રાત - 2 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાત - 2


ભાગ :- 2

પ્રોફેસર શિવ ક્લાસમાંથી ચાલ્યાં ગયાં. બધાં સ્ટુડન્ટ્સ પણ ક્લાસની બહાર નીકળવા લાગ્યાં. રવિ તેનાં મિત્રો ભાવિન, વિશાલ અને ધ્રુવ સાથે વાતો કરી રહ્યો હતો ત્યાં સ્નેહા અને તેની સહેલીઓ‌ અવની, રીયા અને ભક્તિ સાથે રવિ પાસે ગઈ. બધાં એકબીજાને હાય-હેલ્લો કર્યું. પછી ભાવિન બોલ્યો, "પ્રોજેક્ટ બનાવવા માટે આપણે આપણું એક ગ્રુપ બનાવીએ. જેથી પ્રોજેક્ટ બનાવવામાં એકબીજાને મદદ કરી શકીએ." અવનીએ કહ્યું, "હા, સાચી વાત છે. એકબીજા સાથે મજા પણ આવશે અને પ્રોજેક્ટ પણ બનશે." ત્યાં તરત જ સ્નેહા બોલી, "હા, હા, તમે તો બહાના શોધો એકબીજાની સાથે રહેવાનાં." અવની બોલી, "ના હો, એવું કંઈ જ નથી." રીયા બોલી, "રહેવા દે અવની! પકડાયાં પછી બધાં એમ જ કહે." આટલું બોલીને તે હસવા લાગી. ત્યાં ભક્તિ બોલી, "મેડમ! તમે‌ કોને કહો છો? તમારી પણ અમને ખબર છે. ધ્રુવને મમ્મી સાથે મળવા લઈ ગઈ હતી. શું પછી મમ્મી ઈમ્પ્રેસ થયાં કે નહીં ?" આટલું સાંભળતાં જ વિશાલ બોલ્યો,"ધ્રુવ, આ શું ચાલી રહ્યું છે? તું રીયાનાં મમ્મીને મળવાં ગયો હતો અને તે અમને કીધું પણ નહીં. જોઈ લીધી તારી દોસ્તી!" ત્યાં ધ્રુવ બોલ્યો,"હું માત્ર મમ્મીને મળવાં ગયો હતો, લગ્ન કરવાં નહીં કે આખી જાન લઈને જાવ. તમે ચિંતા ન કરો, રીયા નાં મમ્મી લગ્ન રીયા નાં લગ્ન મારી સાથે કરાવવા માટે તૈયાર થઈ ગયા તો તમને બધાને જાનમાં આમંત્રણ જરૂર આપીશ." રીયા શરમાતાં બોલી, "મમ્મી તો માની જશે, પણ પપ્પા ને કોણ મનાવશે? મારાં પપ્પા મારાં માટે ખૂબ પઝેસિવ છે. કોઈ પણ પ્રકારનુ કોમ્પ્રોમાઇઝ નહીં કરે." ધ્રુવ બોલ્યો, "તો હું પણ કંઇ ઓછો નથી. તારી સાથે લગ્ન તો કરીને જ રહીશ." વિશાલ બોલ્યો, "જો રીયા નાં પેરેન્ટસ ન માન્યા તો ?" ધ્રુવ બોલ્યો, "ન માન્યા તો દુનિયા કંઇ ખાલી નથી. બીજી છોકરી સાથે પરણી જઇશ." બધાં આ સાંભળીને હસવા લાગ્યા. પણ રીયા ઉદાસ થઈ ગઈ. ધ્રુવ બોલ્યો, "અરે! હું મજાક કરું છું." રવિ બોલ્યો, "હવે તમે બધાં આ બંનેનાં લગ્ન અહીં જ કરાવી દો એ પહેલાં મુખ્ય વાત પર આવીએ. આપણે પ્રોજેક્ટ બનાવવા માટે ટીમ વર્ક કરશું." બધાં એકસાથે બોલ્યાં,"હા".

ક્લાસની બહાર શ્રધ્ધા અને સાક્ષી એકબીજા સાથે વાતો કરી રહી હતી. શ્રધ્ધા બોલી,"આપણને આ પ્રોજેક્ટ બનાવવામાં ખૂબ મજા આવશે. ત્રણ મહિના સુધી બહાર રહેવાનું, નવું નવું શીખવા અને જાણવા મળશે. નવાં નવાં અનુભવો થશે. I'm very excited." સાક્ષી બોલી,"હા, મજા તો આવશે, કેમકે મને ત્રણ મહિના શિવ સરની સાથે રહેવા મળશે. એટલે કે હું આખો દિવસ એમને જોઇ શકીશ. Yaar! I Love him." શ્રધ્ધા બોલી,"સાક્ષી એવું શક્ય નથી. એ આપણાં સર છે." સાક્ષી બોલી,"તો‌ શું થયું? મને તો એ ગમે છે." શ્રધ્ધા બોલી,"હે ભગવાન! આ છોકરીને સદ્બુદ્ધિ આપો." પછી બંને કોલેજેથી પોતાનાં ઘરે જવા લાગી.

બીજાં દિવસે સ્નેહા ક્લાસમાં આવતી હતી અને તે રોહન સાથે અથડાઈ. સ્નેહા બોલી, "Sorry!" રોહન બોલ્યો, "It's ok, આવો‌ અવસર‌ વારે વારે ક્યાં આવે છે?" સ્નેહા બોલી,"Sorry! તું શું કહેવા માંગે છે એ હું સમજી નહીં." રોહન બોલ્યો,"કંઇ નહીં." આટલું બોલીને તે પોતાની જગ્યા તરફ આગળ વધ્યો.

ક્લાસમાં બધાં વાતો કરી રહ્યાં હતાં ત્યાં પ્રોફેસર શિવ ક્લાસમાં આવ્યાં. તેમણે કહ્યું," આપણે પ્રોજેક્ટ બનાવવા માટે 28 માર્ચે સવારે 10 વાગ્યે નીકળવાનું છે. તો બધાં તૈયારી શરૂ કરી દેજો. તમારી સાથે ટીચર્સ સ્ટાફ માં હું અને આઈશા મેડમ એમ બે વ્યક્તિ આવશું. કોઈને કંઈ પ્રશ્ન છે?" બધાં એકસાથે બોલ્યાં,"No Sir".

#રાત
#horror #romance #travel