રાત - 1 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાત - 1

ભાગ :- 1

વેલેન્ટાઇન ડેની રાત હતી. જંગલમાં લાલ અને સફેદ બલૂન્સ તથા ફૂલો વડે સુંદર સજાવટ કરેલી હતી. ત્યાં અંધારી રાતમાં લેમ્પની સિરીઝ તારાઓ જેવી લાગી રહી હતી. સ્નેહાએ લાલ રંગનું વેસ્ટર્ન ગાઉન પહેરેલું હતું. રવિએ સફેદ રંગનો શર્ટ અને કાળાં રંગનું પેન્ટ પહેરેલ હતું.

રવિએ સ્નેહા પાસે આવી અને ઘૂંટણ પર બેસીને તેને લાલ રંગનું ગુલાબ આપીને કહ્યું, " I Love You Sneha ". સ્નેહાએ રવિનાં હાથમાંથી ગુલાબ લઈ લીધું. રવિનાં મનમાં જે ખુશી હતી તે તેનાં મુખ પર દેખાતી હતી. સ્નેહાએ ગુસ્સે થઈ એ ગુલાબ ફેંકી દીધું અને કહ્યું, " આપણે માત્ર સારાં મિત્રો છીએ. મને તારી પાસે આવી અપેક્ષા ન હતી." આટલું સાંભળતાં જ રવિ તરત ઉભો થઇ ત્યાંથી જવા લાગ્યો. સ્નેહા રવિની પાછળ દોડી અને તેને ખૂબ જોરથી ભેટીને કહ્યું, " I Love You Too, પાગલ. હું તો માત્ર મજાક કરતી હતી." આ સાંભળી રવિ હસવા લાગ્યો. સ્નેહાએ પૂછ્યું, "કેમ હસે છે?" રવિએ કહ્યું, " તો હું પણ મજાક જ કરતો હતો. મને ખબર જ હતી કે જેટલો પ્રેમ હું તને કરું છું એટલો જ પ્રેમ તું પણ મને કરે છે." સ્નેહાએ ઉત્સુકતા સાથે પૂછ્યું, " તને કેમ ખબર પડી કે હું તને પ્રેમ કરું છું?" ત્યારે રવિએ કહ્યું, "જો તું મને પ્રેમ ન કરતી હોત તો તું આટલી સુંદર તૈયાર થઈને અહીં ન આવી હોત." સ્નેહાએ કહ્યું, "પણ એક વાત તે ખોટી કહી!" રવિએ પૂછ્યું, "શું?" સ્નેહાએ કહ્યું, " જેટલો પ્રેમ તું મને કરે છે હું તને તેનાથી વધારે પ્રેમ કરું છું." રવિએ કહ્યું, "અચ્છા! એવું છે!"
રવિ અને સ્નેહા હસતાં હસતાં એકબીજાને ભેટી પડ્યાં. પછી બંને એકબીજાનાં હાથમાં હાથ પરોવીને ડિનર ટેબલ તરફ આગળ વધવાં લાગ્યાં. બંનેને તેમની પાછળ કોઈ ચાલતું હોય એવું લાગ્યું. તેમણે પાછળ વળીને જોયું તો કોઈ પણ ન હતું. તેઓ પોતાનો વહેમ છે એમ સમજીને આગળ વધવાં લાગ્યાં. ત્યાં અચાનક તેમની નજર સામે બે ભયાનક દેખાતી આત્માઓ આવી. તે આત્માઓ સ્નેહા અને રવિને એકબીજાથી દૂર કરવાં લાગી. તેમનાં બંનેનાં હાથ એકબીજાનાં હાથમાંથી સરકી રહ્યાં હતાં. તેમનાં હાથ અલગ થવાનાં જ હતાં કે..... સ્નેહા ખૂબ જોરથી ચીસ પાડી ઉઠી ગઇ. સ્નેહા પથારીમાંથી બેઠી થઇ ગઇ. તે પરસેવાથી રેબઝેબ થઇ ગઇ હતી અને તેનાં શ્વાસની ગતિ વધી ગઈ હતી. તે બોલી, "Thank God! આ એક સપનું હતું. પણ આ તે‌ વળી કેવું સપનું હતું કે જે રોમેન્ટિક પણ હતું અને ભયાનક પણ હતું?" તે પથારીમાંથી ઊભી થઈ ગઈ અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગી.

સ્નેહા તૈયાર થઈને તેની સહેલીઓ સાથે કોલેજ પર ગઇ. તે ક્લાસમાં પ્રવેશી, તેની આંખો જેને શોધતી હતી તે વ્યક્તિ તેને દેખાતો ન હતો. તેની સહેલી અવની બોલી, "રવિને શોધે છે?" તેની બીજી સહેલી રીયા બોલી, "રવિ સિવાય બીજું કોન હોય? શું તું પણ અવની!" તેની ત્રીજી સહેલી ભક્તિ બોલી, " તમે બંને શાંતિ રાખોને. કેમ તેને હેરાન કરો છો? એક તો એનો આશિક રવિ પણ દેખાતો નથી. તમને દેખાતું નથી કે બિચારી કેટલી ચિંતામાં છે." આટલું બોલીને તેઓ એકબીજાને તાળી આપીને હસવા લાગી. સ્નેહા બોલી, "તમારે અત્યારે જેટલું હસવું હોય તેટલું હસી લો. તમારો પણ કો'ક દિવસ વારો આવશે." આટલું બોલતાં જ તેની નજરો ક્લાસરૂમનાં દરવાજા પર ગઇ. લાલ રંગનું ટી-શર્ટ અને કાળાં રંગનું‌ પેન્ટ પહેરીને રવિ તેનાં મિત્રો ભાવિન, વિશાલ અને ધ્રુવ સાથે ક્લાસમાં આવી રહ્યો હતો. સ્નેહાને જોતાં જ તે ઉભો રહી ગયો. બંને એકબીજાને જોવાં લાગ્યાં. થોડીવાર તેઓ એકબીજાને જોતાં જ રહ્યાં, ત્યાં ધ્રુવે રવિને આગળ ધક્કો મારતાં કહ્યું, "ચાલ જલ્દી, પ્રોફેસર શિવ આવી રહ્યાં છે." રવિ અને તેનાં મિત્રો પોતાની જગ્યા પર બેસી ગયાં.

પ્રોફેસર શિવ ક્લાસમાં આવ્યાં. બધાં સ્ટુડન્ટ્સે તેમને ઊભાં થઇને "Good Morning" કહ્યું. પ્રોફેસરે બધાને "Sit down" કહ્યું. બધાં બેસી ગયાં પણ શ્રધ્ધા ઉભી જ હતી અને પ્રોફેસરને એકધારી જોઈ રહી હતી. તેની સહેલી સાક્ષીએ તેને ખેંચીને બેસાડતાં કહ્યું, " શ્રધ્ધા તને શું થઇ જાય છે? દરેક વખતે તું શિવ સરનાં લેક્ચરમાં આવું જ કરે છે!" શ્રધ્ધા બોલી,"He is so handsome yaar, I love him" સાક્ષી બોલી, "શું?" શ્રધ્ધા બોલી, "કંઇ નહીં."

પ્રોફેસર શિવે કહ્યું, "Hello Everyone, તમારે એક પ્રોજેક્ટ બનાવનો છે. જેમાં તમારે અંધશ્રદ્ધા, ભૂત, પ્રેત, આત્મા, જૂનાં રીતિ-રિવાજો જેવી બાબતો પર રિસર્ચ કરવાનું છે. આના માટે તમને કોલેજમાંથી ત્રણ મહિના માટે એક ગામમાં લઈ જવામાં આવશે. એ ગામનું નામ સ્વર્ણાપુર છે." પાર્થે ઉભા થઇને પૂછ્યું, "પણ સર એ જ ગામમાં કેમ?" પ્રોફેસરે કહ્યું, " એ તો તમને ત્યાં જઈને જ ખબર પડશે." આટલું બોલીને પ્રોફેસર ક્લાસમાંથી ચાલ્યાં ગયાં.

#રાત
#horror #romance #travel