મનમેળ - 3 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મનમેળ - 3

મેઘ આખી રાત જાગ્યો હોવાથી સવારે નવ વાગતા તેની આંખ ખુલી ... તરત યાદ આવ્યુ કે તુલસી સવારે જવાની હતી... એ ખાટલામાંથી સફાળો ઉભો થઈ... નીચે દોડ્યો... ઘરમાં કોઈ દેખાયુ નહીં એ બહાર ગયો ..ત્યાં મોહિની વાસણ ઘસતી હતી .. તેની જોડે જઈ તે ઉભો રહ્યોને આડી અવળી વાતો કરવા લાગ્યો..વાતો વાતો માં એને જાણવા મળી ગયુ કે તુલસીને મહેમાનો બધા સવારે વહેલા જ નીકળી ગયા....😞 મેઘ મનમાં દુ:ખી થતા થતા નાહી ધોઈ તૈયાર થઈ ગયો. એકલુ રહેવાનું મન થતા એ ખેતરમાં જવા નીકળ્યો..
" તુલસી મારા વિશે કેટલુ ખોટુ વિચારતી હશે..?હું દૂરથી પણ એને વિદાય આપવા પણ ના ગયો...કદાચ એ એવુ ના માની લે કે હું એને પસંદ જ નથી કરતો... 😱 ના.... ના... એવુ થશે તો હું બીજે ક્યાય મેરેજ નઈ કરુ.... ,તું બઉંજ ખાસ છે, તુલસી મારા માટે... ,... હું શું કરુ એને મનાવવા.. ફોન નો જવાબ નથી આપતી... મેસેજનો પણ નઈ...😞 કાલે રાત સુધી હા' ,ના ' નો જવાબ આવી જશે... ત્યાં સુધી સમય જ નઈ જાય... એક વાર ફરી ફોન કરુ... ? એમ વિચારી એણે તુલસીને ફોન કર્યો.. બે -ત્રણ રીંગ વાગીને જમનાએ ફોન ઉપાડ્યો... (એ તુલસીના ફોનમાં ગેમ રમતી ટાઈમ પાસ કરતી હતી )એને ખબર પડતા તરત એણે ફોન તુલસીને આપ્યો.. અને બીજી સીટમાં જઈ બેસી ગઈ.. તુલસી એ મજબૂરીમાં ફોન પર હસતા મોંએ હલ્લો... કહ્યું..
તુલસી નો અવાજ સાંભળી મેઘના જીવને થોડી શાંતિ થઈ..
" હેલ્લો... હું.. મેઘ.. " મેઘ.
" નામ એડ્ જ શે.. " તુલસી.
" મેં મેસેજ ને કોલ કર્યા હતાં... તમે જવાબ ન આપ્યો.."
" અમે અભણ સીએ એટલે નો આવડે..."
" મને ખબર છે , તમે ભણેલા છો.. આમ ના બોલશો... "
" તમારા જેટલી હોંશિયાર નથી એટલે અભણ જ શું ?"
" માફ કરીદો... પ્લીસ..."
" ભૂલ મારી સે વિશ્વાસ બધા પર કરી લઉં શું તમારો વાંક જ નહીં..."
"ના.... પ્લીસ.."
" મને ખબર સે રાત થી અતાર સુધી તમે એ જાણવા ફોન કર્યા કે હું હા, કઈશ કે ના,.....તમે ચિંતા નો કરશો... હું હા , જ કઈશ... પણ મારા ભાઈની ખુશી માટે....તમારા મન થોડીએ લાગણી હોત તો... અમે તઈ થી નીકળ્યા ત્યારે તમે આયા હોત વળાવા.... દૂરથી તો દૂરથી..."
" એવું નથી તમે... આવુ ના વિચારશો.. "
" તમે ભણેલાસો.. સીટીમાં રેલા સો કોઈ ભણેલી તમારા લાયક કોઈ ગમતી હોય તમને તોઈ મને વાંધો નથી..."
" તમે આવુ કેમ વિચારો.... પણ.."
" તમે અમારે ત્યાં મારામાં ખામી ગોતવા આયાતા... મળી નઈ.. નઈ તો તમે ના પાડી દિધી હો...ત.. કદાચ તમે... ઘરમાં કંઈ ન શક્યા ... પણ તમ ચિંતા ના કરશો તમ લગન પસી એ આઝાદ જ રેશો હું કોઈ હક્ક નઈ જતાઉ... તમારા ઉપર.."(તુલસીને બોલતા બોલતા ડૂમો ભરાઈ ગયો.. ")મેઘ કંઈ બોલે એ પેલા એણે ફોન કાપી દિધો..
મેઘ ને એ જાણી હાશ થઈ કે તુલસી ના નઈ પાડે... લગન પછી પોતે એટલો પ્રેમ આપશે કે...તુલસી આ બધી વાતો ભૂલી જશે.. પોતે ધીમે ધીમે એને મનાવી લેશે... એમ વિચારતા વિચારતા એ ખુશ થઈ ગયો..
તુલસી બારી બાર જોઈ કોઈ જુએના એ રીતે આંશુ વહાવતી રહીને ..એમજ થોડીવાર પછી સૂઈ ગઈ..
* * * *

લાંબી મુસાફરી પછી થાકેલી તુલસી ઘરે પહોંચતા જ રાતે જમ્યા વિના જ સૂઈ ગઈ...બીજા દિવસે પણ થોડી મોડી ઉઠી... નાહી તૈયાર થઈ રોજના કામમાં લાગી ગઈ... થેલા ખાલી કરતા મોહિનીએ આપેલી ગિફ્ટ હાથમાં આવી.. એના મનની કૂણી લાગણીઓ ઉપસી આવી... મેઘ ક્યારે મારી માટે ... કંઈક ખાસ કરશે... લાગતું... નથી..😞 એ ગિફ્ટ લઈ એના ભાઈના રુમમાં મૂકી આવી...(ભાઈ જોસે તો સમજી જશે.... ) પાછીએ ઘરના કામમાં ખોવાઈ ગઈ...
સમય આમ જ વિતવા લાગ્યો ... તુલસીએ સંબંધ સ્વિકારી 'હા', કહી દિધુ. મેઘ સાથે કોઈ કોઈ વાર એમ જ વાતો કરી લેતી ... એમાં મેઘ જ ફોન કરતો.. તુલસી ક્યારેય પહેલ ન કરતી.. સગાઈ થયે ત્રણ મહિના થઈ ગયા પણ બન્ને મલ્યા ન હતાં. મેઘ એ બે ત્રણવાર મળવા માટે વાત કરી હતી પણ તુલસી કંઈને કંઈ બહાનુ કાઢી ટાળતી હતી.
એક દિવસ મેઘ અચાનક સવાર સવારમાં તુલસીના ઘરે આવી ગયો. બધાને મળ્યો... ચા નાસ્તો કરી શાંતિથી તુલસી ના પપ્પા સાથે બેઠો.. બન્ને વાતે વળ્યા... તુલસી એના કામમાં જ પરોવાયેલી રહી... ઘડી ઘડી મેઘ સામે જોઈ લેતી..
તુલસીના પપ્પાને મેઘ બહાર ઓસરીમાં બેસી વાતે વળ્યા..
" બાપા... મારા બાપા તમને ફોન કરવાના હતા... પણ મેં જ ના પાડી કે હું જાતે જ જઈ વાત કરી લઉં.."મેઘ..
" એ... હારુ કર્યુ હગુ કર્યા પસી તમ પેલી વાર આયા... તે બે દિ રોકાઈ ને જાજો.. " (તુલસીના પપ્પા) અરજણ ભાઈ
" ના... બાપા તમ રજા આલો તો તુલસીને ભીમા ભાઈને બે દિ ' માટે લેવા આવ્યો હતો.."
" મને કાંઈ વાંધો નથ ... પણ આમ અચાનક કાંઈ તકલીફ જેવુ તો નથ ને.. "



" ના.... ના... બાપા... હું આયથી નીકળ્યો તો ગાડી લઈને એક કામથી.. અન મારા માસીના ઘેર એમના છોડી છોકરાના લગન સે એમને અચાનક જ ભીમા ભાઈને તુલસી પણ લાવવા કિધુ... એટલે હું કામથી આવ્યો તો વિચાર્યુ... તમને પૂછી બન્ને ને હારે લેતો જાવ.."
" જાવ ... જમીને શાંતિથી નીકળ જો બેટા... મારે ખેતરમાં થોડુ કામસે એટલે.. જાવુ જરુરીસે મું ઘરમાં કેતો જાવ.. "
" હા... બાપા ભલે... જય માતાજી.. "
" જય માતાજી...🙏 બટા..."
અરજણ ભાઈ ઘરમાં જઈ તુલસીની મમ્મીને બધી વાત કરી ખેતરમાં જવા નીકળ્યા... મેઘ એકલો ઓસરીમાં બેસી રહ્યો...ભીમો પણ ઘરે ન્હતો એટલે એ કંટાડી ખાટલા આડો પડ્યો..
ક્રમશ: