ફ્લેશબેક
આગળના પ્રકરણમાં આપણે જોયું કે રાઘવ કુમારને કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન આવ્યો અને ચમોલી ઉત્તરાખંડ કે જ્યાંથી પેલી કાળી એમ્બેસેડર ચોરાઈ હતી ત્યાંથી તપાસ કરવા હિંંટ આપી. અને એક ટુકડી ચમોલી જવાા ઉપડી અને બીજી તરફ રાજકુમાર અને ઝાલા કોઈ અજાણ્યા ટપાલ ના સંદર્ભ લઈને રોગના મૂળ સુધી એટલે કે આંબાપર ગામ મોચી બનીને પહોંચી ગયા અને ત્યાંથી મૂકી વિશેની જાણકારી મેળવી એમાં કેટલીક જાણકારી કેટલીક જાણકારી મળી હવે આગળ...
ભાગ ૨૩ અંતિમ ફકરો
" ખબર નથ પડતી કી આ ટેલિફોનના ઝમાનામાં આ મુખી ટપાલુ કુને લખે છ....લાગે છ ઇમને ઇમના ઝમાનાનો પ્રેમ યાદ આવી જયો લાગે છ " આ સાંભળી બધા ખડખડાટ હસવા લાગ્યા પરંતુ મોચીના મગજમાં કૈક બીજી ગણતરીઓ થઈ રહી હતી . એ મોચી બસ એમને સાથ આપવા માટે હસી રહ્યા હતા . સવારની સાંજ પડી જતા એક પછી એક માણસ ત્યાંથી છૂટો પડી રહ્યો હતો છેલ્લે સૂરજ આથમી જતા બંને મોચી એકલા પડતા ગામની બહાર નીકળી ગયા .
પ્રકરણ ૨૪ શરૂ....
[તા:- ૨૧ વહેલી સવાર ] રાતના ૨ વાગ્યાનો સમય હતો . એક ગાડી આભાપર ગામથી દૂર આવીને ઉભી રહે છે એને એમાંથી એક અજાણ્યો માણસ ધીમેધીમે આગળ વધી રહ્યો છે જ્યારે બીજો ગાડી માંજ રાહ જોતો હોય એમ લાગે છે . એ માણસ સીધો ગામના ઝાપાના ચોકમાં રહેલી ટપાલપેટી પાસે પહોંચ્યો અને એને ખોલવાનો પ્રયત્ન કર્યો . ટપાલપેટી ના ખુલતા એ આખી ટપાલપેટી સાથે લઈ જવાના આશયથી એના બોલ્ટ ખોલે છે અને પાછો ગાડી તરફ આગળ વધે છે . ત્યાં ગાડીની અંદર બેસીને ટપાલપેટી જોવા લાઈટ ચાલુ કરે છે . જેમ હનુમાનજીને સંજીવની જ મળતા આખો પર્વત ઉઠાવી લાવેલા એમ આખી ટપાલપેટી લઈ આવેલા જોઈને રાઘવકુમાર પોતાનું હસવું રોકી શકતા નથી , આ જોઇને ઝાલા અને રાઘવકુમાર બંને ખડખડાટ હશી પડ્યા . રસ્તામાં તેઓ વાતો કરતા જતા હતા.
" આજે તો મજા પડી ગઈ , ઝાલા સાહેબ એક મસ્ત સૂચન આપું ....?"
"બોલને રાઘવ ...."
" ખોટું ના માનતા હો . પણ આમેય તમે નિવૃત છો , કોઈ ખાસ કામ ના હોવાના લીધે ઘરે કંટાળી જતા હશો . તો મોચીનું કામ ચાલુ કરોને ."
" તને મારુ કામ એટલું બધું સારું લાગ્યું આજ ...!!? "
" અરે આજ હું પોતે તમને ઓળખી ના શક્યો કે તમે મોચી હતા કે ઝાલા " આટલું કહી ફરી બંને ખડખડાટ હસવા લાગ્યા . જી હા , ઝાલા અને રાઘવકુમાર જ બંને મોચી હતા જે તપાસ કરવા છુપા વેશમાં આવ્યા હતા . ગાડી તેજ ઝડપે રસ્તો કાપી આગળ વઘી રહી હતી . અને ઝાલા અને રાઘવકુમાર આજના સફળ દિવસને વાગોળતા આવડ વધી રહ્યા હતા .
[તારીખ:-૨૧ મધ્યાન સમય] રાઘવકુમાર અને ઝાલા બંને પેલી ટપાલપેટી ઉઠાવી આવ્યા હતા . હાલ ઝાલા અને રાઘવકુમાર પોતાના ખુફિયા અડ્ડા પર પેલી ટપાલપેટીનું લોક ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા . લોક ના ખુલતા ઝાલા ગુસ્સે થઈને તણી લઈ આવ્યા હતા અને એનાથી લોક કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા . ગણતરીની મિનિટોમાં લોક કપાઈ ગયું અને અંદરથી થોડી ટપાલો ટેબલ પર પડી . તરત જ રાઘવકુમાર નજીક આવ્યા અને અંદરની ટપાલો તપાસવા લાગ્યા . અંદર થોડીઘણી ટપાલો જ હતી . તેથી એમાંથી ટપાલ ઓળખવી અઘરું કામ નહોતું . એક પછી એક બધી ટપાલો તપાસી જોઈ , આગળ થોડીઘણી વાંચી પણ જોઈ પરંતુ એમાં કશુ ખાસ મળ્યું નહિ . તેથી નિરાશ થઈને બેઠા હતા . ફરી બધા પત્ર એક પછી એક ઉઠાવવા લાગ્યા અને એમાં નાનામાં નાનો શબ્દ વાંચી ગયા પરંતુ એમાં કોઈ જ નવું જણાયું નહિ . પરંતુ એમાંનો એક પત્ર એવો ટૂંકાણ માં લખાયો હતો અને જેનો કોઈ મતલબ થતો નહતો . જે નીચે આ મુજબ હતો .
એક પછી બે અને બે પછી ત્રણ એ પણ ખબર નથી ..?
મકાન બનાવો મકાન બંગલા નહિ ..સમજાયું ...?
નેકડવુ હોયતો ચૂપચાપ નેકળી જવાનું હો કી ....!!
ખચ્ચર જેવો છે તું એકદમ ....
બડબડ કરવું દેડકાનું કામ ....
પછી શુ હાલ જ જે કરવુ હોય એ કરી દેને ...
ડીસામાં બટેકા સારા થાય હો ...
ગઈ કાલે મેં રોટલો ખાધો હતો ....
ચેતતો નર સદા સુખી ...!
આ પત્રની બે વાત હતી ને કૈક અલગ હતી . એકતો આ પત્રનો કોઈજ મતલબ નીકળતો નહતો . અને બીજું આ કોઈ નાના શિખાઉ બાળક દ્વારા લખવામાં આવ્યો હતો (એના અક્ષરો એવા હતા ). નાનું બાળક કોઈને પત્ર કેમ લખે ...? અને કદાચ જીદ કરીને લખી પણ દીધો હોયતો એને કોઈ પોસ્ટ કેમ કરે ...? આ બે વાત સમજાતી નહતી . પેલા મેસેજ અનુસાર મુખી પર નજર રાખવાની હતી . શુ આ એજ પત્ર છે જે મુખી દ્વારા મોકલવામાં આવેલા છોકરાએ તપાલપેટીમાં નાખ્યો હતો ...!? અને એનો મતલબ શુ છે એ જાણવાનો એક જ રસ્તો હતો ફરી મુખીના ગામ આભાપરની મુલાકાત ...!
ઝાલા અને રાઘવકુમાર દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો . જો મુખી ગામમાં હશે તો આ પત્ર વિશે માહિતી મેળવવી અઘરી થઈ પડશે એમ વિચારી પ્લાન બનાવાયો જેના અનુસાર રાઘવકુમાર મુખીને પેલી રાત્રીએ બનેલી ઘટના વિશેની તપાસ બાબતે પોલીસ સ્ટેશને બોલાવશે અને પાછળથી ઝાલા આભાપર જઈને આ ટપાલ વિશે માહિતી મેળવશે . જો આજ પેલા મુખી દ્વારા મોકલાયેલ ટપાલ હોય તો પોલીસ સ્ટેશનમાં જ એ પત્ર વિશે રાઘવકુમાર મુખીને પૂછશે અને કેમ લખ્યો અને એનો મતલબ શુ છે એ પૂછશે .તાત્કાલિક મુખીના ઘેર ફોન કરવામાં આવ્યો
" ટ્રીન...ટ્રીન.....ટ્રીન..ટ્રીન....." ફોનની ઘંટડી વાગી
" જી હા હું હસુકાકા ..... તમ કુણ .....??"
" જી હું ઇન્સ્પેક્ટર રાઘવકુમાર બોલું છુ , મારી વાત બળવંતરાય સાથે થઈ શકે ....??"
" મુખી સાઇબ હાયરે ....??"
" જી હા ....તમારા મુખી સાથે .... કહો રાઘવકુમાર છે લાઈન પર ...."
"જી સાઇબ ....."
" મુખીજી..... કો'ક રાઘવકુમાર કરીને ભૈ છે .... તમન બોલાવે સૈ ...." રાઘવકુમારનું નામ સાંભળતા મુખી પોતાનું હુક્કો ગડગડવાનું કામ પડતું મૂકી ફોન પાસે આવ્યા અને ફોન હાથમાં લઈને કહ્યું
" બોલો...બોલો... સાઇબ ...આજ દાદો ચઇ કોર ઉઇગ્યો ...કે અમોન યાદ કરવા પડ્યા ......??"
" હા ... પેલા કેસ વિશે થોડી વાત કરવી હતી ...થોડી માહિતી મળી હતી ...તો શુ તમે કાલે પોલીસ સ્ટેશન આવી શકશોને ....? " રાઘવકુમારે કહ્યુ
" હેંય.... શુ માહિતી .....? કેયવી માહિતી ....? " થોડા ચિંતન શ્વરમાં મુખી બોલ્યા
" એવું કઇ ખાસ નથી ...કાલે આવો પછી વાત ..થોડી મિનિટોનું જ કામ છે .... સવારે ૧૧:૦૦ ની આસપાસ ... ફાવશેને ...? "
" જી હા સાઇબ...પુગી જઇશ ....." ફોન મુક્યો ત્યારે બપોરના ૩ વાગ્યાની આસપાસનો સમય હતો . બસ હવે કાલે સવાર પડવાનો ઇન્ટઝાર હતો ..ક્યારે સવાર પડે અને ક્યારે મુખી સ્ટેશન આવે .... અને ક્યારે ઝાલા આ પત્ર કમ ટપાલ વિશે માહિતી મેળવી આવે . બસ હવે એક જ કામ કરવાનું હતું ...ઇન્ટઝાર ..... બપોરે ત્રણ વાગી ગયા હોવાથી બન્ને પોલીસ સ્ટેશન તરફ કેન્ટીનમાં જમવા માટે ચાલ્યા ગયા .
[તા:-૨૧ સાંજ] બીજી તરફ અઢાર કલાકની મુસાફરી પછી સોમચંદ અને બીજા સૌ દિલ્હી પહોંચ્યા હતા . રાત્રે ૭:૩૦ વાગ્યા હતા અને અઢાર કલાક ટ્રેનમાં ડ્યા હોવાથી સૌ થાકી ગયા હતા . સ્ટેશન ઉતરીને સૌ આજુબાજુ નજર કરી રહ્યા હતા જેથી કોઈ સારી હોટેલ કે ગેસ્ટ હાઉસ રાત્રે આરામ કરી શકાય અને આરામ કરી આગળની ૩૪૫ કિલોમીટરની મુસાફરી કરી શકાય .
ઉત્તરમાં શિયાળો શરૂ થઈ ગયો હતો , દિલ્હી જેવા શહેરમાં સામાન્ય દિવસોમાં પણ ગુજરાતના શિયાળા કરતા વધુ ઠંડી હોય છે . દેશની રાજધાની દિલ્હીની વિશાળતા , ભવ્યતા , ગરીબી બધું જ સ્ટેશન પર દેખાઈ રહ્યું હતું . સ્ટેશનના એક છેડે રાતવાસો કરવા માટેની તૈયારી થઈ રહી હતી . શણના હરોળબંધ કોથળા પર આર્થિક પછાત વર્ગ આરામ ફરમાવી રહ્યો હતો અને બીજી તરફ અંગતરૂમની અંદર હીટર ચાલુ કરવા છતાં એક બગાસું સુધાના આવતું ના હોય એવો આર્થિક રીતે માત્ર કહેવાતા સુખી લોકોની પણ ભરમાર હતી . મુઘલ શાસનકાળથી જ રાજધાની માટે અવલ્લ પસંદગી પામતું દિલ્હી શહેર આજે પ્રદુષણમાં પણ અવલ્લ હતું , એ પણ પુરા વિશ્વમાં ...!! રાત થઈ હોવા છતાં સ્ટેશન પર ભીડ યથાવત હતી , અને ભીડને ચીરતા ચારે વ્યક્તિ સ્ટેશન બહાર નીકળી રહ્યા હતા . મહેન્દ્રરાયે સ્વાતિનો હાથ ઝકડી રાખ્યો હતો . પાછળ સોમચંદ અને ક્રિષ્ના રેડ્ડી ચાલી રહ્યા હતા . સોમચંદની આંખો ચારે તરફ ફરી રહી હતી . ત્યાં પેલા સુતેલા ભિખારી માંથી એક નજીક આવ્યો અને સ્વાતિ પાસે આવીને બોલવા લાગ્યો .
"મે'મ સાબ ..... કુછ દેદો ...બહોત ભૂખા હું મે'મ સાબ ....કુછ ખીલાદો ...." સ્વાતિએ ૧૦ ની. એક નોટ કાઢીને એને આપી , એને હાથમાં લીધી અને થોડી વાર પછી પાછો આવીને નોટ સ્વાતિના હાથમાં પાછી પકડાવી બોલ્યો
" મે'મ સાબ ભૂખ લગી હૈ .. પૈસે કા મેં ક્યાં કરું ... !?? " સ્વાતિ કંઈ જવાબ આપે એના પહેલા તે ચાલવા લાગ્યો અને ભીડમાં ગાયબ થઈ ગયો . બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા કે ભિખારી શુ કહી ગયો ..? અને આપેલા પૈસા પાછા કેમ આપી ગયો ..!? આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભિખારી પોતાને આપેલા પૈસા પાછા આપી જાય ...!? વધુ વિચાર્યા કરતા સૌએ આગળ જવાનું નક્કી કર્યું. સ્ટેશનથી બહાર નીકળી ટ્રાફિકવાળા રસ્તે સૌ આગળ વધી રહ્યા હતા .
" પટેલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટહાઉસ " સ્વાતિએ ગુજરાતીમાં લખેલું એક બોર્ડ વાંચ્યું
" અમદાવાદવાળા ....." સોમચંદે કૌસમાં લખેલું ગર્વથી વાંચ્યું .દિલ્હીમાં ગુજરાતી બોર્ડ વાંચી બીજે ક્યાંય જાય એ ગુજરાતી શેનો ...!? અહીંયા પણ એમ વિચારે કે મારા ગુજરાતીભાઈને કમાણી થવી જોઇયે. સ્વાતિ અને ક્રિષ્નાને પ્રતીક્ષારૂમ માં બેસાડી સોમચંદ અને મહેન્દ્રરાહ રીસેપ્શન પર ગયા , જ્યાં એક ખૂબ જ સુંદર ગુજરાતી વસ્ત્રોમાં શોભતી એક સુંદર યુવતીએ આવકારતા કહ્યું
"ગુડ ઇવનિંગ સર .... હાવ મેં આઇ હેલ્પ યુ ... !!"
" એક્ચ્યુઅલી વી વોન્ટ એ રૂમ ફોર વન નાઈટ ...." મહેન્દ્રરાયે નમ્ર અવાજે કહ્યું
" વી આર સો સોરી ..... ઓલ રૂમ આર રિઝર્વડ ....સોરી સર ....." સુંદર યુવાન અવાજે કહ્યું
" યાર.... હવે શુ કરીશુ સોમચંદજી.....!!? હવે ક્યાં ગોતવા જઈશુ....!?"
" હેલ્લો..... ગુજરાતી છો. .. !? "
" જી હા મેડમ.....આ ગુજરાતી બોર્ડ વાંચીને તો સીધા અહીંયા આવ્યા હતા "
" પહેલા કહેવું જોઈએ ને .....કેટલા માણસો છો ...? "
" ચાર..."
"ઠીક છે ...અહીંયા એન્ટ્રી કરી દો ...' આટલું કહી એને બેલ વગાડ્યો અને એક માણસ આવ્યો એને આદેશ આપતા કહ્યું
" સોમુ , સર કા સામાન ૧૦૧ મેં રખ દો ...."
" જી મેડમ ...."
" અને સાહેબ , ગુજરાતી સ્પેશ્યલ ભોજન તૈયાર છે .....તમે ભોજન અહીંયા લેશો કે ..." પેલી સ્માઇલીંગ ગર્લ બોલી એના અવાજની મધુરતા જોઈને કોઈ વ્યક્તિ એને ના પાડી શકે એમ જ નહોતું .
" જી હા ...અમે અહીંયા જ ભોજન લઈશું ...! " સોમચંદ અને મહેન્દ્રરાયે સહમતી દર્શાવી
" રેસ્ટોરન્ટ કેટલા વાગ્યા સુધી ખુલી હશે ... ? "
" ૯:૩૦ સુધી ....પરંતુ બીજા બધા માટે ..... તમે ગુજરાતીઓ જ્યારે પણ આવો અમે તમારી સેવામાં હાજર છીએ " રીસેપ્શનિસ્ટ બોલી .સોમુ આગળ ચાલી રહ્યો હતો અને પાછળ બધા એને અનુસરી રહ્યા હતા . રૂમ નંબર ૧૦૧ ખોલી આપ્યો અને ચાવી સોંપી સોમુ ચાલ્યો ગયો .અંદર મોટા શબ્દોમાં લખેલું હતું
" વેલકમ ટુ ગુજરાતી રિઝર્વડ રૂમ - ગુજરાતી માટેના આરક્ષિત રૂમમાં તમારું સ્વાગત છે ...!!!" થોડી જ વારમાં બીજો એક બીજો માણસ આવી ચા-કોફી અને પાણીની બોટલ આપી ગયો
" કોમ્પ્લીમેન્ટ ફ્રોમ પટેલ રેસ્ટોરન્ટ....." ગુજરાતી હોવાનો સોમચંદ સ્વાતિ અને બીજા સૌને ફાયદો થઈ રહ્યો હતો અને છાતી ગર્વથી ફુલાઈ રહી હતી . રૂમમાં સૌ ગુલાબી ઠંડીમાં ચા અને કોફીની ચૂસકી મારી રહ્યા હતા . મુસાફરીનો થાક ઉતારવા ' હોટ વૉટર સાવર ' લઈને જમવા માટે તૈયાર થઈ રહ્યા હતા . સોમચંદ પહેલા તૈયાર થઈ ગયા હોવાથી એ કાલે સવારે આગળ જવાની વ્યવસ્થા ગોઠવવા નીચે ગયા . જેથી આગળ જવાની વ્યવસ્થા કરી શકાય . મહેન્દ્રરાય અને ક્રિષ્ના પણ તૈયાર થઈને નીચે સોમચંદ સાથે આવીને બેઠા હતા . સ્વાતિ એક આવવાની બાકી હતી . રેસ્ટોરન્ટમાં જમવા માટેનો ઓર્ડર અપાઈ ગયો હતો . પેલી ખુબસુરત ગુજરાતી રીસેપ્શનિસ્ટના કહેવા અનુસાર ત્યાં ચમોલી પહોંચવું સહેલું નથી , અહીંયાંથી ત્યાં જાવા સીધી બસ કે અન્ય સુવિધા મળવી અશક્ય કામ હતું . તેથી આગળ તપાસ કરવા સોમચંદે પૂછ્યું
" આગળ જવા માટે બીજો કોઈ વિકલ્પ ખરો ...?
" વેઈટ ..... હું તમને માહિતી આપું છું ....જસ્ટ અ મિનિટ ..." આટલું કહી ટેલિફોન પર નાજુક આંગળીઓ ફેરવી નંબર ડાયલ કર્યો અને પૂછ્યું
" જી સર ... મુજે કુછ ઈન્ફોર્મેશન ચાહિયે , યહાં સે કમોલી જાને કે લિયે કોઈ સુવિધા હૈ ....?" એને ફોનની સામેના છેડે રહેલા વ્યક્તિ સાથે વાત ચાલુ કરી .
" મેડમ ..ચમોલી ....ચમોલી ઉત્તરાખંડ ...!?? " પેલા માણસે પૂછ્યું
" જી હા સર .... કલ સુબહ સબસે પહલે ક્યાં વ્યવસ્થા હો શકતી હૈ ....!!? "
" અમ્...લેટ મી ચેક ..... હાન દો રસ્તે હૈ ..... એક નૈનિતાલ જાને વાલે ટુરિસ્ટો કે સાથ જા શકતે હૈ ઔર દૂસરા રસ્તા હરિદ્વાર-ઋષિકેશ તક ટ્રેનમે જા શકતે હૈ , આગે બસ મિલ જાયેગી " પેલા માણસે માહિતી આપતા કહ્યું
" કલ સુબહ કી ટ્રેન કા ટાઈમ ટેબલ મીલ શકતા હૈ પ્લીઝ ...!?"
" જી હા મેડમ....અભી ભેજતા હુ ..... મેં આપકી ઔર કોઈ સહાયતા કર શકતા હું ....!??"
" નહીં ઇતના બહુત હૈ ... બસ આપ ટાઈમ ટેબલ ભેજ દીજીયે ..."
" જી હા મેડમ ટાઈમ ટેબલ આપકો મેલ કર દિયા ગયા હૈ ...જસ્ટ ડાયલ કો ચુનને કે લિયે ધન્યવાદ .... આપકા દિન શુભ રહે " આટલુ કહી પેલા ભાઈ એ ફોન મુક્યો . રીસેપ્શનિસ્ટ મેલ બોક્સ ચેલ કર્યું એક મેલ આવીને પડ્યો હતો એ બતાવતા કહ્યું
" કાલે સવારે ૫:૧૦ am અને ૬:૧૦ am બે ટ્રેન છે જે ઋષિકેશ સુધી જાય છે આગળ તમને બસ અથવા ટેક્ષી ભાડે મળી શકે છે અને બીજો રસ્તો નૈનિતાલ. ..."
" હરિદ્વાર- ઋષિકેશ વાળો રસ્તો ફાઇનલ ..... બોલો મંજુર સૌને ...??" પેલી રીસેપ્શનિસ્ટ ની વાત પુરી થાય એ પહેલા જ સોમચંદે પૂછ્યું
" જી મંજુર ...." બીજા ત્રણ અવાજે સહમતી દર્શાવી , સ્વાતિ પણ તૈયાર થઈને નીચે આવી ગઈ હતી .કાલ સવારનો આગળ વધવાનો પ્લાન નક્કી કરી સૌ જમવા માટે ટેબલ પર ગોઠવાય જ્યાં સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું . બધા એ ભરપેટ ભોજન કર્યું બિલ ચૂકવતા ફરી ' સ્પેશ્યલ ગુજ્જુ ડિસ્કાઉન્ટ ' પણ મળ્યું હતું . ભોજન કરી સૌ પોતાને ફાળવેલ ' સ્પેશ્યલ ગુજરાતી રૂમ ' માં આરામ કરવા જતા રહયાં ત્યારે લગભગ ૯:૦૦ નો સમય થયો હતો . આખા દિવસ ના થાક પછી ભરપેટ ભોજનના લીધે પથારીમાં પડતા જ સૌ સુઈ ગયા .
[તા:-૨૧ મોડી રાત] રાઘવકુમાર અને ઝાલા હવે એકદમ તૈયાર હતા આજે બપોરે જ આવનારી કાલ માટેનું આયોજન થઈ ગયું હતું આવનારી સવાર કેસને કૈક અલગ માર્ગે લઈ જાય એમ હતું . મધરાત સુધીનો સમયતો નીકળી ગયો હતો પરંતુ હવે પછીનો સમય પસાર થતો જ નહતો , જેમ લગ્નની આગળની રાત્રે વર-વધુને થાય એમ મિનીટ એક દાયકા જેવી લાગતી હતી અને એવો ઉત્સાહ હોવો સ્વાભાવિક પણ હતો , કારણ કે હજારો આંટીઘૂંટી વાળો આ કેસ આટલી સરળતાથી પતી જાય...? આ વાત લોઢાના ચણા ચાવી એને પચાવવા જેવી મુશ્કેલ હતી . ધીરેધીરે સમય વીતતો જાય છે અને ઝાલા અને રાઘવકુમારની ધડકનો પણ વધતી જાય છે .
(ક્રમશ )
શુ રાઘવકુમાર અને ઝાલાને નાના બાળક જેવા અક્ષરોમાં લખેલો પત્ર કડીરૂપ સાબિત થશે કે કેમ....!??શુ એ પત્ર માંથી કોઈ અહેમ જાણકારી મળી શકશે ...!? દિલ્હી સુધી પહોંચી ગયેલી એક ટુકડી આગળ કેવી રીતે વધશે ...!!? શુ આગળની સફર પણ આટલી જ આરામદાયક અને સહેલી રહેશે ...!?? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો ભાગ -૨૬
વાર્તા અંત તરફ આગળ વધી રહી છે અને માણસના હાડકાના તળાવ વિશેનું રાઝ બસ થોડી જ વારમાં ખુલશે . ખરેખર એવું તળાવ અસ્તિત્વ ધરાવે છે કે જે હજારો માનવ કંકાલથી ભરેલું છે અને નવાઈની વાત એ છે કે એ આપણા ભારતમાં જ છે ... એ કયું તળાવ છે ...?? તમે ગૂગલ પણ જાણી અવશ્ય કોમેન્ટ કરો .
ખૂબ ખૂબ આભાર તમે મારી નવલકથા પસંદ કરી રહ્યા છો તમારા વાંચન સાથે ૧૦૦૦ રીવ્યુ માટે પણ મદદ મળશે એવી આશા છે .