Picked flowers ... books and stories free download online pdf in Gujarati

ચુંટેલા પુષ્પો...

સુગંધનું સાફલ્ય


' નેત્રા' હૃદયની આંખો થી દુનિયાને નિહાળતી જાણે ધરતી પરની સુંદર પરી.....

ઈશ્વરે એક દૃષ્ટિ નથી આપી પણ તેના બદલે બાળપણથી જ અસંખ્ય ફૂલોની સુગંધોમાંથી અમુક ખાસ સુગંધો ને અલગ તારવવાની શક્તિ નેત્રાને મળી હતી.

જંગલ માં જ રહેતી, નેત્રા નો ફક્ત સુગંધ પરથી ફૂલોના ગુણોને પારખીને તેનો ઉપયોગ માણસોને મદદ કરવાનો શોખ ધીમે ધીમે મોટા થતાં સંશોધનમાં પરિણમવા લાગ્યો....

દુનિયાના બીજા છેડે રહેતો ડો.સુમન. પંરતુ વતનની માટીની મહેક તેને ફરી પાછી ભારત લઈ આવી...અને ફૂલોના રસમાંથી બનતી દવાઓ પ્રત્યેનું આકર્ષણ તે માટેનું કારણ બન્યું.ભારતના વિવિઘ જંગલી પ્રદેશનું ભ્રમણ શરૂ કર્યું.

છેવાડાનો જંગલનો વિસ્તાર તેમાં જિજ્ઞાસાવશ આગળ વધતો સુમન ભૂલી પડી ગયો. અજાણ્યા પ્રદેશ અને અંધારું ,એક નાની ખાઈ માં ગબડી ગયો. સંજોગોવસાત નેત્રા ના પિતાજી ત્યાંથી નીકળ્યા અને ઘરે લઈ આવ્યા.
નેત્રા અને તેના પિતાજીની સારવાર ન પરિણામે થોડાક દિવસોમાં સુમન ઠીક થવા લાગ્યો. ત્યાંની સેવાભાવના અને પરિવારની લાગણી જોઈ કૃતજ્ઞ થઈ ગયો.

પછી શરૂ થઈ તે રસ અને સુગંધની યાત્રા.નેત્રા સુમનની આંખોથી દુનિયા જોવા લાગી અને સુમનના સંશોધનને જાણે નેત્રાની શક્તિરૂપી પાંખો મળી... બન્ને ના શોખનું એક કારણ આગળ જતા એક ઉદ્દેશ્ય નો પાયાનો વિચાર બન્યો.

નેત્રા ની ફૂલોના 'ગુણો પારખવાની શક્તિ' સુમન માટે આશ્ચર્ય પમાડનારી હતી તો સુમનના 'રસોનું જીવનદાન દેતી જડીબુટ્ટી માં પરિવર્તન કરવાની કળા' નેત્રા માટે આનંદદાયક હતી.

બંનેનો સુગંધી પ્રેમ સફળતાનું કારણ બન્યો. જંગલમાં જ સંશોધન કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું, જ્યાં રસ અને સુગંધના સમન્વયની, માનવતાની મહેક પ્રસરાવવાની હતી. એવી મહેક જે જીવન ને મહેકાવે.......

અજ્ઞાત દૃષ્ટિ


સ્વપ્નમાં શોધે મારી દ્રષ્ટિ...
જીવનના રહસ્યને.,...
અજ્ઞાત ઈશ્વરને......

નાનકડા અકસ્માતમાં ગુમાવેલી આંખો ની જગ્યાએ કોઈ અજ્ઞાત દેવદૂત વ્યક્તિની આંખો થી દુનિયા જોતી જ્યોતિકાને એક સપનું વારંવાર આવતું અને તે ઝબકી ને જાગી જ હતી એ સ્વપ્નમાં એક યુવકનો ચહેરો ધૂંધળો દેખાતો જે તે અજાણી દિશામાં હાથ દોરીને લઈ જતો....
અને મંઝિલ સુધી પહોંચે તે પહેલાં તો સ્વપ્ન પૂરું થઈ જતું

આજે પણ એમ જ થયું અને રવિવારની વહેલી સવારે સપનાને વાગોળી ચા પીતા પીતા છાપામાં ચિત્રો ની હરાજી ની જાહેરાત વાંચી અને જ્યોતિકા ની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ થોડો વિચાર કર્યો અને તરત જ તૈયાર થઈ એ હરાજીમાં પહોંચી જવા મન અધીર બની ગયું.

આ ચિત્રને જોઈને તેના હૃદયમાં કંઈક અલગ જ ભાવ ઉત્પન્ન થયો જાણે વર્ષોથી તે ચિત્રોને અનેકવાર જોઈ ચુકી છે ,તેના ટેરવા જાણે રંગોને સ્પર્શી ચૂક્યા છે તેને તરત જ બધા જ ચિત્રો ખૂબ ઊંચી કિંમતે ખરીદી લીધા.

આયોજકોને પણ જિજ્ઞાસા થઈ જાણવાની આની પાછળના રહસ્યની અને જ્યોતિકાં ને વિનંતી કરી કે આ ચિત્રોની કિંમત તે પોતે જ હાથોહાથ ચિત્રકાર દીપ ના મમ્મીને ચૂકવે.

જ્યોતિકા આયોજક એ આપેલા સરનામે ચેક લઈ પહોંચી જાય છે ત્યાં જાણે બધું જ પરિચિત લાગે છે ડોરબેલ બજાવે છે અને સામે દીપ ના મમ્મી રચનાબેન પણ જાણે જાણીતા પગલાઓથી ખેંચાય બારણું ઉઘાડે છે તો ચિરપરિચિત આંખોના આશ્ચર્ય ને બે ઘડી જોઈ રહે છે.

જ્યોતિકા પોતાની ઓળખાણ આપે છે અને ચેક સ્વીકારવા કહે છે અને ચિત્રો ની હરાજી નું કારણ પૂછે છે.
દીપ ના મમ્મી આંખોની ભીનાશ સાથે ભૂતકાળમાં ચાલ્યા જાય છે અને અજાણી પ્રેરણાથી દીપના અચાનક નાની બિમારીના લીધે થયેલા મૃત્યુ અને ચક્ષુદાન ની વાત કરે છે. જ્યોતિકા જાણે સ્વપ્નની દુનિયામાં ચાલી ગઈ. દીપ ની મમ્મી ના મતે હવે ચિત્રો વધારે દીપની યાદ અપાવશે તેના કરતાં કોઈ ચિત્રપ્રેમી સુધી પહોંચી જાય તે વધારે યોગ્ય હતું.

રચના બહેન જ્યોતિકાને દીપ નું છેલ્લું ચિત્ર બતાવવા તેના રૂમમાં લઈ જાય છે અને એ ચિત્રને જોઈને જ્યોતિકા ના પગ ત્યાં જ થંભી જાય છે દીપે છેલ્લે જે ચિત્ર દોર્યું હતું તે હૂબહૂ જ્યોતિકા નું હતું.

જ્યોતિકાને જાણે સ્વપ્નમાં આવતા અજ્ઞાત યુવક નો ચહેરો સ્પષ્ટ થઈ જાય છે અને તે સાથે જ અજ્ઞાત દેવદૂતની શોધ પણ પૂર્ણ થાય છે જાણે અજ્ઞાત સ્વથી જ જ્ઞાત થાય છે

( નાનપણમાં વાંચેલા સત્ય ઘટનાને વાર્તા સ્વરૂપ આપવાનો પ્રયત્ન.....)





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED