Part - 17
સાહેબ મે તો ડ્રિંક પીવાનું પણ છોડી દીધું હતું પણ નીલેશની ઇચ્છા ને માન આપવા જ રોશનીએ મને આજના દિવસ ડ્રિંક પીવાની પરવાનગી આપી હતી. અને પછી નીલેશે રૂમમાં જ પીવાની સગવડતા કરી આપી હતી. રોશની પણ આ સમાધાન માટે ખુશ હતી એટલે જ એ પોતે મને અને નિલેશને ડ્રિંક માટે બધું સર્વ કરી રહી હતી. નિલેશ દારૂ પીવાની સાથે એટલી મધુર વાતો કરી રહ્યો હતો કે જાણે થોડા સમય પહેલા અમારા બંને વચ્ચે કોઈ અણબનાવ જ નહોતો બન્યો એવું લાગી રહ્યું હતું. મને મારા મિત્ર પ્રત્યે પાછો વિશ્વાસ બેસી ગયો હતો. નીલેશે અમારા નાનપણની વાતો શરૂ કરી એમાં રોશનીને પણ રસ પડવા લાગ્યો. બરોબર એ જ સમયે મારા ફોનમાં મુકેશ હરજાણીનો ફોન આવ્યો અને એને કહ્યું કે નીલેશે મને વાત કહી છે કે હવે તારે આ કામ નથી કરવું માટે તને હવે આ કામમાંથી આઝાદ કરવામાં આવે છે તું અત્યારે જ મારા ખુફિયા રૂમમાં આવી જા તારી છેલ્લો હિસાબ કરી આપું. સાહેબ હું તો મુકેશ હરજાણીની આ વાત સાંભળીને એટલો ખુશ થઈ ગયો કે નિલેશને ગળે મળી આભાર વ્યક્ત કરવા લાગ્યો. ત્યારે જ નીલેશે પણ લાગણીશીલ થતાં કહ્યું કે" ભાઈ એમાં તારે આભાર માનવાની જરૂર નથી એ તો મારી ફરજ છે હવે તું જા મુકેશ હરજાણીને મળી આવે ત્યાં સુધીમાં ભાભીને હું આપણી નાનપણની વાતો કહી દવ. અને હા અહીંયાની કોઈ ચિંતા નહિ કરતો હું છું ને તારો દોસ્ત બધું સંભાળી લઈશ...
સાહેબ ત્યારે હવે રોશની સાથે શું થવાનું છે એ વાતથી અજાણ હું જાતે જ મુકેશ હરજાણીના ચક્રવ્યૂહમાં ફસાવવા જઈ રહ્યો હતો. બીજી મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ એ હતી કે હું ત્યારે રોશનીને નિલેશ પાસે એકલા છોડીને મુકેશ હરજાણી પાસે પહોંચી ગયો. હું એ સમયે ખુશ હતો કારણ કે કોઈ વિઘ્ન વગર જ આ કાળા કામમાંથી બહાર નીકળી જવા માટે ખુદ મુકેશ હરજાણીએ મને પરવાનગી આપી હતી. હું આનંદિત થતો ખુફિયા રૂમમાં પ્રવેશ્યો ત્યારે મુકેશ મારી રાહ જોતો હોય એમ સોફા પર બેઠો હતો તેની સામેની ટીપોય પર દારૂની બોટલ અને ગ્લાસ પડ્યા હતા. મને જોતા જ મુકેશે ઉમળકા ભેર મને આવકાર્યો. હું જાણે સ્વપ્ન જોતો હોવ એવો ભાસ થયો કારણ કે અત્યાર સુધીનો મુકેશનો અવાજ સતાવાહી હતો જ્યારે આજે એક મિત્રની વાણીમાં જેવી ઉષ્મા હોય એવો લાગ્યો હતો. મને તેણે માન થી તેના સોફાની બાજુમાં બેસાડ્યો અને અત્યાર સુધીના સમય કાળને ભૂલી જવાનું કહ્યું. પછી તેણે મને વાતોમાં વળગાડી રાખ્યો અને સાથે ખૂબ દારૂ પણ પીવડાવ્યો. સાહેબ દારૂના નશામાં ખુદ એટલો મશગુલ થઈ ગયો કે હું ભૂલી ગયો કે મારે રોશની પાસે જવું જોઈએ. અચાનક એકદમ જ મને શું થયું કે જાણે રોશની મને પોકારતી હોય એવો ભાસ થયો હું ત્યાં થી જવા માટે ઊભો થયો પરંતુ દારૂના નશા એ મારા પગને જકડી રાખ્યા હતા જાણે હું ખુદ એટલો હોશમાં ન હતો કે રોશની પાસે જઈ શકું. મે મુકેશ હરજાણી પાસે જવાની પરવાનગી માંગી પરંતુ તેને કહ્યું કે તેને હમણાં જ નિલેશને ફોન કરીને અહીંયા ખુફિયા રૂમમાં બોલાવ્યો છે એ હમણાં આવતો જ હશે. તું થોડી વાર રહીને જા છેલ્લી વાર આપણે ત્રણ દોસ્તારો છેલ્લો પેક પીને છૂટા પડ્યે પછી તું ક્યાં અહીંયા અમારી મેહફીલ માં આવીશ દોસ્ત બસ એક છેલ્લી વાર. હું મુકેશ હરજાણીના આગ્રહને ના ન કહી શક્યો. ત્યાર બાદ થોડી જ વારમાં નિલેશ રૂમમાં પ્રવેશ્યો. નિલેશને હાલત જોઈને હું સમજી ગયો હતો કે નક્કી કઈક અજુગતું ઘટી ગયું છે પરંતુ નશામાં મારી એવી હાલત ન હતી કે હું નિલેશને કાઈ કહી શકું મે ફક્ત નશામાં રોશનીનું નામ લેતા જ એ બોલી ઉઠ્યો કે હા રોશની એકદમ સહી સલામત છે. ત્યારબાદ નીલેશે મુકેશ હરજાણી ને કંઇક ઇશારાથી કહ્યું ને મુકેશે ત્યાં થી જવા માટે તૈયારી બતાવી ત્યારે જ મે કહ્યું "અરે મુકેશ સર તમે જ તો કહ્યું હતું કે આપણે ત્રણ દોસ્તારો છેલ્લો પેક લેવાનો છે હવે શું થયું ક્યાં ઉપડ્યા તમે? આવો આવો ચાલો એક છેલ્લો પેક થઈ જાય". ત્યારે જ મુકેશ હરજાણી એ મારા ખભે હાથ મૂકી ને કહ્યું આપણો છેલ્લો પેક નહિ દોસ્ત તારી જિંદગીનો છેલ્લો પેક બોલ એમ કહેતા નિલેશ અને મુકેશ હરજાણી જોર જોર થી હસવા લાગ્યા હું સમજી ગયો કે કદાચ હું કોઈ જાળમાં ફસાઈ ગયો છું.
મે એકદમ જ રૂમની બહાર નીકળવાના નિરર્થક પ્રયત્ન ચાલુ કર્યા પરંતુ નશાએ મારી હાલત ખરાબ કરી નાખી હતી. હું પોતાની જાતને ખુબજ લાચાર મહેસુસ કરતો હતો. એટલામાં મને રોશનીનો ખ્યાલ આવતા મે મારી બધી જ હિંમત એકઠી કરીને નિલેશ નો કોલર પકડીને પૂછવાની કોશિશ કરી કે તેણે મારી રોશની સાથે કંઈ અજુગતું તો કર્યું નથી ને?. ત્યારે જ નિલેશ પોતાનો કોલર મારા હાથમાંથી છોડાવતા મને જોરદાર ધક્કો માર્યો અને કહ્યું કે બેટા રોશની તો ભગવાનના ઘરે પહોંચી ગઇ હવે તું તારું વિચાર કે તારું શું થશે? એટલું કહેતાં જ નિલેશ જોરજોરથી હસવા લાગ્યો અને મુકેશ હરજાણીને ઇશારાથી ત્યાંથી નીકળી જવાનું કહ્યું અને હું નશાની હાલતમાં મજબુર થઈને મુકેશ ને ત્યાંથી જતા જોતો રહ્યો. રોશની મને છોડીને જતી રહી એ સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો પરંતુ નશામાં મારી એટલી હાલત નથી કે હું મુકેશ હરજાણીને એનો વળતો જવાબ આપી શકું. મન થતું હતું કે અહીંયા જ મુકેશ હરજાણીને મારીને દાટી દવ પણ લાચાર બનીને તેને જાતા જોતો રહ્યો.
મુકેશ હરજાણીના ગયા પછી મેં નિલેશ ને પૂછ્યું કે" શા માટે એણે રોશની નું ખૂન કર્યું? રોશનીએ શું બગાડયું હતું તમારું? એને તો આપણી દોસ્તી સહીસલામત રહે એટલા માટે સમાધાન કરીને બધું છોડવાની કોશિશ કરી હતી. નહિ તો એ મારી સાથે ભાગીને કોઈ સુરક્ષિત જગ્યાએ જઈને આરામથી રહી શકતી હતી. પરંતુ કોઈ માણસની સારી નિયતી નો આ અંજામ! અરે રાક્ષસ છો કે શું તમે લોકો?..
નિલેશ જોર જોરથી હસવા લાગ્યો ને કહ્યું કે મે તને પહેલા જ કહ્યું હતું કે આપણા ધંધામાં આવવાના તો ઘણા રસ્તા છે પરંતુ જવાનો એક જ રસ્તો છે એ છે મોત ને તું એ વાત સમજ્યો નહિ દોસ્ત એટલે શું થાય તે જે દગો આપ્યો એનો બદલો મે રોશની સાથે વાળ્યો. રોશનીનો રેપ કરીને તેને તડપવી તડપાવી ને મારી નાખી હા હા હા હા.....
પ્રવીણ:- શું હરામ ખોર તે મારી રોશનીનો રેપ કર્યો? હું નહિ છોડૂ તને મારી રોશનીએ તારું શું બગાડ્યું તું?
નિલેશ;- તે એને પ્રેમ કર્યો એ તારી સૌથી મોટી ભૂલ અને પ્રેમ કર્યો તો ખરા પણ તેના કહેવા ઉપર થી તે આપણા ધંધામાં દગો કર્યો એ તારી બીજી મોટી ભૂલ એની સજા તો રોશનીને જ મળેને દોસ્ત પ્રેમની સજા નફરતથી જ મળે દોસ્ત...
મને નિલેશ પર એટલો ગુસ્સો આવ્યો કે મે મારી બધી જ હિંમત ભેગી કરીને ત્યાં પડેલી દારૂની બોટલ ઉઠાવીને નિલેશ પર વાર કરવાની કોશિક કરી પરંતુ નીલેશે મારો હાથ રોકીને મને ફરી ધક્કો મારી ને પછાડી દીધો ને ફરી આખા રૂમમાં તેના હસવાનો આવાજ પ્રસરી ગયો ને હું લાચાર બની ને જોતો રહ્યો નિલેશ નું રાક્ષસ સ્વરૂપ..
એટલામાં નિલેશ ના ફોનની રીંગ વાગે છે. સામે પક્ષે મુકેશ હરજાણી નો જ ફોન હતો. ફોન ઉપાડતા જ નીલેશે મુકેશને કહ્યું કે" હા સર બધું પ્લાનિંગ મુજબ જ ચાલી રહ્યું છે. રોશનીનું ખૂન ખૂબ સફાઈ થી થઈ ગયું છે બસ હવે આ પ્રવીણ ને મારીને તેની અને રોશનીની લાશને ઠેકાણે પાડી દઉં એટલે મારું કામ પૂરું તમે પૈસા રેડી રાખજો સાહેબ આ વખતે તો તમારે મને ડબલ ઈનામ આપવું પડશે..
નિલેશ જ્યારે મુકેશ સાથે આ બધી વાતચીત કરી રહ્યો હતો ત્યારે મે મોકાનો ફાયદો ઉઠાવતા બાજુમાં પડેલી દારૂની બોટલ ઉઠાવીને નિલેશ ના માથા પર મારી દીધી...
ક્રમશ....