Raat - 10 books and stories free download online pdf in Gujarati

રાત - 10




પ્રોફેસર શિવ અને આઇશા મેડમ હવેલીનાં હોલમાં બેસીને, રોહનનાં મૃત્યુ વિશે વાત કરી રહ્યાં હતાં. પ્રોફેસર શિવને કોલેજનાં પ્રિન્સિપાલનો કૉલ આવ્યો. પ્રોફેસર શિવ બોલ્યાં, "હેલ્લો સર!" પ્રિન્સિપાલ ગુસ્સામાં બોલ્યાં, "એ બધું છોડો, અત્યારે તમે મારી વાત ધ્યાનથી સાંભળો." પ્રોફેસર શિવ બોલ્યાં," હા સર! તમે બોલો, હું ધ્યાનથી સાંભળી રહ્યો છું." પ્રિન્સિપાલ બોલ્યાં, "આજે સવારથી મને સ્ટુડન્ટ્સનાં પેરેન્ટ્સનાં ફોન આવી રહ્યાં છે. તેઓ બધાને પાછાં બોલાવવાનું કહી રહ્યાં છે. તમે અત્યારે જ બધાં વિદ્યાર્થીઓને લઇને ત્યાંથી નીકળી જાવ." પ્રોફેસર શિવ બોલ્યાં, "સર! હું તો નહીં આવું, બધાં વિદ્યાર્થીઓને પાછાં મોકલી દઇશ." પ્રિન્સિપાલ બોલ્યાં, "તમને જે યોગ્ય લાગે તે કરો. મને મારાં સ્ટુડન્ટ્સ અહીંયા પાછાં જોઈએ." પ્રોફેસર શિવ બોલ્યાં, " Ok sir."

પ્રોફેસર શિવે બધાં વિદ્યાર્થીઓને હવેલીનાં હોલમાં એકઠાં કર્યા અને કહ્યું, "Hello Everyone! તમારાં પેરેન્ટ્સ પ્રિન્સિપાલને કોલ કરી રહ્યાં છે અને તમને પાછાં મોકલવા માટે કહી રહ્યાં છે. તમે અત્યારે જ જઈને તમારાં બેગ પેક કરી લો, સાંજે પાંચ વાગ્યે તમારે અહીંથી નીકળવાનું છે." બધાં પોતાનાં રૂમમાં જઈને બેગ પેક કરવા લાગ્યાં.

આઈશા મેડમ પ્રોફેસર શિવ પાસે જઈને બોલ્યાં, "તમે બધાં સાથે પાછાં નથી જઇ રહ્યાં?" પ્રોફેસર શિવ બોલ્યાં, "ના! હું ભક્તિને જેલમાંથી છોડાવીને પછી જ અહીંથી નીકળીશ. મને નથી લાગતું કે ભક્તિ એ રોહનની હત્યા કરી હશે. હું ભક્તિને આવી હાલતમાં મૂકીને પાછો કેમ જઈ શકું?" આઈશા મેડમ બોલ્યાં, "તો હું પણ અહીંયા રહી શકું?" પ્રોફેસર શિવ બોલ્યાં, "તમને જેમ યોગ્ય લાગે તેમ!" આઈશા મેડમ કંઈક બોલવાં જઈ રહ્યાં હતાં ત્યાં રવિ અને તેનાં મિત્રો ત્યાં આવી પહોંચ્યાં. રવિ બોલ્યો, " Hello શિવ સર! Hello આઈશા મે'મ!" શિવ સર અને આઈશા મેડમ બોલ્યાં, "Hello"‌ રવિ બોલ્યો, "સર! અમે બધાંની સાથે પાછાં નથી જઇ રહ્યાં. અમારી ફ્રેન્ડ ભક્તિ જેલમાં છે, અમે તેને સાથે લઈને જ અહીંથી પાછાં ફરશું." પ્રોફેસર શિવ બોલ્યાં, "Ok! No Problem! તમારાં પેરેન્ટ્સની પરમિશન હોય તો તમે અહીં રહી શકો છો." સ્નેહા બોલી, "અમે અમારાં પેરેન્ટ્સ સાથે વાત કરી લીધી છે અને તમની પરમિશન મળી ગઈ છે." પ્રોફેસર શિવ બોલ્યાં, "Ok, તો તમે અહીં રહી શકો છો અને એક બીજી વાત; આ હવેલીની પરિસ્થિતિ જોઈને મને અહીં રહેવું યોગ્ય નથી લાગતું. મેં પેલાં દાદાજી સાથે વાત કરી લીધી છે, તેમણે આપણને તેમનાં ઘરમાં રહેવાની પરવાનગી આપી છે. તો તમે પણ તમારાં બેગ પેક કરી લો, આપણે ત્યાં જવાનું છે." બધાં બોલ્યાં, "Ok! Thank You Sir." પછી બધાં ત્યાંથી પોતાનાં રૂમમાં ગયાં.

સાક્ષી અને શ્રધ્ધા બધાંની વાતો સાંભળી રહી હતી. સાક્ષી એ શ્રધ્ધાને કહ્યું, "પ્રોફેસર શિવ અહીં રહેશે તો હું પણ અહીંયા જ રહીશ." શ્રધ્ધા બોલી, "પણ તારાં પેરેન્ટ્સ પરમિશન આપશે?" સાક્ષી બોલી, "હા, જરૂર આપશે. કેમકે તું પણ મારી સાથે અહીં જ રહીશ." શ્રધ્ધા બોલી, "પણ મારાં પેરેન્ટ્સ પરમિશન નહીં આપે!" સાક્ષી બોલી, "Don't worry! તું મારાં પેરેન્ટ્સ પાસે મારાં માટે પરમિશન લેજે અને હું તારાં પેરેન્ટ્સ પાસે મારાં માટે પરમિશન લઈશ." શ્રધ્ધા બોલી, "અને પ્રોફેસર શિવ પાસે પરમિશન કોણ લેશે?" સાક્ષી બોલી, "એ બધું તું મારાં પર છોડી દે." શ્રધ્ધા બોલી, "તો ઠીક છે. ચાલ હવે પ્રોફેસર શિવ પાસે જઈને પરમિશન લઇ આવીએ." સાક્ષી બોલી, "હા, ચાલ". પછી સાક્ષી અને શ્રધ્ધા એ પ્રોફેસર શિવ પાસે જઈને ત્યાં રોકાવા માટે પરમિશન મેળવી લીધી.

બધાં વિદ્યાર્થીઓને સાંજે પાંચ વાગ્યે ત્યાંથી નીકળી ગયાં. પ્રોફેસર શિવ અને બાકી બધાં હવેલી ખાલી કરીને દાદાનાં ઘરે ચાલ્યાં ગયાં.

------------------------------
••• થોડાં દિવસો પછી •••
------------------------------

સ્નેહા અને રવિ તેમનાં મિત્રો સાથે દાદાજી નાં ઘરનાં હોલમાં બેઠાં હતાં. સ્નેહા બોલી, "કોઈ આટલું પાગલ કઈ રીતે હોઈ શકે? પોતાનાં પ્રેમને મેળવવા બીજાનાં જીવને પણ જોખમમાં મૂકી દે છે." વિશાલ બોલ્યો, "સારું થયું કે રોહન મૃત્યુ પામ્યો. જો તે જીવતો હોત અને ત્યારે મને આ વાતની જાણ થઇ હોત તો હું જ તેની હત્યા કરી નાખત." રવિ બોલ્યો, "રોહન કેટલો પાગલ કહેવાય! તેણે સ્નેહાને મેળવવા અને તેને મારાથી દૂર કરવાં ભક્તિનો જીવ જોખમમાં મૂકી દીધો." રિયા બોલી, "મને તો એ નથી સમજાતું કે પોલીસ ભક્તિ પર શંકા કઇ રીતે કરી શકે? તે ઊભી પણ નહોતી થઈ શકતી, તે કોઇની હત્યા શું કરવાની?" અવની બોલી, "હવે જે વીતી ગયું તેનાં વિશે વાત કરવાથી કોઈ ફાયદો નથી. ભક્તિને જેલની બહાર કેમ કાઢવી તે વિચારો." ભાવિન બોલ્યો, "હવે તો આપણે આ હવેલી વિશે જાણીશું, ત્યારે જ ભક્તિ બહાર આવશે." વિશાલ બોલ્યો, "તો ચાલો! હવે રાહ જોવાનો સમય નથી? હું કોઈપણ સંજોગોમાં ભક્તિને જેલની બહાર કાઢીને જ રહીશ." સ્નેહા બોલી, "એ પહેલા આપણે એકવાર ભક્તને મળી આવીએ." બધાં બોલ્યાં, "Ok! તો ચાલો."

બધાં ભક્તિને મળવાં પોલીસ સ્ટેશને ગયાં. ભક્તિ લોક-અપમાં બંધ હતી. તે બધાંને જોતાં જ રડવા લાગી. વિશાલ દોડીને તેની પાસે ગયો અને તેને શાંત કરાવી. વિશાલ બોલ્યો, "ભક્તિ, હું તને વધારે સમય અહીંયા નહિ રહેવા દઈશ. તું જલ્દી અહીંથી બહાર આવીશ. તને મારા પર વિશ્વાસ છે ને?" ભક્તિ બોલી, "હા, મને તારા પર વિશ્વાસ છે." બધાં તેમની વાતો સાંભળી રહ્યાં હતાં. ભાવિન બોલ્યો, "આ બંને પણ પડી ગયાં પ્રેમનાં દરિયામાં." અવની બોલી, "ચૂપ કર. અત્યારે આવી બધી વાતો કરવાનો સમય નથી."

પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં આવ્યાં. તે બોલ્યાં, "તો આવી ગયાં ખૂનીનાં મિત્રો તેને મળવાં." વિશાલ ગુસ્સામાં બોલ્યો, "તમે તમારી હદમાં રહીને વાત કરો, નહિતર..." પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યાં, "નહિતર શું કરીશ તું?" વિશાલ તેમની તરફ આગળ વધવા જતો હતો ત્યાં ભાવિને તેને રોકી લીધો. ઇન્સ્પેક્ટર બોલ્યાં, "અરે, આ સુંદર છોકરીએ હવે જીવનભર તેની સુંદરતા જેલમાં કેદ રાખવી પડશે. જો તેને આ હત્યા ન કરી હોત તો તેની આ સુંદરતા કો'ક ને કામ આવત." આટલું બોલીને ઇન્સ્પેક્ટર મોટેથી હસવા લાગ્યો. વિશાલને ખૂબ ગુસ્સો આવી ગયો. વિશાલે ગુસ્સામાં તેની બાજુમાં પડેલી ખુરશી લઈને ઇન્સ્પેક્ટરનાં માથામાં મારી દીધી. ઇન્સ્પેક્ટરનાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યાં હાજર બીજાં કોન્સ્ટેબલે વિશાલને પકડી લીધો. ઇન્સ્પેક્ટર બોલ્યાં, "આને પણ બંધ કરી દો જેલમાં." પછી કોન્સ્ટેબલે વિશાલને લોક-અપમાં બંધ કરી દીધો.

#Horror #Romance #Travel
#રાત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED