Paranormal Protector Co-3 books and stories free download online pdf in Gujarati

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 3

દ્રશ્ય ત્રણ -
એ બ્લેક કાર જેમાં શક્તિ બેસી હતી તેેે જઈને એક જૂના અને નાના ઘર આગળ ઉભી રહી. શક્તિ અને મેઘના ગાડીમાંથી નીચે ઉતર્યાં ને ઘર માં ગયા ત્યાં એક પચાસ વર્ષની મહિલાા કોફી નો મગ પકડી ને ડાઇનિંગ ટેબલ પર બેેેસી હતી જેનું નામ હતું શ્રીજયા તેના અડધા સફેદ અને અડધા કાળા બોબકટ વાળ હતા. બ્લેક ફ્રેમના મોટા ચશ્મા તેનુંંં ગંભીર વ્યક્તિત્વ રજુ કરતા હતા. તેેને લાઈટ બ્લ્યુ કલર નું બલેઝર વાઇટ શર્ટ અને બ્લેક જીન્સ નું પેન્ટ પહેર્યું હતું. મહિલા નું શરીર ભરાવદાર હતું. લાંબુ નાક અને કથઈ કલર ની આંખો જેેની જમણી બાજુ માં તલ હતો. શક્તિ ને આવતા જોઈ ને તે ઉભી થઈ એની તરફ આવી અને બોલી “ ઘણા લાંબા સમય પછી તને જોઈ મારી દીકરી સુંંદર લાગે છે"
શક્તિએ કઈ પણ જવાબ ના આપ્યો અને ત્યાં પડેલા સોફા પર જઈને બેસી ગઈ. શક્તિ ની નારાજગી એના ચેહરા થી દેખાતી હતી તે થોડા સમય માટે કઈ ના બોલી અને પછી
શક્તિએ કહ્યું "મને કેમ અહીંયા બોલાવી છે? મારી પાસે સમય નથી અને અત્યાર સુધી નો દિવસ પણ સારો નથી ગયો"
શ્રીજયા એ પૂછ્યું “તુ ઓસ્ટ્રેિલિયા કેમ આવી છે?"
શક્તિ વાત બદલી ને કહ્યું “તમારી કંપની ની હાલત તો બઉ ખરાબ છે રેહવા માટે બઉ ખરાબ ચોઈસ કરી છે હવે તમારે સેવા કરવાની બંદ કરવી જોઇએ"
શ્રીજયા ફરી એ જ સવાલ કર્યો પણ શક્તિ એનો સરખી રીતે જવાબ આપ્યો નહિ પછી તેને સમજાવા માટે અને કહ્યું.“ હું સમજી શકું છું તું કેમ આવી છે પણ હવે હું તારી માં નથી હું એક પ્રોટેક્ટર છું તું પછી ઈન્ડિયા જતી રે."
શક્તિ જવાબમાં કહે છે “મને કબર છે તમે મારા માં નથી હું તો હવે માનતી પણ નથી માટે હું અહીંયા તમારા માટે આવી નથી તમે તમારી ડૂબતી કંપની ની ચિંતા કરો મારી ચિંતા કરવાની જરૂરત નથી"
શક્તિ વારંવાર શ્રીજયા ની ઠેકડી ઉડાડતા જોઈ ને મેઘના એ કહ્યું “ હા અમે લોકો ની મદદ કરીએ છીએ અમને અહીંયા મદદ કરવા બોલાવ્યા છે અને જ્યાં અમારી મદદ ની જરૂરત હસે અમે ત્યાં પોહચી શું તારા જેમ લોકો ને...." એટલું બોલી ને તે ચૂપ થઇ ગઈ અને ગુસ્સામાં ત્યાંથી નીકળી જઈ. મેઘના શ્રીજયા ને બઉ માનતી હતી માટે તે કંઈપણ બોલ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગઈ. ત્યાંથી તે કાર માં ગાર્ડન સામે જઈને ઉભી રહે છે થોડી વાર સુધી તે પોતાના ગાડી ના ટાયર ને કીક મારે છે અને પછી જોવે છે કે બે છોકરાં ગાર્ડન ની બાજુ માં ઉભા રહીને રાત્રે ગાર્ડન માં જવાની વાત કરતા હતા એમને વચ્ચે બેટ લાગી હતી કે જે પણ ગાર્ડન ની દીવાલ કૂદીને અંદર જઈને પાછું બહાર આવશે તેને ૨૦ ડૉલર મળશે આ વાત ચીત મેઘના ના કને પડી એને તેને એ બંને છોકરાઓ ને ત્યાંથી જતા રેહવાં નું કહ્યું પણ એની વાત એમને માની નહિ શક્તિ ને એમને પોલીસ ની ધમકી આપીને માંડ ત્યાંથી ભગાડ્યા. મેઘના ગાર્ડન ના દરવાજા પાસે પછી આવી અને એક નજર દરવાજા પર પડી એવું લાગ્યું કે કોઈ કાળો પડછાયો જોયો હોય ફરી એક નજરે ગાર્ડન માં જોવે છે પણ હવે ત્યાં કોઈ નહતું. ગાડી માં આવી ને બેસી જાય છે એનું કામ હતું ગાર્ડન ની આજુ બાજુ રહી ને એની બધી માહિતી શ્રીજયા ને આપવાની.
શ્રીજયા શક્તિની મધર હતી લગભગ સાથ વર્ષ પેહલા તે અલગ પડી ગયા હતા શ્રીજયા લોકો ની મદદ માટે પરિવાર છોડી ને પેરા નોર્મલ પ્રોટેક્ટર કંપની સરું કરી પોતાનું કામ જોખમ વડું હોવાથી પરિવાર ને દૂર રાખ્યું હતું ને શક્તિ આ વાત થી નારાજ હતી. મેઘના ના ત્યાંથી નીકળ્યા પછી શક્તિ પણ બહાર જવા લાગી એટલા માં શ્રીજયા એનો હાથ પકડી ને રોકી તેને ઘરે પાછા જવા માટે કહ્યું પણ શક્તિ એની વાત ને સાંભળ્યા વગર ત્યાંથી જતી રહી.
શક્તિ પછી હોટેલ માઉન્ટેન પર પોતાના લકઝરિયસ રૂમ માં પોહચી એને ફ્રિઝ માંથી પાણી ની બોટલ લીધી તે ચાલતી બાલ્કની બાજુ જતી હતી ત્યારે તેને આવું લાગ્યું કે કોઈ વ્યક્તિ એની પાછળ હતું એ જેવી પાછળ જોવા જઈ ને બાલ્કની માંથી જોરથી પવન આવ્યો અને પડદા હવા માં ઉડવા લાગ્યા. પાંચમાં ફ્લોર પર આવતા એ ઠંડા પવન માં સૂસવાટા અને જાણે ચેતવણી આપવા આવ્યા હોય પછી તો એના રૂમ નું લાઈટ કનેક્શન બંદ થઈ ગયું આખ્ખી હોટેલ માં લાઈટ હતી પણ એની રૂમ ની લાઈટ નહતી અંધારામાં અને કઈ દેખાતું ના હતું. ધીમે ધીમે હવે તે એના બેડ તરફ જાય છે અને કોઈ દરવાજો નોક કરે છે હવે તે પોતાની ચાલ બદલી ને દરવાજા તરફ આગળ વધે છે દરવાજો ખોલી ને જોવે છે પણ કોઈ હોતું નથી પછી દરવાજો બંદ કરી ને રૂમ સેવિસ ને કોલ કરે છે અને થોડી વાર પછી રૂમ સર્વિસ આવે છે તેની સાથે ઇલેક્ટ્રિસિયન હોય છે તે લાઈટ ઠીક કરે છે શક્તિ રૂમ સર્વિસ ને પૂછે છે કે થોડી વાર પેહલા કોઈ આવ્યું હતું રૂમ સર્વિસ ના પડી ને ત્યાં થી ચાલ્યો જાય છે શક્તિ થોડી ગભરાઈ જઈ પણ એની બીક એના પોતાના માટે નથી.
બીજા દિવસે સવારે મોડી ઊઠી અને તૈયાર થઈ ને સેમ ને મળવા એના રેસ્ટોરન્ટ પર જતી હતી આજે ડેવિલ કોલોની માં રોજ કરતા વધારે લોકો હતા.લોકો વચ્ચે એ વાત આગ ના જેમ ફેલાઈ હતી શક્તિ નો ચેહરો લોકો માટે જાણીતો બની ગયો હતો થોડો ડર ઓછો થયો હતો જેના કારણે પોઝિટિવ વેવ જાણે હવામાં ફેલાઈ હોય લોકોના મનમાં એક આશાની કિરણ આવી હતી. ડેવિલ જે વરસોથી લોકો ને કારણ વગર મોતને ઘાટ ઉતારતાં હતો એની સામે એક ઢાલ આવી ને ઉભી હતી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED