મરઘી ની વેદના Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરઘી ની વેદના

મરઘી ની વેદના

એકદિવસ અચાનક મે મારી આસપાસ સફેદ દીવાલ થી મને ઘેરાયેલું જોયું. મે તે સફેદ દીવાલ મારી ચાંચ મારી અને તે તૂટવા લાગ્યું હું સમજી ગયું કે તો મારો નવો જન્મ છે. મે પૃથ્વી પર મરઘી ના બચ્ચા તારી કે જન્મ લીધો છે. બાજુ માં મારી મા હતી તે મને ખૂબ વ્હાલ થી દાણા ખવડાવતી અને મારું ખૂબ ધ્યાન રાખતી હતી. અમે કોઈ મોટી વિશાળ જગ્યા પર હતા ત્યાં અમારા જેવા ઘણાબધા પરિવારો હતા. બધું ખૂબ સરસ ચાલતું હતું અમે અમારું બાળપણ ને આમ થી આમ દોડી ને એકબીજા સાથે રમી ને વિતાવી રહ્યા હતા.

સહસા કોઈ માણસ આવ્યો તેને અમારા બધા ની મમ્મી ને પકડવા માંડી અને તેમને એક પાંજરા માં પૂરી દીધી. અમે ખૂબ આક્રંદ કર્યું અમારી મમ્મીઓ પણ ખૂબ આક્રંદ કર્યું પણ અમારું સાંભળવા વાળું કોઈ ત્યાં હતું નહિ. અને તે રાક્ષસ અમારી માતા ને અમારા થી દુર લઇ ગયો અને પછી અમારી માતા ક્યારેય પાછી ના આવી. અમે દુઃખ પણ ભુલાવી ને અમારી નાની જીંદગી વિતાવતા ગયા અને હું પણ એક પુખ્ત વયની મરઘી બની ગઈ. મારે પણ અનેક બચ્ચા આવ્યા.

અંતે મારા શરીરે જવાબ આપી દિધો અને હું બચ્ચા આપવા ને લાયક ના રહી. ફરી થી પેલો રાક્ષસ આવ્યો અને તેણે મને પકડી લીધી. મારા પગ થી પકડી ને મને પણ પાંજરા માં ફેકી દીધી. લોખંડ ની પાંજરા ની જાળી મને ખૂબ વાગી, મે બૂમો પડી પણ કોઈ મને સંભાળવા વાળું ત્યાં હતું નહિ. અમને બધા મિત્રો ને ખચાખચ ભરી ને તે પીંજરા ને એક ગાડી પર ચડાવ્યું. અમારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો અને પૂરપાટ જળપે ચાલતા વાહન ને લીધે લોખંડ નું પિંજરું મને ખૂબ વાગતું હતું. શું થઈ રહ્યું હતું તે મને કશી ખબર હતી, અમને ક્યાં લઈ જાય છે તે પણ નથી ખબર.

અમારી મંજિલ આવી જાય છે અમને તે વ્યક્તિ કોઈ જગ્યા ઉતરે છે. ત્યાં થી નાની ગટર જેવી એક પાતળી જગ્યા માં થી લોહી ની ધારા વીતી હોય તેવું લાગતું હતું. તે માણસ અમને ત્યાં મૂકી ને થોડા પૈસા લઈ ને જતો રહે છે. હવે પેલો બીજો માણસ અમને એક જગ્યા બાજુ પર મૂકી દે છે. અમે સવાર થી આમ છીએ એકદમ ગીચ નાની જગ્યા માં અમે કશું ખાધું પણ નથી અને પીધું પણ નથી હવે મને ભૂખ અને તરસ લાગે છે. હું પેલા માણસ ને બૂમો પડી ને કહું છું પણ મને તે નથી સાંભળતો. આમ ને આમ આવી હાલત માં તે અમને બે દિવસ સુધી રાખે છે. હવે અમારા માં જરા પણ તાકાત રહી નથી બસ હવે તો અહી થી છૂટવાની રાહ જોવાની છેછૂટશું આમ ને આમ મારી જઈશું પણ ખબર નથી.

બે દિવસ ને બે રાત કાઢ્યા પછી સવાર પડે છે પેલો માણસ અમને ૧૦ કે ૧૨ મરઘી ને પગ થી પકડી ને લઇ જાય છે. અમને બાજુ માં મૂકી ને તે પોતાનો છરો સજાવે છે, અમારા માં ભાગવાની પણ તાકાત નથી રહી. હવે તે રાક્ષસ અમારા માં થી એક ને ઉપાડે છે અને તે જરા પણ દયા વગર દુષ્ટ માથા ને ધડ થી અલગ કરી નાખે છે. લોહી ની નદી વહે છે તાકાત હોવા છતાં દ્રશ્ય જોઈ ને હું ચીસો પડું છું પણ તે રાક્ષસ ને કઈ ફર્ક પડતો નથી. તે અમને એક પછી એક એમ કતલ કરતો જાય છે.હવે મારો વારો આવે છે મને ખૂબ બીક લાગે છે મારું હૃદય ખૂબ જડપ થી ધબકવા લાગે છે અને એક ઝાટકે અસહ્ય વેદના સાથે મારું માથું ધડ થી અલગ થઈ જાય છે.અને બહાર લોકો ની ભીડ લાગેલી હોય છે અમારા માંસ ને ખરીદવા માટે

હું માણસ ને સવાલ પૂછવા માગું છું , મે તમારું શું બગાડ્યું છે? શા માટે અમારી સાથે આવું વર્તન? મારા જીવ ની કોઈ કિંમત નથી? શું મને દર્દ નથી થતું? તમારા મોજ અને જીભ ના ચટાકા માટે ક્યાં સુધી અમને આવી ભયંકર મોત આપશો? અમે તો મૂંગા પક્ષી છીએ એટલે અમે અમારા હક માટે કોર્ટ માં નથી જઈ શકતા. માટે તમે તમારી મરજી થી આમ નિર્દયતપૂર્વક કતલ કરો છો. હું તમને શ્રાપ આપુ છું કે તમે પણ ૮૪ લાખ યોનિ માં થી પસાર થવાના છો ને..તો તમને પણ ઉપરવાળો વધારે માં વધારે મરઘી નો અવતાર આપે અને તમારા સ્વજનો ને હાથે તમે પણ કતલ થાવ.

જો ઈશ્વર મરઘી ને વાચા આપે તો તે મનુષ્ય ને કઠોર શબ્દો માં આટલું જરૂર થી કહેશે. હું મરઘી ની વેદના મેહસૂસ કરી શકું છું માટે તેને જે અનુભૂતિ થતી હશે તે હું મારા શબ્દો માં વર્ણવવાનો એક પ્રયાસ કરું છું. મિત્રો લેખ ને વધુ માં વધુ ફેલાવો જેથી કોઈ એક પણ વ્યક્તિ મરઘી ખાવાનું બંધ કરશે તો હું એમ સમજીશ કે મારો લેખ ખરેખર લેખે લાગ્યો અને મારા લેખ નાં લીધે અનેક નિર્દોષ મરઘી તથા અન્ય મૂંગા પ્રાણી ના જીવ બચશે.