ભીખુભા જાસૂસ - ૭ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૭

સવારે જાગી ને દૈનિક ક્રિયાઓ પતાવી ને ભીખુભા અને બકુલ હવેલી માં અંદર જાય છે. હવેલી નો દરવાજો ખોલતા ની સાથે જ ૩-૪ કબૂતરો ફડ...ફડ..ફડ...ફડ...કરતા બહાર નીકળે છે આ અચાનક થયેલા અવાજ ને લીધે ભીખુભા નો જીવ તાળવે ચોટી જાય છે. બકુલ ભીખુભા ને સાંભળી લે છે. બંને અંદર ની તરફ આગળ વધે છે અને બધી જ વસ્તુ ઓ ને ખૂબ જીણવટ થી તપાસે છે. ઘણા સમય થી બંધ હોવાને કારણે ખૂબ બાવા અને જાળા થઈ ગયા હોય છે. બધી જ પરિસ્થિતિ નું અવલોકન કરી ને ભીખુભા ને બકુલ હવેલી છોડી ને બહાર આવી જાય છે. ભીખુભા ને હવેલી ની લટાર માર્યા બાદ થોડો આત્મવિશ્વાસ વધે છે. આમ બંને રોજ સવારે હવેલી ની મુલાકાત લે અને પરિસ્થિતિ અને વસ્તુઓ નું અવલોકન કરી ને બહાર આવી જાય આવું લગભગ એક અઠવાડિયું ચાલ્યું.

ત્યાર બાદ બંને એ એકદિવસ હવેલી માં રાત્રે જવાનું નક્કી કર્યું. આંઠ માં દિવસે બંને રાતે હવેલી માં પ્રવેશ કરે છે. થોડા સમય સુધી તો બધું એકદમ સરસ ચાલે છે. અચાનક કોઈ હોય તેવો આભાસ થાય છે અને સાથે સાથે કોઈ ના ચાલવા નો પણ અવાજ સંભળાય છે. બકુલ અને ભીખુભા બંને થોડા ડરી જાય છે પણ હિંમત થી કામ લે છે એવા માં કોઈ અવાજ સંભળાય છે " કોણ આવ્યું છે મારી હવેલી માં અહી થી જતા રહેજો બાકી જીવતા નહિ મૂકું… " આ સાંભળતાં જ ભીખુભા ને પરસેવો છૂટી જાય છે બકુલ તેમને હિંમત આપે છે કે "ભીખુ ભગવાન નું નામ લે કોઈ કઈ નહિ કરે અને જો ભૂત એ આપણ ને કઈ કરવું જ હોય તો ચેતવણી કેમ આપે છે આવી ને સીધા જ મારી ન નાખે." ભીખુભા હામી ભરતા બોલ્યા " વાત તો તારી એકદમ સાચી છે ભૂત સામે આવે કઈ આમ દૂર થી બૂમો થોડું પાડે તેને તે વળી કોની બીક?" આટલું બોલ્યા એટલા માં તો એક કદરૂપો ડોસો સફેદ વસ્ત્રો માં તે રૂમ માં દાખલ થયો આ જોઈ ને તો બંને કબૂતર ની જેમ ફફડવા લાગ્યા અને બહાર ની બાજુ એ દોટ મૂકી. દોડતા હતા એવા માં જોર થી પવન ફૂકવા લાગ્યો અને દરવાજા પછડવવા લાગ્યા અને જમીન માં એટલી શીતળતા છવાઈ ગઈ કે પગ માં ચપ્પલ પહેર્યા હોવા છતાં ઠંડક નો અનુભવ થતો હતો અને સફેદ ધુમાડા ના ગોટા ઉદભવ્યા જેના કારણે વાતાવરણ એકદમ ઠંડુ અને અપારદર્શક થઈ ગયું. છતાં પણ બંને દોટ મૂકવાની ચાલુ રાખી અને જેમતેમ કરી ને બહાર નીકળી ગયા. આમ તો કોઈ ને કેહવાય નહિ પણ આપણા ભીખુભા એટલા ડરી ગયા હતા કે તેમનું પેન્ટ ભીનું થઈ ગયું હતું અને તાવ ચડી ગયો. બંને એકબીજા સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર રહેતા હતા ત્યાં આવ્યા અને ગોદડું ઓઢી ને સુઈ ગયા.

બીજે દિવસે બંને જાગ્યા પણ હિંમત ન હતી કે ગઇકાલ ની કોઈ વાત પણ કરી શકે. બકુલ એ ભીખુભા ને કીધું કે "અમદાવાદ પાછા જતું રહેવું છે?" આ સાંભળી ને ભીખુભા તેની સામે એકીટશે જોઈ રહ્યા અને બોલ્યા " બકૂલ્યાં હવે બીજી વખત અંદર જઈશું તો પણ આ ભૂત આપણને જીવતા પાછા નહિ આવવા દે જો જીવતા જ નહિ રહીએ તો પૈસા નું શું કરીશું? બંને એ અમદાવાદ પાછા જવાનું નક્કી કરી લીધું અને શેઠ ને ફોન કરવાના હતા કે ગાડી મોકલો તમારું કામ અમારા થી નહિ થાય.