HIGH-WAY - 19 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 19

Part 19


ઇન્સ્પેક્ટર:- તમારો ઝગડો બંધ કરો અને અમને ઇન્વેસ્ટિગેશન કરવા દો...
રાહુલ :-હા સર સોરી
સુમિત :-હા સર કરો
ઇન્સ્પેક્ટર :-હવલદાર એક બીજો રૂમ તૈયાર કરો હું દરેકને એક પછી એક મળીશ અને પ્રશ્ન પૂછીશ
હવલદાર :-ઓકે સર
ઇન્સ્પેક્ટર :-લાવો લિસ્ટ મને જોવા દો પહેલો નંબર કોનો છે
(( ઇન્સ્પેક્ટર લિસ્ટમાં જોઈને બોલે છે આલોક તમે મારા સાથે રૂમમાં આવો....
આલોક અને ઇન્સ્પેકટર બંને રૂમમાં જાય છે હવલદાર બારથી રૂમ બંધ કરે છે))
ઇન્સ્પેક્ટર :-તો આલોક.. તમે પાર્ટીમાં હતા સાચી વાત છે ને??
આલોક:- હા સર.
ઇન્સ્પેક્ટર :- તો ત્યાં શું થયું હતું?
આલોક:- ત્યાં શું થયું હતું એટલે ? સર ત્યાં તો કાંઈ થયું નથી...
ઇન્સ્પેક્ટર :- સાલા તને ખબર નથી કે શહેર ગાયબ છે ? એક છોકરી પાર્ટીમાંથી ગાયબ થાય છે..!અને તું કહે છે કે કંઈ થયું નથી
આલોક:- હા સર તમે એની વાત કરો છો. સર મને સાચે નથી યાદ એ રાતે શું થયું હતું.
ઇન્સ્પેક્ટર :- અલા બે દિવસ પહેલાં ની રાત ની વાત છે અને આવડો મોટો કાંડ થયો તને કંઈ જ યાદ નથી ? ભાન છે ને...
આલોક:- છું પણ એ ટાઈમમાં ભાન માં નતો
ઇન્સ્પેક્ટર:- શું બોલ્યો?
આલોક:- કાંઈ નઈ સર
ઇન્સ્પેક્ટર :- બોલ બોલ ભાન માં નતો.. એવું કંઈ બોલ્યો... તું શું બોલ્યો!!
આલોક :-કાંઈ નઈ
ઇસ્પેક્ટર:- બોલને સફફા (ગુસ્સામાં) આલોક :-સર હું દારૂના નશામાં હતો (( એક સાથે બોલી જાય છે))
ઇન્સ્પેક્ટર:- ઓ હો.....દારૂ વાહ લાવો છો ક્યાંથી? અમે પકડી પકડીને થાક્યા અને તમે પણ લઈને પાર્ટી કરો છો..
આલોક:- સર ..
ઇન્સ્પેક્ટર :- અલા સાચે કહું છું. ચિંતા ના કર હો.. દારૂ અને છોકરી ઓ તો મને પણ ગમે છે બોલને ક્યાંથી લાવે છે.
આલોક :-અરે એની ચિંતા તમે શું કામ કરો છો!! હું છું ને લાવી આપીશ બોલો કઈ દારૂ જોઈએ.આપણે છીએ ને હું લાવી આપીશ.. તમે ઓર્ડર કરો
ઇન્સ્પેક્ટર :-ડિસ્કાઉન્ટ મળશે ને?
આલોક :-અરે મારા સાહેબ તમે બોલો ને તમારે માટે ડિસ્કાઉન્ટ છે આપણે પૈસા પણ કોણ માગે છે.
ઇન્સ્પેક્ટર :-બીયર અને દારૂ આપણે જોઈએ.
આલોક :- રે બિન્દાસ આપણે કરી આપશો પાર્ટીમાં દારૂ નું સેટિંગ હું જ કરું છું
ઇન્સ્પેક્ટરો :- હો ભાઈ સરસ ((આલોક ના ખભા પર હાથ મૂકીને))
આલોક :- હવે આપણે ત્યાં બધું મળી જાય.
ઇન્સ્પેક્ટર :-હા જ તો દારૂ વગર તો મજા પણ ના આવે... આપડે નઈ પીએ તો કોણ પીસે...
આલોક :- સાહેબ એક જીંદગી છે. મોજ કરી લેવાની અને મોજથી પીવાનું.... ઇસ્પેક્ટર :-((જોરથી બે લાફા મારીને)) સફા તારા દારૂ માં એ દારૂ માં એક છોકરી ગાયબ થઈ ગઈ છે. અને રહી વાત દારૂની તો બેટા હવે તું ગયો હવે જેલમાં દારૂ નું સેટીંગ કરી આપજો હોં...ચલો તમારી તો લાગી ગઈ છે.
આલોક :-તમે તો કહેતા તમારે જોઈએ છે.
ઇન્સ્પેક્ટર:- સિંહ નો શિકાર કરવા માટે લાલચ આપવા બકરી મૂકવી પડે કે નહીં. હું ના બોલ્યો હોત તો તું થોડી કહીત તારા દારૂના ધંધા વિશે
આલોક :- સર માફ કરો હવે નહીં થાય.. ઇન્સ્પેક્ટર :-એ બધું પછી જોઈશું... પહેલા મને કે પાર્ટીમાં બીજું શું જોયું આલોક:- સર પાર્ટીમાં કોઈ જગડી રહ્યું હતું.પણ કોણ હતું એ મને પાકું નથી ખબર હું નશામાં ટેબલ પર પડ્યો રહ્યો હતો અવાજ મારા કાન સુધી આવતો હતો. ઇન્સ્પેક્ટર :- ઝઘડો...ઝઘડો..? હવે નામ તો હું કઢાવી દઈશ તું જા સીધો ઘરે અને સીટી ની બહાર જતો નહીં.જ્યાં સુધી અમે ના કહીએ.
આલોકો :-ઓકે સર (( આલોક ત્યાંથી ગાલ પર હાથ ઘસતો ઘસતો રૂમની બહાર નીકળે છે ))
ઇન્સ્પેક્ટર :-બોલાવો લિસ્ટમાં બીજું નામ કોનું છે?
હવાલદાર :-પ્રિયા શર્મા
ઇન્સ્પેક્ટર :- બોલાવો
((હવાલદાર પ્રિયા શર્મા ને રૂમમાં લઈને આવે છે ઇન્સ્પેક્ટર આવો બેસો પ્રિયાં))
પ્રિયા :-થેંક્સ સર
ઇન્સ્પેક્ટર :-તો બોલો ચાલો સહેર ક્યાં છે?
પ્રિયા :-સર મને ક્યાંથી ખબર હોય..! હું તો એને ઓળખતી પણ નથી.
ઇન્સ્પેક્ટર:- તું ભલે ના ઓળખતી પણ ઝઘડો થયો તો પાર્ટીમાં એ તો તને ખબર જ હશેને.?
પ્રિયા :-સર મને સાચે નથી ખબર (નીચે જોઈને ની બીવાતા બીવાતા બોલે છે) ઇન્સ્પેક્ટર :-એક તો દારૂની પાર્ટીમાં મોડી રાતે છોકરાઓ જોડે ફાર્મ હાઉસ પર પાર્ટીઓ કરો છો અને હવે આટલી ભોળી બનીને કહે છે.. સર મને કંઈ ખબર નથી મારા માથા માં ........લખેલું છે કે શું
પ્રિયા :- સર સાચે મને નથી ખબર.. ઇન્સ્પેક્ટર :-દારૂની પાર્ટી માટે તો તેને જેલ થશે સાથે સાથે તારા ઘર અને કોલેજમાં પણ ખબર પડી જશે..
પ્રિયા:- સર હવે આવું નહીં કરું. મને જવા દો please સર... હવે નઈ થાય...
ઇન્સ્પેક્ટર :-એક સમયે કૂતરાની પૂંછડી સીધી થાય એ વાત માની લઉં પણ દારૂનો નશો જેટલી જલદી છૂટી જાય એના માણી શકું.
પ્રિયા:- સર તમે કહેશો એ હું કરીશ પાક્કું ઇન્સ્પેક્ટર :-કરીશ એમ??
પ્રિયા :-હા સર તમે કહેશો એ કરવા તૈયાર છું.બસ મને છોડી દો દારૂ તો શું આવી પાર્ટીમાં પણ નહીં જવું.
ઇન્સ્પેક્ટર :-ઓકે તો બોલ ચલ એ રાતે થયું શું પાર્ટી માં ઝઘડો કોનો કોનો થયો હતો?
પ્રિયા :-સર....
ઇન્સ્પેક્ટર :-ચાલ કઈ ની જેલમાં જવા તૈયાર થઈ જા
પ્રિય :-સર કહું છું.શહેર અને પ્રિયાંશી નો ઝઘડો થયો હતો.
ઇન્સ્પેક્ટર :-કઈ વાતમાં?
પ્રિયા :-એ મને ખબર નથી હું મારા બોયફ્રેન્ડ જોડ ખૂણા માં......... મેં બસ અવાજ સાંભળ્યો અને ત્યાં થી દેખાઈ રહ્યું હતું. કંઈક ઝઘડી રહ્યા હતા
ઇસ્પેક્ટર :-તું sure છે ને?
પ્રિયા :-હા સર..એ બંને નો ઝઘડો થયો હતો
ઇન્સ્પેક્ટર :-ઓકે.
પ્રિયા :-સર હવે મને કંઈ નહીં થાયને? ઇન્સ્પેક્ટર :-થવામાં તો તારા જોડે બહુ બધુ થશે.
પ્રિયા :- સર મને બીક હતી.આ કેસ માં મારે પડવું નતુ એટલે મેં તમને કહ્યું નહીં ઇન્સ્પેક્ટર :- એ તો જોઈએ ચલો હવે તું ઘરે જા.. સીટી ની બહાર જતી નહીં ત્યાં સુધી અમે ના કહી એ જ્યારે હું તને બોલાવું ત્યારે મને મળવા આવી જજે.
પ્રિયા :-ઓકે ((સર ઉભી થઈને રૂમની બહાર જાય છે ))
ઇન્સ્પેક્ટર:- હવે નેક્સ્ટ નંબર કોનો છે? હવલદાર :- અભિમન્યુ
ઇન્સ્પેક્ટર:- અભિમન્યુને મારો ગોળી પહેલા પ્રિયાંશી ને બોલાવો એને ખબર હશે સહેર ક્યાં છે..


((થોડીવાર પછી હવાલદાર પ્રિયાંશી ને લઈને રૂમમાં આવે છે.રૂમમાં પ્રિયાંશી ને મુકીને પોતે બહાર જતો રહે છે. અને દરવાજો બહારથી બંધ કરી નાખે છે.))

પ્રિયાંશી :-સર દરવાજો બંધ કેમ કર્યો?
ઇન્સ્પેક્ટર :-બંધ દરવાજા માં જે થવું જોઈએ એ જ થશે હવે....
પ્રિયાંશી:- સર હું કાંઈ સમજી નહીં(( ડરીને))
ઇન્સ્પેક્ટર:- પ્રિયાંશી બહુ ભોળી છે... તું યાર સમજને કંઈ..
પ્રિન્સી :-સર તમે મારા સાથે એવું કંઈ જ કરી ન શકો.......
ઇન્સ્ટ્રક્ટર :-પણ હું તો કંઈ બોલે જ નથી ને...!!!!..હું તો ઇન્વેસ્ટિગેશન ની વાત કરતો હતો..
પ્રિયાંશી :-ઓકે સર જલ્દી કરો.. મને બીક લાગે છે તમારી સાથે ઇન્વેસ્ટિગેશન જલ્દીથી પુરી કરો.
ઇન્સ્પેક્ટર :-બીક ? અને એ પણ પોલીસથી...!
પ્રિયાંશી :-હા મને લાગે છે..
ઇન્સ્પેક્ટર:- કોઈને પોલીસથી ત્યારે જ બીક લાગે જ્યારે કંઈ ખોટું કર્યું હોય... પ્રિયાંશી :-એક છોકરીને પુરુષથી પણ બીક લાગી શકે છે..!એ ભલે ને પોલીસ જ કેમ ના હોય.
ઇન્સ્પેક્ટર :-તો શહેર વિશે તારું શું વિચારવું છે....?

(સહેરનું નામ સાંભળીને પ્રિયાંશી ના માથા પરથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા અને કોન્ફિડન્સ એકદમ ડાઉન થઈ ગયો અને બોલી લથડવા લાગી અને એનો આઈ કોન્ટેક્ટ તૂટવા લાગ્યો..)

પ્રિયાંશી:- સહેર....સહેર...! મને કેમ પૂછો છો? મને થોડી ખબર હોય એ તો મારી કોલેજ ની ફ્રેન્ડ છે.બસ બીજું કાંઈ નહીં ઇન્સ્પેક્ટર :- કૉલેજની ફ્રેન્ડ સાથે પાર્ટી માં થયેલા ઝઘડાને તુ ભુલી ગઈ ? પ્રિયાંશી :-ઝઘડો..! ના...ના..સર અમારા વચ્ચે એવું તો કંઈક નથી થયું.
ઇન્સ્પેકટર:- ઓહ...! ઝઘડો નથી થયો એમ?મને તો બહુ બધા લોકોએ તારું નામ આપ્યું અને કહ્યું કે આમાં તારો જ હાથ હશે.
પ્રિયાંશી :-કોને કહ્યું સર? સુમિત...!સુમિત...! એ કહ્યું ને...?
ઇન્સ્પેક્ટર :- હા મને એને જ કહ્યું
પ્રિયાંશી :- સર આ બધું એનું જ કરેલું છે. મને મારું નામ આપીને એ પોતે બચી જવાનું વિચારે છે.
ઇન્સ્પેક્ટર :-તું સહેર જોડે જગડી હતી...
પ્રિયાંશી :-અરે તો બસ નાનો ઝઘડો હતો. બીજું કાંઈ જ નહીં.. સરને મેં કાંઈ જ કર્યું નથી.
ઇન્સ્પેકટર :-પણ મને તો બહુ બધું કહ્યું સુમિતે.. ((એકદમ કોન્ફિડન્સ થી બોલે છે જાણે સાચે માં સુની તે કહ્યું હોય))
પાણી પીલે માથા પરનો પરસેવો લૂછી લે. આ તો શરૂઆત છે હજુ ની investigation ની...
પ્રિયાંશી :-((પાણી પીવે છે ))સરે મને સુમિત ફસાવા માંગે છે.આ બધું એનું જ કરેલું છે.
ઇન્સ્પેક્ટર :-કેમ શું થયું?
પ્રિયાંશી:- કાંઈ નહીં સર.. ((એના મગજમાં સુમિત ની વાત યાદ આવે છે કે જો એ કંઈ બોલી તો છેલ્લે ફસાવવાની તો એ જ છે))
ઇન્સ્પેક્ટર :-બોલ પ્રિયાંશી... શું થયું? બોલ...
પ્રિયાંશી :-સર કાંઈ નથી થયું.. (રડવા લાગે છે )
ઇન્સ્પેક્ટર:- એમ સચ્ચાઈને છુપાવીશ તો ક્યાં ચાલશે સાચુ બહાર આવી જાય એ તારા અને મારા બંને માટે સારું જ છે. બોલ..
પ્રિયાંશી :- સરે મને ફસાવા માગે છે ઇન્સ્પેક્ટર :- હું છું ને હું સાચા નો સાથ આપીશ અને તને બચાવીશ..
પ્રિયાંશી :- એ દિવસે મારો અને શહેર નો ઝઘડો તો બસ નામનો જ હતો પણ સહેરનું ગાયબ થવાનું મુખ્ય કારણ સુમિત છે...
((પ્રિયાંશી ને તરત શ્વાસ ચડવા લાગે છે અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે))
ઇન્સ્પેક્ટર :-પ્રિયાંશી શું થયું...?
પ્રિયાંશી :-((ગળા પર હાથ મૂકીને બોલવાનો પ્રયાસ કરે છે.પણ બોલી નથી શકતી અને ખુરશી પરથી પડી જાય છે))
ઇન્સ્પેક્ટર :-ગાડી નીકળો જલ્દી હોસ્પિટલ લઈ જવી પડશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED