ભીખુભા જાસૂસ - ૧ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૧



ટ્રિંગ... ટ્રીંગ…

ટ્રિંગ... ટ્રીંગ…

ટ્રિંગ... ટ્રીંગ…

(ત્રણ રીંગ માં ફટ દઈને ને ફોન ઉંચકી ને ભીખુભા)

હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું.

આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "


આવા મજાકિયા શબ્દો સાંભળતાં ની સાથે જ શેઠ લક્ષ્મીચંદ ને એક વખત મન માં વિચાર આવ્યો કે શું આ ભીખુભા તેમની સમસ્યા નું સમાધાન કરી શકશે કે કેમ? પણ ભીખુભા નું નામ તેમના ખાસ માણસ એ શોધી ને આપ્યું હતું કે તે શેઠ નું કામ પૂરું કરવા સક્ષમ છે. માટે શેઠ તેના પર વિશ્વાસ રાખી ને ભીખુભા સાથે વાત કરી રહ્યા હતા. શેઠ એ ભીખુભા ને સંબોધતા કહ્યું " મે સાંભળ્યુ છે કે તમે ઘણા બધા ગૂઢ કેસો ચપટી વગાડતા ઉકેલી દીધા છે?" પોતાના વખાણ સાંભળ્યાં ને ભીખુભા તો ચાર ફૂટ ઊંચા થઈ ગયા અને વટ થી બોલ્યા " શેઠ તમે એક વાર તમારો કેસ તો મને આપો પછી જોઈ લો આપણે ચપટી વગાડતાં તમારો કેસ પણ ઉકેલી દઈશું." આવા ડંફાસ વાળા વચનો સાંભળી ને શેઠ ને વિશ્વાસ તો બેસતો ન હતો પણ તો પણ બીજો કોઈ વિકલ્પ ન હોવા ને લીધે શેઠે કહ્યું " સારું, તમને મારો કેસ સોંપ્યો. કેસ ની તમામ વિગત હું તમને કાલે મળી ને આપીશ, મળવાનો સમય અને જગ્યા સવારે મેસેજ કરીશ."


શેઠ અને ભીખુભા ની મુલાકાત તો આવતીકાલે થવાની છે તો ચાલો આપણે આપણા જાસૂસ ભીખુભા ના જીવન પર થોડો પ્રકાશ પડીએ.


ભીખુભા નો જન્મ સૌરાષ્ટ્રના નાના ગામડામાં થયો હતો. ભીખુભા ના બાપા ને ગામડામાં કરિયાણા ની દુકાન હતી. ગામડામાં મૂડી રૂપે ભીખુભા ના બાપા પાસે માત્ર દુકાન અને ને રૂમ રસોડા વાળું ઘર. ભીખુભા નાનપણ થી જ ભણવા માં ખૂબ ડફોળ હતા, શાળા માં અનહદ તોફાન અને મસ્તી માં હંમેશા આપણા ભીખુભા અવ્વલ રહેતા હતા. ભીખુભા ના બાપા તેમને ઘણી વખત ભણતર નું મહત્વ સમજાવતા હતા પરંતુ આપણા ભીખુભા પાસે એ ભેંસ આગળ ભાગવત કરવા જેવું હતું.


ધોરણ ૧૦ માં માંડ માંડ પાસ થયા પછી ભીખુભા એ એકવાર હિંમત કરી ને ઘરે બાપા ને પોતે ભણવા નથી માંગતા તેવું કહી દીધું, પછી તો શું ભીખુભા ને જોરદાર મેથીપાક મળ્યો. પણ અંતે કૂતરાની પુછડી વાંકી તે વાંકી જ રહી. ભીખુભા ના બાપા સમજી ગયા કે આ ભણવાનો નથી. એટલે ભીખુભા ને તેમના બાપા એ પ્રસ્તાવ મૂક્યો કે હવે પછી જો તેની ઈચ્છા હોય તો તે શાળા એ જવાનું બંધ કરી શકે છે પરંતુ એ શરતે કે ભીખુભા એ દુકાને બેસવું પડે. આ પ્રસ્તાવ ભીખુભા ના કર્ણપટલ પર પડતાં વેત જ ભીખુભા એ સ્વીકારી લીધું અને દુકાને જવા લાગ્યા.


ભીખુભા ને દુકાને જવા માં ખૂબ મજા આવવા લાગી બાપા સાથે દુકાને બેસવાનું ગ્રાહક આવે ત્યારે બાપા કે તે વસ્તુ આપવાની. સાંજે ઘરે આવી ને કોઈ લેશન ના હોય એટલે મોજ થી ટીવી જોવાનું. એ સમય માં વ્યોમકેશ બક્ષી ની જાસૂસી સિરિયલ આવતી હતી ભીખુભા રોજ ઘરે જઈ ને તે જોવે. વ્યોમકેશ બક્ષી ના જાસૂસી કામ જોઈ ને ભીખુભા ને એક અલગ જ રોમાંચ નો અનુભવ થતો હતો. ભીખુભા વ્યોમકેશ બક્ષી થી એટલા પ્રભાવિત થયા હતા કે તેમને પણ જાસૂસી કરવાનું ખૂબ ગમતું હતું.