Paranormal protector co - 9 books and stories free download online pdf in Gujarati

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 9

દ્રશ્ય નવ -
પણ જ્યાં એ શાંતિથી બેસવાનું વિચારતા હતા ત્યાંજ હોસ્પિટલ માંથી ફોન આવ્યો અને ડોક્ટર ને કહ્યું કે ક્રિસ્ટી ભાગી ગઈ છે.
શક્તિ ને જેવા સમાચાર મળ્યા એવી તે હોંટેડ ગાર્ડન તરફ ભાગી એ ત્યાં જઈ ને સીધી હાઉસ ઓફ ડેવિલ માં પોહચી એ દ્રશ્ય જે એની આંખો થી જોવે છે તેના પર તેને વિશ્વાસ નથી આવતો ક્રિસ્ટી ના હાથ લોહી થી ભરેલા હોય છે અને નીચે કોઈ યુવતી ને લોહી થી રંગાયેલી હોય છે. એ ક્રિસ્ટી ને પકડવા જા છે અને સામે એની આવી ને એ ડેવિલ ઉભો થઇ જાય છે. ક્રિસ્ટી ને છેલ્લી બલી આપી અને ડેવિલ પાછો આવી ગયો. હવે ડેવિલ ને મારવામાં નઈ આવે તો તે લોકો ને મારવાનું સરું કરશે અને હવે તે ગાર્ડન ની બહાર પણ જઈ સકે છે.
એ શક્તિ ના જીવન ની સૌથી વધારે ભયાનક રાત હતી એ ડેવિલ માણસ ના રૂપ માં એની સામે ઉભો હતો પણ એના લાંબા નખ લોહી થી રંગાયેલુ શરીર અને પાંખો તો નામ ની એ તો હાડકા ની બનેલી પાંખો હતી એના થી પણ એ ઉડી શકતો હતો. એ જે સ્ત્રી નીચે મરેલી પડી હતી એની સરિર પર એની પાંખો ના હાડકા ના ઘા હતા અને એનું લોય ડેવિલ ના શરીર પર હતું. ફાધર પછી તેને પોતાનો ગુલામ નાની ક્રિસ્ટી ને બનાવી હતી.
પણ ક્રિસ્ટી ને બચાવા માટે શક્તિ પેહલા દિવસથી તૈયાર હતી.શક્તિ ડેવિલ ને કમજોર કરવા બોલે છે હું તારાથી ડરતિ નથી પણ હવે થી તું મારા થી જરૂર ડરીશ. તને સુ લાગે છે એટલું બધું અંતર કાપી હું અહી કેમ આવી હસુ તને મારવા ના તને અહી થી આઝાદ કરીશ અને હું મારો બદલો નઈ લઈ સકું હું તને તો જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તડપવની છું.
શક્તિની વાતો થી ડેવિલ પર કોઈ ફરક ના પડ્યો પણ તે ઉડી ને તેને પાસે આવ્યો અને અને મોટી પાંખો થી એની પર હામલો કર્યો અને શક્તિ ને ખભા પર એની પાંખ નું એક હાડકું નાખ્યું અને એમ ઉડીને ઉપર ની તરફ લઈ ને ગયો. એના પાંખ નો એક ખૂણો શક્તિ ના ખાબા પર ભરાવ્યો અને ત્યાંથી લોહી શક્તિ ના હાથ પર આવા લાગ્યું એને તે એમજ ઉડી ને તેને ત્યાંથી લઈ ગયો.
એ ડેવિલ ની દુનિયા હતી ત્યાં એને હઝારો આત્મા કેદ કરી ને મૂકી હતી અને ઘાયલ અવસ્થામાં જીવતી શક્તિ ને ત્યાં નાખી ને નીચે પાછો જાતો રહ્યો. શક્તિ હવે હઝારો આત્માની વચે એકલી જીવતી હતી અને બધી આત્મા ચૂપ ચાપ એક જગ્યા પર હતી કોઈ ની આત્મા ઊભી હતી તો કોઈ ની બેઠી હતી. તે એક દમ અંધારા થી ભરેલો રૂમ હતો જેની છત દેખાતી હતી પણ દીવાલો ન હતી દેખાતી એવું લાગતું હતું કે એનો કોઈ અંત નથી. જેમ જેમ તે ચાલતી આગળ હતી હતી બસ ત્યાં ચૂપ અને શાંત આત્માઓ હતી. શક્તિ ત્યાં બધે ફરવા લાગી અને જોવા લાગી.
એ એક વ્યક્તિ ની આત્મા ને જોઈ ને ઉભી રહી અને એની પાસે ગઈ અને એ આત્મા પાસે બેસી ગઈ. અને ધીમે થી એ આત્મા તરફ હાથ આગળ વધાર્યો પણ અને અડી ના શકી એ આત્મા પણ બીજી આત્મા ની જેમ ચૂપ હતી શાતી થી નીચે બેસેલી હતી. શક્તિ બસ ત્યાં એ આત્માની બાજુ માં ગડી વાર તો બેસી ને એને જોયા કરી પછી તે ધીમે થી બોલી " પપ્પા હું તમારી શક્તિ જોવો હું તમને મુક્તિ આપવા માટે આવી છું હું હવે તમારી મોતનો બદલો લઈને એને પાછો નરક માં ધકેલી ને મને શાંતિ થશે"
એ એના પિતા ની આગળ બોલતી જ રહી પણ કઈ પણ જવાબ ના મળ્યો અને તે જોર જોર થી રડવા લાગી. એનો રડવાનો અવાજ એટલી કરુણા થી ભરેલો હતો કે એના પિતાની આંખો માંથી પણ આસુ આવી ગયા પણ એમની આત્મા બોલી શકી નહિ.શક્તિ હવે એના જીવન ના વિતેલા ક્ષણ ને યાદ કરવા લાગી. એની માતા જ્યારે એમની પાસે નહતી ત્યારે તેમની કમી પિતાને પૂરી કરી એ ખુશી થી ભરેલું બાળપણ યાદ કરવા લાગી.
સરું વાત પાંચ વર્ષ પેહલા થઈ હતી એના પિતા નામી પંડિત હતા એમનું નામ ત્રિકમ હતું. એમને ગણા લોકો ને આત્માઓના વશ માંથી મુક્તિ આપવી હતી અને જોત જોતા એમનું નામ પણ પ્રખ્યાત થયું. એમને ડેવિલ ને પકડવા માટે ઓસ્ટ્રેિયાના એક ધનિક વ્યક્તિ ને બોલાવ્યા અને મદદ માટે તે આવી પણ ગયા. ત્યાં એ અને ફાધર ની એક ટીમ ગાર્ડન માં આવી અને એમને એમનું કામ સરું કર્યું. એ જ્ઞાની વ્યક્તિ હતા માટે ડેવિલ ને પકડી ને કેદ કર્યો અને ત્યાં એ જલ્દી બહાર આવ્યા નઈ એટલે બાકી ના ફાધર ભાગી ગયા પણ એક વ્યક્તિ ત્યાંથી ભાગી નઈ અને એમની રાહ જોવાનું વિચાર્યું પણ ડેવિલ ને પોતાની એક દુષ્ટ આત્મા ને એ ફાધર ને વશ માં કરવા મોકલી. અને તેના હાથે પંડિત ને ધોકાથી મારવી નાખ્યાં. પંડિત મૃત્યુ પામ્યા પેહલા ત્યાજ ડેવિલ ને પકડી ને પછી એની આજુ બહુ કવચ બનાવતા હતા પણ એની પેહલા મૃત્યુ પામ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED