Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૭ )

ફ્લેશબેક

પાછળના પગમાં આપણે જોયું કે મહેન્દ્રભાઈ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફરી પોતાના બાળપણનું સપના જોવે છે કે જેમાં એનો બાપ એનિમા નું ગળુ દબાવી રહ્યો હોય છે અને ઝબકીને જાગી જાય છે આ જોઈએ સોમચંદ એને પૂછે છે અને પોતાની સાથે બાળપણમાં બનેલા સ્વપ્ન અને પેલા મંદિરના ભોંયતળિયે બનેલી ઘટના વાળા સપનામાં સંદેશ વ્યક્ત કરે છે કરમચંદ લાખો કુમાર ને મેસેજ કરીને મુખી પર નજર રાખવાનું કહે છે . રાઘવકુમાર બોસ્કો વિશે મુખીને પૂછપરછ કરે છે પરંતુ જવાબ ન આપતા ઝાલા ના પાછા આવવાની રાહ જુએ છે . હવે આગળ ....

ભાગ ૨૬ છેલ્લો ફકરો ....


[તા:-૨૨ સમય ૨:૩૦ બપોર] ઝાલા હવે સીધા પેલા પત્ર મેળવનારના સરનામે પહોંચ્યા હતા . ઝાલા ત્યાં કોઈ વ્યક્તિ મળશે જેને મુખીએ સંભવિત રીતે આ પત્ર 'બોસ્કો'નામે લખ્યો હતો એવી ધારણામાં હતા . પરંતુ તે સરનામે પહોંચી ઝાલા એક સેકેન્ડ માટે સ્તબ્ધ થઈ ગયા ,કારણ કે એ સરનામું ૨૦મી સદીની મધ્યમાં બાંધવામાં આવેલા કોઈ વેરાન બની ગયેલા વિશાળ મકાનનું હતું જેના બહારના માળખા પર લાકડાનું સુંદર નકશીકામ થયેલું હતું , બહારથી આખું જ મકાન લાકડાનું બનાવેલું લાગતું હતું પણ ધ્યાનથી જોતા માલુમ પડતું હતું કે એ મકાનમાં ઈંટના બદલે મોટા પથ્થરો અને સિમેન્ટને બદલે ચુનાથી ચણતર થયું હતું . આગળની પરસાદમાં ખૂબ વધારે ઘાસ અને વેલાઓ ઉગી નીકળ્યા હતા અને સૂકા પાંદડાની એક ચાદર પથરાઈ ગયેલી હતી . આ સ્થળ કોઈ માણસ કરતા કોઈ પક્ષીઓ માટે વધારે આરામદાયક બની ગયું હતું . આગળનો ભાગ કોઈ વખતે ભવ્ય બગીચો હશે એમ લાગતું હતું . ઝાલા આ જોઈને નિરાશ થઈ ગયા . એમને વિચાર્યું હતું કે ત્યાં કોઈ માણસ મળશે જેને પકડીને બે કાન નીચે આપીને હકીકત બહાર કઢાવી લેશે , પરંતુ માહિતીની વાત તો દૂર અહીંયા કોઈ માણસ પણ મળ્યું નહોતું .ઝાલા નિરાશ થઈને પાછળ જતા હતા ત્યાં એમની નજર ઝાંપા પર લટકાવેલા લેટરબોક્સ પર પડી . આખો દરવાજો ભેજ વરસાદ અમે તડકાને લીધે કટાઈ ગયો હતો પરંતુ એ બોક્સ પ્રમાણમાં નવું હતું , હજી એની સપાટી કૈક અંશે ચળકતી હતી . એનો મતલબ આ બોક્સ પહેલેથી હાજર નહતું ,પરંતુ કોઈ એ પછી થી લટકાવેલું હતું . એ બોક્સની એકદમ નીચે કૈક લખેલું હતું . ઝાલાએ એ ભાગ સાફ કર્યો નીચે મકાનનું અને એના માલિકનું નામ લખેલું હતું

' સુન્દરમ .... રમેશચંદ્ર ત્રિવેદી " આટલું વાંચી લેટર બોક્સ ચેક કર્યું પરંતુ અંદર કોઈ કાગળ કે પત્ર ના મળતા સીધા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા .

[તા:-૨૨ બપોરે ૩:૦૦ વાગ્યા ]દિલ્હીથી ટ્રેન નીકળી હાલ હરિદ્વાર પહોંચવા આવી હતી . દૂરદૂર દેખાતા પર્વતો હવે એકદમ નજીક દેખાઈ રહ્યા હતા , કોઈ કોઈ વાર ટ્રેન માઁ ગંગાની એકદમ નજીકથી પસાર થતી ત્યારે માઁ ગંગા જાણે પોતાની વિશાળ ગોદમાં સૌને સમાવી લેવા તત્પર હોય એવું લાગતું હતું એની આજુબાજુમાં કાંપના વિશાળ મેદાનો , દૂર-દૂર સુધી ફેલાયેલો ઘાસના સમથળ મેદાનો અને બારે માસ લહેરાતા ખેતરો વાતાવરણને હરિયાળું અને ખુશનુમા બનાવતા હતા .બપોરે ૩ વાગવા આવ્યા હતા અને ટ્રેન હરિદ્વાર પહોંચવા આવી હતી .

હરિદ્વારથી બીજા વીસેક કિલોમીટર આગળ ઋષિકેશનું સ્ટેશન હતું જ્યાંથી આગળ બસ દ્વારા અથવા કોઈ ટેક્સી દ્વારા જવાનું હતું . આગળની મુસાફરી શરૂ કરતા પહેલા એક બીજું મહત્વપૂર્ણ કામ પતાવવાનું હતું ,જે હતું સ્વાતિના સપનાનું તથ્ય જાણવાનું હતું . સ્વાતિના સપના અનુસાર લક્ષ્મણઝુલા પાસે કોઈ માણસને મળવાનું હતું જે આગળ જવામાં મદદ કરવાનો હતો . અડધા કલાકમાં ટ્રેન હરિદ્વાર વટાવી ઋષિકેશ પહોંચી ગઈ હતી ત્યારે સમય ૩:૩૬ થયો હતો . રેલવે સ્ટેશનથી આ સ્થળ લગભગ ૬ કિલોમીટર જેટલું દૂર હતું તેથી સ્ટેશનથી બહાર નીકળી સોમચંદ રીક્ષા કે અન્ય વાહન ગોતવા બહાર ગયા . ક્રિષ્નાને સ્વાતિનું ધ્યાન રાખવા જણાવ્યું પરંતુ એનું ધ્યાન બીજે ક્યાંક જ હતું . જાણે ક્રિષ્ના આ સ્થળ જોઈને કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો હતો , કદાચ એ કશુક યાદ કરવાની કોશિશ કરી રહ્યો હોય એમ લાગતું હતું . આ સ્થળ સાથે ઊંડો સંબંધ હોય એમ લાગતું હતું .

થોડી ક્ષણો એમજ વીતી , હજી ક્રિષ્ના જળ બનીને આજુબાજુ નજર દોડાવી રહ્યો હતો , જ્યારે સ્વાતિ ક્રિષ્નાના આ બદલાયેલા સ્વભાવથી થોડી ડરી ગઈ હોય એવું લાગતું હતું તેથી મહેન્દ્રરાયનો હાથ જકડીને રાખ્યો હતો . મહેન્દ્રરાયની નજર થોડીવાર આ ક્રિષ્ના તરફ અને થોડીવાર સામેના રસ્તા પર પડતી જ્યાં સોમચંદ રીક્ષા ગોતવા ગયા હતા . સામેથી એક રીક્ષા પસાર થઈ જેના પર ત્યાંની લોકલ ભાષામાં કૈક લખેલું હતું આ વાંચી અચાનક શુ થયું કે ક્રિષ્ના દોડવા લાગ્યો અને એનો પીછો કરવા લાગ્યો . આગળ રીક્ષા પાછળ ક્રિષ્ના હતો અને હવે ક્રિષ્ના પાછળ મહેન્દ્રરાય બુમો પાડતો પાડતો ભાગી રહ્યો હતો .

" ક્રિષ્ના ...કહા ભાગ રહા હૈ ....ખડા રહે.... મેં કહેતા હું રૂક જા ...." મહેન્દ્રરાય લગભગ પાંચેક મિનિટ એની પાછળ દોડ્યા પરંતુ રીક્ષા ભીડમાંથી પસાર થતા ક્રિષ્ના ભીડમાં ગાયબ થઈ ગયો . મહેન્દ્રરાય નિરાશ થઈને પાછા આવી રહ્યા હતા , ત્યાં રસ્તામાં સોમચંદ કોઈ સાથે વાત કરી રહ્યા હતા . એક દાઢી વાળો માણસ સોમચંદ સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે કોઈ અત્યંત ગંભીર વાત થઈ રહી હોય .

" આ ચહેરો....? આ દાઢી વાળા ચહેરાને ક્યાંકતો જોયો છે ..... પરંતુ ક્યાં...ક્યાં .....?? " મહેન્દ્રરાય પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો હતો એ બંનેની વાત ખતમ થઈ રહી હોય એવું લાગતા મહેન્દ્રરાય ઝડપથી સ્વાતિ પાસે આવીને ઉભા રહી ગયો . થોડી જ વારમાં એક ગાડી નજીક આવી એમાં આગળનો કાચ ખોલી સોમચંદ બોલ્યા

" આવો ..બેસી જાવ ....." અને ક્રિષ્ના સાથે નથી એ જણાતા પૂછ્યું " ક્રિષ્ના ક્યાં ગયો ...??"

" એમાં એવું થયુંને કે એક રીક્ષા આવી એના પર લખેલા શબ્દો વાંચીને એની પાછળ ભાગી ગયો ...મેં પાછળ ભાગીને એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ...." મહેન્દ્રરાયે કહ્યું

" પણ એ ભાગી ગયો સાચુંને ......? "

"હા..."

"એક કામ સરખી રીતે નથી કરી શકતા ..." સોમચંદ રીતસર તાળુંકી ઉઠ્યા અને કહ્યું " બેસો ...પહેલા ત્યાં લક્ષ્મણઝુલા જઇ આવીયે .."

સ્વાતિ અને મહેન્દ્રરાય પોતાની સાથે રહેલા સામાનને ગાડીમાં મૂકીને અંદર બેસી ગયા . અંદર બેસતા જ મહેન્દ્રરાયને બીજો ઝટકો પડ્યો , ગાડીનો ડ્રાઈવર પેલો દાઢી વાળો માણસ જ હતો જેની સાથે મહેન્દ્રરાય હમણાં વાત કરી રહ્યા હતા અને મહેન્દ્રરાયના મતે એને ક્યાંક જોયેલો હતો . પરંતુ મહેન્દ્રરાય ચુપચાપ બેસીને એ ચહેરાને યાદ કરી રહ્યો હતો . મહેન્દ્રરાયના મગજમાં તરત આ ચહેરો યાદ આવ્યો , આ કાલ સ્ટેશન વાળો ભીખારો લાગતો હતો જેને સ્વાતિએ ૧૦ રૂપિયાની નોટ આપેલી અને પાછી આપીને જતો રહ્યો હતો. કોણ હતો એ દાઢી વાળો માણસ..!?

હવે ગાડી ગંગા નદીને પાર કરવા માટે બનાવાયેલ વિશાળ લક્ષ્મણઝુલા પાસે આવીને ઉભી રહી .ત્રણે જણાએ લક્ષ્મણઝુલા તરફ ચાલવાનું શરૂ કર્યું . ધીમેધીમે કદમ આગળ વધી રહ્યા હતા , દરેક પગલાં સાથે ધડકનો તેજ થતી જતી હતી અને આગળ શુ થશે ...? ખરેખર આ પુલ પર કોઈ મળશે કે કેમ ...!? ત્રણેયને આ વિચાર કોરી ખાતો હતો .


( ક્રમશ )

ઝાલા મોસકોના સરનામે પહોંચતા મળેલ ખંડેરના સરનામે મુખી કોને પત્ર લખતા હશે ...!?

બાબુડો ઋષિકેશ કોઈ રીક્ષા પર લખેલા લખાણને વાંચીને એની પાછળ ભાગે છે અને ગાયબ થઈ જાય છે . એને એવું તો શું વાંચ્યું કે જે વાંચી બાબુ એની પાછળ ભાગવા લાગ્યો એ ક્યાં ગાયબ થઈ ગઈ હશે બસ ટૂંક સમયમાં જ ખબર પડી જશે જાણવા માટે વાંચતા રહો ભાગ ૨૮

આટલા ટૂંકા ભાગ માટે માફી ચાહું છું , પરંતુ આગળના પ્રકરણમાં એક ખૂબ મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાનો છે જેના માટે આ જરૂરી હતું .

અભિપ્રાયો આવકાર્ય છે. રેટિંગ ચોક્કસ આપજો કારણ કે ઉગતા લેખકો માટે રેટિંગ દીપકના ઘી સમાન હોય છે . જેમ ઘી દિપક ને સતત પ્રકાશવા માટે મદદ કરે છે એમ તમે રેટિંગ મને પ્રકાશવામાં મદદ કરે છે .