એક પૂનમની રાત - પ્રકરણ-9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-9

એક પૂનમની રાત
પ્રકરણ-9
પિતા વિક્રમસિહની પરમીશન મળી ગઇ હતી દેવાંશ ફોન મૂકીને પછી ઊંડા વિચારોમાં પડી ગયો. એક અનોખી ખુશી એનામાં છવાઇ ગઇ હતી. એનાં રૂવાડાં ઉભા થઇ ગયાં હતાં એને કંઇક અનોખું રહસ્યમય અને સાહસીક કાર્ય કરવાનો થનગનાટ હતો.
દેવાંશે સિદ્ધાર્થ અંકલને કહ્યું અંકલ ચલો બધી બાજુથી પરમીશન અને આશીર્વાદ મળી ચૂક્યાં છે ચાલો નીકળીએ.
સિધ્ધાર્થે કહ્યું હાં થોડીવારમાં નીકળીએ છીએ. સિધ્ધાર્થે એનાં બહાદુર કોન્સ્ટેબલને કહ્યું ચાલો જવાની તૈયારી કરો સાથે થરમોસમાં ચા, ઠંડુ પાણી, હથિયાર, ટોર્ચ, થોડોક નાસ્તો બધુ સાથે લઇ લો અને ખાસ યાદ કરીને ફ્રસ્ટેઈડ અને દવાની કીટ સાથે લો કંઇ પણ જરૂર પડે આપણને કોઇ તકલીફ ના પડવી જોઇએ સાથે વાયરલેસ ફોન અને બધાનાં મોબાઇલ પૂરા ચાર્જ છે ને ? એકબીજાનાં નંબર શેર કરીને બધુ અપડેટ કરી લો પછી નીકળીએ કોઇ તૈયારી અધૂરી ના રહેવી જોઇએ.
ત્રણમાંથી એક કોન્સેટબલે કહ્યું સવારેજ સર તમે બધુ લીસ્ટ આપેલું છે બધીજ તૈયારી કરી લીધી છે અને આપણાં બહાદુર ભાવેશે હનુમાન ચાલીસા પણ સાથે લીધી છે. કાળુભા એ વધારાની માહીતી આપી.
સિધ્ધાર્થે કહ્યું મનીષ કાંબલે તે શું સાથે લીધુ છે ? મનીષે કહ્યું સર સિધ્ધીવિનાયકદાદાની છબી છે મારાં ખીસ્સામાં અને કાળુભાથી ના રહેવાયું એણેય કહી દીધું સર મેં માતાજીનો દોરો લીધો છે. આપણાં બધાની રક્ષા કરશે.
સિધ્ધાર્થ બધાની તૈયારી અને આસ્થા સાંભળી ને હસી પડ્યો પછી કહ્યું કંઇ નહીં આસ્થા અને બળ બંન્ને સાથે રાખવા અડધી રાત્રે કામ લાગે. ટોર્ચ પણ લીધી છે ને ?
દેવાંશે કહ્યું વાહ સર કોન્સેટેબલ પણ બધાં ખૂબ આસ્થાવાન છે બહાદુરી તો છેજ બધુ પોઝીટીવ છે ચલો માતાનુ નામ લઇને નીકળીએ.
સિધ્ધાર્થે કાળુભાને જીપ કાઢવાનું કહ્યું અને કાળુભાઇએ જીપ કાઢી સિધ્ધાર્થ આગળ એની બાજુમાં દેવાંશ એ પાછળ મનીષ અને ભાવેશ એમની બે નાળી બંદુક સાથે બેસી ગયાં અને માં અંબાનું સ્મરણ કરીને નીકળ્યાં.
જીપ સડસડાટ નીકળી વડોદરા સીટી ક્રોસ કરીને પાવગઢ તરફનો રસ્તો લીધો આમને આમ કલાક દોઢ કલાક નીકળી ગયો અને પાવાગઢ નજીક દેખાવા લાગ્યો જંગલની શરૂઆત થઇ ગઇ. રસ્તો કાચો અને ઉબડખાબડ આવ્યો કાળુભાએ જીપ ખૂબ ધીમી ચલાવવી શરૂ કરી.....
થોડે આગળ ગયાં અને દેવાંશે બૂમ પાડી કાળુભા જીપ ખૂબજ ધીમી કરો દેવને નીકળી જવા દો. કાળુભાએ એકદમજ જીપને બ્રેક મારી અને સાવ ધીમી કરી અને સિધ્ધાર્થ અને કાળુભા દેવાંશની સામે આશ્ચર્યથી જોવા લાગ્યાં. કેમ શું થયું દેવાંશભાઇ એકદમ ધીમી કરાવી જીપ ? આમ પણ ધીમેજ ચલાવતો હતો.
દેવાંશે કહ્યું થોડે દૂર જુઓ એટલે ખબર પડશે કાળુભા-સિધ્ધાર્થે અને પાછળ બેઠેલાં મનીષ અને ભાવેશ ગાડીમાંથી રસ્તા તરફ આગળ જોવા લાગ્યાં ત્યાં જીપથી લગભગ 30 ફૂટ દૂર મોટો કાળો નાગ એની રાજવી ધીમી ચાલે રોડ ક્રોસ કરતો સરી રહેલો.
કાળુભાએ જોઇને જીપ ઉભીજ કરી દીધી. નાગ ધીમે ધીમે નિશ્ચિતતાથી રોડ પસાર કરી ઝાડીમાં ઘૂસી ગયો. સિધ્ધાર્થે પૂછ્યું અરે દેવાંશ તને કેવી રીતે ખબર પડી કે આગળ નાગ જઇ રહેલો છે ? કે આવવાનો છે ?
દેવાંશે કહ્યું "સર મને પણ ખબર નથી પરંતુ મને અચાનક કોઇક અગમ્ય એહસાસ થયો કે આગળ કોઇ દૈવી નાગ આવી રહ્યો છે એને નુકશાન ના પહોંચે એટલે મેં કાળુભાને જીપ ધીમી કરવા કહી....
સિધ્ધાર્થ આશ્ચર્યથી દેવાંશ સામે જોવા લાગ્યો અને કહ્યું વાહ દેવાંશ તારામાં તો જબરી અગોચર શક્તિ છે તને એહસાસ થઇ ગયો ? કહેવું પડે પણ તું મને સર કેમ કહે ? અંકલ કહેવાનું તારી આવી બધી જ્ઞાનની વાતો અને અગમ્ય શક્તિ જાણીને મને વધારે માન ઉપજ્યુ છે અને વિશ્વાસ થઇ ગયો છે કે તું તારી નિષ્ઠાથી લક્ષ્ય સુધી ચોક્કસ પહોચીશ. ગોડ બ્લેસ યુ અને દેવાંશે કહ્યું થેંક્યુ અંકલ.
દેવાંશને પણ આનંદ થયો કે મને આવો એકદમ એહસાસ કેવી રીતે થયો ? એણે મનોમન ઇશ્વરનો આભાર માન્યો અને એની માઁ કુળદેવીને પ્રાર્થના કરી રહ્યો. જીપ આગળ વધી રહી હતી વડોદરાથી નીકળે લગભગ 2 કલાક થવા આવ્યાં પાવાગઢ પર્વત સાવ નજીક દેખાતો હતો પણ હતો ઘણો દૂર જંગલમાં ગીચતા વધી રહી હતી ચારોતરફ વૃક્ષોજ વૃક્ષો હતાં. અને વાતાવરણ એકાંત અને ભેંકાર ભાસ્તુ હતું.
અને સિધ્ધાર્થે કહ્યું કાળુભા હવે ધીમેથી પેલી વાવ હવે નજીકજ છે. જમણીબાજુ કાચો નિર્જન રસ્તો છે એનાં તરફ જીપ લેજો. બપોરના 4 વાગી ગયાં છે આપણે સમયસર પહોંચી જવાનાં .....
બધાંમાં એક જાતની ઉતેજના ફેલાઇ ગઇ હતી અને કાળુભા-સિધ્ધાર્થ અને દેવાંશને હવે આગળનો કાચો રસ્તો સ્પષ્ટ દેખાવા લાગેલો. કાળુભાએ જીપ જમણી તરફ ટર્ન મારી અને પાછળ બેઠેલાં મનીષ અને ભાવેશ પણ ઊંચા થઇને જોવા લાગ્યાં.
જમણીબાજુ વળી ગયાં પછી સિધ્ધાર્થે કહ્યું પેલાં કોન્સેટેબલ નવીને જે વર્ણન કરેલું એ વિશાળ વડ હવે દેખાય છે. એ વડની નીચેજ જીપ પાર્ક કરી દઇએ અને પગપાળા પછી વાવની નજીક જઇએ. સિધ્ધાર્થે કહ્યું ભાવેશ પેલી ટોર્ચ સાથે રાખજે... અને કેટલી ટોર્ચ લાવેલો છું ? ભાવેશ કહ્યું સર ત્રણ ટોર્ચ છે એકદમ ચાર્જ અને પાવરફુલ છે.
કાળુભાએ વિશાળ વડની નીચે જીપ ઉભી રાખી. ક્યાંય સુધી બધાં અંદરજ બેસી રહ્યાં. ચારોતરફ નિરિક્ષણ કરી રહ્યાં હતાં. બધાં કાન સરવા કરી કોઇ અવાજ આવે છે એમ સાંભળવા તત્પર થઇ ગયાં.
ત્યાં પક્ષીઓનો અને વૃક્ષોનાં પત્તા હલવાનો કુદરતી અવાજ આવી રહેલો. દેવાંશ પહેલોજ જીપમાંથી નીચે ઉતર્યો. ઉતરીને એણે સાથે રાખેલી રિવોલ્વરને સ્પર્શીને જોઇ લીધી. પાછળ સિધ્ધાર્થ કાળુભા, મનીષ અને ભાવેશ પોતાનાં હથિયાર સાથે નીચે ઉતર્યા.
દેવાંશે થઇ "સિધ્ધાર્થ અંકલ આપણે બે જણાં પહેલાં સાવચેતી પૂર્વક વડની પાછળ તરફ જઇએ ત્યાં કોઇ પૌરાણીક બાંધકામ જેવું દેખાય છે ચોક્કસ ત્યાંજ વાવ આવી છે.
સિધ્ધાર્થ થઇ ઓકે... પછી કાળુભા અને અન્યને સૂચના આપી હું એક બૂમ મારું તમે ત્રણે જણાં આવી જજો હથિયાર હાથમાં રાખી એલર્ટ રહેજો. અહીં કોઇ પ્રેત છે એવી અફવા ફેલાવી અને ગોરખધંધા કરવા વાળા ગુંડાઓ એ એવાં અસમાજીક તત્વો હોઇ શકે તમે ચોકન્ના રહી ચારોતરફ નજર રાખજો. અને કાળુભા તમે અમારાં બે તરફ ધ્યાન રાખજો અમે જઇ રહ્યાં છીએ અને બોલાવીએ એટલે અમારાં પગલાં દાબતાં પાછળ આવી જજો.
કાળુભાએ કહ્યું સર તમે કહ્યું એ સમજાઇ ગયું એ પ્રમાણેજ થશે. અમે એકદમ એલર્ટ રહીશું તમે જાવ તમારી એકજ બૂમે હાજર થઇ જઇશું.
દેવાંશે કહ્યું ચલો અંકલ હજી ઘણું અજવાળુ છે ભલે જંગલનાં વૃક્ષો અને ઝાડીને કારણે છાંયડો અને થોડું અવાવરૂ અંધારુ છે પણ આપણે સલામતીથી જઇશું. બંન્ને જણાએ હાથમાં ટોર્ચ લીધી એક કાળુભા પાસે રહી.
દેવાંશ અને સિધ્ધાર્થે સૂકા પાંદડા છવાયેલાં કાચા રસ્તે પાંદડાઓને કચડતાં સાવધાની પૂર્વક આગળ વધી રહેલાં. ત્યાં દેવાંશે કહ્યું અંકલ આ ઝાડીમાંથી બે લાકડી જેવી લાઠીઓ હાથમાં રાખીએ.
સિધ્ધાર્થે કહ્યું આપણી જીપમાં નેતરની લાઠીઓ છે એજ રાખીએ ખૂબ મજબૂત છે એમ કહી કાળુભા પાસેથી બે લાકડીઓ મંગાવી સાથે લીધી.
લાકડીઓ ટોર્ચ સાથે આગળ વધી રહેલાં દેવાંશની નજર અવાવરૂ પણ ખૂબ સુંદર કોતરણી અને નક્ષી કામ કરેલાં પત્થરથી બનેલી વાવ પર પડી એનાંથી બોલાઇ ગયું વાહ જુઓ અંકલ કેવી સરસ કોતરણી છે સ્થાપત્ય અત્યારે આવું બની ના શકે.
અને ત્યાંજ વાવામાંથી કોઇ ઘૂંટાયેલો સ્વર બહાર આવ્યો અને....
વધુ આવતા અંકે - પ્રકરણ - 10