HIGH-WAY - part 10 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HIGH-WAY - part 10

Part 10


અત્યાર સુધીમાં તમે જોયું કે ,

પ્રિયાંશી અને સુમિત એમના રસ્તા ના કાંટા એટલે કે રાહુલ અને સેહેર ને હટાવવાના ઇરાદામાં છે.. પ્રિયાંશી સેહેર ને રાહુલ ના નજીક આવવા ની સજા આપવા માંગે છે અને બીજી બાજુ સુમિત રાહુલ ને હટાવીને કોલેજ માં એની જગ્યા લેવા માંગે છે..


આ બાજુ રાહુલ સેહેર ને રાજકોટ માં જુદી જુદી જગ્યાઓ બતાવી રહ્યો છે...

રાહુલ : તો કેવું લાગ્યું તને અમારું શહેર?

સેહેર : સરસ છે..

રાહુલ : બસ સરસ!!

સેહેર : હા જ તો... અહીંયા બધું કેટલું ફાસ્ટ છે યાર લોકો જિંદગી ની જરૂરિયાત ને પુરી કરવા માટે જિંદગી જીવવાનું જ ભૂલી ગયા છે...

રાહુલ :- શુ બોલી!! Sorry ખબર ના પડી...

સેહેર : દેખ યાર સીધી વસ્તુ છે.. લોકો એમની જિંદગી ની જરૂરિયાતો પૂરી કરવા માટે આટલી દોડધામ કરે છે...પણ એ જિંદગી ને પોતે જીવી શકતા નથી...

પૈસા કમાય છે વસ્તુ લેવા પણ એ વસ્તુ ને વાપરવા માટે સમય નથી કાઢી શકતા..

રાહુલ : એ તો છે જ ને... તને ખબર છે આપડે ડૉક્ટર લોકોની life પણ આવી જ હોય છે.. ગમેત્યારે કોલ આવે ને હોસ્પિટલ ઉપડી પડવાનું...

સેહેર :- એને દોડધામ ના કહેવાય ને રાહુલ... એ તો આપડી ફરજ છે.. કોઈની જિંદગી બચાવવી અને એને એની family પાસે ફરી પહોંચાડવા માં જે ખુશી મળે એ ક્યાં મળવાની!!?

રાહુલ: પણ એમાં ને એમાં પોતાની family ને time ના આપી શકો એનું શું!!

સેહેર : હા એ તો છે યાર... જિંદગી બસ આમ જ ચાલશે... એ દોડાવશે અને આપણે દોડતા રહીશું...

રાહુલ : હા યાર મેં તો આ વસ્તુ નાનો હતો ત્યારથી જ જોઈ લીધું છે

સેહેર : કેમ?

રાહુલ : તમારા ખાસ પસંદીદાર ડૉ. માથુર એ મને સમય જ ક્યાં આપ્યો છે.!!

સેહેર : કેમ એવું બોલે છે લા?

રાહુલ : સેહેર યાર એમને તો એ પણ નહોતી ખબર હોતી કે હું કઈ સ્કૂલમાં છું... મારી school માં કેવા પ્રોગ્રામ થાય છે.. મને કઈ કઈ વસ્તુઓ માટે ઈનામ મળે છે... કયા ધોરણમાં મારે કેટલા માર્કસ આવ્યા છે.. મને શું ગમે છે.. શુ નહી... કાઈ જ નથી ખબર હોતી એમને... મારુ બધું કામ ઘરના નોકર કરતા.. સવારે હું ઉઠું એ પહેલાં જ એ જતા રહેતા અને મારા સુઈ ગયા પછી આવતા.. મારા ભાગ નો સમય પણ એમને ઓપરેશન થિયેટર ની દીવાલો ને આપ્યો છે..

સેહેર : પણ તું એક વાત ભૂલે છે.. તારા પપ્પા ઇન્ડિયા ના વન ઑફ ધ બેસ્ટ ડૉક્ટર છે એમની મહેનત ની કમાણી થી જ તું તારા શોખ પુરા કરે છે.. રાહુલ : બેસ્ટ પપ્પા છે એ? (સેહેર ની આંખો માં આંખ નાખી ને.. ) શુ બેસ્ટ ડૉક્ટર બનવા એમણે પોતાના જ લોહી ને સમય ન આપ્યો... એ સારી વસ્તુ છે!? હું એમના જેટલો સારો ડૉક્ટર બનું કે ના બનું પણ એમના થી સારો પિતા જરૂર બનીશ હો સેહેર ( આટલું બોલતા બોલતા રાહુલ ની આંખો ભરાઈ આવે છે અને એ પાછળ ની બાજુ ફરી જાય છે..

સેહેર :- અરે..... રાહુલ... રાહુલ... (રાહુલના ખભા પર હાથ મૂકીને અને રાહુલના મોઢાને હાથ થી પકડીને સેહેર એ પોતાની તરફ કર્યું તો હાથમાં રાહુલ ના આંસુ આવ્યા ) અરે પાગલ....
તને ખબર મેં તો મારા મમ્મી પપ્પાને જોયા પણ નથી અને મારો ઉછેર એક અજાણ્યા પરિવારે કરેલો. ત્યારથી એ લોકો જ મારા મમ્મી પપ્પા છે.... Life કોઈની easy નથી રાહુલ બસ સમય સાથે વસ્તુ નો સ્વીકાર કરતા આવડી જશે તો બધું easy લાગશે ..

રાહુલ :- sorry.......

સેહેર :અરે એમાં શું.. . મને તો ખબર જ નહોતી કે કૉલેજ નો સહુથી રૂપાળો છોકરો કે જે કોલેજનો ટોપર પણ છે અને જે આટલી બધી છોકરીઓ નો ક્રશ બનીને બેઠો હોય તે રડી પણ શકે છે.....


રાહુલ. :- તને ખબર છે પુરુષો પણ રડે છે.. બસ આપણા સમાજ એ એને અલગ નજરથી જોવાનું શરૂ કરી દીધું છે.. લોકો ને લાગે છે કે પુરૂષ રડી ના શકે.. છોકરાઓ ને રડવાનો હક જ નહીં.. રડે તો બાયલો કેવાય.. કેમ ભાઈ!! છોકરો કેમ ના રડી શકે!!? છોકરાઓ ને ફીલિંગ્સ એક્સપ્રેસ કરવાનો હક નથી!! છોકરાઓ ને પણ ફીલિંગ હોય છે કંઈક... છોકરાઓ ની પણ એક સૉફ્ટકોર્નર હોય છે... છોકરાઓ મોટા ભાગે એકલામાં રડે અથવા કોઈ એવા સામે જે એને સમજી શકતું હોય.. બાકી રડવાનો કોઈ મતલબ નઈ........


સેહેર :-રાહુલ દુનિયામાં કોઈ સામે ઢીલો ના પડતો.. રડવાનું હોય તો એકલો દીવાલ વચ્ચે રડજે બાકી કોઈની સામે નહિ.....


રાહુલ. :- કેમ.!

સેહેર : ચાર દીવાલ વચ્ચે રોઇશ તો ઉપરવાળો જોઈને તને સંભાળી લેશે.. પણ કોઈ માણસ સામે રોઇશ તો તો એ સમય જતાંની સાથે સંભળાઈ જશે.. કોઈને ફરક નથી પડતો તું કેટલી પ્રોબ્લેમમાં છે.. બધા તારી સાથે છે કારણ કે તારો સમય સારો છે.. No one is permanent...

રાહુલ :- હા.. એ વાત સાચી છે.....

સેહેર :- લોકો તમને તોડવા જ માંગે છે તમે એમને તમારા જખમ બતાવશો એ લોકો તેના પર મીઠું નાખીને તમને વધારે દુઃખાડશે... એના કરતાં એકલામાં રડી લેવું સારું..

રાહુલ :- વાહ ડફર તને આવું બધું ખબર પડે છે એમ!!

સેહેર : ખબર તો કઈ નહોતી પડતી.. સમય શીખવાડી દે બધું એ તો.

રાહુલ :- કેમ શુ થયું?

સેહેર :- અરે કઈ નઈ એ બધી વાતો પછી કરીશું મને ભૂખ લાગી છે ચલ ને ડીનર કરવા જઈએ...

રાહુલ :- ચાલો મેડમ તમે કહો એમ....

સેહેર :- yess...


( રાહુલ અને સેહેર શેર ના કોઈ રેસ્ટોરન્ટ માં જાય છે અને ટેબલ પર બેસી ને વાતો ચાલુ કરે છે..

રાહુલ :- આ મારુ મોસ્ટ ફવોરીટ રેસ્ટોરન્ટ છે..

સેહેર :ઓહ nich.... રાહુલ.... આપડે રસ્તા માં ઘણી મોટી મોટી હોટેલ જોઈ પણ એ બધા માંથી આ જ તારી ફવોરીટ કેમ છે? આ રેસ્ટોરન્ટમાં તને એવું તો શું ગમી ગયું!! I mean અહીંયા બસ ૧૦ -૧૫ જેટલા ટેબલ હશે અને એક જ માળ ની છે.. આ જગ્યા ને હોટેલ કહી શકાય કે નહીં એના પર પણ પ્રશ્નાર્થ છે તો તને ગમી એનું કંઈક તો ખાસ કારણ હશે જ

રાહુલ : તને ખબર છે આ હોટેલ કેટલા વર્ષ જૂની છે!?

સેહેર :- ના....

રાહુલ :- મારા પપ્પા જ્યારે કૉલેજ કરતા ને એ time ની છે આ હોટેલ...
સેહેર :- હવે તું એમ કહીશ કે આ હોટેલ માં uncle જમવા આવતા..............

રાહુલ:- ના ના જમવા નહિ..... અહિયાં પપ્પા job કરતા એમનું mbbs ચાલુ હતું એ વખતે...

સેહેર :- મજાક કરે છે ને??
રાહુલ. :- I am seriouse...

સેહેર :- સાચ્ચે??

રાહુલ :- હા.. પપ્પા એમના ખર્ચા જાતે નીકાળવા માટે અહીંયા પાર્ટ time જોબ કરતા.. મોર્નિંગ માં કૉલેજ , બપોરે સ્ટડી & રાતે અહીંયા વેઈટર ની જોબ.....

સેહેર :- વાહ...

રાહુલ :- મારા દાદા તરફથી અમને કાઈ જ નથી મળ્યું.. પપ્પા નાના હતા ત્યારે જ દાદા ગુજરી ગયેલા.. એટલે પપ્પા એ આવી નાની મોટી જોબ કરી કરી ને પોતાનું mbbs પૂરું કર્યું અને પોતાના જ પગ પર ઉભા રહી ને surgery માં masters પણ કર્યું . .. surgen બન્યા..

સેહેર :- તો તો આ રેસ્ટોરન્ટ તને બહુ બધું motivation આપતું હશે ને...

રાહુલ :- motivation નું તો ખબર નહિ પણ મને આ જગ્યા પર આવીને હમેશાં એવો અહેસાસ થાય છે કે સમય ક્યારે પણ બદલાઈ શકે છે.. આજે ખરાબ હશે તો કાલે સારો પણ થઈ શકે છે.. અને જે દિવસે મને મારા પર ઘમન્ડ થવા લાગે છે ને કોઈ પણ વાત નું તો હું અહીંયા આવી જાઉં છું.. અહીંયા આવીને મને મારી ઔકાત સમજાય છે કે મારા પપ્પા એક સમયે અહીંયા વેઇટર હતા.. જે કાંઈ પણ છે મારા જોડે એ મારું નહિ એમનું છે......

સેહેર :- અરે યાર સાચ્ચે બહુ જ મહેનત કરી છે uncle એ...

રાહુલ : હા કરી તો છે પણ તુ હવે ખાવા માં ધ્યાન આપ હા...

(વેઈટર tray માં ડિનર લઈને આવે છે....... જમવામાં ગુજરાતી થાળી હોય છે)

સેહેર :- વાહ ઘર થી દુર છું પણ આજે શાંયી જમીશ...

રાહુલ :- ઓહ.. તુ કેતી હોય તો અહીંયા તને પણ જૉબ અપાવી દઉં વેઈટર ની.. પગાર ના બદલે રોજ તને ૧ ડીશ ગુજરાતી થાળી જમાડી દેશે ( હસવા લાગે છે)

સેહેર :- હા આઈડિયા સારો છે હો .. ઘર થી દુર આવું જમવાનું ક્યાં મળે!!

રાહુલ:-પાગલ છે હો તું... તારે ક્યાં જોબ કરવાની જરુંર જ છે. જ્યારે પણ ઘર નું ખાવાની ઈચ્છા થાય ત્યારે મારા ઘરે આવી જજે.. તારા માટે હંમેશા ખુલ્લા જ રહેશે અમારા ઘર ના દરવાજા....

સેહેર :- એમ ના અવાય ને પાગલ.....

રાહુલ : આજ નઈ તો કાલ.. તું એ ઘર ની જ થઈ જઈશ ને....

સેહેર :- હેં!!??

રાહુલ :- અરે એમ કહું છું કે આજ નઈ તો કાલ તું એ ઘરમાં આવવા માટે ટેવાઈ જ જઈશ ને......

સેહેર :તો ઠીક......

રાહુલ :- કેમ? તું શું સમજી?

સેહેર :- અરે કઈ નઈ જમવામાં ધ્યાન આપ...

રાહુલ : હા હા હવે....

((ડિનર પૂરું કરી બંને કાર તરફ રવાના થાય છે))

રાહુલ :- કેવો રહ્યો દિવસ?...

સેહેર :- એક દમ મસ્ત

રાહુલ :- મારાથી કોઈ ભૂલ થઈ હોય તો sorry

સેહેર : આ આખા શહેર હું એક જ માણસ પર આંખ બંધ કરીને ભરોસો કરી શકું છું એ તું છે.. તારા થી વળી શુ ભૂલ થઈ શકે યાર!! તારી સાથે safe છું હું..

રાહુલ :- સાચ્ચે..? ( રાહુલના હૃદયમાંથી અવાજ આવ્યો કે કાશ આ પણ મારા જેવું જ feel કરતી હોય..)

સેહેર :હા જ તો.. પાગલ ...

રાહુલ : અમારે આ કૉલેજ નું લાસ્ટ યર છે અને મારા પછી કૉલેજ નું ટોપર તારે જ બનવાનું છે ને!!


સેહેર :- સાચું કહું તો કોલેજમાં તારી જે જગ્યા છે એ બીજું કોઈ ના લઈ શકે..

રાહુલ : ના ના એવું કંઈ ના હોય.. તું પણ લઈ શકે.. આમ પણ તું પપ્પાનું stethoscope લેવા માટે મને પાછળ પડવાનું મન બનાવી જ ચુકી છે ને..

સેહેર :- હા એ તો છે જ ને......

( બસ આમ વાતો કરતા કરતા સેહેર ને યાદ આવ્યું કે રાત બહુ થઈ ગઇ છે.. હવે ઘર માટે નીકળવું જોઈએ......)

સેહેર :- રાહુલ.. હવે ઘર તરફ જઈએ... કાલે સવારે કૉલેજમાં પણ જવાનું છે ને...
રાહુલ :- અરે હા લા... ભૂલી જ ગયો તો.. ચલો હવે તમને ડ્રોપ કરી દઉં..

સેહેર : Ok sir......

( બંને car માં બેસે છે અને car રાજકોટ શહેર ની બહાર ના હાઈવે પર જઈ રહી છે.. રસ્તો એકદમ સુમસામ છે.. અંધારી રાત છે.. car માં કોઈ song વાગી રહ્યું છે અને બંને જણા એ song માં ખોવાયેલા છે.....)

રાહુલ : યાદ છે તને 1st time આ રસ્તા પર મળેલા.... અને તે મને મદદ કરવાના બદલા માં ગુસ્સો કરેલો મારા પર...

સેહેર :- હા તો કઈ મને થોડી ખબર હતી કે તું મને સાચ્ચે મદદ કરે છે કે બસ મોકો શોધે છે મને impress કરવાનો

રાહુલ :- અને હું કહું કે તું મને ગમે છે તો.....!!

સેહેર : શુ...? ( દિલ માં કંઈક અલગ જ feeling આવી ગઈ.)

રાહુલ :- અરે કાઈ નઈ બસ એમ જ.....(ડરતા ડરતા)

સેહેર :- તો.... ઠીક છે ને.. ... (સેહેર ને ખબર છે કે રાહુલ શુ બોલ્યો પણ કાઈ સાંભળ્યું ના હોય એવું નાટક કરે છે )

રાહુલ :- કાલે સુમિત આવનો છે તને લેવા કે હું આવું!!!

સેહેર :wait હું પૂછી લઉં..... ( સેહેર મોબાઈલ નીકાળી ને સુમિત ને કોલ કરે છે )

સેહેર :-helloo...

સુમિત :- hii Seher..

સેહેર :- કાલે આવવાનો છે ને લેવા...

સુમિત :- અરે નઈ કાલે ભાઈ આવે છે મારો તો હું કાલે કૉલેજ નથી આવવાનો... રાહુલ ને કે જે.. એ તને pickup કરી દેશે.. હું મોડા કૉલેજ આવીશ તો તને સાંજે ડ્રોપ કરી દઈશ

સેહેર :ok ok enjoy... By..

સુમિત :by......

(સેહેર call cut કરે છે.)
રાહુલ :- આવવાનો છે એ??
સેહેર :- ના એનો ભાઈ આવે છે તો નઈ આવે એ..

રાહુલ :- no problem હું pick-up કરતો જઈશ

સેહેર :- ના ના જરૂર નથી.. હું રાજકુમાર સાથે જતી રહીશ

રાહુલ :- અરે હું ફ્રી જ છું કાલ લઈ જઈશ તને સવારે..

સેહેર :- યાર હું આવી શકું છું એકલી.. મારા માટે તારે હેરાન થવાની જરૂર નથી..

રાહુલ :- હા તો તને કાઈ free માં લેવા નઈ આવતો બસ.. એના બદલામાં તું કૉલેજ ટોપર ના બનતી.. મારી જગ્યા safe રહેવી જોઈએ..

સેહેર :- ચલ ચલ મારે તો બેસ્ટ ડૉક્ટર બનવાનું છે.

રાહુલ :- હા મારી મા બનજે બનજો બસ..

વાતવાતમાં ગાડી સેહેરના રૂમ સુધી પહોંચી ગયા. બન્ને એકબીજાને bye કહેવા માટે તૈયાર તો નહોતા પણ કહેવું જરૂરી હતું..

રાહુલ :- okk તો

સેહેર :- તો!!

રાહુલ :- ઘર આવી ગયું..

સેહેર :- હા દેખાય છે મને.. આવી ગયું..

રાહુલ :- જવું નથી!!

સેહેર :- મોકલવી જ છે મને એમ!!?

રાહુલ :- હું કઈશ તો રોકાઈ જઈશ!?

સેહેર :- Possible નથી ને..

રાહુલ :- તો પછી....!!

સેહેર :-કાલે મળશું ને..

રાહુલ :- હા એ બી છે...

સેહેર :- ok ચલ byy.. ( રાહુલ ના નજીક જઈ ને એને ગળે લાગી ને કાર માંથી ઉતરી જાય છે..)

રાહુલ :- byy

હવે રાહુલ ના મગજમાં સેહેર એ ગળે લગાવ્યો એ જ વાત ચાલી રહી છે.. એને બસ એ જ યાદો ને સાથે
લઈને એ ઘર તરફ જાય છે

આ બાજુ સેહેર રૂમમાં જઈને એ જ વિચાર માં પડી ગઈ છે કે એને થયું તું શું!! રાહુલ જોડે રહીને એવી feeling કેમ આવે છે જે કોઈના માટે નથી આવી....!! રાહુલ ને ગળે કેમ લાગી ગઈ!! એને આ બધા સવાલ આખી રાત સુવા નથી દેતી..