સ્વસ્થ શરીર DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

શ્રેણી
શેયર કરો

સ્વસ્થ શરીર

સ્વસ્થ શરીર

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)


એક મોટું શહેર હતું જયાં એક અમીર-પૈસાદાર માણસ રહેતો હતો. તેને પરમાત્માએ ખુબ જ પૈસો આપેલ હતો.તેની પાસે પુરતા પ્રમાણમાં વધુ ધન હોવાને પરિણામે મોટા શહેરમાં તેણે સારી કક્ષાનું મોટું મકાન ખરીદેલ હતું. તેને પરમાત્માએ ઘણો પૈસો-ધન દોલત આપેલ હોવાને પરિણામે તે ધનથી અમીર હતો, પરંતુ તેનું શરીર બીલકુલ અસ્સ્થ હતો જેને કારણે તનથી તે બીલકુલ અસ્વસ્થ હતો.

આમ છતાં આ તનથી અસ્વસ્થ વ્યક્તિ ધન કમાવવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો, આ વ્યક્તિની ધન કમાવવા માટનો સમય હતો પરંતુ તેનું શરીર જે અસ્વસ્થ હતું તે શરીરને જે તે જાણકાર ડોક્ટર પાસે જઇ તેને ઠીક કરાવવાનો સમય તેની પાસે બીલકુલ ન હતો. સમય અેવો આવવા લાગ્યો હતો કે પૈસાથી ખુબજ અમીર થઇ રહેલ હતો. પરંતુ આ ધન કમાવવાની લ્હાયમાંને લ્હાયમાં તેનું તન-શરીર અનેક બીમારીઓનું ઘર કરી ગઇ હતી.

આ વ્યક્તિમાં મોટામાં મોટો ગુણ જો ગણવામાં આવે તે એ હતો કુ આ વ્યક્તિ બીલકુલ સ્વાર્થી ન હતો, પરંતુ એટલું ચોકકસ હતું કે આ વ્યક્તિ ખુબજ ધન-દોલત કમાતો હતો પરંતુ તે ધન-દોલતને ખર્ચ કરવાનો તેની પાસે સમય ન હતો. તેને તો ફક્ત ને ફક્ત ધન-દોલત કમાવવાની લત લાગેલ હતી. તેના તનમાં શરીરમાં જે અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી ગઇ હતી તે બીમારીઓની દવા કરાવવા ડોક્ટર પાસે જવાનો તેને સમય મળતો ન હતો. તેનું ધ્યાન ફક્ત ધન કમાવવામાં રહેતાં અને તેના શરીર તરફ ધ્યાન ન આપવાને કારણે તેનું શરીર ધીરે ધીરે બીલકુલ લેવાઇ ગયેલ હતું, અને તેની શક્તિમાં અભાવ આવવા પામેલ હતો.

બન્યૂં એમ કે તે વ્યક્તિ જે કંઇ તેનું કામ કરતો હતો તે કામ માટુ રોજ સવારે મળસ્કે નીકળતો અને સાંજના દીવા થવાના સમયે તે તેના ઘરે પરત ફરતો હતો. એક દિવસ એવો આવ્યો તે તેના નિત્ય ક્રમ અનુસાર તેનું કામ પતાવી પરત આવી રહેલ હતો ત્યારે તે આવતા આવતા ખુબજ થાકી ગયેલ હતો અને તેનું માથુ બહુ જ ભારે થઇ ગયેલ હતું, અને બહુ જ દુઃખી રહેલ હતું, જેથી તે કામ પરથી આવી સીધો તેના સૂવાનો રૂમ હતો તે રૂમમાં જઇ ને સુઇ ગયો. તેની પત્ની તેના માટે જમવાનું લઇને આવી પરંતુ બહુજ થાક લાગેલ હોવાને કારણે અને માથુ પણ બહુજ દુઃખતું હોવાને કારણે તેણે તેની પત્નીને જમવું નથી કહી તે એમ ને એમ ખાલી પેટ ભૂખ્યો જ સુઇ ગયો.

તે સુઇ ગયો થાક ને કારણે એકાદ બે કલાક તો તેને સારી ઉંઘ આવી ગઇ પરંતુ રાત્રે અચાનક તેને માથુ દુઃખવાનું ખુબ જ વધી ગયું. તેને પોતાને ખબર ન પડતી હતી કે શું થઇ રહ્યું છે. તે આ પ્રમાણે મનમાં વિચારી રહેલ હતી રાત્રીનો જ સમય હતો અને તેની સામે એક કલ્પી શકાય તેવી આકૃતી તેની સામે આવીને ઉભી રહી ગઇ,અને તેની સામે તેને કહેવા લાગી, ‘‘હું તમારા શરીરમાં રહેલ આત્મા છું અને આજે મારા માટે તમારા શરીરમાં રહેવાનો અંતીમ દિવસ છે, આજે હું તમારા આ શરીરને છોડીને ચાલી જઇશ.’’

આ વાક્ય સાંભળીને તે વ્યક્તિ ખુબજ ગભરાઇ ગયો, અને ગભરાઇ જાય તેમાં કંઇ નવું તો ન હતું કારણ શરીરને સાચવવાનું કામ ‘‘આત્મા’’ કરે છે અને તે ‘‘આત્મા’’ જો શરીર છોડી ચાલ્યો જાય પછી શરીર તો નશ્વર બની જાય. તે વ્યક્તિએ સામે જે અકલ્પનિય ચહેરો દેખાઇ રહેલ હતો તેને સવાલ કર્યો. ‘‘ તમે મારા શરીરને કેમ શા કારણે છોડીને ચાલી જવાનું કહો છો ? મારી પાસે ખુબ જ પ્રમાણમાં ધન-દોલત છે, અને આ ધન-દોલત પ્રાપ્ત કરવા સારી જીંદગી ખૂબજ તનતોડ મહેનત કરી છે. હું કેટલા મોટા વિશાળ મકાનમાં રહું છું, કે આ પ્રકારના ઘરમાં રહેવાનું કેટલીક વ્યક્તિઓ તો તેમના સ્વપ્નમાં વિચારતા હશે.’’

તે વ્યક્તિના ઉકત સવાલ પર તે અજનબી/અકલ્પનીય ચહેરાએ તેને જવાબ આપ્યોઘ ‘‘આ મોટું મકાન, મોટું ઘર છે તે તારું જ ઘર છે મારુ નથી. તે મુજબ તે મારું મકાન તો તારુ શરીર હતું અને તારા શરીરમાં જ મારું વર્ષોથી નિવાસસ્થાન છે, તે શરીર રોજ બરોજ અસ્વસ્થતા પ્રાપ્ત કરી રહેલ છે. અને આ શરીર તો અનેક પ્રકારની ગણી શકાય તેટલી અગણીત બીમારીઓનું ઉદ્ભવ સ્થાન બની ગયું છે. અને આ બધી અગણીત બીમારીઓની વચ્ચે મારુ નિવાસસ્થાન તો આ તમારા શરીર રૂપી મકાનમાં હતું એટલી તમારા શરીરમાં જે કાંઇ બીમારીઓ ઘર કરી ગઇ તેની અસર મારા પણ થઇ ગઇ.’’

‘‘હું તો કેટલાંય વર્ષોથી આ તમારા શરીરની તુટલી ફુટલી ઝૂંપડીમાં રહેલ હવે તમે કલ્પના કરો મારી હાલત ની, જે પ્રકારે તમે તમારા શરીરની અને મારા ઘરની હાલત કરી નાંખી છે તે સંજોગોને પરિણમે હવે હું આપના શરીરમાં રહી શકું તેવી પરિસ્થિતીમાં નથી.’’ આટલું છેલ્લું વાક્ય બોલીને તે અજનબી/અકલ્પનીય ‘‘આત્મા’’ તે વ્યક્તિના શરીરને છોડીને ચાલી ગયો અને તેનું શરીર આત્મા વગત નશ્વર બની ગયું....તેનું મૃત્યુ થયું...

‘‘આપણું સ્વસ્થ શરીર જ આપણી ધન દોલત છે, આનો ખ્યાલ આપણે જ્યારે આપણા શરીરને ખોઇ બેસીએ છે ત્યારે જ આવે છે.’’