના આગળના બે અંક માં આપણે વાંચ્યું કે પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા હવે એક બીજાની સાથે નથી. બન્ને એકબીજાને ખૂબ મિસ કરે છે.
હવે આગળ👉
તારા સવારે ઊઠીને ફ્રેશ અનુભવે છે. મનથી મક્કમ થઈ એ આ પ્રમોશન અને ટ્રાન્સફરનો સ્વીકાર કરી લે છે. સિતારા હજી ઊંઘતી હોય છે ત્યારે તારા હોલમાં ચા પીતાં પોતાના મમ્મી-બાપ પાસે આવે છે અને એમને પોતાની ટ્રાનસફર વિશે વાત કરે છે. એના આશ્ચર્ય વચ્ચે બન્ને કહે છે કે અમને તો ખબર જ હતી કે તારી અંદર રહેલું ટેલેન્ટ તને અહિયાં વધારે ટકવા નહીં દે. આ નાની જગ્યા અને પોસ્ટ તારા માટે પૂરતી નથી જ. તારા બન્નેને હગ કરીને ચા પીને સિતારા એ ઉઠાડવા જાય છે.
સિતારાને પોતાની પાછળ લટકાવીને "મારો ગોળ કોઈને લેવો છે" એમ ગાતી ફરીથી હોલમાં આવે છે. સીતારાને દૂધ અને પરોઠુ ખવડાવતા હવે આપણે મુંબઇ રહેવા જવાનું જ્યાં નવી સ્કૂલ અને નવી સોસાયટીમાં નવા મિત્રો બનશે એમ કહે છે. તારા, સિતારાને મુંબઇના બીચ વિશે વાતો કરાવતા કરાવતા બ્રેકફાસ્ટ કરાવી લે છે. પછી બન્ને માં-દીકરી રેડી થવા જાય છે. તારાના મમ્મી નંદાબેન અને મુકેશભાઈ તારાને સિતારા સાથે જોઈ રહે છે. સિતારા સાથે તારા કોઈ બીજી જ વ્યક્તિ બની જતી. આટલી બબલી વ્યક્તિ પોતાની અંદર આટલું દર્દ છુપાવીને બેઠી હોય એ માનવું અશક્ય જ લાગે અને એટલેજ તારા જ્યારે પણ ખુશ હોય, નંદા બેન અને મુકેશભાઈ પણ ખુશ થઈ જતા.
સમયસર સીતારાને ડ્રોપ કરીને તારા ઓફીસ પાર્કિંગમાં કાર પાર્ક કરી રહી હોય છે કે પાછળથી અર્જૂન આવે છે. એ ઘણી વાર ની જેમ આજે પણ ગુડ મોર્નિંગ ની જગ્યાએ " Will you marry me ? " કહે છે અને તારા "No Way " એમ કહેતા સ્માઈલ આપે છે.
શરૂઆતમાં તો અર્જુનના આવા દરેક કોમેન્ટ પર તારા ગંભીર થઈ જતી અને અર્જુન માટે સોરી ફિલ કરતી. અર્જુનને સમજાવતી કે એનામાં કોઈ ખોટ નથી. પણ એ પ્રેમમાં છે અને એ વ્યક્તિ સિવાય એના જીવનમાં કોઈનું સ્થાન નથી. પણ હવે એને અને અર્જુન બેયને, ના કહેવાની અને ના સાંભળવાની આદત પડી ગઈ છે.
તારાએ અર્જુનને કહ્યું કે એ તૈયાર છે મુંબઇને હલાવવા. અર્જુન પણ જાણતો હતો કે તારા ખૂબ મજબૂત છે. બીજી સ્ત્રી કરતા એનામાં ઘણી બધી બાબતો અલગ છે જેમાંથી એક છે એની ત્વરિત નિર્ણય શક્તિ અને બોલ્ડનેસ. જે રીતે તારા એના દરેક ફ્લર્ટનો એજ મક્કમતાથી જવાબ આપતી અને છત્તા એની સૌથી સારી દોસ્ત બની ગઈ એ જોતાં સમજી શકાય કે એ વ્યક્તિ ખરેખર નસીબવાળી છે જેને તારા આટલો પ્રેમ કરે છે. અર્જુન મનોમન એક વાર ફરી એ વ્યક્તિની( સિધ્ધાર્થની) ઈર્ષા કરી બેસે છે.
બન્ને ઉપર જઈને કામે વળગ્યા. બે એક કલાક પછી તારાએ મમ્મીને ફોન કર્યો. આ એનો રોજનો ક્રમ. તારા બોલી મમ્મી તું અને પપ્પા મને મારાથી પણ વધારે સમજો છો અને એટલેતો તમે કોઈ દિવસ મને સિધ્ધાર્થને યાદ કરવા માટે રોકી નથી. મારા અને નિહારના ડિવોર્સ હોય કે મારું આમ બધું છોડી દેવું એ દરેક બાબતે તમે મને હમેંશા સપોર્ટ કર્યો છે. હજી સુધી તમે મને ક્યારેય મારા સિધ્ધાર્થ પ્રત્યેના પ્રેમ વિશે રોક ટોક નથી કરી.
તારાના મમ્મી નંદા બોલ્યા કે તારા, તું સિધ્ધાર્થને સાચો પ્રેમ કરે છે અને ભગવાન સાચા પ્રેમીને મળાવીને જ ઝંપે છે. તું જોજે બેટા, તું અને સિધ્ધાર્થ એક દિવસ ચોક્કસ એક થશો. તારા વધારે વાત ન કરી શકી એણે ફોન મૂકી દીધો.
એ વિચારતી રહી કે, મમ્મી ને તો બધી હકીકતની ખબર છે તો એને કેમ લાગે છે કે સિધ્ધાર્થ એના પરીવારને મૂકીને એની પાસે આવી જશે. આ એક જ વિષય હતો જેના વિશે વાત કરવાનું તારા ignore કરતી. આ વિચાર માત્રથી એના પ્રેમ પરના, સિધ્ધાર્થ પરના વિશ્વાસના લીરેલીરા થઈ જતા. એ સેંકડો વાર આ એક વિચાર માત્રથી તૂટી જતી. સિધ્ધાર્થનું રિજેકશન એને અંદરથી કોરી ખાતું હતું. સિધ્ધાર્થ એને ખૂબ પ્રેમ કરતો હતો એ વાતમાં કોઈ શંકા ન હતી.પણ એણે કેટલી આસાનીથી કહી દીધું હતું કે એ ફક્ત પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતો હતો એથી વધારે કંઈજ નહીં. "સિધ્ધાર્થ ના શબ્દો "મને આ સંબંધથી કોઈ અપેક્ષા નથી" એના કાનમાં ગુજવા લાગ્યા. ફરીવાર એટલીજ તકલીફ અને એટલીજ પીડા એના મન અને મગજમાં ઉઠી.
એક તરફ, તારા સિધ્ધાર્થને ખૂબ પ્રેમ કરતી હતી તો બીજી તરફ આ વાતને લઈને એને ખૂબ ગુસ્સો હતો. પણ એનો પ્રેમ હમેંશા એના ગુસ્સાને હરાવી જ દેતો. એને ડર હતો કે જો એ સિદ્ધાર્થને જિંદગીના કોઈ મોડ પર જોઈ લેશે તો એનો બધો કંટ્રોલ તૂટી જશે. એ ફરીથી સિદ્ધાર્થની થઈ જશે અને એક વાર ફરીથી પોતાને હર્ટ કરી બેસશે. ત્યાંજ મોબાઈલમાં એક મિટિંગ માટેનું રીમાઇન્ડર વાગતા એ ફરીથી પ્રેસન્ટેશન બનાવવા લાગી.
બીજી તરફ ગઈ કાલ રાતે સિદ્ધાથે કરેલ મુંબઈ ટ્રાન્સફરની વાત વિશે જાણ્યા પછી મીરા સિદ્ધાર્થને કહી રહી હતી કે શું ટ્રાન્સફર જરૂરી છે. અહીંયા શું ખૂટે છે. (સિધ્ધાર્થ મનમાં બોલ્યો કે કદાચ અહિયાં જે ખૂટે છે એ મને હું જીવું ત્યાં સુધી ખૂંચવાનું છે) સિદ્ધાર્થ કઇ જ ન બોલતા મીરાંએ ફરીથી એજ પ્રશ્ન પૂછ્યો. મારા ગ્રોથ માટે આ જરૂરી છે. અત્યારે હું જવું છું. વર્ષ પૂરું થતા તમને બધાને પણ શિફ્ટ કરી દઈશ જેથી બાળકોનું ભણવાનું ના બગડે. હું વિકેન્ડ પર આવતો રહીશ.
મીરા કાંઈ ન બોલી. મનમાં વિચારી રહી કે આમેય સિધ્ધાર્થ મનથી તો મારી પાસે ક્યારનોય નથી. મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે પણ શું એ મને પ્રેમ કરે છે? એણે સિધ્ધાર્થને પૂછ્યું કે, તું મને પ્રેમ કરે છે? સિધ્ધાર્થ બોલ્યો આ શું ગાંડપણ છે? મીરા સિધ્ધાર્થનો હાથ પકડીને એનો એક હાથ પોતાના માથા પર મૂકે છે અને પૂછે છે કે તું મને પ્રેમ કરે છે? સિદ્ધાર્થ કંઈજ નથી બોલી શકતો. એની આંખમાં આસું આવી જાય છે મીરા સિદ્ધાર્થ નો હાથ હટાવીને ઊંઘી ફરી જાય છે અને જતી રહે છે. સિધ્ધાર્થ એને જતી જોઈ રહે છે અને સોરી કહે છે.
સિધ્ધાર્થ મીરાને પ્રેમ નથી કરતો અને તારા વગર બેચેન છે. તારા પણ હજી સિદ્ધાર્થને જ પ્રેમ કરે છે. શું આ પ્રેમીઓ એક થશે કે પછી એમની વાર્તા અધૂરી જ રહેશે?
વાંચો આગળા અંકમાં ......
✍️Ca આનલ ગોસ્વામી વર્મા
તમારા અમૂલ્ય પ્રતિભાવો, મારા માટે મલ્ટિવિટામીન છે. મને તાજમાજી રાખતા રહો જેથી હું તમારા માટે લખતી રહું.
આભાર 💐💐💐