પ્રત્યંચા - 3 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યંચા - 3

પાખી.... આવી ગઈ તું ક્યારની રાહ જોતો હતો હું. પ્રયાગ ?? તમે !! પાખી ખુશ અને આશ્ચર્યના મિશ્રભાવ સાથે પ્રયાગ સામે જોતા બોલી. પ્રયાગ તમે આવવાના હતા તો મને કહેવું હતું ,હું ઘરે જ રહેતી ને. પાખી, તું પ્રહરને મળવા જવાની હતી મને ખબર હતી તો કેમ રોકુ તને ? પ્રયાગ, તમારી આ જ વાત મને બહુ ગમે છે. મને તમને વધુ ને વધુ પ્રેમ કરવાનું મન થાય છે. તમે કેમ આટલા અલગ છો ? પાખી, તો શુ ઈચ્છે છે તુ , હું તને બાંધી રાખું? તારા ફ્રેન્ડ્સ જોડે મળવા ના જવા દઉં ? બાંધી તો દીધી છે તમે પાંચ વર્ષ પહેલા લગ્નના બંધનમા. પાખી તને અને મને બંનેને ખબર છે એ એક નામ છે આપડા વચ્ચેના સંબંધનું. કોઈ બંધન નથી. બંધન હોત તો તે મને પૂછ્યું હોત આટલા દિવસ હું ક્યાં હતો ? કોઈ છોકરીને મળ્યો કે નહી. પાખી હસતા બોલી, મને ખબર છે. ચેન્નાઇમા તમે કામ કર્યુને પાછા આવ્યા. હવેની નેક્સટ ટ્રીપ ક્યાંની અને ક્યારની છે ? કેમ તુ મને ભગાડવા માંગે છે ? ર્ડો. પ્રહરને ઘરે બોલાવા છે ? પ્રયાગ મજાક કરતા બોલ્યો. પ્રયાગ , જોક તો સરખો કરો. ડિનર અહીં કરશો કે મમ્મીના ઘરે ? તુ બનાવે તો અહીં જ જમી લઉ. જો તને પ્રોબ્લમ ના હોય તો.. પ્રયાગે સંકોચ સાથે કહયું. એક કામ કરીએ પ્રયાગ, આપણે રેસ્ટોરન્ટમા જમવા જઈએ ? બહુ ટાઈમ પછી મળ્યા છીએ તો વાતો પણ થઈ જશે ને સાથે જમવાનું પણ. ઓકે સ્યોર, જેવી મેડમની ઈચ્છા. હું ફ્રેશ થઈને આવું પછી જઈએ એમ કહી પ્રયાગ પોતાના રૂમ તરફ ગયો. પાખી મનોમન વિચારવા લાગી.
પાંચ વર્ષ પહેલાનો એ દિવસ જયારે પ્રયાગ અને પાખીના લગ્ન થયા હતા. લગ્નના સાત વચન પછી બંને એકબીજાને બીજા વચન પણ આપ્યા હતા. જેમાં બંને મળીને નક્કી કર્યુ હતું ક્યારેય એકબીજાના કામમા દખલગિરી નહી કરે. કોણ ક્યાં જાય છે ? કેમ જાય છે ? એ પૂછવામા નહી આવે. પ્રયાગ કોઈ પણ છોકરીને ફ્રેન્ડ બનાવી શકે. અને પાખી કોઈ પણ છોકરાને ફ્રેન્ડ બનાવી શકે. કોઈ રોકટોક એકબીજાને કરવાની નહી. પાખી વિચારતી હતી. બંને પોતપોતાની રીતે સ્વંતત્ર તો હતા. પણ ખુશ હતા કે નહી એ ખબર નથી. બંધન ના રાખવાનું વચન હવે એને બંધન લાગવા લાગ્યું હતું. એ પણ ઇચ્છતી હતી એને પણ બીજી પત્નીને જેમ ખબર હોય કે પોતાનો પતિ શુ કરે છે. પણ એ પૂછી નહોતી શકતી. નિયમ એને પોતે જ તો બનાવ્યા હતા. પ્રયાગ તો મારા માટે જીવ આપી શકે એટલો પ્રેમ કરતો હતો મને. એ સમયે ક્યાં સમજ હતી મને આ બધાની. મારે તો મારી રીતે જીવવું હતું. એકલું ફરવું હતું. કોઈ રોકટોક જોઇતી નહોતી. પ્રેમ નામનું બંધન મને હથકડી જેવું લાગતું હતું. હવે જયારે સમજાયું છે ત્યારે પ્રયાગને કહી નથી શકતી. આજે પણ હું બોલી, મને તમને પ્રેમ કરવાનું વધુ મન થાય છે.. પ્રયાગે એને ગણકાર્યું જ નહી. પોતાના મનના વિચારોને ખંખેરી એ પણ તૈયાર થવા જતી રહી.
પ્રયાગ તૈયાર થતા થતા વિચારવા લાગ્યો, પાખી ક્યારેક તો સમજશે મારા પ્રેમને આવા જ વિશ્વાસ સાથે એની બધી શરતો માની એની જોડે લગ્ન કર્યા. પ્રયાગને એ દિવસ યાદ આવી ગયો, જયારે કોઈ નજીકના સગાએ પાખીનો બાયોડેટા અને ફોટો બતાવ્યો હતો. ફોટો જોતા જ પાખી ગમી ગઈ હતી. અને પહેલી વાર મળ્યા પછી તો, એના સિવાય કોઈ સાથે પરણશે નહી.. એમ પોતે નક્કી કરી લીધું હતું. પાખીને મળ્યો ત્યારે પાખીએ એના વિચારો કહ્યા, પછી પણ પ્રયાગને લાગ્યું હતું સમય સાથે બધું બદલાઈ જશે. સમય તો બદલાયો પણ પાખીના વિચારો બદલાયા નહી. પ્રયાગ..... શુ કરો છો ? જલ્દી કરો.. પાખીએ બૂમ પાડી. અરે, હા પાખી બસ હું આવ્યો.. એમ કહી પ્રયાગ રૂમની બહાર નીકળ્યો . પછી બંને રેસ્ટોરન્ટ જવા નીકળી પડ્યા.
પ્રહર આજે વહેલા ઘરે આવી ગયો હતો. મમ્મી, તારા હાથનું ખાવાનું મળે ત્યારે મારી ભૂખ બહુ વધી જાય છે. માયાબેન હસી પડ્યા. એ બોલ્યા , આજે મારા દીકરાને ફુરસત કેમની મળી મારા હાથનું ખાવા આવવાની ? પેશન્ટ આજે ક્યાં ગયા ? આજે ઓછા પેશન્ટ લેવાનું કહયું હતું મે નેહા ને. જમી ને જલ્દી આરામ કરવો છે. બહુ થાક લાગ્યો છે મમ્મી. પ્રહરના માથા પર હાથ ફેરવવતા માયાબેન બોલ્યા. કેમ શુ થયુ બેટા ! કશુ કહ્યું કોઈએ તને ? અરે, ના મમ્મી કઈ જ નથી થયુ. બસ એમ જ થાક લાગ્યો. સારૂ બેટા જમી ને આરામ કર. પ્રહર જમી ને સુવા જતો રહયો. પ્રહર જેવી આંખ બંધ કરતો એને પ્રત્યંચાનો ચહેરો દેખાવા લાગતો. આજે રાઉન્ડ પર જવું નથી પ્રહર? એમ પૂછવા લાગ્યો. કોઈ પેશન્ટને ઓપરેશન પછી તકલીફ થઈ હશે તો. તમારે જાતે જવું પડે ને. લગ્નની પહેલી જ રાતે પ્રત્યંચાએ કહેલા વાક્યો એના કાનમા સંભળાવા લાગ્યા. પોતે હોસ્પિટલ જઈ એક વાર બધા એડમિટ પેશન્ટને જોઈ લેવા જોઈએ. ICU પેશન્ટને એક વાર જોઈ લેવા જોઈએ. પછી બીજા ડૉક્ટર સ્ટાફ અને નર્સ સંભાળશે. હાલ મારી ફરજ છે જોવાની. તરત ઉભો થઈ પ્રહર ફરી હોસ્પિટલ જવા રેડી થઈ ગયો. એનું મગજ ટેવાઈ ગયેલી સિસ્ટમ પ્રમાણે કામ કરી રહ્યું હતું. દિલ પ્રત્યંચાના વિચારોમા ખોવાયેલું હતું. નવગુજરાત કોલેજ જ્યાં પ્રહરના બેસ્ટફ્રેન્ડ અનુરાગે આંખોના ચેકઅપ માટેનો કેમ્પ રાખ્યો હતો. પ્રહર એની હેલ્પ માટે ગયો હતો. પ્રત્યંચા એ કોલેજમા છે. એ વાત પ્રહર ભૂલી ગયો હતો. પ્રહરને આવી નાની નાની વાત ભુલી જવાની આદત હતી.
બધા સ્ટુડન્ટ વારાફરતી પોતાના આંખના ચેકઅપ માટે આવતા હતા. અનુરાગના સ્ટાફનો એક ભાઈ બધાના નામ, નંબર અને ઘરનું એડ્રેસ લખતો હતો. જે પ્રહરની બાજુમા જ બેસેલો હતો. પ્રહરનું ધ્યાન અનુરાગને હેલ્પ કરવામા જ હતું. અચાનક એના કાને નામ સંભળાયું પ્રત્યંચા.. પૂરું નામ ? એ ભાઈએ પૂછ્યું. પ્રત્યંચા ફીયાઝ ખાન. નંબર અને એડ્રેસ બોલો. પ્રત્યંચા પોતાનો નંબર લખાવી એડ્રેસ બોલી. 45, ઘનશ્યામ બંગ્લોઝ, કિરણપાર્ક. ભીમજીપુરા. અમદાવાદ. પ્રહર પ્રત્યંચા સામે જોઈ રહયો.કિરણપાર્ક ઘનશ્યામ બંગ્લોઝ એટલે આ છોકરી ગરીબ નથી. કોઈ બહુ રૂપિયાવાળાની છોકરી છે. મતલબ એના પપ્પા ગરીબ નથી. પેલા દિવસે મને આવીને છેતરી ગઈ. એતો પોળમા રહું છુ એમ કહેતી હતી. મતલબ આ છોકરી જૂઠું બોલી. હાલ કઈ બોલી શકાય એમ નહોતું. અરે સર તમે ! પ્રહરને જોતા જ પ્રત્યંચા બોલી, તમે બહુ ભલા માણસ છો. એ દિવસે મારા પોળના લોકોની મદદ કરી. અને હવે કોલજમા આંખોનું ચેકઅપ ફ્રીમા. તમારા જેવા ડૉક્ટર બહુ ઓછા હોય. એમ કહી પ્રત્યંચા આગળ જતી રહી. પ્રહરને ગુસ્સો આવી રહયો હતો, એક વાર માટે એમ થયુ કે એને રોકી ને પૂછે એ ખોટું કેમ બોલી હતી. અનુરાગને એકલો મૂકી જવાશે નહી એમ વિચારી એ ત્યાં જ બેસી રહયો.
પ્રહરને એ રાતે પ્રત્યંચાના જ વિચાર આવી રહયા હતા. હવે એને લાગ્યું કે ફોન કરી પૂછી જ લઉ. એને પ્રત્યંચાને ફોન લગાવ્યો. ગુસ્સામા પ્રહરે કહયું તારા જેવી છોકરી મે જોઈ નથી. કેમ સર શુ થયુ ? મારી હોસ્પિટલમા ગરીબ બની આવી હતી પોળમા રહું એમ કહેતી હતી. અને આજે કોલેજમા કિરણપાર્કના સૌથી સારા બંગ્લોઝ, જેમાં કરોડપતિ લોકો રહે ત્યાનું એડ્રેસ લખાવે છે. એક મિનિટ સર, મે તમને ક્યારે કહયું હતું હું પોળમા રહું છુ? અને હું ગરીબ છુ એવું પણ ક્યારે કહયું હતું? તે કહયું નહોતું તે એ દિવસે તારી ઇમેજ જ એ રીતે ઉભી કરી હતી. અને તારી સાથે લાવનાર બધાની પણ. અરે, તમારી ભૂલ છે સર, મે ના એમ કહયું હતું હું ગરીબ છુ કે ના એ લોકો ગરીબ છે એમ. એ લોકો પણ મધ્યમ પરિવારના જ છે. પણ તમારી હોસ્પિટલમા એડ્રેસ જોઈને કોણ ગરીબ છે કે કોણ અમીર એ ફેંસલો લઈ લેવાય છે. અને એટલે એ વખતે તમે બધા ને ફ્રીમા ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કર્યુ. પણ તમે તમારા રેકોર્ડમા જોઈ લેજો. બધાની પુરી ફી ચૂકવાઈ ગઈ છે. અમારે તમારી ટ્રીટમેન્ટ જોઇતી હતી. ફ્રીમા કરી આપો એ નહોતું જોઈતું. પ્રહર આગળ કઈ બોલી ના શક્યો. પ્રહરે કશુ જ બોલ્યા વગર ફોન કટ કર્યો. પ્રત્યંચાને ગુસ્સો આવ્યો. એને નક્કી કર્યુ કાલ પ્રહરને મળીને કહી જ દેશે કે એમની હોસ્પિટલમા કયા ખોટા નિયમો છે. જેથી કરી પોતે આ રીતે પેશન્ટને લઈને આવી.
પ્રહરના ફોનની રિંગ વાગી રહી હતી. પ્રહરે ફોન ઉઠાવ્યો.. હેલો , બોલ પાખી ! પ્રહર, પ્રયાગ આવ્યા છે. અમે બહાર જમીને રીટર્ન થઈ રહયા છીએ. કાલ હું નહી મળવા આવી શકું તને. ઓકે પાખી.. ના આવતી. તુ પ્રયાગને તારા દિલની વાત કહી દે. આ વખતે તુ એને જવા ના દેતી. હા પ્રહર..હું ટ્રાય કરીશ. પ્રત્યંચા વિશે આપણે મળીને વાત કરીશુ. બાય... કહી પાખીએ ફોન કટ કર્યો.
પ્રત્યંચા પ્રહરને હોસ્પિટલની કઈ સચ્ચાઈ જણાવશે ? જાણો આવતા અંકે.