HIGH-WAY - part 12 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HIGH-WAY - part 12

Part 12

સાંજે સેહેર તૈયાર થઈ ને બેઠી છે પાર્ટી માં જવા માટે પણ એનો મૂડ એક દમ ઑફ છે.. કેમ છે એ તો એ પણ જાણે જ છે... એને રાહુલ સાથે પાર્ટી માં જવુ હતું એ બસ રૂમમાં ચુપચાપ બેસી છે ત્યાં એના મોબાઈલ માં રિંગ વાગે છે કોલ આવે છે સુમિત નો....

સુમિત :- hello સેહેર... ક્યાં છો તમે લોકો!?

સેહેર :- Hello.. ઘરે જ છું હજુ તો હું...

સુમિત :- રાહુલ લેવા નથી આવ્યો!!

સેહેર :- એને એના dad જોડે જવાનું છે... એ ગયો છે..

સુમિત:- તો તું કઈ રીતે આવીશ?

સેહેર :- એકટીવા લઈને આવીશ હું...

સુમિત :- ના ના એ લઈને ના આવીશ.. દૂર છે આ જગ્યા.. તને લેવા મારો એક friend આવશે... એ ત્યાંથી જ આવવાનો છે..

સેહેર :- ના ના ચાલશે યાર ચાલશે મારે

સુમિત :- અરે ના એકટીવા લઈને આવ કાર માં જ આવી જા

સેહેર :-ok

સુમિત :- તારું એડ્રેસ હું આપી દઉં છું એ તને લેવા આવશે..

સેહેર :- Ok

સુમિત :- ok byy

સેહેર :- yaah byy મળીયે....


Call cut થાય છે તરત મોબાઈલ માં રાહુલ નો મેસેજ આવે છે

" Hello miss seher ,

કેમ છો? આશા રાખું છું કે તૈયાર થઈ જ ગયા હશો પાર્ટી માટે તમારો mood પણ સારો જ હશે. તમારી પાર્ટી એકદમ મસ્ત રીતે enjoy કરજો હું તમારી સાથે જ છું.. "

આ મેસેજ વાંચી સેહેર ની આંખોમાં પાણી આવી જાય છે.. એ તરત reply આપે છે

" તૈયાર થઈ ને તો બેઠી છું પણ જવાનું બિલકુલ મન નથી.. કંઈક ખૂટી રહ્યું છે એવું લાગે છે બધું છે હાલ મારા જોડે યાર પણ કંઈક ખૂટે છે.. ખબર નઇ કેમ કંઈક અધૂરું લાગી રહ્યું છે... ખબર નઇ કેમ પણ આજ ફિલિંગ જ સારી નઇ આવતી.."

તરત સામેથી રાહુલ નો મેસેજ આવે છે
" જે કાંઈ ખૂટે છે એ બહુ જલ્દી આવી જશે તમારા જોડે.. બસ હાલ પાર્ટી માં એન્જોય કરી આવો તમે.. હું હવે ફ્લાઈટ માં બેસી ગયો છું તો મારો મોબાઈલ બંધ હશે.. ત્યાં પહોંચી ને કોલ કરીશ.. ટાટા"

સેહેર રીપ્લાય આપે છે

" ધ્યાન રાખ જે તારું.., મારી ખૂટતી વસ્તુ મળી જાય એનો wait કરીશ હું.. "

એટલામાં સેહેર ના મોબાઈલ માં કોઈ unknown number થી કોલ આવે છે.. આ જોઈને પહેલા તો સેહેર વિચાર માં પડી જાય છે કે કોણ હશે પણ પછી કોલ ઉપાડી લે છે.


" Helloo "
સામેથી અવાજ આવે છે


" Hello.. "
સેહેર બોલી

" જી.. સેહેર વાત કરો છો? "
સામેથી અવાજ આવ્યો..

" હા.. તમે કોણ!? "
સેહેર એ પૂછ્યું

" હું આદિત્ય છું.. સુમિત એ તમને લેવા માટે મોકલેલો મને.."
સામેથી આદિત્ય બોલ્યો..

" હા... હું અહીંયા રૂમ પર જ છું... તમે કેટલે!! "
સેહેર એ પૂછ્યું

" હું રસ્તા માં જ છું, તને નીચે આવી જાઓ તો સારું... "
આદિત્ય એ કહ્યું..

" સારું ચલો હું આવું જ છું. Byy"

સેહેર એ કીધું..

" Ok.. " આદિત્ય એ આટલું કહી call cut કર્યો..

Call cut કરવાની સાથે જ સેહેર ના મોબાઈલ માં notification આવે છે કે *you have only 12%charging* ( તમારા મોબાઈલ માં 12% charging છે )

" અરે ભગવાન.... આને પણ અત્યારે જ ઓછું થવું તું!! વાંધો નઇ ચલ manage કરી લઈશ.. "
સેહેર મન માંને મનમાં વિચારે છેસેહેર નીચે ઉતરે છે ત્યાં દૂર થી કાર આવતી દેખાય છે.. કાર માં આદિત્ય શિવાય કોઈ છે જ નહીં.. આદિત્ય સેહેર ને કાર માં બેસવા નું કહે છે.. સેહેર દરવાજો ખોલી ને અંદર બેસે છે..

બંને જણા કાર માં બેસી ને સુમિત ની પાર્ટી માટે જાય છે.. કાર શહેર ની બહાર ની બાજુ સુમસાન રોડ પર જાય છે..

સેહેર :-, કેટલું દૂર છે?

આદિત્ય :- બસ હવે પહોંચવા જ આવ્યા..

સેહેર :- ok.

આદિત્ય :- શહેર ની બહાર છે જગ્યા.. એટલે દૂર લાગે છે તમને..

સેહેર :- આટલો સુમસામ રસ્તો છે.. અંધારી રાતે કંઈક થઈ જાય તો કોઈને ખબર પણ ના પડે...

આદિત્ય :- ટેનશન ના લેશો કાઈ નઇ થાય.. બસ પહોંચવા જ આવ્યા છીએ સુમિત એ આ જગ્યા કંઈક વિચારીને જ પસંદ કરી હશે એનો ભાઈ આવ્યો છે દુબઇ થી તો....

સેહેર :- દુબઇ કેમ!!?

આદિત્ય :- દુબઇ સુમિત ના મમ્મી પપ્પા રહે છે.. એમનો family business છે ત્યાં..

સેહેર :- ઓહ..

આદિત્ય :- હા, દુબઇ માં એમને હોટેલો છે.. હાલ એનો ભાઈ ત્યાં સંભાળે છે .. સુમિત પણ કૉલેજ પછી ત્યાં જ જતો રહેશે...

સેહેર :- તો પછી ડૉક્ટર કેમ બન્યો એ!!!

આદિત્ય:- બસ ડિગ્રી લેવા... acctuly એના પપ્પા ની ઈચ્છા હતી કે એમનો એક છોકરો ડૉક્ટર બને..

સેહેર :- બાપ રે!! MBBS બસ ડીગ્રી લેવા!!

આદિત્ય.. :- પૈસા વાળા તો કઈ બી કરે.. એની ઈચ્છા.. આપડે શુ કહી શકીયે!! આ last year છે.. ૭ મહિના પછી જતો રહેશે દુબઇ...

સેહેર :- life set છે હો બાકી...

આદિત્ય :- હા એ તો છે... હા હા હા હા હા હાબન્ને જણા સુમિત ના ફાર્મ પર પહોંચે છે ત્યાં આખું ફાર્મ light થી decoration કરવામાં આવ્યું છે.. લોકો બહુ જ ઓછા છે પાર્ટી માં.. એમાં પણ કૉલેજ ના friends તો અમુક જ છે.. બાકીના બધા બીજા friends છે.. પાર્ટી માં એક બીજું કાઉન્ટર છે અને બીજા છોકરાઓ હુક્કા અને દારૂ ની બોટલ લઈને બેઠા છે... બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે.. છોકરીઓ શોર્ટ કપડાં પહેરીને નાચી રહી છે ત્યાં સુમિત ત્યાં સુમિતની નજર સેહેર પર પડે છે અને સુમિત સેહેર પાસે આવે છે

સેહેર :- hello..
સુમિત :- heyy .. welcome

સેહેર :- thanks..

સુમિત :- આવા માં કોઈ પ્રોબ્લેમ તો નતી થઈ ને!!

સેહેર :- ના ના કોઈ તકલીફ નહોતી થઈ..

સુમિત :- પ્રિયાંશી અંદર જ છે.. સામે વાળા રૂમમાં બેઠી છે..

સેહેર :- હા તો હું પણ ત્યાં જ જાઉં..

સુમિત :- ok then.. મળીયે...

સેહેર આગળ વધે છે અને રૂમ સુધી પહોંચે છે... રૂમ નો દરવાજો ખોલે છે ત્યાં આખા રૂમમાં સફેદ ધુમાડો છે... અને દારૂ ની એકદમ માથું દુઃખાડી દે એવી સ્મેલ આવે છે..સેહેર હિંમત કરીને અંદર જાય છે ત્યાં અંદર થી એક અવાજ આવે છે..

" એ છોકરી... દરવાજો બંધ કર ને.. ખબર નઇ પડતી અહીંયા પાર્ટી ચાલે છે... "

" દરવાજો બંધ કર.. "



સેહેર દરવાજો બંધ કરીને અંદર જાય છે... અંદર લાલ.. લીલી... વાદળી.. અલગ અલગ રંગોનો નો પ્રકાશ ફેલાયેલો છે..

સેહેર એકદમ મૂંઝાઈ ગઈ છે કે આ પાર્ટી છે કે દારૂ નો અડ્ડો!! ત્યાં એની નજર એક group પર પડે છે ત્યાં પ્રિયાંશી બેઠી છે હાથ માં ગ્લાસ અને ગ્લાસ માં દારૂ.. ફૂલ નશામાં બધા બેઠા છે.. સેહેર ત્યાં જાય છે અને પ્રિયાંશી ની નજર સેહેર પર પડે છે...

પ્રિયાંશી :- હે... તમે આવી ગયા એમ!! એકલા જ આવ્યા કે તમારો bf રાહુલ પણ છે સાથે!! ( નશામાં છે )

સેહેર :- પ્રિયાંશી બકા એવું કંઈ નથી અમારા વચ્ચે..

પ્રિયાંશી :- કૉલેજમાં.., car માં..., શહેરમાં.. ઘરે... બધે આખો દિવસ એના જોડે જ ફરતી હોય છે.. કદાચ રૂમમાં પણ જઈ આવી હોઈશ રાહુલ જોડે..

સેહેર :- તને ખબર પણ છે તું સુ બોલે છે!! આવું કાઈ નથી યાર Plz..

પ્રિયાંશી :- ગામડા ની છોકરીઓ ની આ જ રીત હોય છે.. આમિર છોકરાઓ ને પ્રેમમાં પાડી ને એક- બે રાતો રૂમમાં સુઈ જાઓ.. પછી એને પ્રેમ ના નામે બ્લેકમેલ કરો... જલસા કરો.. પૈસા કમાઓ...

સેહેર :- અરે હું તને હાથ જોડું છું plz બંધ થા તું... તું સમજે છે એવું કંઈજ નથી..

પ્રિયાંશી :- રાહુલ ક્યાં છે?

સેહેર :- એ એના dad સાથે આઉટ ઓફ સ્ટેટ ગયો છે.. અહીંયા નથી આવ્યો..

પ્રિયાંશી :-રાહુલ ક્યાં જાય છે... કેમ જાય છે.. બધું તને ખબર હોય છે તો પણ તમે just friends છો... વાહ..

સેહેર :- એ મારી સાથે પાર્ટી માં આવવાનો હતો પણ અચાનક એને જવાનું થયું એટલે મને કઈ ને ગયો એ...

પ્રિયાંશી :- ઓહ એને તું સાથે લઈ ને આવોત એમ ને... એટલે બધાને બતાવોત કે આ મારો BF... તારા જેવી ગામડાની ગવાર છોકરીઓ મોટા શહેર માં આવીને આવું જ કરે.... માબાપ આવું બધું કરવા જ મોકલતા હોય.. આમિર છોકરા ને ફસાવી ને જલસા કર..

સેહેર :- બસ પ્રિયાંશી બહુ ના બોલીશ હવે તું.. હું જાઉં છું..

પ્રિયાંશી :- હા જ તો જા ને તારા જેવી ને આ પાર્ટી માં બોલાવી કોણે એ ખબર નથી પડતી... આ દારૂ ની બોટલ તારા કપડાં કરતા મોંઘી છે.. જા તું અહીંયા થી..

સેહેર :- ( આંખોમાં પાણી આવી ગયું છે) હા તો જાઉં છું...

સેહેર ધીમે ધીમે રડતા રડતા પાછળ ફરીને બહાર નીકળવા માટે જાય છે...

આ બાજુ પ્રિયાંશી ની બાજુમાં બેઠેલ છોકરો પ્રિયાંશી ને સેહેર વિશે પૂછે છે..

છોકરો :- આ કોણ હતી!! જોરદાર લાગતી હતી હો.. આવી મળી જાય તો રાત અલગ જ mode પર આવી જાય.. મારે આ જોઈએ છે આજ રાત માટે..

પ્રિયાંશી :- તારા ભાઈ અને મારી દૂષમન છે આ... તારો ભાઈ સુમિત પણ આને ગાયબ કરવા માંગે છે...નામ એનું સેહેર..

( આ છોકરો પોતે ચિરાગ એટલે કે સુમિત નો ભાઈ છે)

ચિરાગ :- હા પણ તને તો ખબર જ છે.. મને જે જોઈએ એ જોઈએ.. મારે આ છોકરી આજ રાત માટે જોઈએ છે..

પ્રિયાંશી :- એટલું પણ આસન નથી.. ગામડા ની છે એટલે બહુ નખરા કરશે , જલ્દી નહિ માને એ બધામાં..

ચિરાગ :- જબરદસ્તી કરતા મને પણ આવડે છે

પ્રિયાંશી :- જબરદસ્તી!! તું પાગલ છે કે સુ!!

ચિરાગ :- ભારત માં દર4 મિનિટ એ એક rap થાય છે એમાંથી ફક્ત ૨૦% પોલીસ સ્ટેશન માં ફાઇલ થાય છે અને એમાંથી પણ અમુક ને જ સજા થાય છે... બાકીના તો બારોબાર પુરા થઈ જાય છે.. હું જબરદસ્તી કરીશ તો બી સુ બગડી જવાનું!!

પ્રિયાંશી :- ( મનમાં ને મનમાં ખુશ થાય છે.. ) હા.. મજા તો તને બહુ આવશે..

ચિરાગ :- તું જો હવે.. થાય છે શું...

ચિરાગ દોડતો દોડતો સેહેર ના પાછળ જાય છે..

" Hello medam "
પાછળ થી બૂમ પાડે છે


સેહેર પાછળ ફરી ને જુવે છે..

સેહેર :- તમે કોણ?

ચિરાગ :- મારુ નામ ચિરાગ છે.. હું સુમિત નો ભાઈ છું..

સેહેર : ઓહ hey.. welcome to india..

ચિરાગ :- અરે આ મારો જ દેશ છે.. હું થોડા સમય માટે ત્યાં ગયો હતો.. બધાં મારા જ friends છે...

સેહેર :- ઓહ Good...

ચિરાગ :- તમે ડ્રિન્ક ના લીધું!!

સેહેર :- ના.. હું નથી લેતી..

ચિરાગ :- આમ થોડી ચાલે યાર. લેવું તો પડે..

સેહેર :- ના ના હું નથી લેતી.. મને નથી ગમતું..

ચિરાગ :- ok.. કોકટેલ ના લેવું હોય તો કઈ નઈ મોકટેલ તો લઇ જ શકે ને..

સેહેર :- મોકટેલ!!

ચિરાગ નોનઆલકોહોલિક ડ્રિન્ક આવે.. એનાથી તને નશો નહિ ચડે...



DHRUV PATEL 💫