Part 26
આગળના ભાગમાં તમે જોયું કે પ્રાચીના રૂમનો દરવાજો લોક થઈ જાય છે.. સહેરની એન્ટ્રી થાય છે... ચિરાગ પોતાની હાથ રહેલી બંદૂકથી ગોળી સફેદ સાડીવાળી છોકરીને મારે છે અને બંદૂકમાંથી નીકળેલી એક પણ ગોળી તે છોકરીને લાગતી નથી. રાહુલ તે બંદૂક ચિરાગના હાથમાંથી ઝુંટવીને પોતાના હાથમાં લઈ લે છે અને તેના સામે ધરી દે છે. અચરજની વાત તો એ છે કે છોકરીને ગોળી વાગતી નથી જ્યારે બંદૂકમાંથી નીકળેલી ગોળી બધી સાચી ગોળી હોય છે... કારણ કે તે છોકરી છોકરી નહીં પરંતુ ચુડેલ છે...
હવે આગળ..
ચિરાગની બંદૂકમાંથી છૂટેલી એક પણ ગોળી સફેદ સાડી પહેરેલી છોકરીને વાગતી નથી. આ જોઈને રાહુલની આંખો ખુલીને ખુલ્લી રહી ગઈ અને આ બાજુ નજર કરતા એની સામે સહેર ઉભી હતી....
ઇન્સ્પેક્ટર: સહેર પાછી આવી.
રાહુલ:-હા સર મારી સહેર પાછી આવી ગઈ.
ઇન્સ્પેક્ટર:- તું ઠીક છે ને બેટા...?
(સહેરની આંખો રાહુલની આંખો સાથે જાણે વાતો કરી રહી હતી અને આંખો આંખોમાં બંને વાતો કરવા લાગ્યા. રાહુલના આંખોમાં સહેરને ફરીથી જોઈને થયેલી ખુશી આંસુ બનીને વહી રહી હતી અને રાહુલ સહેરને આવી દશામાં જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયો. )
સહેર અને રાહુલની આંખો માં થતી વાતોને પ્રિયાંશી જોઈ રહી. “મારી કરેલી ભુલોનું જ ક્યાંકને ક્યાંક આ પરિણામ છે. તે બંને એકબીજા માટે જ સર્જાયા છે, મેં જ વચ્ચે આવીને બધું જ બગાડી નાખ્યું. સહેરની જિંદગી બગાડી નાખી. સારું થયું કે રાહુલને એનો પ્રેમ તો પાછો મળ્યો.” પ્રિયાંશી મનમાં જ વિચારી રહી. એ બંનેને જોઈ રહી હતી, ત્યાં જ ઇન્સ્પેક્ટરે તેના ખભા પર હાથ મુક્યો અને બોલ્યા, "જા, તું ફટાફટ ઉપરથી પ્રાચીને લઈને આવ. એના રૂમમાં કોઈએ લોક માર્યું છે."
આ સાંભળતાની સાથે પ્રિયાંશીએ સીડીઓ ઉપર દોટ મૂકી અને ઉપર જઈને પ્રાચીના રૂમનું લોક ખોલ્યું. લોક ખુલતાની સાથે જ પ્રાચી પ્રિયાંશીને ગળે લાગી ગઈ અને બોલી, "સહેર પાછી આવી ગઈ. હું રાહુલ માટે ખૂબ જ ખુશ છું. હવે ચિરાગને તેની ભૂલનો પશ્ચાતાપ કરવો પડશે.... પણ.....""
પ્રિયાંશી:-શું થયું કેમ ઉભી રહી બોલતા બોલતા ..?
પ્રાચી:-એ બધું તો ઠીક છે.... મારા રૂમમાં બહારથી લોક કર્યું કોણે...
પ્રિયાંશી:-અરે કદાચ કોઈનાથી થઈ ગયું હશે ભૂલમાંથી...
પ્રાચી:-હા પણ... ઇન્સ્પેક્ટર કહેતા હતા કે મારા સિવાય કોઈ બીજું ભૂત બનીને આવ્યું છે. મને તો કેમેરામાં કોઈ ના દેખાયું....
પ્રિયાંશી:-શું મસ્તી કરે છે યાર ... કૅમેરામાં ના દેખાયું એવું થોડી બને....?
પ્રાચી:-પ્રિયાંશુ સાચું કહું છું.... કૅમેરામાં કોઈ નથી દેખાતું.....
પ્રિયાંશી:-એવું શક્ય જ નથી ....
પ્રાચી:-ટીવી અંદર જ છે જાતે જ જોઈ લે..
પ્રિયાંશી :- બતાવ તો ....જોઉં....એવું તો કઈ રીતે બની શકે ...
પ્રાચી અને પ્રિયાંશી બંને રૂમમાં પ્રવેશ્યા અને રૂમમાં લગાવેલી ટીવી તરફ આંગળી કરીને પ્રાચી બોલી, " મને બતાવ આમાં સહેર સિવાય જે છોકરી નીચે છે એ ક્યાં છે?"
પ્રિયાંશીની નજરો ટીવીની સ્ક્રીન પર એ છોકરીને શોધવા લાગી અને આખરે શોધવામાં સફળતા ન મળતા પ્રિયાંશી બોલી, "આવું કઈ રીતે શક્ય બની શકે..... કદાચ આ એ તો નથી જે હું વિચારી રહી છું....."
પ્રાચી:-મને પણ આ જ વિચાર આવ્યો... કે ખોટા ખોટા ભૂત અને ચુડેલની વાતમાં આપણી સ્ટોરીમાં સાચા ભૂતની એન્ટ્રી થઈ ગઈ છે. આ કોણ છે પણ....?
પ્રિયાંશી:-ફટાફટ નીચે જવું પડશે નહિ તો કંઇક નવું થશે... હાલ સમય નથી કોણ છે અને ક્યાંથી આવી એ પૂછવાનો.....જલ્દી ચલ.....
પ્રાચી:-હા ફટાફટ નીચે ચાલ જલ્દી....
બંને ફટાફટ સીડીઓ પરથી નીચે ઉતરે છે અને ફટાફટ ઉતારવાની સાથે જ જોરજોરથી તેમના પગનો અવાજ આવા લાગ્યો અને રાહુલની નજર સીડીઓ પરથી ઉતરી રહેલી પ્રાચી પર પડી. રાહુલ ફરી એકવાર વિચારમાં પડી ગયો,“ પ્રાચી ઉપરથી ઉતરી રહી છે, પ્રિયાંશી એની બાજુમાં છે, મારા સામે સહેર ઉભી છે તો મારી બાજુમાં જે છોકરી છે એ કોણ છે....? રાહુલ તેના સામે અચાનક જોયું, એના મોઢા પર જોતાની સાથે જ રાહુલને દિવસ રાત અને આજુબાજુ શું ચાલી રહ્યું હતું એનું કંઈ જ ભાન ન રહ્યું. એ છોકરીના મોઢા પર લોહીના નિશાન. આંખોમાં જ્વાળામુખી જેવો ગુસ્સો.. સફેદ સાડી અને......... પગના ઊંધા પંજા.......આ જોઇને ડરી ગયો... અને બોલ્યો...."કોણ છો તમે અહીંયા કેમ આવ્યા છો..."
એકદમ અજીબ ડરામણા અવાજ સાથે છોકરી બોલી ઊઠી, " બદલો લેવા આવી છું બદલો લઈ ને જઈશ....."
રાહુલ:-પણ તમે છો કોણ એ તો જણાવો... અને તમારી આવી હાલત કોણે કરી......
રાહુલ એ છોકરીને કંઈ પૂછે એ પહેલાં જ પ્રાચી રાહુલને ગળે વળગી ગઈ અને બોલી, “ ભાઈ તારા બાજુમાં જે ઉભી છે તે કેમેરામાં પણ નથી દેખાતી નક્કી આ સાચી ચુડેલ છે. ભાઈ મને બીક લાગે છે....”
રાહુલ:-પ્રાચી ડરીશ નહીં આ તને કંઈ નુકસાન નહીં કરે . એનો બદલો લેવા આવી છે. એનો બદલો લઈને જતી રહેશે.... એ પણ પહેલા આપણા જેવી માણસ જ હશેને
પ્રિયાંશી:- પણ આ છે કોણ...
સફેદ સાડી વાળી છોકરી બોલી ઊઠે છે :-હું કોણ છું ક્યાંથી આવી છું એના કરતાં વધારે જરૂરી મને મારો બદલો લાગે છે.....
ઇન્સ્પેક્ટર;-હું સુમિતને લઈને આવું છું... અહીંયા....
ચીરાગ:- મારો ભાઈ જીવે છે ??? ઇન્સ્પેક્ટર તને પૈસા અને પ્રમોશન મળવાનું છે, મને બચાવી લે......તારે જે જોઈએ હું આપીશ...
ઇન્સ્પેક્ટર : મને ન્યાય જોઈએ છે .... પ્રમોશન તો મને એમ પણ મારા કામથી મળી જશે પણ ...ન્યાય જો પોલીસ જ નહી અપાવે તો કોઈ ના અપાવી શકે ....
ચિરાગ:-તને તારું કામ ભારે પડશે.... જોઈ લેજે.
ઇન્સ્પેક્ટર :- આવું તો સુમિત પણ કહેતો હતો.. જેલમાં લઇ જઇને બંને હાથ બાંધીને દંડાથી માર્યો છે... આખરે તૈયાર થઈ ગયો અદાલતમાં તારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા માટે.. જો તારો ભાઈ તારી સામે અદાલતમાં બોલશે તો અદાલતને માનવું જ પડશે...
((ઇન્સ્પેક્ટરના મોઢા ઉપરથી દેખાઈ આવ્યું કે એ કોઈ ચાલ રમી રહ્યા છે.))
ચિરાગ:-મારો ભાઈ આવું કરી ન શકે.. એ મારી વિરુદ્ધ ક્યારેય ના બોલી શકે..... તમે ખોટું બોલી રહ્યા છો....
ઇન્સ્પેક્ટર:-તું જોઈ લે. તારા સામે સુમિત બોલશે કે એ અદાલતમાં સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર છે...
((ઇન્સ્પેક્ટર રાહુલ તરફ જોયું અને કંઈક ઇશારો કર્યો...જાણે બંનેની આંખો કોઈ મોટી હોની અનહોની કરવાની તૈયારીઓમાં હોય એમ લાગ્યું.....ઇન્સ્પેક્ટર સુમિત જોડે ગયા . જે હાથ -પગ અને મોઢું બાંધેલા અવસ્થામાં કેદ હતો...))
ઇન્સ્પેક્ટર:- સાંભળ એક મોટી ભૂલ થઈ ગઈ છે .....ત્યાં નાટક કરતા કરતા સાચેમાં ભૂત આવી ગયું છે. રાહુલ ગુસ્સામાં છે અને સહેર પાછી આવી ગઈ છે.આજે તારા ભાઈને પેલી ચુડેલ મારી નાખશે નહીં તો રાહુલનો ગુસ્સો અને એના હાથમાં રહેલી બંદૂક...તું તારા ભાઈને બચાવી શકે છે. એ તારા હાથમાં છે ....
સુમિત :- મને કઈ પણ થઈ જશે, મને ચિંતા નથી પણ મારા ભાઈને બચાવી લો. પ્લીઝ હું એના કરેલા બધા ગુનાઓને મારા માથે લેવા તૈયાર છું.... હું અદાલતમાં બોલી દઈશ કે આ બધું મેં કહ્યું હતું, મારા ભાઇને જવા દો...
ઇન્સ્પેક્ટર:-હું કેમ માનું કે તું અદાલતમાં બોલીશ કે આ બધું તે કર્યું હતું ?તું ત્યાં જઈને ફરી ગયો તો ?
સુમિત:-એવું હોય તો તમે મારું એકાઉન્ટર કરી નાખજો પણ હાલ મારા ભાઈને બચાવી લો...
ઇન્સ્પેક્ટર:-મને નથી લાગતું તારો ભાઈ બચી શકે (ઇન્સ્પેક્ટરના મગજમાં કંઈ ચાલી રહ્યું હતું).
સુમિત:-કંઈપણ કરો પણ મારા ભાઈને બચાવી લો..
ઇન્સ્પેક્ટર:-એક રસ્તો છે.... પણ કદાચ તેના માટે તું તૈયાર ન હોય..
સુમિત:-તમે બોલો.. હું માનીશ ..
ઇન્સ્પેક્ટર:-હું તને અંદર બધા જોડે લઈ જઉં છું. તારે એમ બોલવાનું કે હું અદાલતમાં સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર છું..... આ સાંભળીને કદાચ રાહુલ તારા ભાઈને છોડી દેશે..
સુમિત:-ઠીક છે હું તૈયાર છું...
ઇન્સ્પેક્ટર:-ચાલ તો મારા જોડે....
ઇન્સ્પેક્ટરે સુમિતને ગાડીની ડેકીમાંથી નીકાળ્યો.. અને તેના પગની દોરી છોડી દીધી. સુમિતનું શર્ટ પકડીને ઇન્સ્પેક્ટર સુમિતને ઘરની અંદર લાવ્યા.. આગળ સુમિત ચાલી રહ્યો હતો પાછળ ઇન્સ્પેક્ટર... જ્યારે બંને જણા કુંડાળા આગળ પહોંચ્યા.. ત્યારે ઈંસ્પેક્ટરે રાહુલને ઈશારો કર્યો.. રાહુલે પોતાના હાથમાં મજબૂતાઈથી પકડેલી બંદૂકને એકદમ ઢીલા હાથથી પકડી લીધી અને બંદૂકને નીચે નાખવાની તૈયારી કરી... ત્યાં ઇન્સ્પેક્ટર બોલ્યા, "જો ચિરાગ તારો ભાઈ શું બોલે છે સાંભળ..."
ચિરાગ:-મારો ભાઈ ક્યારે કોર્ટમાં સ્ટેટમેન્ટ ના આપી શકે મને એના ઉપર ભરોસો છે. મારો ભાઈ મારો ભરોસો કયારેય ના તોડે ..( હસવા લાગે છે....)
રાહુલ:-તારી સામે તારું મોત તલવાર બનીને લટકી રહ્યું છે. બસ હવે થોડીક જ ક્ષણોમાં તને અને તારી આત્મા બંનેને શાંતિ મળી જશે...
( આ સાંભળીને સુમિત ડરી ગયો અને એને એના ભાઈની ચિંતા થવા લાગી. આ વસ્તુ તેના મોઢા પર દેખાઈ રહી હતી. આ ક્ષણનો લાભ લઈને ઇન્સ્પેક્ટરે સુમિતને કહ્યું કે," તું કોર્ટમાં ગવાહી આપીશ ને.. તૈયાર છે ને કોર્ટમાં હાજરી આપવા માટે...??ન્યાય અપાવવા માટે....?"
સુમિત:- હા હું તૈયાર છું હું કોર્ટમાં સ્ટેટમેન્ટ આપીશ... ન્યાય મળવા માટે હું તમારી મદદ કરીશ જરૂરથી કરીશ ગુનેગારને સજા જરૂરથી મળશે (તે પોતાના ભાઈને રાહુલથી અને ચુડેલથી બચાવવા માટે બોલી ઉઠ્યો.)
બધા એકસાથે ચિરાગ પર જોર જોરથી હસવા લાગ્યા.
((સુમિત કોર્ટમાં સ્ટેટમેન્ટ આપશે, આ વાત સાંભળીને ચિરાગને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ ના થયો અને એનો વિશ્વાસ જાણે કાચનો ગ્લાસ જમીન પર પડે અને તૂટી જાય એમ તૂટી ગયો .. ચિરાગને હવે ડર લાગવા લાગ્યો. આમ તેમ ડાફેરા મારવા લાગ્યો. બધાના હસવાના અવાજથી તેનું મગજ એકદમ ખાલી થઈ ગયું. તેને કંઈ જ સમજાયું નહોતું રહ્યું કે તે શું કરવા જઈ રહ્યો છે અને તેને શું કરવું જોઈએ અને ઇન્સ્પેકટરના ઇશારા મળવાની સાથે જ રાહુલ પોતાના હાથમાં રહેલી બંદૂકને નીચે ફેંકી દીધી અને એવું નાટક કર્યું જાણે એના હાથમાંથી બંદૂક પડી ગઈ હોય. બંદૂકને પડતી જોઈને તરત જ ચિરાગે તેને પકડી લીધી અને બે ગોળીઓ સુમિતને તેના હૃદય પર મારી દીધી. ઉપરાઉપરી બે ગોળીઓ વાગતાની સાથે સુમિત ત્યાંના ત્યાં જ ઢળી પડ્યો. ગોળી વાગતાની સાથે સુમિતની આંખો ચિરાગની આંખો સાથે કોન્ટેક બનાવવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ ચિરાગે સુમિત તરફ એક પણ વાર જોયું નહીં.. સુમિતને ગોળી મારીને ચિરાગ હસવા લાગ્યો.
ચિરાગ :- હાહાહા હવે કોર્ટમાં સ્ટેટમેન્ટ કોણ આપશે. મારો ભાઈ જ મારો ના રહ્યો. તેણે મારા જોડે દગો કર્યો અને મેં એને ગોળી મારી નાખી.. હવે તમારા બધાનો વારો..... મને કોઈ જેલ નહીં કરી શકે અહીંયાથી આરામથી નીકળી જઈશ.
બધાના મોઢા પર રહેલું હાસ્યનું એક જ ક્ષણમાં કાયા પલટ થઈ ગયું અને એકદમ સન્નાટો છવાઈ ગયો અને ચિરાગ હસવા લાગ્યો ....પરંતુ આ શું...!!!! બધા ફરી એક વાર હસવા લાગ્યા. વધારે જોરજોરથી હસવા લાગ્યા. આ જોઈને ચિરાગના મોઢા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું.
ચિરાગ :- મોત સામે જોઈને બધા હસવા લાગ્યા છો...મને ખબર છે .....
રાહુલ :- તારી બરબાદી જોઈને હસી રહ્યા છીએ ..
ચીરાગ:- કઈ રીતે ....?
રાહુલ :- તે જાતે તારા ભાઈને માર્યો ...
ચિરાગ :- જીવતો રહ્યો હોત તો પણ મારું જ નુકસાન હતું ...
રાહુલ :- નુકસાન ? કેવું નુકસાન ... તારો તો ફાયદો જ હતો....
ચિરાગ :- એ કોર્ટમાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા તૈયાર હતો ...મારું જ નુકસાન હતું ..
રાહુલ :- પૂછ ઇન્સ્પેક્ટરને....સમજાવશે....
ચિરાગ :- મને કોઈ સમજાવશે કે શું ચાલી રહ્યું છે ....? ( એકદમ ગુસ્સામાં...)
ઇન્સ્પેક્ટર:- બેટા શાંતિ રાખ સમજાવું છું...( એમ બોલીને હસવા લાગ્યા.)તે હાલ જે કર્યું ને એ અમારો જ પ્લાન હતો.....
ચિરાગ :- સમજ્યો નથી હું હજુ ..
ઇન્સ્પેક્ટર:- તારો ભાઈ કોર્ટમાં ગવાહી આપવાનો હતો એ સાચી વાત છે, પણ શું આપવાનો હતો એ તો તે પૂછ્યું જ નથી... એમ જ બિચારાને મારી નાખ્યો ....એ તો કોર્ટમાં એમ ગવાહી આપવાનો હતો કે આ બધા ખરાબ કામ તે નથી કર્યા એને કર્યા છે અને આ બધું એણે કર્યું છે, તને બચાવવા માગતો તો અને તું એને મારીને બેસી ગયો... કદાચ દ્દુષ્કર્મવાળા કેસમાં તું બચી પણ જાય ...પણ તને ખુદના ભાઈના મર્ડરના કેસમાંથી કોણ બચાવી શકશે...! કેમેરામાં બધું જ રેકોર્ડ થઈ ગયુ છે.... હાહા..
ચિરાગ :- તમેં બધા ખોટું બોલો છો મારું મનોબળ તોડવા માટે ...
ઇન્સ્પેક્ટર:- અમારે કઈ કરવાની જરૂર જ ના પડી, તે જાતે જ કરી નાખ્યું...તને અહિંયા લાવ્યા ..સુમિતને તારા સામે લાવ્યા..રાહુલના હાથમાંથી બંદૂક પડી જવી. બધાનું તારા પર હસીને તારુ મગજ ભરમાવવું અને અંતે તારા જોડે તારા જ ભાઈ પર ગોળી મારીને એની હત્યા કરાવી... આ બધું મારું પ્લાનિંગ હતું અને તે એ જ કર્યું, જે મેં વિચાર્યું હતું.... ખબર પડી કે હજુ પણ સમજાવવું પડશે..?
ચિરાગ:-આ તમે બધા એ ખોટું કર્યું છે. તમને લોકોને સજા જરૂર મળશે....
ઇન્સ્પેક્ટર:-અમારી સજાની ચિંતા તું ના કર. પહેલા તારો વિચાર કર......
ચિરાગ:-મારા ભાઈને તમે મારા જોડે મરાયો છે... તમે સારું નથી કર્યું .
ઇન્સ્પેક્ટર:-અમે ક્યાં ગોળી મારી છે ?!ગોળી તો તે મારી અને આ વસ્તુ સાબિત કરવા માટે અમારે કોઇની જરૂર નથી.. સીસીટીવી કેમેરામાં થયેલું રેકોર્ડિંગ પૂરતું છે....
ચિરાગ:-આ બધું ઇન્સ્પેક્ટર તારું કર્યું ધાર્યું છે. તું નહીં બચી શકે...
ચિરાગે ઇન્સ્પેક્ટર સામે બંદૂક કરીને ગોળી મારી, બંદૂકમાંથી ગોળી છૂટી અને ઇન્સ્પેક્ટર તરફ જઈ રહી. પરંતુ રાહુલના બાજુમાં ઊભી રહેલી છોકરી...તેણે બંદૂકની ગોળીને પોતાની નજરથી હવામાં જ રોકી દીધી અને ગોળીની દિશા ફેરવીને ચિરાગ તરફ કરી દીધી. ગોળી ચિરાગના ખભા પર વાગી અને ચિરાગ જખમી હાલતમાં નીચે પડી ગયો....
આ બધું જોઇને બધા એકદમ સ્થિર થઈ ગયા. બધાની નજર ઇન્સ્પેક્ટર સામે હતી અને ઇન્સ્પેક્ટરની નજર તે છોકરીની આંખોમાં... ઇન્સ્પેક્ટરની આંખોમાં આંસુ હતા અને એ છોકરીની નજર ઈન્સ્પેકટરની આંખોથી ખસી પણ નહોતી રહી.....
આ જોઈને લોકો વિચારમાં પડી જાય છે કે ઇન્સ્પેક્ટર આટલા ભાવુક કઈ રીતે થઈ ગયા. એમની આંખોમાં આંસું હતા.
કોઈ કંઈ પૂછે એ પહેલાં જ ઇન્સ્પેક્ટરના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા, "મેં આ બધું સહેર માટે કર્યું.કારણકે મને ખબર છે, પોતાની બહેન ઉપર આવું કોઈ કરે ત્યારે શું થાય છે. હું મારી એ બહેનને યાદ કરીને સહેરની મદદ કરતો હતો. જેની સાથે થયેલા દુષ્કર્મ પછી તેની લાશ પણ મારા નસીબમાં ન હતી.બે વર્ષથી એની યાદમાં આ અસહાય છોકરાની મદદ કરતો હતો. મને શું ખબર હતી કે મારા સામે મારી જ બહેન આ રૂપમાં ઉભી હશે...."