કોઠો-સરકારી Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

કોઠો-સરકારી

કોઠો- સરકારી

મુકેશ પંડયા

કોઠા પર જવું કોને ના ગમે ? જો કોઇ પુરૂષને અડધી રાતે ઉઠાડીને કોઠા પર જવાનું કહો તો ગાંધીજીની કેટેગરીવાળા સિવાય કોઇપણ વ્યક્તિ કોઠા પર જવા માટે આનાકાની નહીં કરે. જોકે અનુભવીઓ અને જાણકારોના મત મુજબ તો કોઠા પર તો રાતે જ જવાય.એનું પ્રબળ કારણ એછે કે આ સમયે સમાજના રીતિરિવાજોની માન-મર્યાદા રાખવાનો રિસેસ સમય ચાલતો હોય છે.

જોકે આજની પેઢીને કોઠો એટલે શું? તે કદાચ ખબર ન હોય તો સાદી ભાષામાં સમજાવું તો એક જાતના લેડીઝ ડાન્સબાર જયાં માત્ર યુવતિઓજ નાચતી હોય.એક સમયે દેશમાં ડાન્સબારની જેમ કોઠા ચાલતા હતા જયાં સ્ત્રીઓ માત્ર નાચગાન કરતી હતી, જેને મુજરો કહેવાતો અને મુજરા કરનારી સ્ત્રીઓ તવાયફ કહેવાતી. તવાયફના કોઠા પર મોટાભાગે અમીર ઘરાનાનાં માત્ર પુરૂષો જ જતા.આજના સમયમાં વિશેષ વાત એ લાગે કે કોઠા પર મજબુરીમાં નાચનારી યુવતિઓ લગભગ અભણ અને ગરીબ ઘર માંથી આવતી. મોટાભાગની બધી યુવતીઓ ગીત-સંગીત,નૃત્ય સહિત ગાયનમાં નિપુણ રહેતી હતી.તેમની બોલચાલ, વાણી, વર્તન એક સામાન્ય ઘરની સ્ત્રીને પણ ટક્કર મારે તેવા સાલસ અને મર્યાદાસભર રહેતા.કોઠા વિષેની વધુ જાણકારી માટે ગુગલ બાબા પાસે જવાની જરૂર નથી. સિત્તેરના દશકની હિન્દી ફિલ્મો જોવાથી જ કોઠા વિષે જ્ઞાનવૃધ્ધિ થવાના પ્રબળ યોગ છે.હિન્દી ફિલ્મ શરાફત,સંજીવ કુમારની દસ્તકમંડી,પાકિઝા,ઉમરાવજાન અદા માં કોઠાનું જીવન સારી રીતે પ્રતિબિંબિત કર્યુ છે.એક વિશેષ માહિતીઃ આજની ફિલ્મોમાં આઇટમ સોંગ એ મુજરાનું બગ઼ડેલુ રૂપ છે,જેમાં ભણેલી ગણેલી બદજુબાન છોકરીઓ વગર મજબુરીએ શરીર ખોલી ટિકીટના પૈસા ચુકવ્યા હોય તેના કરતાં વધારે મનોરંજન કરતી રહે છે.

હિન્દુસ્તાનમાં એક સમયે ઘણાં શહેરોમાં કોઠા હતા અને કદાચ આજે પણ થોડા ઘણા બચ્યા છે.એક માન્યતા મુજબ ત્યાં જનારાઓમાં એક પ્રમુખ લાયકાત હોવી જોઇએ અને તે નસીબદાર હોવું.જોકે મારી પર્સનલ માન્યતા મુજબ નસીબદાર ન થવાય ત્યાં સુધી ત્યાં જવા માટે રાહ જોવી પડતી હશે.મને એ વાતનું દુઃખ છેકે મારે કોઠા પર જવા માટે કયાં સુધી રાહ જોવી પડશે.મારી જેમ આવી રાહ જોનારા ઘણા છે મને એવા સમાચાર મળતાં મારૂ દુઃખ અડધું થઈ ગયું છે.હા પણ ઉત્સાહમાં ખોટ નથી આવી.

આખરે એ સુભગ દિવસ ઊગ્યો ખરો, જે દિવસે મને પણ કોઠા પર જવાની તક મળી.પરંતુ હાય રે કિસ્મત, કોઠા પર જવાના સમાચારે આનંદને બદલે મારા દુઃખમાં વધારો કર્યો.હું મારી જાતને નસીબદાર માનવાને બદલે કમનસીબ માનવા લાગ્યો.મેં લગભગ બધા દેવ-દેવીઓને યાદ કરી લીધા સાથે અત્યાર સુધીનાં કર્મોનો હિસાબ પણ મેં માંડી જોયો કે મારાથી એવું તો કયું પાપ કે અનર્થ થઇ ગયો હતો કે આજે મારે કોઠામાં જવાનું થયું ? હું ભગવાનને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો હે પ્રભુ,તેં મને મારા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોઠા સિવાય હિન્દુસ્તાનનાં કોઇપણ કોઠા પર મોકલ્યો હોત તો ખુશી ખુશી હું ત્યાં પહોંચી ગયો હોત.પણ પ્રભુ તેં આ શું કર્યું ?મને નસીબદાર બનાવ્યો તો બસ આ કોઠા પર જવા માટે? બીજા કોઇ કોઠા પર જઇને નાચનારી સ્ત્રીઓના હાથે લૂંટાઇ જવાની કેવી મઝા આવત ! કાંડા પર ફૂલોનો ગજરો,આંખોમાં સુરમો,મોઢામાં પાન કેવો જોરદાર સીન હોત! પણ તેના બદલે હાથમાં પ્લાસ્ટિકની થેલી લટકાવી,આંખમાં ખોટી આશાઓ અને મોઢા પર ગભરાટ સાથે કોઠા પર જઇને મારે શું પામવાનું ? આ કોઠામાં તો શરાબને ગળા માં અને શબાબને આંખોમાં ઉતાર્યા વગર કોઇ પણ જાતની મજા કે એશો-ઐયાશી કર્યા વગર પરપુરૂષોના હાથે મારે લૂંટાઇ જવાનું ! આ પરપુરૂષો સામે તો કોઠાની તહેજીબ મુજબ “વાહ વાહ” “સ્વાગત હૈ” “દુબારા-દુબારા” જેવુ બોલવામાં ભારે જોખમ અને નુકશાન. આ સરકારી કોઠા વાળા પાછા આપણી સાથે ગમે તેવી મજાક પણ કરે અને આ ટેબલથી પેલા ટેબલ પર આપણને મુજરો પણ કરાવે ! ન કરે નારાયણ અને જો આવા સમયે કોઇ આપણો સગો-સબંધી કે દુશ્મન આપણને ટેબલે ટેબલે મુજરો કરતા જોઇ જાય તો આખા સમાજ અને આસપડોશમાં આપણી ઇજ્જતના ભવાડા કરતો ફરે. ઓ ભગવાન,તેં મને નસબીદાર બનાવ્યો તો આ સરકારી કોઠા પર જવા માટે જ ! લઇ લે તેં આપેલુ નસીબ મારા માટે નકામું છે. હિન્દુસ્તાનના બધા કોઠામાં નસીબદારો જ જતા હોય છે.જયારે અમારા શહેરનાં કોઠામાં તો કમનસીબોને જ જવાનું હોય છે.જો તેં મને નસીબદાર બનાવીને બીજા કોઇ કોઠા પર મોકલ્યો હોત તો મને વાંધો ન હતો.પણ હે પ્રભુ, હવે બીજીવાર મને આ કોઠા પર જવા માટે નસીબદાર ના બનાવીશ. પરંતુ કોઠા પરથી આદેશ આવ્યો હોય,મતલબ કે મ્યુનિસિપાલટી દ્વારા હાજર થવાનો આદેશ આવ્યો હોય પછી તો જવું જ પડે ને. મેં અમદાવાદ મ્યુનિસિપાલટી કોઠાની ઓફિસનાં જમીન અને મિલકત વેરા વિભાગમાં જઇને મારૂ કામ પતાવ્યું.થોડીવાર બાદ કોઠા પરથી ઘર તરફ પ્રયાણ કર્યું

હું કોઠા પર જઇ મુજરો કરીને સોરી..સોરી સરકારી કોઠાનાં અધિકારી સામે જવાબ તલબ કરીને પાછો ફરતો હતો તે સમયે કોઠાના કમ્પાઉન્ડમાં મારા કોલેજકાળની એક કન્યા મિત્રનો ભેટો થઇ ગયો.કોઠાની કેન્ટીનમાં ચા-નાસ્તા દરમ્યાન જયારે મેં તેના મુખેથી કોઠા વિષેની વિતકકથા સાંભળી તો એક કહેવત મુજબ “મારા રૂંવાડા ઊભા થઇ ગયા” આ કોઠા વાળાઓએ મારી સમસ્યા દૂર કરવામાં મારા માથાના વાળ સાથે રૂંવાડા પણ ઊતારી લીધા હતા.હા..તો,મારી એ મિત્રના કહેવા મુજબ કોઠામાં કામ કરતી એટલેકે મ્યુનિસિપાલિટીની ઓફિસની સ્ત્રી કર્મચારીઓ આ “કોઠા” શબ્દના કારણે ભારે વિચિત્ર સ્થિતીમાં જીવી રહી છે.આ કોઠો સરકારી હોવા છતાં મતલબ કે મ્યુનિસિપાલિટી કોઠા કાર્યાલય કહેવાતું હોવા છતાં તેમની હાલત તેમના સમાજ અને અડોસપડોશમાં ખૂબજ કફોડી અને દયાજનક છે.તેણીએ ચોધાર આંસુ એ રડવા સાથે ડુસકા ખાતા જણાવ્યું “અમારા સમાજ અને પડોશમાં અમારી છાપ કોઠાવાલીની જછે અને નાના મોટા સૌ અમને એ નજરે જ જુએ છે.પડોશની અણસમજુ અને અભણ સ્ત્રીઓ તો તેમના બાળકો અને પતિ બગડી જવાના ડરે અમારી સાથે બોલવા પણ નથી દેતી.જો કોઇ પુરૂષ અમારી સાથે વાત પણ કરે તો એ અભણ બાઇઓ તે લોકો માટે પણ ખોટા વિચારો જ કરશે.અરે ઓફિસ સમય દરમ્યાન બસમાં આવતા જતા મુસાફરો પણ અમારી ઠઠ્ઠા મશ્કરી કરતા હોય છે.બસ કંડકટર તો સાલો જાણી જોઇને અમારૂં બસ સ્ટેન્ડ આવે ત્યારે ખાસ બોલશે “ચાલો કોઠાવાળીઓ ઉતરી જાવ.”આવું સાંભળીએ ત્યારે એ નાલાયકને બે-ચાર લાફા ચોડી દેવાનું મન થાય.પણ શું થાય એ પણ સાચુ જ બોલતા હોય છે ને! અમારા પુરૂષ સહકર્મચારી તો કંડકટરને કહે “ચાલો તમારે પણ અમારા કોઠા પર આવવું હોય તો.”પરંતુ અમે લેડીઝથી આવી રીતે આમંત્રણ થોડી આપી શકાય? તેની આપવિતી સાંભળી મેં તેને કહ્યું “તો પછી તુ આ કોઠો છોડી કેમ નથી દેતી ?” તો તે મારા તરફ ગુસ્સાથી જોવા લાગી એટલે મેં તેને સમજાવતા કહ્યું “મતલબ,તુ લગ્ન કરી લે અને પછી આ કોઠાની નોકરી છોડી દે.” તે મારી વાત સાંભળી બોલી “શું ઘૂળ લગ્ન કરી લે.લગ્નની રાહ જોવામાં તો મારી ઊંમર થવા આવી.” એવુ કેમ? મેં પુછયું. "જયારે જયારે અમારી કોઠાવાળીઓની સોરી..અહીંયા કામ કરતી છોકરીઓની લગ્નની વાત ચાલે ત્યારે છોકરાવાળાઓને ખબર પડે કે છોકરી કોઠામાં જાય છે ત્યારે તે લોકો કોઠાનો સાચો અર્થ કરે છે કે છોકરી કોઠા પર જાય છે અને સબંધ બાંધવાનીના પાડી દેછે.વળી પાછા કમનસીબે અમારા સગા બધાજ હિન્દીભાષી રાજયોમાં રહે છે એટલે તે લોકો તેમના જ્ઞાન અને જાણકારી મુજબ કોઠાનો અર્થ એજ સમજે અને કરે છે જે ખરેખર થાય છે..." "તો તમે લોકો કોઠા વિષે તેમની સામે ચોખવટ કેમ નથી કરતાં?" તો તે બોલી "અમે તેમને કહીએ છીએ કે આ તો સરકારી કોઠો છે...તો છોકરાવાળાઓ મશ્કરી કરતા કહે છે ઓહ તો,તમારે ત્યાં સરકાર કોઠા પણ ચલાવે છે!તમારૂ રાજય એટલે જ સમૃધ્ધ હશે!" મારી મિત્રની વિતકકથા સાંભળી મને દુઃખ થયું અને કોઠા પરથી ઘેર પરત ફરતા મેં વિચાર્યું આ સરકારી કાર્યાલય સાથે “કોઠા” શબ્દ લગાવવા પાછળનો ઇતિહાસ જાણકારોને પૂછવો પડશે.

સમાપ્ત