મારા કાવ્યો - ભાગ 9 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 9

ધારાવાહિક:- મારા કાવ્યો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



સંગીતનાં સૂર

રેલાય છે મધુર સૂર જ્યારે
છેડાય છે સંગીતનાં તાલ,
સંભળાય છે કાનોને એક
ખૂબ જ મધુર સંગીત!!!

ડોલે છે મસ્તક અને ઝુમે છે
હૈયું, સાંભળીને એ સંગીતનાં સૂર!
વધે છે છોડ લતાઓ સાંભળીને
સંગીતનાં મધુર સૂર,
ઝુમે છે ડાળીઓ સાંભળીને
આ મધુર સૂર!!!

થાય છે આનંદિત આ
પશુ પક્ષીઓ સાંભળીને
સંગીતનાં સૂર, ભલે કહેવાતા
મૂંગા જીવ પણ સમજે છે
સંગીત અને પ્રેમની ભાષા!

સંભળાતો હતો મધુર સ્વર
પ્રાણીઓનાં અવાજનો અને
પક્ષીઓનાં કલરવનો, ગૂંજી
ઊઠતી વનરાજી જ્યારે
પડતી આહલાદક સવાર!
ઝૂમી ઉઠતાં વૃક્ષો અને વેલીઓ,
સાંભળતાં જ્યારે પક્ષીઓનો
મધુર કલરવ!!!

આવતાં દિવસભર અવાજો
વિવિધ પશુઓનાં લાગતું
જીવંત આખુંય વન!!!

અચાનક.............

ધાય ધાય ધાય.....
સંભળાયો અવાજ ગોળીઓનો,
અને વીંધાયો એ વનરાજ,
શરુ થયાં કલ્પાંતો અને મચ્યો
હાહાકાર!!!

થોડી વાર થઈ ત્યાં તો ફરી
સંભળાયું એ જ.....
ધાય ધાય ધાય.....
જોયું તો હણાયો ગજરાજ!

પોકારી ઉઠ્યું આખુંય વન તોબા
સાંભળીને પ્રાણીઓનો કલ્પાંત!!!

રે, ક્રૂર માનવી!!!
આ શું કર્યું તેં?
થોડા રૂપિયા ખાતર લીધો
જીવ એ અબોલનો!!!

કેવી રીતે સંભળાશે હવે,
એ મધુર સંગીત, જે સંભળાતું
દરરોજ!!!
કોણ રેલવશે એ કુદરતી
સંગીત જે ખોવાયું ગોળીઓનાં
અવાજમાં???

ક્યારે સમજશે આ માનવી
કે નથી આ ધરતી એની માત્ર?
છે પ્રાણીઓ ને પક્ષીઓ પણ
હકદાર એનાં, જે બચાવે છે
આ કુદરતને!!!



અંતિમ ક્ષણ

સ્વીકાર્યું જેણે જીવનનું
અંતિમ સત્ય,
લાગે નહીં ક્યારેય ડર
એને અંતિમ ક્ષણનો!!!

કર્યા ન ક્યારેય જેણે
કોઈ ખોટા કામ,
બોલ્યા ન જે ક્યારેય
ખોટા વચન,
નથી ડરતાં એ બધાં
ક્યારેય કોઈ મુસીબતથી!!!

નથી ડર જેને મૃત્યુનો
છે વિશ્વાસ જેને પોતાનાં પર,
ક્યારેય ન ડરે કોઈથી ય
ભલે હોય ઉભા કોઈ
લઈને બંદૂક સામે!!!

છે જેને શ્રદ્ધા પોતાનાં ઈશ પર,
કરે છે ભક્તિ વિના કોઈ અપેક્ષા,
નથી રહેતી કોઈ આસક્તિ એનાં
જીવનમાં, નથી રહેતો ડર એને
જીવનની અંતિમ ક્ષણ કે મૃત્યુ
પછીનાં જીવનનો!!!!!



ધબકાર

ન સાંભળ્યો ક્યારેય
અંદરનો ધબકાર!!!
આવ્યો અંત સમય જ્યારે
યાદ આવ્યું વિતાવેલ જીવન.
ન કર્યો ઉપકાર ક્યારેય કોઈનાં
પર કે ન લંબાવ્યો ક્યારેય
હાથ મદદનો.
સાંભળ્યો અંદરનો ધબકાર
હોસ્પિટલનાં મશીનમાં, હજુ
શું સાંભળવું છે હે સ્વાર્થી
માનવી, હવે તો સાંભળ
પ્રભુએ પોકારેલ અવાજ!

સાંભળ તારી અંદરનો ધબકાર
મૃત્યુ આવે એ પહેલા, ભેગું
કર ભાથું પુણ્યનું આવે તેડું
ઉપરવાળનું એ પહેલાં!!!



માટી

સોનાનાં મોહમાં પડેલાં,
સવારથી કમાવવા માટે
દોટ મૂકતા, જોતાં
આજુ બાજુ ઘણુ બધુ,
પરંતુ ન રોકાતા ક્યારેય
માણવાને આ સૌંદર્ય!
જોતાં સવારે દરરોજ
ઊગતો સૂર્ય જતા જતા
નોકરીએ, પણ ઊભા
ન રહેતાં ક્યારેય જોવાને
આ અદ્ભૂત નજારો!!!

ધોધમાર વરસાદ વચ્ચે
જતા જ્યારે કામ કરવા,
ચાલતા ચાલતા જ લેતા
માટીની સુગંધ, ન રોકાય
કોઈ માણવા માટીની સોડમ!!!

જાણે છે માનવી અંતે તો
ભળવાનું છે માટીમાં જ,
હશે સોનું શરીર પર તોય
ઉતારી લેશે સ્વજનો,
તે છતાં જીંદગી વિતાવે
છે દોડધામમાં, મેળવવા
એ વસ્તુ, જે મૂકી જવાની
છે મૃત્યુ થતાં જ!!!!!

જશે માનવીના કર્મો અને
રહેશે સુવાસ એનાં સત્કર્મોની!
તોય ખબર નહીં શાને આ
માનવી ખચકાય છે સત્કર્મોથી,
પણ નથી ડરતો ખોટું કરતાં
કમાવવાને થોડું ધન વધારે!!!

ભળશે દેહ માટીમાં, ત્યારે
નહીં આવે કોઈ સંબંધો
કામમાં!!!
કામ આવશે તો બસ કરેલ
કર્મોનું ભાથું, જે જીવતાં
રાખશે માનવીને મર્યા પછી પણ!!!

પ્રેમ કરો આ માટીથી,
રહો સદાય એનાથી જોડાઈ,
રૂપિયા, પૈસા, સોનું તો છે
માત્ર બાહ્ય દેખાડો!!!
આજે છે તો કાલે નહીં!
કરશે સલામ સહુ કોઈ
જ્યારે હશે જાહોજલાલી,
મોં ફેરવી જશે દુનિયા જો
જતી રહેશે આ જાહોજલાલી!!!

કમાવવું જ છે તો સંબંધ કમાઓ,
કામ લાગશે એ જ મૃત્યુ સમયે!!!
બાકી તો રાહ જોતા ઊભા છે
સ્વજનો, ક્યારે થાય મૃત્યુ અને
બનીએ અમે વારસદાર!!!
વાપરશે અન્ય કોઈ જ જેટલું
વધુ કમાશો, પરંતુ માણશો
જીવનભર જો કમાશો સારાં અને
તંદુરસ્ત સંબંધો તમારાં મિત્રો કે
સ્વજનો થકી!!!

વાંચવા બદલ આભાર.
જય શ્રી કૃષ્ણ🙏
- સ્નેહલ જાની