પરાગિની 2.0 - 35 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 35

પરાગિની ૨.૦ - ૩૫




પરાગ જૈનિકા પાસે સિમિતનો ફોન નંબર માંગવા જાય છે પરંતુ જૈનિકા કહે છે કે તે જાતે જ સિમિત સાથે વાત કરી લેશે..!

પરાગ જોઈ છે કે જૈનિકા તેનો ઓફિસનો સામાન પેક કરીને જતી હોય છે. પરાગ તેને પૂછે છે, ક્યાં જાય છે જૈનિકા?

જૈનિકા- મને લાગે છે કે હવે મેં અહીં બહુ કામ કરી લીધુ છે અને હા, તું હંમેશા મારો દોસ્ત રહ્યો છે અને રહેશે જ... પરંતુ આજ કાલ તું બહુ બદલાય ગયો છે... તું બધાને વાત વાતમાં ઊતારી જ પાડે છે.

જૈનિકાની આ વાત સાંભળી પરાગને લાગી આવે છે. તે બોલવા જોય તેની પહેલા જ જૈનિકા પરાગને કહે છે, હું તને ફક્ત કામનું કહેવા આવી હતી અને તુ... બીજી વાત લઈને બેસી ગયો હતો... હું જાઉં છુ...

પરાગને હવે ગુસ્સો આવે છે અને કહે છે, હા... હા, બધા જ જતા રહો તમે... હું મારી જાતે બધુ કરી લઈશ... જેને જવું ગોઈ તે જઈ શકે છે.

જૈનિકા ત્યાંથી જતી રહે છે.

રિની પરાગને કહે છે, તમે શાંતિથી વાત કરી શકતા હતા એની સાથે તો આવું કરવાની શું જરૂર હતી?

પરાગ- હા, તમે બધા મને જ પોઈન્ટ આઉટ કરો.... હવે તું એવું ના કહેતી કે હું ઓફિસ બસ ફક્ત જૈનિકાને મળવા આવી હતી...

રિની- તમે બરાબર જ વિચાર્યુ... જૈનિકાનો ફોન આવ્યો હતો.. એ રડી રહી હતી તો હું એને મળવા જ આવી હતી...

પરાગને અહેસાસ થાય છે કે રિની હજી તેની સાથે સરખી નથી બોલતી એટલે કે તે ઓફિસ મારી માટે નહીં જૈનિકા માટે આવી છે. પરાગ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતો રહે છે. તેની કેબિનમાં જઈ દરવાજો અંદરથી લોક કરી ટેબલ પર માથું રાખી બેસી રહે છે. રિની સીધી તેના ઘરે જતી રહે છે.


આજે સાંજે એશાનું મેરેજ નક્કી કરવા માટે માનવ તરફથી દાદી, પરાગ અને સમર માનવ સાથે જવાના હોય છે. નિશા એશાને તૈયાર કરી રહી હોય છે. રિની તેના બેડ પર બેસીને વિચારોમાં ખોવાયેલી હોય છે. નિશા રિનીને પૂછે છે, શું વાત છે રિની?

એશા રિનીને પૂછે છે, રિની અમે તને જે પૂછીએ તે સાચું કહેજે..! પરાગ અને તારી વચ્ચે બોલવાનું થયું છે?

રિની કંઈ બોલતી નથી.

એશા- જો ચૂપ ના રહીશ... અમને ખબર છે.... તું જે દિવસથી અહીં રહેવા આવી છે ત્યારથી મને અને નિશાને ડાઉટ હતો કે તારા અને પરાગ વચ્ચે કંઈ થયું છે. કાલે એ તને લેવા આવ્યો તો પણ તું ના ગઈ..!

રિની ધીમે રહીને કહે છે, હા પણ તમે ઘરમાં કોઈને કહેતા નહીં... હા મારી અને પરાગ વચ્ચે થોડી બેહશ થઈ હતી... પરાગે સિમિત સાથે જે કર્યુ તે બધુ કહે છે અને સિમિતની હરકતો વિશે પણ કહે છે.

એશા- હા, તો એમાં પરાગે ખોટું શું કર્યુ? તને ખાતરી છે કે સિમિત સારો જ છોકરો છે એમ?

રિની- એ તો મને પણ ખબર નથી પરંતુ પરાગે આવું ના કરવું જોઈએ..!

એશા રિનીનો ક્લાસ લે છે કે તમે હવે કંઈ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ નથી... હસબન્ડ-વાઈફ છો... આવા નાની બાબતે બોલવાનું થાય એમાં કંઈ ઘર છોડીને ના આવતુ રહેવાનું હોય...! તને એ પણ ખબર છે કે પરાગનાં લાઈફમાં કેટલા પ્રોબ્લમ્સ છે? કોઈ દિવસ તું એને સમજવાની પણ કોશિશ નથી કરતી..! એ તને સિમિતથી બચાવે છે અને તું એની સાથે જ લડીને આવી ગઈ?


આ બાજુ માનવ ઓફિસ પર તૈયાર થઈને આવી ગયો હોય છે તે દાદી અને સમરની રાહ જોતો હોય છે. સમર દાદીને લઈને ઓફિસ આવી જાય છે. બંનેને આવતા જોઈ માનવ ખુશ થઈ જાય છે અને દાદીનો આભાર માને છે. પરાગ તેમને પાંચ મિનિટ રાહ જોવાનું કહે છે અને પરાગ ફ્રેશ થવાં જતો રહે છે.


આશાબેન ત્રણેય છોકરીઓ પાસે આવી કહે છે, અરે... તમે હજી તૈયાર નથી થયા? ચાલો ઊભા થાઓ... તૈયાર થવા માંડો..! ત્રણેય ફટાફટ કપડાં ચેન્જ કરે છે. આશાબેન, રીટાદીદી અને નિશા થઈને ઘરને વ્યવસ્થિત કરી દીધુ હોય છે.

પંદર-વીસ મિનિટ બાદ દાદી, પરાગ. માનવ અને સમર એશાને જોવા આવી પહોંચે છે. ડોરબેલ વાગતા જ આશાબેન દરવાજો ખોલે છે અને તેમને આવકારે છે. દાદા પણ તેમને આવકારે છે. બધા સોફા પર ગોઠવાય છે. બધા એકબીજાના હાલચાલ પૂછે છે અને પછી બસ શાંતિથી બેસી રહે છે. કોઈ કંઈ બોલતુ નથી હોતુ.... આશાબેન દાદી અને માનવને પૂછે છે, કોફી પીશોને?

જવાબ આપે એની પહેલા દાદા એશાને કહે છે, એશા બેટા જાઓ બધા માટે કોફી બનાવી લાઓ...! એશા સાથે રિની અને નિશાને પણ કિચનમાં લેતી જાય છે. એશા નિશાને કોફી બનાવવાનું કહે છે.. નિશા એશાને કહે છે, તારા લગ્ન થવાના છે અને કોફી મારે બનાવવાની?

એશા- મારાથી નથી સારી બનતી કોફી... બનાવને તુ...

નિશા કોફી બનાવે છે..


આ બાજુ લીનાબેન નવીનભાઈનાં ઘરે પહોંચે છે. બહાર ગેટ પાસે ઊભા રહી ઘરને જોતા કહે છે, હજી આ ઘર એવુંને એવું જ છે...! તે દરવાજા પાસે જઈ ડોરબેલ વગાડે છે. કોઈ દરવાજો નથી ખોલતુ એટલે બે-ત્રણ વખત વગાડે છે. શાલિની તેની રૂમમાંથી બૂમો પાડતાં નીચે ઊતરતા કહે છે, ઘરમાં કોઈ નથી કે શું? ડોરબેલ કોઈને નથી સંભળાતી કે શું?

નીચે કોઈ નોકર પણ નથી હોતુ... શાલિની દરવાજો ખોલે છે અને સામે લીનાબેનને જોઈ છે.. લીનાબેન બહુ જ સુંદર દેખાતા હોય છે. પચાસ વટાવી ગયા હોય છે પરંતુ હજી ગોરો વાન અને સુંદર ચહેરો અને માપસરનું શરીર હોય છે. ચહેરા પર આછો મેકઅપ અને લાલ લિપસ્ટીક કરી હોય છે. શાલિની તેમને જોઈને પૂછે છે, તમને કોનું કામ છે?

લીનાબેન- પરાગને મળવું છે.

શાલિની- પરાગ તો અત્યારે ઘરે નથી... તમે કોણ?

લીનાબેન- હું એની મમ્મી છુ....

આ સાંભળી શાલિનીને શોક લાગે છે... તે આંખો ફાળીને જોયા જ કરતી હોય છે. તેણે નહોતું ધાર્યુ કે પરાગની મમ્મી આવી રીતે સીધી જ ઘરે આવી જશે..!

શાલિની એટીટ્યૂડ બતાવતા કહે છે, ઓહ.. તો તું છે પરાગની મમ્મી.... પણ તું આ ઘરમી ક્યાં હકથી પાછી આવી હા..?

લીનાબેન પણ તેને એટીટ્યૂડમા જવાબ આપે છે, એક માઁ ના હકથી આવી છુ...

શાલિની- પણ એ તને નથી મળવા માંગતો તો સારૂં રહેશે કે તું જતી રહે અહીં અહીંયાથી...

આટલું કહી શાલિની દરવાજો બંધ કરવા જતી હતી પરંતુ લીનાબેન દરવાજો રોકી અંદર આવી જાય છે.

શાલિની તેને કહે છે, તું અહીંયાથી જતી રહે નહીંતર પોલિસને બોલાવીશ હું...

લીનાબેન- બોલાવી શકે છે....

શાલિની લીનાબેનનો હાથ પકડી તેને કહે છે, તને કહ્યુંને તારો છોકરો તને નથી મળવા માંગતો તે ખબર નથી પડતી તને..?

લીનાબેન- હું મારા છોકરાને મળીને જ જઈશ....

લીનાબેન પરાગને બૂમો પાડે છે.... શાલિની તેનો હાથ પકડી તેને બહાર કાઢી મૂકે છે અને કહે છે, અહીં આવતી નહીં...! આટલુત્ર કહી દરવાજો બંધ કરી દે છે. લીનાબેન ગેટની બહાર નીકળી જાય છે અને રડી પડે છે. તેઓ બબડતાં બબડતા રડતાં રોડક્રોસ કરી સામે જતાં હોય છે તેમનું ઘ્યાન નથી હોતું અને એક ગાડી તેમને ટક્કર મારી જાય છે.


કોફી પીધા બાદ દાદી બધાને કહે છે, જે વાત કરવા આવ્યા તે વાત કરી લઈએ..!

દાદા દાદીને રોકતા કહે છે, પહેલા હું વાત કરીશ...!

દાદી- પરંતુ પહેલા છોકરાવાળા જ વાત કરેને..?

આશાબેન- હા, બાપુજી... એમને વાત કરી લેવા દો...

દાદા- ના, પહેલા મારી વાત સાંભળો....

પરાગ- હા, તમે વાત ચાલુ કરો...

દાદા તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને બધાને કહે છે, તમારી બધાની પરવાનગીથી હું રેખાબેન એટલે કે તમારી દાદીને મારી જીંદગીમાં લાવીને મારી જીંદગી ખુશહાલ બનાવવા માંગુ છુ...

આ સાંભળી બધા તેમની જગ્યા પર શોકના માર્યા ઊભા થઈ જાય છે.



દાદાની આ વાત સાંભળી બધા શું રીએક્શન આપશે?

લીનાબેનનો એક્સીડન્ટ થયો હોય છે તો તેમની હાલત કેવી હશે?

પરાગને જાણ થશે તેની મમ્મીના એક્સીડન્ટ વિશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૬