Love gift books and stories free download online pdf in Gujarati

પ્રેમની ભેંટ...

આબુના એક સુંદર નાનકડા કોફીશોપમાં લાસ્ટ કોર્નર ટેબલ પર બેઠેલી સ્પૃહા આજે બહાર વાગતા સુંદર ગીત કરતા પોતાના અંતર મનના લય તાલ ને ઝીલવામાં વ્યસ્ત હતી.

પ્રેમ સાચો ન હોઈ શકે?
પ્રેમ એટલે ફ્કત આકર્ષણ?

આ બધા જ પ્રશ્નો મનમાં ઉઠવાનું કારણ સવારે દાદી સાથે થયેલી વાતચીત હતી.

દાદી:-"સ્પૃહા ..સ્પૃહા. ઉઠ બેટા રોજ સવારે વહેલી ઉઠી જતી ચકલી ને આજે શું થયું?"

સ્પૃહા:-"કંઈ નહિ દાદી મોડે સુધી જાગતી હતી બસ...."

દાદી:-"વાંધો નહિ સુઈ જા પછી એકલી અહીં કંટાળી ન જતી હું તોઆજે સવારે વહેલા ફરવા જવાની છું."

સ્પૃહા:-"અરે દાદી પહેલા કેમ યાદ ન દેવડાવ્યું ?આવું હમણાં એમ કહી ફટાફટ નાહવા જાય છે."

સ્પૃહા એટલે 22 વર્ષની નટખટ અને અંતર્મુખી પ્રિયાંશ ભાઈ ની એકની એક દીકરી. માસ્ટર નું પૂરું કરીને આબુમાં દાદી અમૃતા પાસે પર્વતોની મજા માણવા આવી હતી.
પર્વતો ની આહલાદકતા અનુભવેલી સ્પૃહા જાણે ઝાકળ જેવી થઈ ગઈ અને દાદી પાસે ઓગળવા લાગી.....

સ્પૃહા:-"તમે કેવા નસીબદાર દાદી ,રોજની સવાર તમારી તાજગી સભર હોય...."

દાદી:-"આજે તો મારી લાડકી કે તેમાં અનોખી ભાત પાડી દીધી.

સ્પૃહા:-"એક વાત કહું દાદી આ બધું જોઇને મારું મન પ્રફુલ્લિત થઇ ગયું. જાણે પ્રકૃતિએ મને ભેટ આપી દીધી."

દાદી:-"પ્રકૃતિ તો હંમેશા ભેટ આપે છે પ્રેમની પરંતુ આપણે જ તે જોઈ શકતા નથી અને આપણા આનંદમાં તેને અવગણીએ છીએ."

સ્પૃહા:-"શું કહો સમજાયું નહીં."

દાદી:-"તારી વાતો સાંભળીને મારી ખાસ બહેનપણી વૃંદા યાદ આવી ગઈ."

સ્પૃહા:-"કેમ દાદી?"

દાદી:-"તેને પણ પ્રકૃતિ ખૂબ જ ગમતી વૃક્ષ અને પર્વતો તો જાણે એની જીવાદોરી.... પરંતુ ઝરણાની જેમ વહેતી વૃંદા અધવચ્ચે અટકી ને ક્યાં ખોવાઈ ગઈ.....

સ્પૃહા:-"શું થયું હતું દાદી?"

દાદી:-"વૃંદા હંમેશા ખુશ રહેવા માનતી અને બીજાને ખુશ કરવામાં........અને આ હકારાત્મકતા ના પ્રકાશમાં તે ક્યારેય અભિનવની વાતોમાં ખેંચાઈ ગઈ ખબર જ ન પડી. પ્રેમમાં પોતાનું અસ્તીત્વ જ ખોઇ બેસી.... આભાસી સપનાઓમાં પોતાના સાચા સપનાઓ ને ભૂલી ગઈ. ટુર ઓર્ગેનાઇઝર બનવા માગતી હતી પરંતુ અભિનવની ઈચ્છા લગ્નની હતી તે તો બસ ફુલટાઈમ housewife જ ઇચ્છતો હતો અને બસ અભિનવ ના સપના ને જ સ્વીકારી વૃંદા બધું છોડી તેની સાથે ચાલી નીકળી.

સ્પૃહા:-"પછી શું થયું? (સ્પૃહા નું હૃદય એક ધબકારો ચૂકી ગયું.)

દાદી:-"પછી શું થાય થોડા વખતમાં ઝગમગાટ પછી આવેલો ઉભરો શાંત થઈ ગયો અને વૃંદા ની અતૃપ્ત ઇચ્છાઓ બસ સપના જ બની ગયા.

સ્પૃહા:-"બધાની સાથે થોડું એવું જ થાય?"

દાદી:-"હા પણ જેને આવો અનુભવ થાય તેને તો સહન કરવું પડે ને."

સ્પૃહા:-"સાચો પ્રેમ જ નહીં હોય અભિનવ અને વૃંદાને."

દાદી:-"અને આ પ્રેમ સાચો છે કે ખોટો એ કેમ ખબર પડે?"
એ ખબર પાડવા જીંદગી થોડી હોમી દેવાય?"

સ્પૃહા:-"પ્રેમને પણ ન્યાય તો આપવો જોઈએ ને દાદી એક વાર સાચો પ્રેમ હાથમાંથી સરકી જાય અને પછી આખી જીંદગી અફસોસ થાય તો?"

દાદી:-"જો પ્રેમ સાચો હોય તો હાથમાંથી સરકી જવાની ઉતાવળ નથી કરતો..... તે તો સમયની હથેળીમાં પ્રિયજનને સાચવી લે છે. મોકળાશ અને માવજતથી પ્રિયજનના સ્વપ્નોને ઊંચાઈએ ઝગમગતા કરે છે.જેવી રીતે તારા પપ્પાએ તારી મમ્મી માટે રાહ જોઈ જરાપણ ડગ્યા વિના.....

સ્પૃહા:-"કેવી રીતે?'

દાદી:-"તારા પપ્પા અને મમ્મી એક જ કોલેજમાં ભણતા હતા .એકબીજા માટે જીવવા લાગ્યા. તારી મમ્મી તારા પપ્પા ની બધી જ વાતો આંખ બંધ કરીને માની લેતી અને બધા જ સપના તારા પપ્પા માટે ભૂલી જવા માંગતી હતી. પ્રિયાંશ એ આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અને નીતિનું આગળનું ભણવાનું પૂરું થાય પછી જ લગ્ન કરવાની શરત રાખી.સ્વતંત્રતાના આકાશમાં સ્થિર થયા પછી જ લગ્ન અંગે વિચારવું અને બસ નીતિ કરતા તેના માતા-પિતા વધારે ખુશ થઈ ગયા ભાવિ જમાઈની આવી સમજણથી. પ્રિયાંશ પણ યુએસ ભણવા માટે ચાલ્યો ગયો અને જ્યારે પાછો આવ્યો ત્યારે નીતિ વધારે સમજુ પ્રેમાળ અને પોતાના સપનાને સાકાર કરતી જોવા મળી. આ રીતે આપી તારા પપ્પાએ તારા મમ્મીને આપી પ્રેમ ની ભેટ.....

સ્પૃહા:-"wow દાદી."

દાદી:-"આ તારું વાવ બાવ તો મને સમજાઈ નહીં પણ તારી પાસે એક સરસ મજાની તક છે મને ભેટ આપવાની."

સ્પૃહા:-" શું?"

દાદી:-"મારી ઈચ્છા છે કે તું અહીં રહીને થોડો વખત તારા પપ્પાનોબિઝનેસ ડેવલપ કર અને સાથે તારો પણ...."પાછી જઈશ એટલે તારા લગ્નની ઉતાવળ થશે એના કરતા થોડો સમય અહીં રહે અને પછી નિરાંતે ઊંચે ઉડજે ને?"

સ્પૃહા:-"હું વિચારી જોવું."

અને બસ આ જ વિચારમાં કોફીશોપમાં કંઈક નક્કી કરીને મોબાઈલ કાઢ્યો..... નિશાંત ને મેસેજ કર્યો...

.📱📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲

"હેલ્લો નિશાંત સાંભળ હમણા નહીં દાદી ને મારી થોડી જરૂર છે, તો આપણે એક બે વર્ષ લગ્ન પાછા ઠેલી દઈએ તો? ત્યાં તું તારું ભણવાનું પૂરું કરી સેટલ થઈ જા અને હું અહીં થોડું દાદી નું ધ્યાન રાખી લવું....

"કેમ શું થયું અચાનક?"

કંઈનથી થયું ,ખાલી થોડું મોડું લગ્ન વિશે વિચારી શકાય એમ."

"પછી સંજોગો અનુકૂળ ન થાય તો?"

"આપણી સ્થિરતા જ બધી અનુકૂળતા કરી દેશે."

"ક્યાંક આ અનુકૂળતા અધૂરી જ ન રહી જાય?"

બધું પૂરું કરીને જ સુખી થવું છે નિશાંત અને જો આપણો પ્રેમ સાચો હશે તો કશું અધુરું નહિ રહે."
.📱📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲

આમ સ્પૃહા ના મનની મૂંઝવણ જાણે-અજાણે દાદીની વાતોથી દૂર થઈ ગઈ. અને દાદીની મૂંઝવણ?????
એ મૂંઝવણ જે કાલે પોતાના દીકરા પ્રિયાંશ સાથે કાલે ફોનની વાતચીતથી મનમાં ઉભી થઈ હતી.....


પ્રિયાંશભાઈ:-"બા સ્પૃહા આવે છે કાલે પહોંચી જશે."

અમૃતા:-"તું એની ચિંતા ન કર હું છું અહી."

પ્રિયાંશભાઈ:-"એટલે જ નિષ્ફિકર રહી શકું છું. સ્પૃહા ને ત્યાં મોકલવા નું બીજું પણ એક કારણ છે હું થોડા સમયથી નોંધુ છું કે સ્પૃહામાં કંઈ બદલાવ આવ્યો છે, મનમાં મૂંઝાતી હોય તેવું લાગે છે મને કે નીતિને કંઈ નહીં કહે .તને કદાચ કહેશે અથવા તો જાણવાનો પ્રયત્ન કરજે.

અમૃતા:-"હા દીકરા ચિંતા ન કરતો."


અને એ જ વિચારોમાં વિચારી રહેલા દાદી એ રાત્રે મોડે સુધી જાગતી સ્પૃહાના મૂરઝાયેલા સ્મિતને પાછું લઈ આવવા કમર કસી. ગાઢ નિંદ્રામાં સુતેલી સ્પૃહાનો મોબાઈલ ધીમેથી સરકાવી અને પોતાની વહાલસોઈ સ્પૃહા ના હૃદયના ભાવોને વાંચવા લાગ્યા. સ્પૃહા કોઈ નિશાંત નામના છોકરા સાથે લગ્ન અંગે વાતો કરતી હતી મેસેજમાં.... અને બસ સ્પૃહા ની દાદીએ કંઈક વિચારી લીધું.........

અને પોતાની લાડકી ને વિચારવાની નવી દિશાની નવી ભેંટ આપી.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED