Room Number 104 - 16 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Room Number 104 - 16

Part 16

અભયસિંહ:- હા સંધ્યા શું ખબર છે કવિતાના?

સંધ્યા:- સર! કવિતા તો પૂરી રીતે તૈયારીમાં જ હતી આ શહેર છોડીને પલાયન કરવાની પરંતુ સંધ્યા થી આજ સુધી કોઈ ગુનેગાર બચી શક્યું છે! કવિતા પોતાની બીમાર માને લઈને અહીંયાંથી નાસી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ એ પહેલાં જ સમયસર અમે અહીંયા પહોંચી ગયા ને કવિતાને પણ અરેસ્ટ કરી લીધી છે.

અભયસિંહ:- શાબાશ સંધ્યા! આઈ એમ પ્રાઉડ ઓફ યુ! તારા જેવી જાંબાઝ ઓફિસર્સ મારી સહઅધિકારી તરીકે કામ બજાવી રહી છે એનો મને ગર્વ છે. તું જલદી થી કવિતાને લઈ ને આવી જા અહીંયા.

સંધ્યા:- yes sir!

અભયસિંહ સંધ્યા સાથે વાત કરીને ફોન કટ કરે છે એટલામાં જ પ્રવીણ કહે છે કે સર આ ગુનામાં કવિતા ક્યાંય સામેલ નથી. કવિતાને મે જ મારી મદદ માટે બોલાવી હતી. જ્યારે મારા અને નિલેશ વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં મારા હાથે નિલેશ નું ખૂન થઈ ગયું ત્યારે મે જ કવિતાને મારી મદદ માટે ત્યાં બોલાવી હતી. આમાં કવિતાનો કોઈ વાંક નથી સાહેબ!

અભયસિંહ:- કોણ ગુનેગાર છે અને કોણ બેકસુર છે એ સાબિત કરવાનું કામ અમારું છે. તું આગળ વાત કર રોશનીનું અહીંયા આવવા થી લઈને તેનું ખૂન કોને અને કેવી રીતે કર્યું?

પ્રવીણ:- સાહેબ! રોશની ના કહેવા ઉપરથી હું આ ગુનેગાર ની દુનિયા છોડી ચૂક્યો હતો. હું અને રોશની અહીં આબુમાં આવીને પોતાની એક નવી જ દુનિયા શરૂ કરવાના હતા અને તે માટે છેલ્લી વાર હું નિલેષ ને મળીને ગુનાહની દુનિયા થી જોડાયેલા તમામ સંપર્કો ને તોડવા અને મારી પાસે રહેલા નિલેશ અને મુકેશ હરજાણી ના કરેલા કાળા કામો ના જેટલા પણ સબૂત હતા એ બધા જ હું નિલેષને સોંપવા માટે હું અહીં આવ્યો હતો. પરંતુ નિલેશ અને મુકેશ હરજાણીની નજર મારી રોશની ઉપર જ હતી. જે દિવસે સવારે હોટલના સેફ ગોપી એ અમને બંનેને હોટલના ટેરેસ પર સિગરેટ ફૂંકતા જોયા હતા એ દિવસે નીલેશે મને સમજાવાની ખૂબ કોશીશ કરી કે" જો પ્રવીણ આપણા ધંધામાં પ્રેમને કોઇ સ્થાન જ નથી. તું વિચાર કર ફક્ત પ્રેમથી જ જો લોકોનું પેટ ભરાતું હોય તો કોઈ જીવવા માટે આટલી બધી મહેનત કરત જ નહિ. અને તું ખુદ જો અત્યારે તું કેટલું એશો આરામથી જીવે છે એ બધું જ મુકેશ હરજાણીની મહેરબાનીથી છે. ભલુ માન એ માણસનું કે એને તને આ કામના મો માંગ્યા ઇનામ આપ્યા છે. તારી પત્ની ની દરેક ખ્વાઈશ પૂરી થઈ છે તો ફક્ત મુકેશ હરજાણીના કારણે તારો દીકરો અત્યારે મોંઘામાં મોંઘી સ્કુલમાં ભણી રહ્યો છે તો એ પણ મુકેશ હરજાણીના મહેરબાનીથી જ છે. તું પહેલા શું હતો અને અત્યારે તું ક્યાં પહોંચી ગયો છે એ પણ ફક્ત મુકેશ હરજાણીના કારણે જ અને તું એ જ માણસને દગો આપી રહ્યો છે. જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરી રહ્યો છે. મારું માન હજી પણ સમય છે તારી પાસે મુકેશ હરજાણી નું મન ખૂબ મોટું છે એ તને તરત માફ કરી દેશે તું બસ રોશની ને સોંપી દે"

સાહેબ! આ સાંભળીને મને નિલેશ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. અને ગુસ્સામાં મે મારા મગજ પરનો કાબૂ ગુમાવી બેઠો અને નિલેશ ને જોરથી એક મુક્કો મારી ને ધમકી આપી કે" તું અને તારો પેલો નામર્દ મુકેશ હરજાણીને કહી દે જે કે મારી રોશની થી દૂર જ રહે નહીં તો એનું પરિણામ સારું નહીં આવે હું આજથી જ આ ગુનાની દુનિયાને અલવિદા કહું છું. હવે આ દુનિયામાં હું પાછો નહિ આવું ખબરદાર જો મારા અને રોશનીના જીવનમાં કોઈ દખલગીરી કરી છે તો એનો અંજામ સારો નહીં આવે" બસ એટલું કહીને હું ત્યાં થી ચૂપ ચાપ જઈ જ રહ્યો હતો ત્યાં નિલેશ કહ્યું કે" તને શું લાગે છે પ્રવીણ તું એમ આસાનીથી આ ગુનાહની દુનિયા છોડી શકીશ. બેટા અહીંયા આવવાના રસ્તા તો હજાર છે પરંતુ છોડવા નો રસ્તો એક જ છે અને તે છે મોત એટલું યાદ રાખજે. અને તને આ મૂકો ખૂબ ભારે પડશે એનું પરિણામ તો તું જાતે જ જોઈ લેજે."

મેં રૂમ પર પાછા આવીને રોશની ને મારા અને નિલેશ સાથે થયેલી તમામ વાતો વિગતવાર કહી અને કહ્યું કે મને આશંકા છે કે આ લોકો જરૂર આપણા સાથે કાંઈક ખરાબ કરશે જ એટલે આપણે બંને જલ્દી આ હોટલ છોડીને જતા રહીએ. પરંતુ રોશની કહ્યું કે સાંજે આપણે નિલેશને રૂમમાં બોલાવીને હું ખુદ એને સમજાવીશ અને વિનંતી કરીશ કે આપણને બંનેને નિશ્ચિત પણે અહીંયાથી જવા દે. એટલે કોઈ પણ જાત ના ભય વગર આપણે આપણું ભવિષ્ય માણી શકીએ. મે રોશની ને ઘણી સમજાવી કે એ લોકો ખૂબ ખતરનાક માણસો છે એ લોકો નહીં માને મને ડર છે કે ક્યાંક એ લોકો તને મારાથી છીનવી ના લે એટલે સારું છે કે આપણે અત્યારે જ આ હોટલ છોડીને ક્યાંક સુરક્ષિત જગ્યાએ જતા રહીએ. પરંતુ રોશની મારી વાત નહીં માની તેને કહ્યું કે જો પ્રવીણ મને કહી જ નહિ થાય આપણો પ્રેમ એટલો કાચો નથી કે મને તારાથી અલગ કરી દે અને મને વિશ્વાસ છે કે નિલેશ પણ માની જશે અને જો એકવાર તું આ ગુનાહના દુનિયાને કાયમ માટે અલવિદા કહી દઈશ તો નિશ્ચિત રહીને પોતાના ભવિષ્યને માણી શકીશ. એટલે પછી રોશની ના કહેવા ઉપરથી મેં તે દિવસે સાંજે નિલેશને રૂમ પર મળવા બોલાવ્યો.

એ દિવસે સાંજે જ્યારે નિલેશ રૂમ પર આવ્યો ત્યારે રોશનીએ નિલેશ ને સમજાવવાની કોશિશ કરી કે" જો નિલેશભાઈ અત્યાર સુધી પ્રવીણે તમે કહ્યું એમ કર્યું છે. તમારી દરેક ઈચ્છાને માન આપ્યું છે. હું માનું છું કે જીવન જરૂરિયાત માટે પૈસાની જરૂર હોય છે પરંતુ જીવનને પરિપૂર્ણ કરવા માટે તો મન ગમતી વ્યક્તિના પ્રેમની જ જરૂર હોય છે. હું માનું છું કે ખાલી પ્રેમથી જ પેટ નથી ભરાતું પરંતુ પ્રેમથી ખાવડાવેલો કોળિયો જ મનને સંતોષ આપે છે. માણસને ખરી તૃપ્તિનો આનંદ કરાવે છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ એકબીજા સાથે નવી જિંદગી જીવવા માંગીએ છીએ. અમે એકબીજા સાથે જે કાંઈ પણ મળશે તેને પ્રેમથી વહેંચી લઈશું. એકબીજા પ્રત્યેનો પ્રેમ જ અમારી ખરી જિંદગી છે. અરે પ્રેમ તો ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે જે વ્યક્તિ ખરા દિલ થી પ્રેમ કરે છે તેના ગુનાહ તો પ્રભુ પણ માફ કરે છે. જો તમે પણ અમારા પ્રેમના સાક્ષી બનશો તો ભગવાન તમારા પર પણ પ્રસન્ન થશે અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને પણ કોઈ સાચો રસ્તો બતાવનાર મળે. જેથી તમે પણ આ ગુનાની દુનિયાને છોડી શકો. પ્લીઝ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે પ્રવીણ ને આ ગુનાહની દુનિયામાંથી રજા આપો એને તેને એક નવું જીવન શરૂ કરવા દો"

એ દિવસે પહેલાં તો નીલેશે એવો ડોળ કર્યો જાણે રોશનીની તમામ વાતો થી સહમત થઈ ગયો હોય અને કહ્યું કે" હા તું સાચું જ કહે છે રોશની. મને અત્યાર સુધી પ્રવીણ ની વાત નહોતી સમજાતી પરંતુ હવે હું તારી વાત થી સહમત છું. ખરેખર જો તારા જેવી કોઈ વ્યક્તિનો પ્રેમ મળે તો જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય. પ્રવીણ તું ખરેખર નસીબદાર છો કે તને રોશની જેવી છોકરી મળી છે. જા દોસ્ત તું પણ શું યાદ રાખીશ હવે આ ગુનાહની દુનિયામાં તારું કાંઈ કામ નથી દોસ્ત, જા જીવી લે તું તારી જિંદગી. અને હા ભવિષ્યમાં કંઈ જરૂર પડે તો તારા દોસ્ત ને યાદ કરજે હો.

પ્રવીણ:- અરે કેમ નહીં દોસ્ત આપણી દોસ્તી તો ઉમ્ર ભર રહેવાની જ ને! મે આ ગૂનાહની દુનિયા છોડી છે આપણી દોસ્તી ને નહિ..

નિલેશ:- તો પછી ચલ આપણી આ દોસ્તી ખાતર એક છેલ્લી વાર ગુનો કરી લે..

આ સાંભળીને હું ને રોશની એકબીજા સામે જોઈને અચંબિત થઈ ગયા કે નિલેશ કયા ગુના ની વાત કરતો હશે પરંતુ તેને કહ્યું કે તે છેલ્લી વાર મારી સાથે બેસીને ડ્રિંક કરવા માંગે છે...

ક્રમશ....