ઠેસ
અમેરીકાથી આવેલ પોતાની ફ્રેન્ડ વેરોનીકા પટેલને અમદાવાદનો ફેનીલ શાહ પોતાના પરિવારથી પરીચિત કરાવી રહ્યો હતો.
"ધીસ ઈઝ માય ફાધર મુકેશ શાહ એન્ડ..."
વાતને વચ્ચે જ રોકતી વેરોનીકા તુટક ફુટક બાવા ગુજરાતીમાં બોલી પડી,
"હેય ઈંગ્લિશ બોય... મે ગુઝરાટી થોડા આવડી છે, સો મને યુ ગુજરાતી સ્પીક.. એ ગમશે... ઓ.કે..."
"સોરી બાવાગુજ્જુ વેરોનીકાજી..આઈ એમ તો ભુલી ગયા કે યુ ગુઝરાટી આવડે છે"... ફેનીલ પણ પોતાના સ્વભાવ પ્રમાણે ટાંગ ખીચતા બોલ્યો.
"આ મારા પપ્પા છે મુકેશ શાહ, મારા મમ્મી આકાંક્ષાબેન, મારા દાદી પુનમબેન અને આ છે મારા ફોઈ રૂપલબેન." ....ફેનીલે પોતાના પરીવારનો પરીચય આપ્યો.
વેરોનીકાએ બધાને પ્રણામ કર્યા અને દાદીને પગે લાગી. ઘરે આવેલ મહેમાનને રૂપલબેને સોફા ઉપર બેસવાનું કહ્યુ. લાંબી મુસાફરી કરીને આવેલ વેરોનીકા પણ સોફા પર બેઠી અને રાહતની સાંસ લીધી.
ફેનીલ એ મુકેશભાઈનો દિકરો જે અમેરીકા ભણ્યો ગણ્યો હતો. છેલ્લા બે વર્ષથી અહીં ઈસરો અમદાવાદમાં એક પ્રોઝેક્ટ મેનેજરની પોસ્ટ પર લાગેલ. વેરોનીકા અને ફેનીલ એક જ યુનીવર્સિટીમાં ભણ્યા હતા. ત્યાં તેમનું ગ્રુપ સુપર સેવનના નામથી પોપ્યુલર હતું. વેરોનીકા પણ ભણ્યા બાદ ડિસકવરી ચેનલ પર જોબ કરવા લાગી અને તે પોતાની ચેનલના પ્રોગ્રામ માટે તે ઈન્ડિયા આવી હતી. આવતીકાલથી તે ઇસરોની મુલાકાતે જવાની હતી અને પોતાના કામ પર લાગવાની હતી.
"તમે શું લેશો બેન? ચાય કે કૉફી?"....રૂપલબેને ઘરે આવેલ નવા મહેમાનને પુછ્યું.
"કૉફી ફોઈ.. બટ ટમે મને બેન નઈ કહો, નામથી બોલાવો મને ગમતું. ઓનલી વેરોનીક કહો... પ્લીઝ..."...વેરોનીકા પાણી પીધેલ ગ્લાસ પાછો આપતા બોલી.
ઘરના તમામ લોકો તેની અજીબ ગુજરાતી સાંભળીને હસવા લાગ્યા. કોઈ ગુજરાતી નાટક ચાલતું હોય અને જેવુ વાતાવરણ ઊભુ કરેલ હોય છે તેવો જ કંઈક માહોલ અત્યારે હતો. વેરોનીકા પણ તેમની સાથે જોડાઈ ગઈ અને હસવા લાગી.
"ઓકે તો તું રૅસ્ટ કર, ફોઈની બાજુ વાળો રૂમ તારા માટે તૈયાર કરી નાખ્યો છે. જે તને ફોઈ બતાવી દેશે"...ફેનીલ બોલ્યો.
"મારી આટલી બધી ચીંતા, થૅન્ક યુ સો મચ."...વેરોનીકા ફેનીલના ક્યારેય ન જોયેલ રૂપને જોઈને બોલી.
"આમા થૅન્ક યુ ન હોય અને જે કહેવું હોય તો ફોઈને કહે આ બધુ અરેંજમેન્ટ તેમનુ જ છે."
"ઓહ વાવ, થેન્ક યું ફોઈ."...
ફેનીલ વેરોનીકાની બૅગ લઈને આગળ ચાલ્યો અને વેરોનીકા ફોઈ તેની સાથે પાછળ ગઈ. ફેનીલ કોઈ કામથી બન્નેની રજા લઈને ત્યાંથી નીકળી ગયો. જતા જતા તેણે વેરોનીકાને એક સુંદર સ્માઈ આપી જેની નોંધ રૂપલ બેને પણ લીધી. બન્ને બેઠા જ હતા કે કૉફી આવી ગઈ એટલે બન્ને પીવા લાગ્યા.
"ફોઈ તમે અહી ટો તમારી ફેમીલી ક્યા?"...વેરોનીકાએ કૉફી પીતા પુછ્યું.
"મારી આજ ફૅમીલી છે, અને તુ જે ફેમીલીની વાત કરે છે તેને મે ૧૮ વર્ષ પહેલા જ છોડી દિધી છે."...ફોઈ બોલ્યા અને એક ઊંડો શ્વાસ લીધો. તેઓને સ્વસ્થ થતા એકપળ પણ ન લાગી.
"ઓહ! સોરી... મુજે નઈ ખબર હતી એટલે... સોરી.." ...વેરોનીકાએ માફી માંગતા કિધું.
" વાંધો નહી બેટા, તું આરામ કર, હું જમવાની તૈયારી કરાવું છું. સાજે જમવામાં શું બનાવુ છે?"...ફોઈ ઉભા થતા પુછ્યું.
"અરે કઈ પણ બનાવો ...મને સબ ભાવતા છે."...
ફોઈ હસવા લાગ્યા અને રુમ બંધ કરી બહાર ચાલ્યા ગયા. વેરોનીકાની સાદગી અને સ્વભાવ જોઈને ઘરના પણ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. રૂપલબેનબન્ને વચ્ચે કંઈક છે તેવું અનુમાન લગાવવા લાગ્યા.
સાજનો સમય છે, અમદાવાદના મહેનતું રોડ પર આખા દિવસના કામ કર્યા બાદ સહું કોઈ પોતાના ઘર તરફ પાછા ફરતું હતું. ઘણા લોકો સાંજની લટાર મારવા નીચે બગીચામાં આમ તેમ આંટા મારતા હતા. ક્યાંક દુર કોઈ મંદિરનો ઘંટારવ સંભળાઈ રહ્યો હતો તો કબુતરોનો અવાજ તેમા તાલ પુરતો હતો. કોઈ મસ્જીદમા નમાજ ચાલતી હતી તો રોડ પરના આખો દિવસ સામાન વેચીને થાકી ગયેલ લારી વાળાઓ ઘર તરફ જઈ રહ્યા હતા. પકોડી, ચોળાફળી અને બરફવાળા રાતના વેપાર માટે નીકળી પડ્યા છે તો એક પછી એક રોડ પરની દુકાનોની લાઈટ ઓન થતા જ આખુ સહેર રોશનીથી ઝગમગવા લાગ્યું અને આખા દિવસનો થાક ઉતારીને નવા વાઘામાં સજ્જ થઈને ફરીથી લોકો માટે તૈયાર થઈને બેસી ગયું અને કહેવા લાગ્યું કે આવો આવો! તમારૂ સ્વાગત છે. ફેનલના ઘરમાં ફોઈએ પણ દિવોબત્તી કરી દિધા હતા અને મુકેશભાઈ નોકરીથી પરત ફર્યા હતા. રોજ તો આ બધા કામ આકાંક્ષાબેન કરતા હોય છે પણ રૂપલબેનને આજે રજા હતી એટલે તેઓ ઘરે જ હતા. જમવાનું તૈયાર કરીને તેઓએ એક પછી એક બધાને જમવા બોલાવ્યા અને છેલ્લે વેરોનીકાના રૂમમાં ચાલ્યા. દરવાજા માંથી અંદર નજર કરી તો વેરોનીકા લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. દરવાજો ખખડાવીને તેઓ અંદર આવ્યા,
"અરે તું જાગી ગઈ બેટા, કેમ ઉંઘ ન આવી?"..
"અરે ના ફોઈ, જસ્ટ ઉઠી જ છું અને આ લૅપટોપ પકડીને આવતીકાલ માટે થોડુ વર્ક કરવા બેઠી. આવો આવો.." પોતાદું લૅપટોપ બંધ કરતા કરતા સફેદ નાઈટ ડ્રેસમાં બેઠેલ હુર સમી દિસતી વેરોનીકા બોલી.
"અત્યારે બેસવાનું નથી, ચલો જમવા. બધા જ તારી રાહ જોઈ રહ્યા છે."
"અરે હા, ચલો, મને ભુખ પણ લાગ્યો છે."
બધા ડાઈનીંગ ટેબલ પર આવવા લાગ્યા. ફેનીલ હજુ સુધી આવ્યો ન હતો તેથી બધાએ થોડીક રાહ જોઈ પરંતું ફૅનીલનો સામેથી જ ફોન આવ્યો કે થોડોક મોંડો પડીશ માટે તમે લોકો જમી લે જો. બધાએ જમવાનું શરુ કર્યુ, મહેમાન માટે એકથી એક ચડીયાતી ગુજરીતી વાનગીઓ બનાવાઈ હતી. જમીને બધા પોતાના કામમાં લાગ્યા તો વેરોનીકા પણ ફોઈ સાથે થોડુ ચાલી આવી બહાર. ઘરે આવીને બન્ને રૂમમાં બેઠા.
"ફોઈ ઈફ યુ ડૉન્ટ માઈન ધેન હું થોડુક પુછૃું હતું."...ઝીઝકતા વેરોનીકા બોલી.
"અરે એમા શું, પુછ તારે, મને ખબર છે તું મારા વિશે પુછવા માગે છે ને કે કેમ અહી રહું છું, ડિવોર્સ કેમ? એજ ને."...ફોઈ તેનો હાથ પકડીને બોલ્યા.
વેરોનીકા ફક્ત તેમને જોઈજ રહી અને હામા માંથુ હલાયું.
"હું પાણી લઈને આવું પછી વાત કરીએ નીરાંતે."...ફોઈ પાણી લેવા ગયા અને થોડીવારમાં પાછા આયા તેઓ તેની બાજુમા બેઠા.
"એ વખતે હું પીટીસી કરતી હતી, પીટીસી કરીએ તો તમને શીક્ષકની નોકરી મળે. પીટીસી પુર્ણ કરી શહેરની એક પ્રાથમીક શાળામાં મારી નોકરી લાગી. નોકરીના બે વર્ષ બાદ ઘરના લોકોએ મારા માટે છોકરા જોવાનું શરુ કર્યુ. મે પણ એકપછી એક એમ ઘણા છોકરા જોઈ નાખ્યા. પણ કોઈને હા ન પાડી. કોઈમાં એ વાત હતી જ નહી જે મારુ હૈયું ઈચ્છતું હતું. ધીમે ધીમે બધે મારી ચર્ચાઓ થવા લાગી કે કોઈ છોકરો પસંદ કરતી નથી, ખરાબ છે, કોઈને લઈને ભાગી જશે, રૂપીયા વાળો ગોતે છે, આ, તે, પેલુ... હું પણ એ સમયે એકદમ જવાન એટલે આવી બધી ખબર ન પડે સમાજની. એક દિવસ સાંજે નોકરીથી આવી અને જમવા બેઠા હતા કે ત્યારે સગાઈની વાત કરતા કરતા મમ્મી રડવા લાગ્યા એટલે મારાથી એ જોઈ ન શકાયું. તેથી મે એક શીક્ષક છોકરાનું માંગુ આવતા હા પાડી. ધામધુમથી અમારા લગ્ન કરવામા આવ્યા. ઘરસંસાર પણ સારી રીતે ચાલવા લાગ્યો. બન્ને શીક્ષક અને ભણેલા એટલે એક વર્ષ સુધી તો બધુ જ સારૂ ચાલતું ગયું. મારા સાસુ સસરા પણ ખુબ જ સારા હતા જેથી પોતાના બનાવતા મને વાર ન લાગી. પરંતું સમયની સાથે અમારા પતિપત્નીના ઘર સંસારમાં નાની નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. પાછળથી મને ખબર પડી કે તેમને શરાબની પણ ખુબ જ લત છે અને ધંધા પણ બધા ખરાબ છે. પિતા તો હતા નહી ને ભાઈ પણ પગ સભર થયો ન હતો તેથી બધુ સહન કરતી ગઈ. એક માં હતી જેને કહેતી તો સમજાવતી કે સ્ત્રીએ તો આ બધુ સહન કરવુ જ પડે. જો ઉભા થઈએ તો પાંખો કાપી નાખવામાં આવે બેટા. સમયની સાથે બધુ જ સારૂ થઈ જશે, આમ ખોટા દિલાસા સાથે હું સહન કરતી ગઈ. ધીમે ધીમે તેની ખરાબ ટેવો વધતી ગઈ અને પછી જુગાર અને દારૂની લત પણ વધવા લાગી. ભગવાનને કરવું અને આમ સમય વિતતો ગયો કે હું ગર્ભવતી થઈ. કંડીશન થોડી ક્રીટીકલ હોવાથી ડૉક્ટરની સલાહથી નોકરી પર રજાઓ મુકી અને ઘરે આરામ કરતી. એક દિવસ સાસુ બહાર ગામ ગયા હતા અને મારા સસરા પણ ઘરે ન હતા, તે દારૂ પીને આવ્યા અને જમવાનું માગ્યું. હુ દવા લઈને આવી જ હતી એટલે જમવાનું બન્યુ ન હતું. તેણે કઈપણ જાણ્યા વગર મને મારવા જ માંડ્યું અને તેની એક લાત મારા પેટમાં જોરથી વાગી ગઈ. મને લોહી નીકળવા લાગ્યું પણ ઘરમાં કોઈ દ હતું પાડોશીયોએ મને બચાવી અને તાત્કાલીક દવાખાને લઈ જવામાં આવી. પણ મોડું થઈ ગયું હતું અને હું મારી ૬ મહિનાની બાળકીને ખોઈ બેઠી. હું ઘર છોડી અહી આવતી રહી, ભાઈ પણ મોકલવા તૈયાર ન હતો પણ મારી મમ્મીને સમાજની બહુ પડી હતી. 'દિકરી તો પારકુ ધન કહેવાય, પિયરમાં ન શોભે, જો બેટા બધુ સારુ થઈ જશે પણ આમ ઘરના મુકાય. સંસ્કારી દિકરી તો સાસરે શોભે અને કા'તો સમ્શાનમાં.' આમને આમ મે મારા સંસારને એક મોકો ફરી આપ્યો, પણ તે બદલાયો ન હતો ઉપરથી ખરાબ સંગતથી મને નોકરી છોડી દેવા કહ્યું. આ વખતે હુ ન માની અને મોટી લડાઈ થઈ, તેણે મને બે વાક્ય કહ્યા,
"સ્ત્રીએ રોટલી બનાવી ઘરના લોકોને ખુશ કરવા જોઈએ,
અને બીસ્તર ગરમ કરીને ધણી ને ખુશ કરવો જોઈએ."
આ વખતે આ ઠેસ મને નહી પણ સમગ્ર સ્ત્રી વર્ગને ઠેસ હતી
આ વખતે ઠેસ ફક્ત મારા શરીરને નહી ઠેસ મારા આત્મસમ્માન ને વાગી હતી.
ક્રોધ મારા શરીરમાં માતો ન હતો. બાજુમા પડેલ ધોકો શરાબીને મારી તેનું ઘર છોડી તે દિવસે આવતી રહી. ના મારા ભાઈએ મને ક્યારેય દબાણ કર્યુ જવા માટે અને ન હુ ત્યાં ગઈ.
ખુશ છું મારા આ પરીવાર સાથે, ખુશ છુ દેવ જેવા ફેનીલને જોઈ, ખુશ છું રામ જેવા ભાઈને સીતા જેવી ભાભીથી. નહી તો માં જીવતી હોત તો હજી પણ કહેતી "દાકરી તો પારકી થાપણ કહેવાય.
તે દિવસે જો ભાઈને કિધુ હોત કે હું મારા સ્ટાફના એક મોહસીન ખાન નામના યુવાનને પ્રેમ કરુ છુ તો ન આ ઠેસ વાગત અને ન મોહિત મારાથી દુર થયો હોત. ભાઈની સમજણને પણ હું સમજી ન શકી અને ડરમાં મે ક્યારેય કહ્યું જ નહી."
"તો તમે પછી કેમ મોહીટને ન મેરેજ કર્યું." વેરોનીકાની આંખોમાં પાણી હતું.
" તેનો ધર્મ અલગ હતો, ઘરના લોકો ક્યારેય ન માનત. ઘણા વર્ષો મારી રાહ જોઈ અને તે પણ ક્યારેય ન પરણ્યો, આજે પણ બસ મારી હાની રાહ જોઈને બેઠો છે ન હું ફરીથી પરણી. બસ ખુશ છીએ એકબીજાને આમ જ જોઈને. રોજ મળીયે છીએ શાળામાં, સુખદુ:ખની વાતો કરીએ છીએ અને આમ જ જીવન વિતાવી દઈશું."... પોતાની વાત પતાવતા રૂપલબેનની આંખો ભરાઈ ગઈ, વેરોનીકા તેમને ગળે વળગી પડી. રાત ખુબ થઈ ગઈ હતી પાણી પીને તેઓ પોતાન રૂમમાં ચાલ્યા ગયા.
બીજા દિવસે મંગળવાર હતો વેરોનીકા પોતાના કામ પર લાગી ગઇ. થોડાક દિવસ બાદ તે પ્રોજેક્ટ પુરો કરીને પાછી અમેરીકા ચાલી ગઈ.
એક સાંજે
મુકેશભાઈ પોતાના ઘરમાં બેઠા છે. ફેનીલ થોડીકવારમાં આવુ છું તેવું કહીને આવેલ મહેમાનને ત્યાં જ મુકીને તે બહાર કોઈ કામથી ચાલ્યો ગયો. રૂપલબેન ચાની બુમ સાંભળતા જ ચા બનાવીને મહેમાન માટે લઈને આવ્યા.
ફોઈ "કેમ આજે અચાનક અંહિ આવવાનું થયું??"
"અરે ના મને તો તમારા ભત્રીજાનો ફોન આવ્યો હતો એટલે આયો એ કહે કે કઈક કામ છે." પેલા મહેમાને રૂપલબેનને કહ્યું એટલે તેઓ પણ વિચારમાં પડી ગયા કે ફેનીલ કઈ રીતે ઓળખે?
ઘરના બધા બેઠા હતા, આમ તેમની વાતો ચાલતી જ હતી એટલામાં ફેનીલ પોતાની બેગ સાથે પરત ફર્યો.
"માફ કરજો બધા... હું થોડો ટ્રાફિકમા ફસાઈ ગયો હતો, પણ હજી મુહુર્ત ગયુ નથી લો આ હાર.."...
રૂપલબેન કંઈ સમજ્યા નહી, ફેનીલે તે દિવસે રૂપલબેન અને વેરોનીકાની તમામ વાત સાંભળી હતી. તેણે તેના માતાપિતાને આ કરી. ઘરના બધાજ રાજી હતા અને સર્વસંમતીથી રૂપલબેને તે આવેલ ભાઈ એટલે કે મોહસીનખાનને હાર પહેરાવ્યો.
રૂપલબેન ફેનીલને બાથે વળગી પડ્યા. સાચા પ્રેમની આટલા વર્ષો બાદ જીત થઈ. મોહસીન અને રૂપલ એક થયા. ન સમાજની ડોર નડી કે ન કોઈ બીજુ.