એક પૂનમની રાત - પ્રકરણ-11 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-11

એક પૂનમની રાત
પ્રકરણ-11
દેવાંશ અને સિધ્ધાર્થ વાવનાં ઘુમ્મટ સુધી આવી ગયાં હતાં ચારે કોર ઝાડી જંગલ જેવાં વૃક્ષો ઉગી નીકળ્યાં હતાં એકદમ નિશબ્દતા છવાયેલી હતી અને વાવમાંથી રોષયુક્ત ઘોઘરો અવાજ નીકળ્યો અને દેવાંશને ઉદ્દેશીને કહ્યું એય દેવું આમ તારી સાથે કોને લઇને આવ્યો છે ? એને કહી દે એની ફોજદારી અહીં ના જતાવે નહીતર…..
દેવાંશને એકદમ આશ્ચર્ય થયું એણે સામે કહ્યું અરે તમે કોણ છો ? તમે મારુ નામ કેવી રીતે જાણો છો ? દેવાંશે સિધ્ધાર્થને ઇશારાથી હમણાં કંઇ બોલશો નહીં એમ જણાવ્યું સિધ્ધાર્થ સમસમીને ચૂપ રહ્યો પણ એને આશ્ચર્ય થયુ કે દેવુ નામ કેવી રીતે જાણ્યુ ?
થોડીવાર કોઇ અવાજ ના આવ્યો. દેવાંશે સિધ્ધાર્થ અંકલને કહ્યું અંકલ તમે અહીંજ ઉભા રહો. મારાં તરફ તમારુ ધ્યાન કેન્દ્રીત કરી રાખજો બધી રીતે તૈયાર રહેજો હું થોડો આગળ જઉં છું.
સિધ્ધાર્થે કહ્યું ના એમ તને એકલો આગળ હું નહીં જવા દઊં હું તારી સાથે જ આવું છું. આ તારુ નામ કેવી રીતે જાણી ગઇ ? આશ્રર્યજનક છે.
ત્યાં અંદરથી ફરીથી હસવાનો અવાજ આવ્યો પછી અવાજ બંધ થઇ ગયો. દેવાંશ અને સિધ્ધાર્થ એકબીજા સામે જોવા લાગ્યાં. અંધારૂ છવાઇ રહ્યું હતું સાંજ ઢળી ગઇ હતી. દેવાંશે કહ્યું અંકલ મોડું થઇ રહ્યું છે આપણે આગળ જઇએ.
દેવાંશ અને સિધ્ધાર્થ ધુમ્મટથી પછી નીચે પગથીયા દેખાતાં હતાં. સિધ્ધાર્થ ટોર્ચ ચાલુ કરી અને વાવનાં પગથિયા તરફ ટોર્ચથી પ્રકાશ ફેલાવ્યો ચારે તરફ જોવા લાગ્યા ક્યાંય કશુ દેખાતું નહોતું. દેવાંશ ધીમે ધીમે એક એક પગથીયું ઉતરતો જતો હતો. એનાં પગલાંનાંજ અવાજ સિવાય કોઇ અવાજ નહોતો.
સિધ્ધાર્થની નજર દેવાંશ અને એનાં પગલાં તરફ હતી એ ટોર્ચ મારીને જોઇ રહેલો. દેવાંશે ટોર્ચ ચાલુ કરી અને એ લોકોની નજર એકાએક થોડાં પગથીયા પાસે બેઠેલો ફેણધારી નાગ જોયો. દેવાંશ અને સિધ્ધાર્થ ત્યાં અટકી ગયાં. દેવાંશે સિધ્ધાર્થને કહ્યું અંકલ આગળ મોટો ફેણધારી નાગ છે. આગળ એમજ નહીં વધાય આ ખૂબજ ઝેરી નાગ છે.
સિધ્ધાર્થે ટોર્ચનો પ્રકાશ નાગ પર નાંખ્યો અને જોયુ નાગ ફુંફાડા મારી રહેલો આટલો મોટો નાગ ? લગભગ 8 થી 10 ફૂટ લાંબો જાડો કાળો ભૂખરા પટ્ટા વાળો નાગ એ લોકો તરફજ જોઇ રહેલો એમી કાળી આંખો એ બંન્ને તરફજ મંડાયેલી હતી.
સિધ્ધાર્થ કહ્યું દેવાંશ હવે આમાં આગળના વધાય અંધારુ થઇ રહ્યું છે. જોખમ લેવાય એવું નથી તું કહે તો એને ગોળી મારી દઊં એક જોખમ ઓછું થાય.
દેવાંશે કહ્યું ના ના અંકલ જો જો એવી ભૂલ કરતાં. તમે આ નાગ યોની વિષે નથી જાણતાં મને બધી જાણકારી છે મેં ખૂબ વાંચેલુ છે આમ એમની હત્યા કરવી ઠીક નથી. આપણે પાછા ધુમ્મટ તરફ જઇએ.
એમ કહી બંન્ને જણાં પાછા પગથિયા ચઢીને ધુમ્મટ પર આવી ગયાં અને પછી ટોર્ચ મારીને જોયુ તો નાગ એની જગ્યાએ નહોતો. ક્યાંય દેખાતો નહોતો. બંન્નેને આશ્ચર્યનો પાર ના રહ્યો.
બંન્ને જણાએ વાવમાં બધે ટોર્ચ મારીને જોયુ ક્યાંય નાગ દેખાયો નહીં સિધ્ધાર્થ કહ્યું દેવાંશ આજે આટલું જોયું પછી સવારનાં અજવાળે આવીશું પ્લીઝ ચાલ પાછા ફરીએ. પણ આ જે રહસ્યમય અવાજ સાંભળ્યો છે એની તપાસ કરવી પડશે.
સિધ્ધાર્થ અને દેવાંશ પાછા ફરવા માંડ્યાં પાછાં ફરતાં ટોર્ચ મારતાં જીપ સુધી પહોચવાં માંડ્યા અને જેવાં જીપમાં બેઠાં પેલાં બંન્ને જણાં કાળુભા ને બૂમ પાડીને જીપમાં બેસવા કહ્યું મનીષ અને ભાવેશ તો જીપમાંજ બેઠેલાં હતાં.
કાળુભાએ કહ્યું આવ્યો સર.... પછી કાળુભાએ કહ્યું સર અમે મોટો કાળો ભમ્મર નાગ જોયો.
મારીતો બોલતી બંધ થઇ ગઇ હતી. આ બંન્ને જણાંતો ગભરાઇને જીપમાં આવીને બેસી ગયાં હતાં.
સિધ્ધાર્થ કહ્યું કેમ ? ક્યાં જોયો ? કાળુભાએ કહ્યું કેમ તમે ના જોયો ? તમે લોકો ટોર્ચ લઇને જીપ તરફ આવતા હતાં એ તમારી પાછળ પાછળ ફેણ ચઢાવીને આવતો હતો. પછી ખબર નહીં ક્યાં અલોપ થઇ ગયો.
હજી કાળુભા કહી રહ્યો હોય છે અને સિદ્ધાર્થ અને દેવાંશ જીપમાં બેસે છે ત્યાંજ વાવ તરફથી અડહાસ્ય કરતો મોટો જાણે ભડકો થયો અને અલોપ થઇ ગયો. સિધ્ધાર્થનું આખુ અંગ થથરી ગયું દેવાંશ જોઇને ગભરાયો પણ એને કૂતૂહુલ થયું.
સિધ્ધાર્થે કહ્યું કાળુભા જીપ ચલાવો તમે ફરીતી અજવાળો વધારે કુમક અને શસ્ત્રો સાથે આવીશું. આમાં ચોક્કસ કોઇ રહસ્ય છે.
ત્યાંજ કાળુભાએ જીપ સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો પણ સ્ટાર્ટર વાગતુંજ નહોતું ખરરર.ખર.ર.. અવાજ આવે પણ જીપ સ્ટાર્ટજ થતી નહોતી બધાં ગભરાયા બધાને પરસેવો વળી ગયો.
સિધ્ધાર્થે કહ્યું અરે નવી જીપ છે શું ખરાબી છે કાળુભા જૂઓ શું થયું છે ? કેમ સ્ટાર્ટ થતી નથી ? હજી સિધ્ધાર્થ અને કાળુભા ઉતરી તપાસ કરવા જાય ત્યાં જીપની સામે ધુમાડો થયો અને કોઇ આકૃતી રચાઇ ગઇ અને બોલી એય દેવું તું એકલો આવજે આ બધા જમાદારોની જરૂર નથી તોજ તું મને મળી શકીશ.. આજે તો જવા દઊં છું ફરીથી જીવતા નહીં જવા દઊં... એમ કહીને અલોપ થઇ ગઇ. એક મીનીટ માટે બધાં સ્તબ્ધ થઇ ગયાં.
કાળુભાએ હિંમત કરી ફરીથી સ્ટાર્ટર માર્યુ એકજ પલકારે જીપ સ્ટાર્ટ થઇ ગઇ અને કાળુભાએ જીપ દોડાવી દીધી.
બધાનો તાળવે જીવ ચોંટી ગયેલો આવો અનુભવ પ્રથમવાર થયેલો. થોડો સમય કોઇ કંઇ બોલ્યુંજ નહીં મારં માર જીપ ચલાવતાં રહ્યાં પછી કાળુભાને હિંમત આવી એણે કહ્યું સર મનમાં ને મનમાં હનુમાન ચાલીસા બોલતો રહેલો હવે આપણે વાવથી ઘણાં દૂર આવી ગયાં છીએ આવો અનુભવ પ્રથમવાર થયો છે ચોક્કસ કોઇ આત્માજ અહીં વાવમાં રહે છે.
પણ આ આત્મા દેવાંશભાઇનેજ મળવા કેમ માંગે છે એ સમજાયું નહીં.
સિધ્ધાર્થનાં જીવમાં જીવ આવેલો. એનું ફોજદારી શૂરાતન પણ ઉતરી ગયેલું એ સાવ ઢીલો થઇ ગયેલો. એણે કહ્યું આવું તો પહેલું વહેલું જોયું. આ સાલું શું છે ? કોઇ આત્મા પ્રેત હોય એવું અનુભવ્યુ છે પણ દેવાંશ તારુ સંશોધન અને વાંચન શું કહે છે ? આ શું હતું ?
દેવાંશે કહ્યું અંકલ આ કોઇ અતૃપ્ત આત્મા છે જે પ્રેત થઇને અહીં ફરે છે. પણ એને મારુ નામ કેવી રીતે ખબર ? એ કોયડો છે ? મને અત્યારે કંઇ સૂઝતું નથી મારી પણ બુધ્ધી બહેલ મારી ગઇ છે.
સિધ્ધાર્થે કહ્યું કાળુભા આ જંગલ પુરુ થવા આવ્યું આગળ હોટલ બોટલ આવે ઉભી રાખજો ચા પીવી પડશે. કાળુભાએ કહ્યું સર થોડો આગળ નીકળી જઇએ શહેરની ભાગોળે ચા પીશું અત્યારે ઉભી નથી રાખવી.
બધાં ચૂપ થઇ ગયાં ક્યાંય સુધી મૌન છવાયેલુ રહ્યું અને વડોદરા શહેર આવી ગયું અને કાળુભાએ એક હોટલ આવી ત્યાં જીપ ઉભી રાખી.
બધાં જીપમાંથી ઉતર્યા. અને સિધ્ધાર્થે મનીષને કહ્યું જા બધાની ચા નો ઓર્ડર આપી આવા મનીષ ઓર્ડર આપવા ગયો.
ત્યાંજ દેવાંશનાં મોબાઇલ પર મીલીંદનો ફોન આવ્યો. અરે ભાઇ તું ક્યાં છું પાર્ટી છે આવી જા તારી રાહ જોવાય છે. દેવાંશે કહ્યું ઓહ... હાં આવું છું પહોંચુ છું. દેવાંશને ક્યાં ખબર હતી હવે શું થવાનું છે ?
વધુ આવતા અંકે - પ્રકરણ - 12