સોફ્ટ રોમેન્ટિક ડીમ ગુલાબી લાઈટ હતી અને રૂમ ની ચાદર સફેદ હતી.
મંદ અને મધુર સંગીત ની પાંખી હાજરી હતી,
ના, આ તેની મધુરજની ન હતી, આ તો તકદીર અને પૈસા ની અનોખી લડત હતી.
રૂમ માં લવંડર સેન્ટ ની માદક મહેક હતી, હા, તે પુરુષ તેનો પતિ ન હોવા છતાં પણ તેણે પત્ની ની ભૂમિકા ભજવવાની હતી.
તેના શરીર પર નો દરેક ધક્કો તેની આત્મા પર થતા પ્રહાર ની અકથીત વેદના હતી, પરંતુ તેને માણવા વાળા ને તો માત્ર તેના શરીર થી જ નિસ્બત હતી.
તેના પિતા બીમાર હતા અને વૃદ્ધ માતા ને વિવશતા એ ઘેરી હતી.
પરંતુ જાનવર જેવા તેના ગ્રાહક ને ઉત્તેજિત અને સંતોષકારક કામ ની તેની પાસે થી મનઃ અપેક્ષાઓ હતી.
મોહક અને માદક તેની બાહ્ય સૌમ્યતા વગર તેની જિંદગી અધૂરી હતી.
મદિરા ની મહેફિલો અને મિજબાની ઓ બાદ તેના દેહ ને પિંખવાની ફરજ હતી, કારણ માત્ર એટલું હતું કે તેને પૈસા ની જરૂર હતી.
આ ફરજ નિભાવતા તે પોતાની આંતરિક સુંદરતા ને પણ ભૂલી હતી.
દલાલો ની દાદાગીરી અને ગીધ જેવા ગ્રાહકો ની ક્રૂરતા રૂપી મહેરબાની થકી, અસહ્ય શરીર ના દુખાવા છતાં તેણે કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી.
એક સામાન્ય સ્ત્રી ની જેમ તેનું સપનું તો માત્ર લાલ ઘરચોળું અને સિંદૂર હતું, પણ તેને પ્રેમ થી વંચિત રાખવા ના લેખ એ વિધાતા ની ક્રૂરતા ની નિશાની હતી.
એક છોકરી તરીકે તે પણ ડાર્ક ચોકલેટ ઝંખતી હતી.
પરંતુ દર વખતે તેને કોઈ નવા અને અજાણ્યા વ્યક્તિ સાથે સહશયન કરવાની ફરજ બજાવવાની હતી.
દર વખતે થતાં આ અત્યાચાર અને સંભોગ થી તેની જવાની સાથે તેની આત્મા પણ ચૂથાતી હતી.
દરેક સંબંધ રૂપી સંઘર્ષ બાદ તે પોતાને મનોમન સાંત્વના આપતી હતી,
' મારી આત્મા ના બળાત્કાર ના ભોગે કોઈ નિર્દોષ નો બળાત્કાર થતાં હું અટકાવતી હતી ' આવો નકામો ગર્વ તે જાતે જ પોતાની માટે લેતી હતી.
તે સમાજ ની નજર માં બદનામ ગલી ઓ માં એક "વેશ્યાં" તરીકે ઓળખાતી હતી.
આઘાતજનક વાત તો એ હતી કે સમાજ ની દ્રષ્ટિ એ આ ગલી ઓ બદનામ હતી છતાં પણ તે વેચાતી હતી.
***
નમસ્કાર મિત્રો,
કોઈ આત્મકથા ને કાવ્ય સ્વરૂપે લખવાનો આ મારો પ્રથમ પ્રયત્ન છે. આમ તો હું કોઈ દિવસ કાવ્ય રચના કરતો નથી પરંતુ આ પ્રથમ પ્રયાસ છે. જો આ લખાણ માં કોઈ વ્યાકરણ કે પ્રાસ ની કે વગેરે કોઈ પણ ભૂલ હોય તો મને જણાવવા વિનંતી. હું તે ભૂલ ને અવશ્ય દૂર કરવાનો પ્રયત્ન કરીશ. મારી અજાણતા થતી ભૂલ માટે હું માફી માગુ છું.
આ વિષય એવો છે કે લોકો સામાન્ય રીતે આ વિશે લખતા નથી. મારા મત મુજબ આ પણ આપણા સમાજ ની એક કડવી વાસ્તવિકતા જ છે. ઘણી સ્ત્રીઓ ને પોતાની ઈચ્છા ન હોય છતાં પણ દેહવ્યાપાર ના ગંદા ધંધા માં ધકેલી દેવામાં આવે છે. અમુક છોકરીઓ તો પરિપક્વ થાય તે પહેલાં જ આ ગટર માં ધકેલી મૂકવા માં આવે છે. બિચારી નિર્દોષ છોકરીઓ પોતાની મરજી ન હોવા છતાં સામાજિક પશુઓ નો શિકાર બની ને પિંખાતી રહે છે. બસ હવે લખવા મટે શબ્દો નથી, હું અહી જ મારી આ રચના ને વિરામ આપું છું.
વાંચક મિત્રો ને વિનંતી છે કે આ રચના વાંચી ને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી. આપને કોઈ ખામી દેખાય તો કૉમેન્ટ માં અવશ્ય જણાવજો જેથી હું તેમાં સુધારો કરી શકું.
આભાર