Featured Books
શ્રેણી
શેયર કરો

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 11

દ્રશ્ય અગિયાર -
શક્તિ ને મન માં એક જ વાત ચાલતી હતી કે મિત્રો ને કઈ પણ થાય એની પેહલા એ ડેવિલ ને મારી નાખવો પડશે. અભિનવ એ હાઉસ ઓફ ડેવિલ માં ભગતો હતો અને એની પાછળ ડેવિલ નિરાતે ચાલતો અને ભયાનક હસી થી એની પાછળ આવતો હતો. અભિનવ ને એ નાની ઇમારત માં છુપાવવી કોઈ જગ્યા મળી નહિ એના હાથ માં પકડેલી પવિત્ર જળ પણ નીચે પડી ગયું અને એ પ્લાસ્ટિક ની બોટલ ખોવાઈ ગઈ. અભિનવ ગભરાયેલો અને ધ્રૂજતો એક રૂમ ના દરવાજા આગળ આવ્યો એને તે દરવાજા મોટા લાકડાના જેના પર કોઈ જૂનું કોતરણી કામ કર્યો હતું એને હેન્ડલ પકડી ને ધ્રુજતા હાથ થી ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એની પાછળ થી ગરમ હવાનો હલકો અનુભવ થયો અને દરવાજા પર આછા પડછાયા માં તેને મોટી પાંખો દેખાઈ જેવો તે પાછળ વળી ને જોવે છે તો ડેવિલ આવી ને ઉભો હતો. તેના માથા પર થી પરસેવો ધીમે થી એની ગાલ પર આવ્યો ડેવિલ ને એની પાંખ ના અણીદાર હાડકાંની એની ગાલ પર ના પરસેવાને લીધો.
અભિનવ નું હૃદય જાણે બંદ જ થવાનું હતું ડેવિલ ને એજ પાંખ એના ગાલ પર ધીમે ધીમે નાખવાની સરું કરી ત્યાંથી લોહીના પ્રવાહ નીચે આવા લાવ્યો થોડા ટીપા નીચે પડ્યા અભિનવ ચૂપ થઇ ને તે દુઃખ સહન કરવા લાગ્યો અને પાછળ થી કોઈ ને તેને ખેચી લીધો એને દરવાજો બંદ થઈ ગયો.
સેમ હાઉસ ઓફ ડેવિલ માંથી બહાર આવી ગયો હતો અને ગાર્ડન માં ડેવિલ થી બચવા માટે દોડવા લાવ્યો. ડેવિલ એની પાછળ ઊડતો હતો અને એને હેરાન કરતો એમ તેમ ભગાવતો હતો. એ ડેવિલ થી ડરીને બૂમો પાડવા લાગ્યો સેમ ની પાસે કોઈ આવડત ના હતી કે બચવા મટે કોઈ ઉપાય પણ ના હતો. સેમ હવે થાકી ગયો હતો એની પાસે ભાગવાની હિંમત બચી નથી અને તેના થી બચંવાનો કોઈ રસ્તો પણ નહતો. સેમ હિંમત હારી ને ભગવા નું બંદ કર્યું અને ઉભો થઇ ગયો. ડેવિલ તેની શર્ટ ને પકડી ને તેને ઉપર લઈ જાય છે અને ત્યાં સેમ બેસેલા અવાજ થી ખોખરી બૂમો પાડે છે. પણ ડેવિલ તેને ઉપરથી નીચે નાખી દે છે. સેમ નો પગ જોરથી એક પથ્થર પર પડે છે અને તેને પગમાંથી લોહી આવવું સરું થયા છે સેમ બચવા માટે ત્યાંથી ઉભો થઇ ને ભાગવનો પ્રયત્ન કરે છે પણ તેનાથી ઉભૂજ થવાતું નથી. ડેવિલ એની સામે આવી ને ઉભો થાય છે અને એની એક પાંખ સેમ ના પગ તરફ લઈ જવાનું સરું કરે છે સેમ ને પેહલાથી ઇજા થઇ હતી અને ડેવિલ ને ત્યાં પાંખ થી વધુ નુકશાન પોહચડવા લાગ્યો. સેમ થી તે દુઃખ સહન ના થયું તે બૂમો પાડવા નો પ્રયત્ન કરવા લાગ્યો પણ હવે બૂમો પડી ને એના ગળા માંથી અવાજ નીકળવાનો બંધ થઇ ગયો. શક્તિ આ નજરો દૂરથી ઈમારતની એક બારી માંથી જોઈ ગઈ અને તે દોડતી સેમ ને બચાવવા આવી અને તેની પાસે અવિ ને પોતાના પેન્ટ ના ખિસ્સામાં પડેલી પવિત્ર જળ ની નાની કાચ ની બોટલ નીકળી અને ડેવિલ પર છાંટી અને સેમ નો હાથ પકડી ને તેને ગાર્ડન ની બહાર ભાગવાનું સરું કરું એમને ભાગતા જોઈ ને ડેવિલ પણ એમની પાછળ આવ્યો એ એમને પકડવા ગયો પણ તે બંને એટલામાં ત્યાં થી ભાગી ને બહાર પોહચી ગયા હતા.
સેમ અને શક્તિ ગાર્ડન ની બહાર હતા અને ડેવિલ ગાર્ડન ની અંદર થી એમને જોઈ ને પાછો એ હાઉસ ઓફ ડેવિલ માં જવા લાગ્યો. હજુ ત્યાં અભિનવ અને મેઘના હતા.
સેમ ને શક્તિ ને પૂછ્યું " તે પકડવા બહાર કેમ ના આવ્યો"
શક્તિ ને જવાબ આપ્યો" તે રક્ષા કવચ તોડી ને બહાર આવી શકતો નથી અને આવે તો એની શક્તિ ઓછી થઈ જશે અને આપડે તેને હરાવી સકી શું."
શક્તિ અને સેમ ત્યાંથી ચર્ચ તરફ ગયા અને મેઘના અને અભિનવ ને બચાવા માટે ફાધર પાસે મદદ માગવા લાગ્યા.
અભિનવ તે રૂમ માં જોવે છે તો એની સામે મેઘના ઊભી હતી તે એને પૂછે છે " તારાથી આ રૂમ કેવી રીતે ખૂલ્યો."
મેઘના બોલે છે " આ રૂમ હું આવી ત્યારે ખુલ્લો જ હતો મે બચવા મટે બંદ કર્યો હતી."
અભિનવ કહે છે " તો પેલા નથી ખોલતો મારો જીવ મારી હાથ માં આવી ગયો હતો."
મેઘના એની સામે જોઈ ગુસ્સા થી બોલે છે " મને પેહલા થી ખબર હતી કે તું બહાર છે? મને લાગ્યું ડેવિલ દરવાજો ખોલવા નો પ્રયત્ન કરે છે. પછી કોઈ અવાજ ના આવ્યો એટલે મેં દરવાજો ખોલ્યો તો તું મને મળી ગયો એતો ભગવાન નો આભાર માન સમયસર દરવાજો ખોલ્યો."
અભિનવ પૂછે છે " આ રૂમ નો જ ખાલી દરવાજો છે બીજા કોઈ રૂમ માં દરવાજો નથી."
મેઘના બોલે છે " હા બીજા કોઈ રૂમ માં દરવાજો નથી સાથે આ રૂમ બીજા રૂમ થી અલગ પણ લાગે છે."
અભિનવ ને કહ્યું " આ રૂમ નો દરવાજા પર કંઇક વિચિત્ર ચિત્રો દોર્યા હતા અને જોવા માં પણ તે ભયાનક હતા."