Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૮ )

ફ્લેશબેક

ભાગ ૨૭ માં આપડે જોયું કે ઝાલા બોસકોના સરનામે જતા એક ખંડેર મકાન મળે છે . અને આ જોઈ ઝાલા પોલીસ સ્ટેશન જતા રહે છે . બીજી તરફ ઋષિકેશમાં બાબુ કોઈ રિક્ષા પાછળ લખેલા લખાણ જોઈને એની પાછળ ભાગી જાય છે અને ક્યાં ગાયબ થઈ જાય છે પછી બાકીના માણસો સ્વાતિના સત્યનું તથ્યો જાણવા લક્ષ્મણજુલા તરફ જાય છે હવે આગળ...

ભાગ ૨૮ શરૂ ...


[તા:-૨૨ સમય ૩:૦૦ બપોરના] ઝાલા સાહેબ પેલા પત્ર લખનારના સરનામે કંઈ ન મળતા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા . પોલીસ સ્ટેશને બધા ઝાલાને ઓળખતા તેથી પોલીસ સ્ટેશન આવતા જ સૌએ અભિવાદન કર્યું


" જય હિન્દ સાહેબ ... કેમ છો સાહેબ..... ? રાઘવકુમાર સાહેબ અંદર છે સાહેબ.... "


" જય હિન્દ રતનસિંહ . આ મકાન કોનું છે , એનો દાવેદાર કોણ છે ...? હાલ એના માલિક ક્યાં છે બધી જ માહિતી મને હમણાં જ આપો . અને આ 'રમેશ ત્રિવેદી ' કોણ છે એ પણ જણાવો " પેલા પત્ર પરનું સરનામું બતાવતા કહ્યું


" જી સાહેબ , હમણાં જ માહિતી પહોંચાડું છું " રતનસિંહે પેલું સરનામું લખતા કહ્યું


મુખી હજી પોતાની જાતને તંદુરસ્ત દેખાડવાનો અંતિમ પ્રયત્ન કરતા હતા અને રાઘવકુમાર સાથે એવી રીતે વાતચીત કરી રહ્યા હતા જાણે કશુ બન્યું જ નથી . મુખી પાસે ટેબલ પર ચાનો ખાલી કપ અને બિસ્કિટની ખાલી ડીશ પડી હતી . કોઈ ગુનેગાર અથવા શંકાસ્પદ ગુનેગારને આવી સવલતો ભાગ્યે જ મળતી. ઝાલા મુખીના બાજુના ટેબલ પર આવીને બેસી ગયા અને સીધો પેલા પત્ર દ્વારા પોતે તારવેલો સંદેશો પૃષ્ટિ કરવા માટે બોલી ગયા .

' તેમને ખબર પડી ગઈ , ચેતજો '

"આ કોને ચેતવણી આપી હતી તમેં...? આ બોસ્કો છે કોણ જેને તમે પત્ર લખ્યો ..? " ઝાલાએ શરૂઆત કરી . અત્યાર સુધી શાંત બેઠેલા મુખીને આ સાંભળી કપાળ પર પરસેવાના બુંદો દેખાવા લાગ્યા આ જોઈને ઝાલાએ વ્યંગમાં કહ્યું


" હજી બીજી ચા મંગાવું કે સીધું મોઢું ખોલશો....? તમારો ભાંડો ફૂટ્યો સમજો .."


" અરે...અરે... મન કોઈ ખબર નહ ચીની વાત કરો છ ... " મુખીએ પોતાનો બચાવ કરતા કહ્યું


ઝાલાએ પોતાની પાસે રહેલા પત્રની કોપી કાઢી મુખી તરફ ફેંકતા કહ્યું


" તો એટલા ટેકનોલોજીના યુગ માં આ પત્ર કોને લખ્યો તમે ....? લખ્યોતો ઠીક પણ પત્રનો મતલબ શુ ...? અને આ બોસ્કો કોણ છે ....? જેને તમે અવારનવાર આવા મતલબ વગરના પત્રો લખો છો " ઝાલાએ ઉલટ તપાસ કરવા જાણી જોઈને 'અવારનવાર' શબ્દ વાપર્યો . પરંતુ પત્ર જોઈને પોતાનો ભાંડો ફૂટી ગયો છે એવો ભય લાગતા મુખી અટકતા અટકાતા બોલ્યા


" ઇ...ઇતો.....ઇતો.....ઓલા લાલીયાને... હા ...ઓલા લાલીયાને હમજાવતો તો કી પત્ર કીમ લખાય .... બોસ્કો તો મેં.....મેં ઇમનામાં લખી નાંખેલું ...."


" એમ...!!? "


" હા સાઇબ..... ઇજ તો કવ છ ..." મુખીએ પરાણે હસવાનો પ્રયત્ન કરી વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો


" એ મુખીડા.....છેલ્લી વાર પૂછું છું .... આ બધી ધમાલ શુ છૅ ...? એ રાત્રે બનેલી ઘટનાઓ શુ છે ...? જેને આટલી આટીઘૂંટી સર્જી છે , કહી દે બાકી મારાથી ખરાબ કોઈ નહિ થાય હો...હા.. " ઝાલાનો પારો ઉપર ચડી રહ્યો હતો .


" સાઇબ કવ તો છવ ... ઇના વાતનું હું કોંઈ નથ જાણતો . પત્રતો મેં ઇમજ લખાયેલો ઓલા લાલીયા પાહે..." હવે ઝાલાનો ગુસ્સો સાતમા આસમાને હતો . રાઘવકુમાર જેમ શાંતિથી કામ લેવું એ ઝાલાના નિયમ બહારનું હતું તેથી મુખીનો કાંઠલો જાલી ઉભા કરી ઝાલા ત્રાટકયા


" હરામખોર.... અમે તારી **** ચાટવા બેઠા છી અહીંયા ...?? કેટલા દિવસોથી લબડાવે છે ..હે .... બોલ ..બોલ.... તુજ છે ને આખી શતરંજનો બાદશાહ ....? શા માટે આખો ખેલ રચ્યો છે ...બોલ....હરામજાદા ..."

" સાઇબ ...શીની વાત કરો છ .... ચેવી શતરંજ ...? અને હું ઇનો બાદશાહ ....કોંઇ ખબર નથ પડતી .... હું તો નેનો હતો તારે પણ નથ ખેલયો શતરંજ ..."


" મા**** .... તું સમજે છે શુ તારી જાતને ..... તારા જેવા રોજ હજાર આવે છે .....ભે*** " આટલું કહી ઝાલાએ મુખીના કાન નીચે ઝાપટ ઝીકી દીધી . થોડા સમય માટે મૌન પથરાઈ ગયું . આખું ગામ પોતાના આદેશને બ્રહ્મવચન ગણતું એવા મુખીને કાન નીચે એક પડતા જ જાણે નાક કપાઈ ગયું હોય એવી લાગણી થઈ . રાઘવકુમાર તો જાણે ડઘાઈ ગયા હતા , કોઈ ગુનેગાર પર અથવા શંકાસ્પદ ગુનેગાર પર હાથ ઉઠાવવો કાયદાકીય ગુનો બને છે , એમાં પણ ઝાલા રિટાયર્ડ પોલીસ ઓફિસર હતા . હજી રાઘવકુમાર ઉભા થઈને ઝાલાને શાંત કરવા જતા હતા ત્યાં મુખી રડમસ અવાજ માં બોલ્યા


" માફ કરો સાઇબ ....માફ કરો ....બવ મો'ટી ભૂલ થઈ સાઇબ ....માફ કરો ...."


" તારી ભૂલ માફ કરવા લાયક છે કે નહિ એ પછી નકકી કરીશું , પહેલા તારા ગુનાઓની લેખીતમાં કબૂલાત કર ... " લોખંડ ગરમ હોય અને એના પર હથોડો મારતા હોય એમ રાઘવકુમારે કહ્યું


" સાઇબ ...હંધીયે વારતા બે દાયકા પેલા ચાલુ થઇ , આજ હું બુઢો આદમી છ વ , તાણે હું જવાન ઉના લોહીનો કેવાતો અને મારો બાપ હજ્જન મુખી , આખા ગોમની સ્વારથ વગર સેવા કરતોને ગાંઠનું ખરચ ખાતો. જવાનીમાં મારા લમણે પૈસો કમાવાનું ભૂત ચડેલું અને હું ગોરખધંધામાં દોરાયો . દેશી દારૂ બનાવાના ઠેકાથી મેં શરૂવાત કરી . શરૂવાતમાં મને મારા બાપનો ડર રેતો , પણ થોડા જ વરહમાં એ ગુજરી જતા ડર હંમેશ હારું જતો રયો અને મારા ધંધા મોટા થયા . બીજુ કૈં તો નઈ પણ મન મારા બાપે મુખીપણાનો અમૂલ્ય વારસો મયડો ને ઇ મારા હાટુ 'ભાવતું તું ને વૈદે કીધું ' એના જેવું થયું, મારી પાંખુ હવે વધુ ફેલઈ હવે જંગલી જનાવરનો શિકાર , ગેરકાયદે જંગલી ઝાડવા કાપી લાકડા વેચવા અને કુટણખાના જેવા ધંધા ચાલુ કર્યા . હવે મેં દેશી તમંચા બનાવી વેચવાનું ચાલુ કર્યું . ઘણા નામચીન અને રાજકારણી ચેહેરા હથિયારો ખરીદવા અને કુટણખાને આવતા . મારા સંબંધો મોટા માણહ હાથે થયા ને મારો ધંધો ખૂબ વિકસો. હું રાજકારણીઓને ચૂંટણી લડવા પૈસો પણ આલતો , એના બદલે એ મારી પાહે દારૂ ખરીદતા અને મારા ધંધામાં આંખ આડે કાન કરતા આ દારૂએ જ ઘણી ચૂંટણી જીતાડી હો સાહેબ ....!! "

" તમારા પત્નિ ...તમને રોકતા નહિ ..." રાઘવકુમારે પૂછ્યું


આ પ્રશ્ન પૂછતાં જાણે મુખી પર કોઈ તીક્ષ્ણ હથિયારનો પ્રહાર થયો હોય એવી અસર કરી . એકદમ સન્નાટો ફેલાઈ ગયો . થોડી ક્ષણો ગંભીરતાથી વીતી ત્યાં મુખીએ શરૂ કર્યું


" શુ કવ સાઇબ.... મારી બૈરી એ મન લાખ વાર હમજાયવો... પણ તાણે હું માનતો ' બૈરીનું માને એ મરદ મુસાડો સાનો...? ' બવ મોટી ભૂલ થઈ સાઇબ ...બવ મોટી ભૂલ "


" કેવી ભૂલ ...? "


" સાઇબ ઇના રોજેરોજની આ ધંધા બંધ કરવાની વાતો મન હથોડા જેમ લાગવા લાગી હતી , એનાથી કંટાળી એક દાડ રાતે એનું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાયવો , મારો મહેન્દ્રો બવ નેનો ઇ ટેમે.... ઇ જેવો હુઈ જયો મેં ઇની માઁનું ગળું દાબી દીધુ , પણ ઇ મને ઇની માઁનું ગળું દાબતા ભાળી જયો . જીમતીમ કરીન ઇને ઊંઘની ગોરી ગરકાવી હુવાડી દીધો અને ઇની માને જંગલમાં લટકાવી દીધી .હવારે જાણે ઇ ઉઠ્યોને ને કાલ રાતે ઇની માઁ હાથે શુ થયું ઇના વિશે પૂછ્યું તો ઇને એક ખરાબ સમણું જોયું છે ઇમ કહીન મનાઇ લીધો .... બોવ મોટી ભૂલ થઈ જઈ સાઇબ ...બવ મોટી ..." આટલું તો મુખી માંડ બોલી શક્યા ત્યાંતો હિબકે ને હિબકે રડવા લાગ્યા . થોડીવાર પછી માહોલ શાંત થતા ફરી બોલવાનું શરૂ કર્યું " આગળ જેમ કહ્યું એમ મારા ગોરખધંધાને લીધે મારી ઓળખાણ મોટામોટા રાજકારણી હારે થયેલી એથી કેસ રફાદફા થઈ ગયો "


" પરંતુ એ વાતને પેલી રહસ્યમય રાત સાથે શો સંબંધ છે ...? "


" સંબધ છે ... ઇજ હું તમને કવ છુ .... હવે મારી બૈરીનો કેસ શાંત થઈ ગયો હતો , હું પણ હવે બેફિકર હતો . ત્યાં એક દાડો એક લાલ બતી વારી ગાડી બાજુમ આવીને ઉભી , મને અંદર હાકર્યો . અંદર જતા જ મારા ડોરા ફાટી જયા .."


"કેમ ...કોણ હતું એ ...? "


" તમ માનસો નય ... હાલ બોવ મોટું માથું છ ...જો એનું નામ બા'ર આવે તો કેનદરમાં પણ સરકાર હલી જાય બાપ.... બવ ધમાલ મચી જાહે ...અને....અને હું તો જીવતો મૂઓ સમજો ...."


" પણ હતું કોણ એ .....?? તમને એક ખરોચ પણ નહીં આવે એની જવાબદારી હું લવ છું ." ઝાલાનો અવાજ થોડો તેજ થયો


" ખમો ...બાપ ખમો....કવ સુ ... એ બીજું કોઈ નહિ પણ પૂર્વ CM સોલંકી ..."


" શુ વાત કરો છો મુખી.....? તમે સવાર સવારમાં ચડાવી લાગે છે .... એવડો મોટો માણસ તમારી પાહે આવે .... ? વાત માન્યામાં આવતી નથી "


" સાઇબ .... ઇ ટેમે રાજકારણમાં હજી પાપા પગલી ભરતો તો , ઇને વિદેશી બનાવટ વાળી પિસ્તોલો જોવતી તી ... મન એના બદલામાં હારી એવી રોકડ મળતીતી એથી મેં લાઇ આલી. થોડા દાળ પછી સાપામાં હમાચાર આવ્યો ' રણજિતરામની ગોળી મારી હત્યા , હવે એમના પ્રતિસ્પર્ધી સોલંકીને ચૂંટણી જીતતા કોઈ રોકી નહિ શકે ' ત્યારે ખબર પડી કે ઇમને હથિયાર શા માટે જોતા'તા . પસી ઘણીવાર કામકાજ માટે અમારી મુલાકાતો થતી . ત્રણવાર એક જ સીટ પર પૂર્ણ બહુમતીથી જીતવા માટે અઢળક રૂપિયો રેડયો એને . ત્રણ વાર વિધાનસભાની ચૂંટણીમાં જીતવાનો લીધે મુખ્યમંત્રી પદનો દાવેદાર બન્યો અને એમાં પણ એની જીત થઈ પછી થોડા સમય માટે એને મારી હાથે સંબંધો કાપી નાખ્યા "


" પછી ....પછી શુ થયું ....?! "


" પછી અચાનક એક રાતે ઇનો ડાઈવર મને તેડવા ઘરે આવ્યો . હું એમાં બેહી સોલંકીને મળવા જયો . મારા આવતા જ સોલંકીએ બધા અંગરક્ષકો અને નોકર-ચાકરને બા'ર કાઢી નાખ્યા અને મારી હામે એક પ્રસ્તાવ રાખ્યો ' એક સોપારી આપવાની છે , કામ એકદમ સરળ છે ' હજી ના પાડવાની તૈયારી માંજ હતો તાં મારી સામે ઓફર મુકાઈ ' ૫૦ પેટી એડવાન્સ અને એક ખોખું કામ પત્યા પછી ' આ સાંભળી હું લલચાઈ ગયો અને મારી જાતને હા પાડતા રોકી ના શક્યો , મેં હા પાડી દીધી . એમને એક કવર આપ્યું જેમાં એક ફોટો હતો જેમાં પાછળ નામ લખેલું હતું 'ભાવ....' "


" ભાવના રેડ્ડી....? " મુખીની વાત અધવચ્ચે કાપતા ઝાલાએ પૂછ્યું


" હા , ભાવના ઓમકાર રેડ્ડી .... ભાવના રેડ્ડીને ઠેકાણે કરવા એક રીઢા ગુનેગાર રઘુવીર સિંધિયાને બોલાવેલો જે ઉત્તરાખંડમાં મોસ્ટ વોન્ટેડ હતો . એના પર ઘણા આરોપો હતા . બે-ત્રણ દિવસ પછી ફરી સોલંકી મને મળવા આવેલા , સાથે એડવાન્સ રકમ હતી , અને એક પુસ્તક હતું , એજ રહસ્યમય પુસ્તક જે હાલ તમારી હિમાચલ પ્રદેશ ગયેલી ટીમ સાથે લઈ ગઇ છે ...."


" પરંતુ એ પુસ્તકતો થિરુવંતપુરમના ખજાનામાંથી ચોરી થયું હતું ....એ સોલંકી પાસે ક્યાંથી ....? "


" હા , એ વાત પણ કરું છુ , આ પુસ્તક સોલંકીએ પોતાની રાજનીતિ કામે લગાડી ત્યાંથી ચોરી કરાવ્યું ,એનો આરોપ એ ખજાના માટે નિમાયેલા મુખ્ય ટ્રસ્ટી ઓમકાર રેડ્ડી પર આવ્યો અને એ જેલ ભેગા થયા . પરંતુ એમની પુત્રી ભાવના રેડ્ડી એ પુસ્તક વિશે શોધખોળ કરી હતી . એક માણસ એની મદદ કરી રહ્યો હતો જેની પાસે બધા દસ્તાવેજ હતા , જો એ પુરાવા/દસ્તાવેજ બહાર આવી જાય તો સોલંકીની કારકિર્દી જોખમાય એમ હતું તેથી એકપછી એક બંનેને મોતને ઘાટ ઉતારવાના હતા . એ પુસ્તક હાલ ગુજરાતના પોળો નામના વિસ્તારમાં છે એવી માહિતી રઘુડા દ્વારા ભાવના સુધી પહોંચડાઈ હતી . ભાવના રેડ્ડી જ્યારે એ માહિતીના આધારે પોળોના જંગલમાં પહોંચી ત્યારે નાલાયક રઘુડાએ એના પર પેલા બળાત્કાર ગુજાર્યો અને પછી એને મારી નાખી . એ કેસ પણ બહુ ચગ્યો હતો તમે તો જાણો છો ઝાલા સાહેબ ..... પછી એ સોલંકી જ હતા જેને એ કેસ બંધ કરવાનો આદેશ આપેલો "


" મતલબ મને રાઘવકુમારને બંનેને કેસ પરથી હટાવનાર .... સો...."


" સોલંકી જ છે " મુખીએ વાત પુરી કરતા કહ્યું . અને ઉમેર્યું " ભાવના રેડ્ડીના મર્ડર પછી પેલો છોકરો ગાયબ થઈ ગયો .... એટલે બચી ગયો . "


" પરંતુ આ પુસ્તકમાં એવુંતો શુ છે .....? અને એ રાત્રે શુ બન્યું હતું એ તો કાંઈ કહ્યું નહીં તમે ... "


" હા , જ્યારે સોલંકી એડવાન્સ રકમ લઈને આવ્યા ત્યારે એમને મને આ રહસ્યમય પુસ્તક વિશે જણાવ્યું , એ પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નહોતું , એ પુસ્તકમાં કોઈ પણ સામાન્ય ધાતુને સોનામાં બદલવાની રીત દર્શાવી હતી , પરંતુ એની ભાષા સમજવી મુશ્કેલ હતી . આ પુસ્તકની મદદથી કોઈ એવી જગ્યાએ પહોચવાનું હતું જ્યાં આ પુસ્તકને સમજવા માટે કોઈ ચાવીરૂપ લેખ હતો . આ આખા મિશનની જવાબદારી મને સોંપાઈ હતી "

" એનો મતલબ....મતલબ કે .... કે આ સોલંકી જ છે શતરંજના બાદશાહ એમ.....? "

" હા...હા...હા.... એ પણ એક પ્યાદુ છે , જે પૈસાની સહાય કરે છે , એ એક જ નહિ ..... બધા રાજકારણી અને મોટા ભેજાઓ બધા જ બસ એક પ્યાદા છે ...બસ...એક પ્યાદા....!!"

" હેં....? સોલંકીએ પોતે તમને આ મિશનની જવાબદારી સોંપી છતાં એ એક પ્યાદુ છે ...કેવી રીતે ... ? જો તેઓ એક પ્યાદુ હોય તો તમે.....તમેં શુ છો એ શતરંજના ખેલમાં ...?? "

" હા , આ મિશનની જવાબદારી એમને જ મને સોંપી હતી . પરંતુ જે દિવસે સોલંકી એડવાન્સ રકમ આપવા આવ્યા અને આ પુસ્તક વિશે મને માહિતી આપી એના બે દિવસ પછી મને એક પત્ર મળ્યો બોસ્કો ના નામેં એમાં લખ્યું હતું ' હું જાણું છું એ પુસ્તક તમારી પાસે છે અને તમે એના દ્વારા કોઈ એવું વસ્તુ ગોતી રહ્યા છો જેનાથી ગમે એવી ધાતુને સોનુ બનાવી શકાય , ગમેતે માહિતી મળે પહેલા એની જાણકારી મને મળવી જોઈએ , પછી સોલંકીને . અંતે આ મારી આદેશ મુજબ તો થઈ રહ્યું છે .....! હું જ છું આ શતરંજના ખેલનો કર્તાહર્તા અને હું જ છુ બાદશાહ .... શુ તમે વજીર બનવા તૈયાર છો ...? યાદ રાખજો કે મને કોઇની 'ના' પસંદ નથી , અને જો કદાચ ના પાડી અથવા સોલંકીને આના વિશે જણાવ્યું તો તમારા પત્નિના કેસમાં અંદર થવા તૈયાર રહેજો .... સમજાયું ...? મને તમારા પત્રનો ઇન્ટઝાર રહેશે ' પત્રમાં બસ આટલું લખ્યું હતું અને ૨ લાખનો ચેક હતો જેની પાછળ લખ્યું હતું ' જરૂર પડતી રહે એમ યાદ કરતા રહેજો ' બસ એ દિવસથી બોસ્કો સાથેનો પત્ર વ્યવહાર શરૂ થયો . આજ સુધી મેં ઘણા પ્રયત્ન કર્યા એક મુલાકાત માટે , બસ એક જ જવાબ હતો ' ચાહને વાલેતો દિલ સે ચાહેગે , મુલાકાત મેં ક્યાં રખા હૈ ....!!? ' "

" એ રહસ્યમય રાત્રે શુ બન્યું હતું ....? શુ બોસ્કો ત્યાં હાજર હતો....? એ છે કોણ ....? એના વિશે કોઈ પોલિસ રેકોર્ડ કેમ મળતા નથી ....? "

( ક્રમશ )

પરદે કે પીછે ક્યાં હૈ ... પરદે કે પીછે .... પરદે કે પીછે મુખી હૈ ઔર મુખી હૈ વજીરા ....

જી હા , આજ રહસ્ય પરથી પડદો ઉઠવાની વાત આના આગળના પ્રકરણમાં કરી રહ્યો હતો . છે ને ખૂબ મોટું રહસ્ય ... સૌની સાથે રહેવા છતાં કોઈ આ માણસને પકડી ના શક્યું.

એનાથી પણ મોટું રહસ્ય એ ખુલ્યું કે ખરેખર આ ધમાલ એટલા બધા ષડ્યંત્ર શેના માટે થઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટના પેલા પુસ્તકથી શરૂઆત થઇ હતી અને વજીરના એટલે કે મુખીના ના કહેવા પ્રમાણે કોઇપણ ધાતુને સોનામાં પરિવર્તન કરવાની વિધિ એ પુસ્તકમાં આપેલી છે પરંતુ ખરેખર પૂર્વ સીએમ સોલંકી આ આખી ઘટનામાં સંડોવાયેલા હશે....!?? શું તેમનો ઇતિહાસ ખરેખર આટલો કાદવ કીચડથી ભરેલા હશે...? અને હજી એક પ્રશ્ન યથાવત છે આ don bosco ખરેખર છે કોણ કે જે આ કાર્યનો કરતા હરતા અને રચયિતા છે બસ ટૂંક સમયમાં રહસ્ય પરથી પરદો બસ વાંચતા રહો ભાગ ૨૯

મિત્રો તમારા અમુલ્ય રેટિંગ અવશ્ય આપો . વાર્તા અંત તરફ આગળ વધી રહી છે અને જો તમે સૌ મળીને 1000 જેટલા રેટિંગ આપશો તો હું મારી જાતને સફળ માનીશ હું તમારો આભારી છું ધન્યવાદ