“કૈલાશ પર્વત” : એક રહસ્ય Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“કૈલાશ પર્વત” : એક રહસ્ય


પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ઘણાબધા અસામાન્ય રહસ્યો થી ભરેલી છે. આમાંનું જ એક રહસ્ય છે કૈલાશ પર્વત”. હા કૈલાશ પર્વત એ ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. કૈલાશ પર્વત એટલે કે દેવાધી દેવ મહાદેવ નું નિવાસ સ્થાન. બધી જ પૌરાણિક કથાઓ માં કૈલાશ પર્વત ને મહાદેવ નું નિવાસસ્થાન માનવા માં આવે છે.માણેક સુવર્ણ જેવા અત્યંત કિંમતી ધાતુ તથા પત્થરો થી બનેલ આ કૈલાશ પર્વત સૂર્યોદય સમયે સુર્ય નું પ્રથમ કિરણ પુંજ તેના પર પડતાં ની સાથે જ સંપૂર્ણપણે સુવર્ણ નો બનેલો હોય તેવો ચમકી ઉઠે છે.

કૈલાશ પર્વતની ઊંચાઇ 6600 મીટરથી વધુની છે.જે દુનિયાના ઊંચા પર્વત પૈકીના એક માઉન્ટ એવરેસ્ટથી અંદાજે 2200 મીટર ઓછી છે. પરંતુ, માઉન્ટ એવરેસ્ટ પર્વત પર હજારો લોકો પર્વતારોહણ કરી આવ્યાં છે . પરંતુ, કૈલાશ પર્વત પર અત્યાર સુધી કોઇ ચડી શક્યું નથી . કૈલાશ પર્વત અને કૈલાશ વિસ્તાર વિશે તો દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે . એક વૈજ્ઞાનિકે એવું પણ કહ્યું છે કે , કૈલાશ પર્વત પર ચડવું અસંભવ છે . અને બીજી મહત્વ ની એક વાત કે કૈલાશ પર્વત ના શિખર પર ચારેય દિશા ઓ નું મિલન થાય છે જેથી કૈલાશ પર્વત ને પૃથ્વી નું સેન્ટર માનવા માં આવે છે.

કૈલાશ પર્વત ને ખૂબ જ પવિત્ર માનવા મા આવતો હોવાથી ઘણા સમય પહેલા થી જ તેના પર પર્વતારોહણ કરવા માટે સરકાર એ રોક લગાવી દીધી છે. પરંતુ તે પહેલાં જે લોકો એ આ રહસ્યમય પર્વત પર પર્વતારોહણ ના નિષ્ફળ પ્રયાસ કર્યા તે લોકો ના અનુભવ ની એક નાની રહસ્યમય ઘટના લખવા જઈ રહ્યો છું

વાતાવરણ અને તમામ પરિસ્થિતિ નો અંદાજો લગાવ્યા બાદ એક રશિયન પર્વતારોહી કૈલાશ પર્વત ચડવાની તૈયારી કરે છે. બધી જ પરિસ્થિતિ કાબૂ મા હોય છે પર્વતારોહી મન થી મક્કમતા પૂર્વક દ્રઢ નિશ્ચય સાથે ચઢાણ કરવા માટે સજ્જ થાય છે. પરંતુ અચાનક જ તેને શરીર માં થોડી નિર્બળતા લાગવા લાગે છે. પોતાના કરેલા દ્રઢ નિશ્ચય પર પોતાને જ શંકા થવા લાગે છે. ખૂબ જ સાહસિક પર્વતારોહી નું મનોબળ અચાનક જ જવાબ આપી દે છે અને હૃદય ના ધબકારા ખૂબ જ વધવા લાગે છે. અંતે પર્વતારોહી પોતાનો વિચાર બદલી દે છે અને પર્વતારોહણ ન કરવાનું નક્કી કરે છે. અને બસ પછી શું પર્વતારોહણ ન કરવા ના વિચાર માત્ર થી તે એકદમ સ્વસ્થ થઈ જાય છે.

આવી જ રીતે બીજી એક ટીમ પણ આ રહસ્યમય પર્વત ને જીતવા ગઈ હોય છે. પરંતુ તે લોકો ને પણ નિષ્ફળતા સિવાય કશું જ હાથ લાગતું નથી. તે લોકો નો અનુભવ એવું કહે છે કે જ્યારે જ્યારે તે લોકો મન થી સજ્જ થઈ ને પર્વતારોહણ માટે નીકળે છે કે તરત જ તોફાની પવન ફુકાવો, બરફ નું તોફાન, ભૂસ્ખલન વગેરે જેવી ઘટના ઘટવા લાગતી હતી. પણ ખૂબ મહત્વ ની વાત એ હતી કે જ્યારે પણ તે લોકો પાછા ખસી જાય ત્યારે આ તોફાન બંધ થઈ ને વાતાવરણ એકદમ સામાન્ય થઈ જતું હતું.

કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી તેમજ કોઈ પણ વિમાન કે હેલિકોપ્ટર જેવા અત્યાધુનિક સાધનો ની મદદ થી પણ કોઈ ત્યાં પહોંચી શક્યું નથી. હવે આ લોકો ને પર્વતારોહણ કરતા રોકતી કઈ અદૃશ્ય શક્તિ હશે? શું ભગવાન શંકર હજુ પણ કૈલાશ પર્વત પર રહી ને તપસ્યા કરતા હશે અને તે જ આ તુચ્છ કાળા માથા ના પાપી મનુષ્ય ને ત્યાં આવવા નહિ દેતા હોય? ઘણા બધા રહસ્યમય સવાલો છે. પરંતુ જવાબ માત્ર એક જ મળે કે પૃથ્વી પર ની તેમજ આપણી સંસ્કૃતિ ની અમુક વસ્તુ ઓ મનુષ્ય ની સમજણ શક્તિ થી બહાર છે.

***********