પરાગિની 2.0 - 39 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 39

પરાગિની ૨.૦ - ૩૯




પરાગ રિની માટે સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે. તે પહેલાની જેમ રિની સાથે રહેવા માંગતો હોય છે. નવા ઘરમાં તે બધુ ડેકોરેશન કરાવે છે. આખુ ઘર વિદેશી ફૂલો અને કેન્ડલ્સથી ડેકોરેટ કર્યુ હોય છે.


પરાગનો ફોન કટ કર્યા બાદ એશા અને નિશા તરત રિનીને પૂછે છે, આ શું છે?

રિની- મને પણ ખબર નથી પરાગનો ફોન આવ્યો હતો તેને મોકલાવ્યું છે અને કહ્યું કે સાડા સાત વાગ્યે તૈયાર રહેજે...

નિશા સૌથી મોટું બોક્સ ખોલે છે... બોક્સ ખોલતા જ ત્રણેયની આંખો પહોળી થઈ જાય છે. એશા બીજુ બોક્સ ખોલે છે તે જોઈને પણ ત્રણેય સરખું જ રિએક્શન આપે છે. નાનું બોક્સ હોય છે તે બોક્સ એશા રિનીને આપે છે અને કહે છે આ તો તારે જ ખોલવુ જોઈએ..! રિની તે બોક્સ ખોલે છે અને ત્રણેયની આંખો પહેલા કરતાં પણ વધારે પહોળી થઈ જાય છે. બધી વસ્તુઓ જોઈ રિની ખુશ થઈ જાય છે.

નિશા રિનીને કહે છે, પરાગ તો રોમાન્સનો પણ બાપ નીકળ્યો... રિની ખરેખર તું બહુ લકી છે. હવે તારા નખરાં મૂક અને માની જા...! આ એશાડી ના રવાડે ના ચઢ..!

એશા- હા, તે મેં શું ખોટું કહ્યુ?

નિશા એશાને કહે છે, આપણે બંનેને એક કરવાના છે અલગ નહીં એશાડી....

એશા રિનીને પૂછે છે, તો તુએ શું વિચાર્યુ? તું જવાની છે?

નિશા- રિની, વિચારવાનું ના હોય... તારા માટે પરાગ આટલુ કરે છે તો જવાનુ જ હોય...!

રિની મલકાતા હા કહે છે.


પરાગ પહેલા તેની મમ્મીને મળવા હોસ્પિટલ જાય છે તેમની પાસે અડધો કલાક બેસે છે ત્યારબાદ તે તેના ઘરે જઈ તૈયાર થાય છે. આ બાજુ રિની પણ તૈયાર થવા લાગે છે.

આશાબેન અને રીટાદીદી બંને સાંજનાં જમવાની તૈયારી કરતા હોય છે. એશા અને નિશા તેમને બહાર કહેવા આવે છે કે રિનીનું જમવાનું ના બનાવે. આશાબેન કારણ પૂછે છે.. નિશા તેમને બધુ કહે છે. આશાબેન બંનેને સોફા પર બેસાડી દે છે અને શાકભાજી સમારવા બેસાડી દે છે. આશાબેન કપડાંની ગડી કરવા બેસી જાય છે.

રિની તૈયાર થઈ બહાર લીવીંગ રૂમમાં આવે છે.. એશા, નિશા, આશાબેન બધી રિનીને જોતા રહી જાય છે. આશાબેન રીટાદીદીને બૂમ પાડીને બહાર બોલાવે છે. રીટાદીદી પણ રિનીને જોતા રહી જાય છે.

રિનીએ ડાર્ક પર્પલ કલરનું ગાઉન પહેર્યુ હોય છે જે નિશાએ બોક્સ ખોલ્યુ હોય છે તેમાં આ ગાઉન હતુ..! લોંગ ફ્લેર ગાઉન હોય છે. બીજુ બોક્સ જે એશાએ ખોલ્યુ હોય છે તેમાં હિલ્સ હતી... રિનીએ વ્હાઈટ કલરની સેન્ડલ હિલ્સ પહેરી હોય છે. ગળામાં ડાયમંડનો પાતળો સેટ પહોર્યો હોય છે અને કાનમાં ડાયમંડની નાની ઈયરરીંગ..! રિનીએ જે બોક્સ ખોલ્યુ હોય છે તેમાં આ સેટ હોય છે. રિનીએ હેર એકદમ સીધા રાખ્યા હોય છે.. ચહેરા પર હળવો મેકઅપ અને હાથમાં નાનું પર્સ...! રિની બહુ જ સુંદર લાગતી હોય છે.

આશાબેન તેની નજર ઉતારે છે અને કહે છે, મારી છોકરી એકદમ પરી જેવી લાગે છે. પરીથી પણ સુંદર..!

રીટાદીદી- હા... બહુ જ સુંદર લાગે છે.

રિની- ગર્લ્સ... કેવી લાગુ છુ..?

એશા અને નિશા બંને સાથે બોલે છે, સો બ્યુટીફૂલ...!

એશા- ચાલને આપણે ત્રણેય સેલ્ફી લઈ લઈએ.

ત્રણેય ફોટો પાડવા લાગે છે.

આશાબેન રિનીને કહે છે, દાદા આવી જાય એની પહેલા તમારા નાટકો કરી લો અને બહુ મોડુ ના કરતી નીકળવામાં...!

એટલામાં જ ઘરની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવે છે. નિશા તરત જ પડદો હટાવીને જોઈ છે તો એક લક્ઝુરીયસ ગાડી બહાર ઊભી હોય છે. તે જોતા જ નિશા તરત બોલે છે, રિની જો... વાઉવ... ‘પોશ પાનેમેરો’ કાર છે... પરાગ તો સોલીડ રોમેન્ટિક નીકળ્યો...!

એશા- મને પણ જોવા દે.....

એશા તરત જ કહે છે, ઓહો... રિની શું વાત છે..!

રિની બધાને બાય કહી બહાર જાય છે. ગાડી પાસે જતાં જ ડ્રાઈવર ગાડીનો દરવાજો ખોલે છે અને રિની અંદર બેસી જાય છે. ડ્રાઈવર દરવાજો બંધ કરી ડ્રાઈવીંગ સીટ પર બેસીને ગાડી પરાગનાં નવા ઘર તરફ જવા દે છે.


આ બાજુ પરાગ પોતે તૈયાર થઈ ગયો હોય છે અને ઘરમાં બધુ ચેક કરી આવે છે કે બરાબર છે કે નહીં..? ઉપર બેડરૂમમાં જઈ કેન્ડલ્સ પ્રગટાવે છે, વાઈનની બોટલ અને ગ્લાસ રેડી રાખે છે. આખા ઘરનું વાતાવરણ એકદમ રોમેન્ટિક હોય છે.

ડ્રાઈવર દસ મિનિટ બાદ નવા ઘર પાસે આવી ગાડી ઊભી રાખે છે. પરાગ નીચે જ ઊભો હોય છે. ડ્રાઈવર રિની તરફનો દરવાજો ખોલે છે અને રિની નીતે ઉતરે છે... પરાગ બે ઘડી માટે રિનીને જોતો જ રહી જાય છે. રિની ડ્રાઈવરને થેન્ક યુ કહી પરાગ પાસે જાય છે.

પરાગ રિનીને જોઈને બોલે છે, ગોર્જીયસ....

રિનીને અંદરથી બહુ ખુશ હોય છે પરંતુ પરાગને બતાવતી અને ફક્ત નાની સ્માઈલ આપે છે.

પરાગ તેનો હાથ રિની આગળ ધરે છે અને કહે છે, શું તુ સરપ્રાઈઝ માટે તૈયાર છે?

રિની તેનો હાથ પરાગનાં હાથ પર મૂકી દે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને અંદર લઈ જાય છે.

રિનીને નથી ખબર હોતી કે આ નવું ઘર છે જે પરાગે હમણાં જ ખરીદ્યુ છે..!

(નવા ઘરનું વર્ણન આવતા ભાગમાં આપીશ.)

અંદર પ્રવેશતા રિની ડેકોરેશન જોઈ ખુશ થઈ જાય છે. આખા ઘરને રેડ રોઝ ફ્લાવર અને બૂકેથી ડેકોરેટ કર્યુ હોય છે અને કેન્ડલ્સથી અને એમાં રોમેન્ટિક લાઈટ્સ હોય છે જે વાતાવરણને વધારે રોમાંચિત બનાવે છે. પરાગ દરવાજો બંધ કરી પાછળ ફરે છે અને રિનીને જોતો રહે છે. રિની બધુ ડેકોરેશન જોતી હોય છે અને તેનું પર્સ સોફા પર મૂકી તેનું ગાઉન બરાબર કરે છે. પરાગ તેની પાછળ આવી ઊભો રહી જાય છે. રિનીને ખબર નથી કે પરાગ પાછળ ઊભો છે અને તે પાછળ ફરે છે તે પરાગને જોઈ પાછળ ખસવા જતી હતી પરંતુ હિલ્સના લીધે તેનું બેલેન્સ ખોરવાય જાય છે અને પડવા જતી હતી કે પરાગ તેને તરત પકડી લે છે. પરાગ તેને કમરેથી પકડી રાખે છે અને તેને જોયા જ કરે છે.. થોડીવાર રહી તેને ઊભી કરે છે અને કહે છે, પહેલા ડિનર કરી લઈએ પછી કંઈક વાતો કરીએ...!

પરાગ રિનીનો હાથ પકડી તેને ડાઈનીંગ એરીયામાં લઈ જાય છે જ્યાં પહેલેથી ટેબલ ડેકોરેટ કરીને રાખ્યું હોય છે અને રિનીની પસંદીદા બધી ડિશ બનાવી રાખી હોય છે. બંને થોડી વાતો કરતાં ડિનર કરે છે. ડિનર કર્યા બાદ પરાગ રોમેન્ટિક મ્યુઝીક લગાવે છે અને બંને તેની પર સ્લો કપલ ડાન્સ કરે છે. ડાન્સ કરતાં કરતાં પરાગ રિનીને કહે છે, રિની... મારી મમ્મી પણ હવે પાછી આવી ગઈ છે અને સારૂં છે... મને એમ હતું કે મારા નસીબમાં ક્યારેય ફેમીલીનો પ્રેમ નહીં હોય પરંતુ હવે તું છે, મમ્મી છે... એનાથી વધારે મારે કંઈ નથી જોઈતુ... બસ આપણે બધા સાથે રહીએ..! મમ્મી પણ ઈચ્છે છે કે આપણે સાથે રહીએ..!

રિની ફક્ત હમ્મ કહે છે.

પરાગ- ફક્ત હમ્મ??

રિની- હા..:

પરાગ ડાન્સ કરતાં કરતાં જ રિનીને તેની એકદમ નજીક લઈ લે છે અને તેના માથા પર પાછળથી હાથ મૂકી રિનીના હોઠ પર કિસ કરી લે છે અને પછી કહે છે, હજી પણ હમ્મ જ છે..?

રિની નીચું જોઈને હસે છે અને પછી સોફા પર બેસી જાય છે.

પરાગ વાઈનની બોટલ ઓપન કરી બે ગ્લાસમાં થોડી ભરે છે. એક ગ્લાસ રિનીને આપે છે અને તેનો ગ્લાસ લઈ રિની સાથે સોફા પર બેસે છે.

પરાગ- આ સરપ્રાઈઝ તો તારા માટે હતી જ પણ બીજી એક વાત પણ કહેવી છે મારે....

રિની- હા, શું?

પરાગ- આપણે જે ઘરમાં અત્યારે બેઠા છે તે આપણું નવું ઘર છે... એટલે બે દિવસ પછી આપણે અહીં રહેવા આવી જઈશું...!

રિની- નવુ ઘર?

પરાગ- હા... દાદી, મમ્મી, સમર, શાલિનીમાઁ, તુ અને હુ આપણે બધા અહીં રહીશુ..!

રિની- શાલિનીમેમને કંઈ પ્રોબ્લમ નહીં થાયને?

પરાગ- જૂનું ઘર પણ છે જ... જેને અહીં ના ફાવે તે ત્યાં રહી શકે છે.

રિની- હમ્મ...


વાઈન પીધા બાદ પરાગ રિનીને ઉપર તેમના રૂમમાં લઈ જાય છે. રૂમને જોઈ રિની જોતી જ રહી જાય છે. બેડની આજુબાજુ વ્હાઈટ કલરના શિફોનનાં કાપડથી ડેકોરેટ કર્યો હોય છે અને તેની ઉપર સિરીઝ લાઈટ.. આખો રૂમ ઓર્કીડનાં ફૂલોથી મધમધતો હોય છે અને કેન્ડલ્સ..! રિની બધુ જોતી જોતી વિન્ડો પાસે ઊભી રહી જાય છે. પરાગ તેની પાછળ જાય છે અને પાછળથી તેને હગ કરી ઊભો રહી જાય છે.





શું રિની પરાગનાં પ્રયાસથી માની જશે?

શું આ નવા ઘરમાં બધા શાંતિથી રહી શક્શે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૪૦