પરાગિની ૨.૦ - ૩૪
જમી રહ્યા બાદ આખો પરીવાર સાથે લીવીંગ રૂમમાં બેસીને રિનીએ બનાવેલ બ્રાઉની ખાતાં હોય છે. આશાબેન પરાગને કહે છે, પરાગકુમાર તમે અહીં આવ્યા જ છો તો આજે અહીં જ રાતે રોકાય જાઓ...
પરાગ- હું અહીં રોકાઈશ તો રિનીને નહીં ફાવે મમ્મી....
આશાબેન- એને શું પૂછવાનું.... તમારે અહીં જ રોકાય જવાનું છે. મેં કહ્યુ ને...!
દાદા- હા.. પરાગ તું અહીં જ રોકાય જજે..
પરાગ રિની તરફ જોઈને હસે છે. બ્રાઉની ખાઈને આશાબેન અને રીટાદીદી કીચનમાં જતા રહે છે. રિની અને એશા તેમની રૂમમાં જાય છે. નિશા ઉપરની રૂમમાં જાય છે જ્યાં એકસ્ટ્રા બ્લેન્કેટ અને પિલ્લો મૂક્યા હોય છે. નિશા એક બ્લેન્કેટ લઈને નીચે આવી રિનીને આપે છે. દાદા સોફા પર જ બેસી રહ્યા હોય છે. પરાગ બહાર ગેલેરીમાં બેસે છે. પરાગ રિનીને લેવા આવ્યો હોય છે પરંતુ તેના મનમાં હજી તેની મમ્મીના વિચારો ચાલતા હોય છે. તેને હૂંફની જરૂર હોય છે જે ફક્ત રિની આપી શકે તેમ જ છે પરંતુ રિની તેની વાતો લઈને જ બેસી રહી હોય છે.
રિની બ્લેન્કેટ લઈને બાલ્કનીમાં જતી હોય છે. બાલ્કનીનો રસ્તો લીવીંગ રૂમમાંથી જતો હોય છે તેથી રિની જતી હોય છે તો દાદા તેને રોકે છે અને પૂછે છે, ક્યાં જાય છે?
રિની- દાદા, પરાગ બહાર બેઠા છે તો તેમને બ્લેન્કેટ આપવા જઉં છુ...
દાદા- આટલી ઠંડીમાં પરાગ બહાર બેઠો છે? તુએ એને બેસવા કેમ દીધો? જા ફટાફટ બહાર જા અને એની સાથે બેસજે....
રિની- હા, દાદા
દાદા- એક મિનિટ ઊભી રહે....
રિની- હા, દાદા શું થયુ?
દાદા- તારા અને પરાગ વચ્ચે કંઈ થયું નથી ને?? સાચું કહેજે...
રિની- ના દાદા કંઈ નથી થયું...
દાદા- ઠીક છે... જલ્દી જા હવે...
રિની બ્લેન્કેટ લઈ બહાર જાય છે અને પરાગને ઓઢાડતા કહે છે, કંઈ કરતા નહીં... દાદા આપણાને જોઈ રહ્યા છે તો એવું જ દેખાડજો કે આપણા બંને વચ્ચે કંઈ નથી થયું... રિની પણ તેની સાથે ચોંટીને બ્લેન્કેટમાં બેસી જાય છે. દાદા બંનેને આમ બેસેલા જોઈ હસીને તેમની રૂમમાં જતા રહે છે.
પરાગ રિનીને તેની વધારે નજીક લાવતા કહે છે, સારૂં તો થોડો વધારે દેખાડો કરી લઈએ..!
રિની પરાગ તરફ ગુસ્સેથી જોઈને કહે છે, તમે કાલે સવારે જતા રહેજો.. હું અહીં જ રહેવાની છું...
પરાગ- પણ મેં કદાચ એવું કહ્યુ હતું કે હું તને લીધા વગર નહીં જાઉ..
રિની સિરીયસ થઈને કહે છે, હું સાચુ કહી રહી છુ....
પરાગ ફક્ત હમ્મ કહે છે.....
રિની- તમને સંભળાતુ નથી? હું તમારી સાથે નહીં આવું.... આઈ હેટ યુ....
પરાગ- ખોટુ.... એનો મતલબ કે યુ લવ મી....
પરાગ આટલું બોલી ચૂપ થઈ જાય છે અને થોડો ભાવુક થતાં બોલે છે, યુ કેન હેટ મી.... એક વ્યક્તિ કે જેની ઔકાત પાંચ રૂપિયાની પણ નથી... ઓહ સોરી.... મને તો હમણાં જ મારી ઔકાત ખબર પડી છે.... બસ થોડા નિર્જીવ કાગળનાં ટુકડા... આ જ કિંમત લગાવી છે મારી મમ્મીએ મારી.......
રિની પરાગ તરફ જોઈને શાંતિથી કહે છે, આઈ એમ રિઅલી સોરી પરાગ... મારા કારણે તમે તમારી મમ્મીને પાછી ખોઈ બેસ્યા....
પરાગ- મને એનું કોઈ દુ:ખ નથી... ખરેખર મને આજે મારી ઔકાત ખબર પડી ગઈ....
રિની- તમે આવું ના બોલશો પરાગ....
પરાગ- કેમ? તે જોયુ ને.... પૈસા લઈ લીધા અને જતા રહ્યા.... આમ અચાનક એક દિવસ મારી લાઈફમાં આવ્યા અને અચાનક જ પાછા પણ જતા રહ્યા....!
પરાગની આંખમાંથી બોરની જેમ આંસુ પડે છે અને રિની કહે છે, ફક્ત એક વખત... એક વખત મને જોઈ લીધો હોત.... એમને એવું પણ ના થયુ કે પાંચ વર્ષનાં એમનાં છોકરાને મૂકીને જતી રહ્યા તો એને પૂછુ કે બેટા તું કેમ છે?
રિની પરાગનો હાથ પકડી લે છે અને હૂંફ આપે છે.
પરાગ રિનીને કહે છે, કેટલો કમનસીબ છું હુ....! રિની, મારે મળવું છે એમને.... પણ તેઓ તો મને પ્રેમ જ નથી કરતાં.....!
રિની પરાગનાં આંસુ લૂછે છે અને કહે છે, તમે એવું કેમ વિચારો છો? એમની કોઈ મજબૂરી રહી હશે.... તમે બીજી સાઈડ પણ વિચારો...!
પરાગ- હા, કાશ.. તુ કહે તેવુ હોય...! આટલાં બધા વર્ષો મેં જેમ એમને યાદ કર્યા એમ એમને પણ મને યાદ કર્યો હોય...!
થોડીવાર ચૂપ રહ્યા બાદ પરાગ કહે છે, છોડ આ બધી વાતો... હશે એમણે કોઈ પ્રોબ્લ્મ...!
આટલું કહ્યા બાદ પરાગના મોબાઈલની રીંગ વાગે છે. નંબર અજાણ્યો હોય છે... પરાગ ફોન ઉપાડે છે.
પરાગ- હલ્લો કોણ બોલે?
સામેથી કોઈ બોલતું નથી હોતુ... પરાગ ફરી પૂછે છે... પછી પરાગને રડવાંનો અવાજ આવે છે... પરાગ ફરી પૂછે છે, કોણ બોલે છે?
સામે છેડે જોરથી રડવાંનો અવાજ આવે છે અને પરાગ તે અવાજ ઓળખી જાય છે તે તરત કહે છે, હલ્લો મમ્મી..? મમ્મી શું થયું? તમે ક્યાં છો?
સામે લીનાબેન રડ્યે જ જતા હોય છે. પરાગ તેમને પૂછતો હોય છે પણ પછી લીનાબેન ફોન મૂકી દે છે. પરાગ સામે ફરી ફોન કરે છે પણ ફોન નથી લાગતો....!
પરાગ કોઈને ફોન કરે છે અને કહે છે, મમ્મી આ શહેરમાં જ છે... એમણે મને હમણાં જ ફોન કર્યો.. હું હમણાં જ આવું છું...
પરાગ ફોન મૂકી રિનીને ગળે લગાવીને કહે છે, રિની... મમ્મી જ હતી... હું વિશ્વાસથી કહી શકુ છુ....
પરાગ રિનીને કપાળ પર કિસ કરે છે અને કહે છે, હું અત્યારે જાઉં છુ... કાલે તને લેવા પાછો આવીશ બસ તું પ્રાર્થના કરજે કે મમ્મી મને મળી જાય...!
રિની હા કહે છે અને પરાગને સાચવીને જવાનું કહે છે.
પરાગના ગયા બાદ રિની રડી પડે છે અને તેને થોડો અહેસાસ થાય છે તે ખોટાં સમય પર તેને પરાગનો સાથ છોડી દીધો..!
પરાગ ગાડી લઈને બધે જ તપાસ કરી આવે છે પણ ક્યાંય લીનાબેન દેખાતા નથી..!
*********
સવારે પરાગ ઓફિસ પર આવીને સિયાને પૂછે છે કો રિની આવી છે?
સિયા કહે છે, હા.. સર તેઓ જૈનિકામેમ સાથે છે.
પરાગ આ સાંભળીને ખુશ થાય છે અને સીધો તેની કેબિનમાં જાય છે. સિયા પરાગની પાછળ જાય છે મીટિંગની શેડ્યુલ કહેવા..! કેબિનમા જતાં જ પરાગ તેના ટેબલ પર મોટો ફૂલનો બૂકે જોઈ છે જેમાં બધા જ વિદેશી ફૂલો હોય છે. પરાગ સિયાને પૂછે છે, આ બૂકે કોણ લાવ્યું?
સિયા- આ બુકે તમાકા માટે નથી સર.. રિની મેમ માટે છે...
પરાગ બૂકે માંથી ગ્રીટીંગ કાર્ડ કાઢીને વાંચે છે અને નામ વાંચી સિયાને ગુસ્સામાં કહે છે, આ બૂકે હમણાં જ ફેંકી દે... મને મારી આખી ઓફિસમાં ક્યાંય ના દેખાવું જોઈએ..!
સિયાને બૂકે આપી પરાગ ઉપર જૈનિકા પાસે જાય છે.
રિની જૈનિકા પાસે જ બેઠી હોય છે. તે હજી પરાગની વાતથી નારાજ હોય છે. રિની અને જૈનિકા બંને વાત કરતાં હોય છે અને પરાગ ત્યાં આવે છે અને જૈનિકાને કહે છે, જૈનિકા મને એ માણસનો મોબાઈલ નંબર આપ...
જૈનકા- કોના વાત કરી રહ્યો છે?
પરાગ- એક જ માણસ જે મને સૌથી વધારે અત્યારે તકલીફ આપી રહ્યો છે.... સિમિત... એને શાંતિથી કહેલ વાત સમજ નથી આવતી લાગતી...બીજી ભાષામાં સમજાવો પડશે..!
રિની- પરાગ... બસ હવે... તમે પણ...
પરાગ- બિલકુલ નહીં.... સોરી કહેવા માટે એણે તને ફૂલ મોકલ્યા છે...!
જૈનિકા- હું એની સાથે વાત કરી લઈશ...
આવતા ભાગમાં જોઈશું કે માનવ સાથે કોણ તેની મેરેજની વાત કરવા એશાના ઘરે જશે?
સિમિત નામનું તોફાન પરાગ અને રિનીની લાઈફમાં આવી ચૂક્યું છે... હવે આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહ આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૫