પરાગિની 2.0 - 38 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 38

પરાગિની ૨.૦ - ૩૮




એશા અને માનવ બંને એક કેફેમાં મળે છે. કાલે જે થયું હોય છે તેના લીધે એશા અને માનવ બંને નાખુશ હોય છે. પોતાના લગ્નની વાત કરવાને બદલે દાદા તેમના લગ્નની વાત લઈને બેસી ગયા હોય છે. એશા માનવને પૂછતી હોય છે કે હવે આપણે શું કરીશું?

માનવ- હમણાં તો કંઈ થાય એવું નથી પરંતુ એક વસ્તુ કરી શકીએ એમ છે..!

એશા- શું?

માનવ- જો તું હા કહે તો......

આટલું કહી માનવ તેના પોકેટમાંથી રીંગનું લંબચોરસ બોક્સ કાઢે છે અને ખોલીને એશા સામે મૂકતા કહે છે, તું હા કહે તો સગાઈ કરી લઈએ..?

એશા બહુ જ ખુશ થઈ જાય છે અને તરત હા કહે છે.

માનવ એશાને તરત નજીકનાં મંદિરમાં લઈ જાય છે. મંદિરમાં પ્રવેશતા જ એશા માનવને પૂછે છે, તુ તો બહુ એડવાન્સ નીકળ્યો ને? પહેલેથી તૈયારી કરી રાખી હતી એમ?

માનલ મોટી સ્માઈલ આપતા હા કહે છે.

મંદિરમાં જઈ ભગવાન સામે બંને એકબીજાને વીંટી પહેરાવે છે અને ભગવાનનાં આશીર્વાદ લે છે. યાદગીરી માટે બંને એક ફોટો પણ ક્લિક કરી લે છે.


શાલિની લીનાબેનને મળવાં હોસ્પિટલ જાય છે અને ત્યાં જઈ તે લીનાબેનને ધમકી આપે છે કે જો તે પરાગ સાથે તે ઘરમાં રહેવા આવશે તો પોતે એટલે કે શાલિની લીનાબેનનું જીવવાનું હરામ કરી નાંખશે..! લીનાબેન પણ ઓછા નથી તેઓ સામે જવાબ આપતા કહે છે, જે થાય તે કરી લેજે હું તે જ ઘરમાં રહીશ..!


પરાગ ભલે રિની સાથે નથી બોલતો હોતો પરંતુ તેને એક પળ પણ રિની વગર નથી ચાલતું હોતુ..! તે ઈચ્છતો હોય છે કે નવા ઘરમાં રહેવા જઈએ તે પહેલા રિનીને મનાવી લે અને ખુશીથી બધા એક જ ઘરમાં રહીએ...! પરાગ સવારથી રિનીને મનાવવામાં લાગી જાય છે પરંતુ રિની પર કોઈ અસર નથી થતી.. બંને ઓફિસ આવે છે. રિનીને ખબર પડે છે કે જૈનિકા પાછી આવી ગઈ છે કામ પર તેથી તેને મળવા જતી રહે છે. બધી વાત કર્યા બાદ રિની જૈનિકાને કહે છે, સિમિતનાં કારણે મારા અને પરાગ વચ્ચે ઝગડો થયો હતો... અમે હજી નથી બોલતા..! જૈનિકા રિનીને સમજાવે છે કે તારે આવું ના કરવું જોઈએ..! પરાગ તેની કેબિનમાં જઈ અમુક કામ પતાવે છે અને પછી તે પણ જૈનિકા પાસે જાય છે અને માફી માંગે છે અને કહે છે, મેં સિમિતને ફોન કરી સોરી કહી દીધુ છે અને હા, જે સમર કલેક્શન કરવાનું હતુ તે આપણે કરીશુ.. અને જો ફેબ્રિક્સ સિમિત પાસેથી લેવાનું હતુ.. તે તેની પાસેથી જ લઈશું...!

જૈનિકા પરાગને કહે છે, શું વાત છે..! પરાગ તને કંઈ થયું તો નથી ને..?

પરાગ- ના

જૈનિકા- તને ખબર જ છે કે તારી સાથે હું બોલ્યા વગર રહી નથી શકતી...! દોસ્તીમાં આવું બધુ ચાલ્યા કરે...!

પરાગ નીચે જતો હોય છે કે તે રિનીને કહેતો જાય છે કે ભલે તું નથી માનતી પરંતુ હું તને મનાવીને જ રહીશ..!


આ બાજુ સમર નિશા માટે મોટું ફ્લાવરનું બૂકે ઘરે મોકલે છે. તે જોઈ નિશા બહુ જ ખુશ થઈ જાય છે. તે પણ સમર માટે કંઈ લઈ જવાનું વિચારે છે.

દાદી લીનાબેનને મળવા હોસ્પિટલ જાય છે. દાદી લીનાબેનને પૂછે છે, હવે તારી તબિયત કેવી છે?

લીનાબેન હજી તેમનું નાટક ચાલુ રાખે છે.

લીનાબેન- હવે સારૂ છે. શાલિની મને મળવા આવી હતી..!

દાદી- શાલિની? તને મળવા આવી હતી?

લીનાબેન- હા....

લીનાબેન નાટક કરતાં કહે છે, હું એ ઘરમાં રહેવા નહીં આવુ... પરાગને કહેજો મને માફ કરી દે હું એ ઘરમાં ના રહી શકુ જે ઘરમાં શાલિની રહેશે..!

દાદી- ઠીક છે.. હું પરાગ સાથે વાત કરી લઈશ.... અને કદાચ આ જ બરાબર હશે કે તમે બંને એકસાથે ના રહો... નહીંતર રોજ જ ઝઘડાનું ઘર...! પણ આ વાત તો તું મને ફોન પર પણ કહી જ શકતી હતીને...!

લીનાબેન તેમના બોલવામાં બદલાવ લાવતા કહે છે, બીજી વાત કહેવી હતી જે ફોન પર તો ના થાય...! વાત એવી છે કે અત્યારે મેં જે કહ્યુ તે તમારે પરાગને નથી કહેવાનું...!

દાદી- એટલે?

લીનાબેન એટીટ્યૂડ સાથે વાત કરતા કહે છે, હું તમને જેવું કહુ તેવુ જ તમારે પરાગને કહેવાનું છે... તમારે એવું કહેવાનું કે જે ઘરમાં લીના રહેશે તે ઘરમાં શાલિની નહીં રહે...!

દાદી- શું? આ યોગ્ય નથી...

લીનાબેન બ્લેકમેઈલ કરતાં કહે છે, જો તમે એવું નહીં કહો તો હું પરાગને એવું કહીશ કે નવીનએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને મારા છોકરાથી મને આટલા વર્ષો સુધી મળવા ના દીધી..!

દાદી શોક સાથે લીનાબેનને કહે છે, ઓહ... તો તું નાટક કરે છે એમ ને...! તને બધુ યાદ છે... આખરે તું તારી ઔકાત પર આવી જ ગઈ....

લીનાબેન- હા, કંઈ જ નથી ભૂલી હું.....

દાદી- મને ધમકી આપતા પહેલા વિચારી લેજે એક વખત..... તું એ ઘરમાં ફક્ત પૈસા માટે જ આવી હતી... તને તો પરાગની પણ ક્યાં કોઈ ચિંતા હતી..? જો તેને આ બધી વાત ખબર પડશે તો?

દાદી- મને આ વાતનો કોઈ જ ફરક નહીં પડે કેમ કે મારા છોકરાએ મને માફ કરી દીધી છે. હવે મારો છોકરો એ જ કરશે જે હું કહીશ.... તો તમે વિચારી લો કે હું શું શું કરાવી શકીશ..!

દાદી- કાશ...! મારા પરાગની જીંદગીમાં તું પાછી ના આવી હોત..!

લીનાબેન- એવી પ્રાર્થના થોડી વહેલી કરી હોત તો સારૂં થાત..! હવે કામની વાત સાંભળી લો.... તમે મને એ ઘરમાં રહેવા લઈ જશો... અને હા, આ બધી વાત પરાગને ના ખબર પડવી જોઈએ... મને શાલિનીએ ઘરમાં દેખાવી ના જોઈએ...

દાદી કંઈ જવાબ નથી આપતા અને ગુસ્સામાં ત્યાંથી જતા રહે છે.

લીનાબેન લુચ્ચુ હાસ્ય કરી બેડ પર સૂવા પડે છે.


નિશા મોલમાં જાય છે અને ત્યાંથી સમર માટે ટાઈ ખરીદે છે અને સમરનું ફેવરેટ લંચ પેક કરાવી લે છે અને ઓફિસ પર પહોંચે છે. સમરની કેબિનમાં જઈ નિશા તેને કહે છે, મિસ્ટર સમર શાહ, તમે સવારે જે બૂકે મોકલાવ્યુ હતુ તે બહુ જ સુંદર હતુ...! ચોઈસ તો બહુ જ સારી છે.

સમર નિશાને જોઈને ખુશ થઈ જાય છે. સમર કામ કરતો હોય છે અને તેની જગ્યાએથી ઊભો થઈ નિશા પાસે આવે છે અને તેનો હાથ પકડી તેને અંદર લઈ આવે છે.

નિશા તેને બોક્સ આપતા કહે છે, તારા માટે હું પણ કંઈ લાવી છુ.... પછી જોઈ લેજે...

સમર નિશાને તેની તરફ ખેંચી લે છે અને નજીક લાવતા કહે છે, પહેલા તને તો હું જોઈ લઉં...

નિશા સમરના ગાલ પર હાથ રાખતાં કહે છે, કંઈક સારું કહ્યુ હોય તો... આ તો બહુ ચીઝી લાઈન કહી...! આટલું કહી નિશા હસી પડે છે. સમર પણ હસીને નિશાને ગાલ પર કિસ કરી લે છે.

નિશા- પહેલા લંચ કરી લઈએ... નહીંતો ઠંડુ થઈ જશે તો નજી નહીં આવે...!

બંને લંચ કરી લે છે.


સાંજે એશા, નિશા અને રિની તેની રૂમમાં બેઠા હોય છે. સૌથી પહેલા એશા તેની સગાઈની વાત નિશા અને રિનીને કહે છે, ત્યારબાદ નિશા તેની રોમેન્ટિક સ્ટોરી એશા અને રિનીને કહે છે. વાત પતતા જ રિનીના મોબાઈલમાં પરાગનો ફોન આવે છે. રિની ફોન ઉંચકે છે. પરાગ રિનીને કહે છે, હમણાં ડોરબેલ વાગશે....

રિની- કોણ આવવાનું છે?

પરાગ- સવાલ ના પૂછીશ...

એટલામાં જ ડોરબેલ વાગે છે.

પરાગ- ડોરબેલ વાગી.. જલ્દી જા અને દરવાજો ખોલ...

રિની દરવાજો ખોલે છે તો સિયા બે મીડિયમ સાઈઝનાં બોક્સ અને એક નાનું બોક્સ લઈને ઊભી હોય છે.

પરાગ- સિયા જે બોક્સ આપે છે તે લઈ લે.

સિયા રિનીને તે બોક્સ આપી દે છે. રિની સિયાને થેન્ક યુ કહે છે.

રિની પરાગને એક મિનિટ હોલ્ડ રાખવાનું કહી બોક્સ લઈ રૂમમાં જાય છે. રિની બોક્સ બેડ પર મૂકે છે અને ફોન લઈ પરાગને પૂછે છે, આ બધુ શું છે?

પરાગ- તારી પાસે એક કલાક છે.. બરાબર સાડા સાત વાગ્યે એક ગાડી ઘરની બહાર આવશે.. તૈયાર થઈ ગાડીમાં બેસી જજે..!

રિની- કંઈ ગાડી અને કોણ લેવા આવશે અને ક્યાં જવા નું છે?

પરાગ- સવાલ બહુ કરે રિની તુ... જેટલું કહ્યુ એ કર... મારા પર વિશ્વાસ રાખ.. બધુ પહેલા જેવું કરી દઈશ..!

આટલું કહી પરાગ ફોન મૂકી દે છે.


પરાગ તેના નવા ઘરમાં કંઈક તૈયારીઓ કરાવતો હોય છે.



શું પરાગનું આ સરપ્રાઈઝ પરાગ અને રિનીને એક કરી દેશે?

શું લીનાબેનની અસલિયત પરાગને ખબર પડશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૯