My mom books and stories free download online pdf in Gujarati

મારા મમ્મી

એ દિવસે સવારે હું ઉઠ્યો અને પથારી માં પડ્યા પડ્યા જ મને મારી પત્ની નો ખાંસી ખાવાનો નો ખુબ અવાજ આવ્યો , એને 2-3 દિવસ થી ખાંસી આવતી હતી , મેં તેને કીધું કે આજે કોવીડ નો રિપોર્ટ કઢાવી લઈએ , તેણે કીધું મમ્મી ને પણ બહુ ખાંસી આવે છે તેમની પણ દવા લાવવી પડશે, મમ્મી નું સાંભળીને હું તરત બેઠો થઇ ને મોબાઈલ માંથી 104 પર કોલ કર્યો અને બધી માહિતી આપી, તેમણે કીધું અમારે ત્યાંથી ડૉક્ટર આજ ના દિવસ માં ચેક કરવા આવશે.

મારે તે દિવસે ગાંધીનગર એક કામ હતું એટલે મેં વિચાર્યું કે ફટાફટ ગાંધીનગર જઈને પછી ઑફિસેથી લેપટોપ અને બીજું બધું લઈને ઘરે આવી જવું , ત્યાં સુધી 104 વાળા આવશે, ગાંધીનગર જતા રસ્તામાં જ 104 માંથી મારા નંબર પર કોલ આવ્યો , બીજી વિગતો પૂછવા અને કંફર્મ કરવા, તેમણે કીધું બપોર સુધી ડૉક્ટર તપાસ માટે આવશે, હું ગાંધીનગર નું કામ પતાવી ને ઓફિસે થી લેપટોપ અને બીજું બધું લઈને ઘરે પહોંચ્યો, ઘરે મમ્મી અને પત્ની નો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ ને બંને ને કોવીડ પોઝિટિવ આવશે, ટેસ્ટ કરાવવો તો ખાલી ફોર્મલીટી હતી.

ઘરે પહોંચ્યો એટલે મમ્મી એ મને તરત કીધું કે તું જમવા બેસીજા , મેં કહું " તમે લોકો પહેલા જમીને ને કામ પતાવો દો , હમણાં 104 વાળા આવતા જ હશે ". એ લોકો જમીને થોડી જ વાર થઇ હશે ત્યાં 104 માંથી કોલ આવ્યો કે અમે લોકો નીચે આવી ગયા છીએ, દર્દી ને લઈને નીચે આવો, એટલે હું મમ્મી અને ડિમ્પલ ને લઈને નીચે ગયો, 104 વાળા ડોક્ટરે બંને જણાને વારાફરથી ટેસ્ટ કર્યો અને બંને નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ડિમ્પલ તો ત્યાં નીચે જ રડવા માંડ્યું, તો મમ્મી એ ડિમ્પલ ને કહું " તું રડીશ નહિ એ તો મટી જશે, તું ચિંતા ના કરીશ ", મેં કહું "તમે લોકો ઉપર જાઓ હું દવા લઈને આવું છું ". 104 વાળા ડોક્ટરે ખાલી બે જ ગોળી આપી, એક વિટામિન "સી" ની અને બીજી પેરાસીટામોલ તાવ આવે તો જ લેવાની. મને થયું આ બે ગોળી થી શું થાય.

મેં નીચે થી જ અમારીઉપર રહેતા ધવલભાઈ ને કોલ કર્યો, ધવલભાઈ એક દવાની કંપની માં માર્કેટિંગ માં છે એટલે એમને બધા ડોક્ટરો ઓળખાતા હોય, એમણે મને પેહલા જ કીધું હતું કે તમને કે તમારા ઘરમાં કોઈને કોવીડ થાય તો અહીંયા નજીક માં જ સહજાનંદ હોસ્પિટલ છે ત્યાં જતા રહેજો બહુ સારા ડૉક્ટર છે. એટલે મેં નીચે થી જ અમારીઉપર રહેતા ધવલભાઈ ને કોલ કર્યો, તેમણે કહું " 5 મિનિટ આપો હું ડોક્ટર જોડે વાત કરીને કહું " એટલે મેં મનોમન વિચાર્યુ કે મમ્મી ને હોસ્પિટલ માં એડમિટ કરી દઉં એટલે ત્યાં ઘર કરતા સારી ટ્રીટમેન્ટ મળે તો તેમને જલદી સારું થઇ જાય, અને ડિમ્પલ ને ઘરે જ ટ્રીટમેન્ટ કરીએ ,આમ પણ અમારી 1 વર્ષ ની દીકરી અંતરા ને મૂકીને ડિમ્પલ ને હોસ્પિટલ માં એડમિટ કરવું પોસિબલ નહોતું, કેમ કે અંતરા ડિમ્પલ વગર ના રહે ઘરે.

ત્યારબાદ તરત જ ધવલભાઈ નો કોલ આવ્યો કે સહજાનંદ હોસ્પિટલ માં રૂમ અવેલેબલ છે, જલ્દી પહોંચી જાઓ. એટલે મેં મમ્મી ને કહું " તમને હોસ્પિટલ માં એડમિટ કરી દઈએ એટલે તમને જલદી સારું થઇ જાય, તો મને કહે " મને તો સારું જ છે ડિમ્પલ ને વધારે તકલીફ છે તું ડિમ્પલ ને એડમિટ કરી દે હોસ્પિટલ માં

મેં કહું " મમ્મી તમે હવે સહેજ પણ દલીલ કર્યા વગર તમારા કપડાં અને બીજો જોઈતો સમાન એક બેગ માં ભરી દો " એટલે તેમની ઈચ્છા નહોતી છતાં એ સમાન પેક કરવા નું શરુ કર્યું. આ બધા માં એક વાત સારી થઇ હતી કે મારા નાના બહેન અમારા ઘરે જ હતા એટલે બીજી કોઈ કામ કે જમવા ની અમારે કોઈ તકલીફ પડવા ની નહોતી. ત્યારબાદ હું અને મમ્મી સહજાનંદ હોસ્પિટલ પહોંચ્યા , મેં રિસેપ્શન પાર વાત કરી કે ધવલભાઈ ના રૅફરન્સ થી આવ્યા છીએ, એટલે ડોક્ટરે તરત અંદર બોલાવી લીધા. ડોક્ટરે ઓક્સિજન ચેક કર્યું અને કહ્યું " બા ને આમ તો બધું નોર્મલ છે , હું થોડી દવા લખી આપું છું અને મને 2-3 દિવસ પછી બતાવી જજો" એટલે મેં કહું " ડોક્ટર મમ્મી ને એડમિટ કરવાના છે " પણ ડોક્ટરે કહું " અહીંયા કોઈ રૂમ અવેલેબલ નથી હું બીજે તપાસ કરી જોઉં", ડોક્ટરે મારી સામે 4-5 હોસ્પિટલ માં કોલ કર્યા , પણ ક્યાંય પણ બેડ કે રૂમ અવેલેબલ નહોતા. ડોક્ટરે કહ્યું " બા ને નોર્મલ છે દવા લઇ ને ઘરે જ ટ્રીટમેન્ટ કરો , એટલે મેં ડોક્ટર ને બધી માંડીને વાત કરી કે, પત્ની ડિમ્પલ ને પણ પોઝિટિવ છે તો ડોક્ટરે કહું "એમને પણ લેતા આવો હું ચેક કરી લાઉ પછી બંને ને એક રૂમ માં આઇસોલેટ કરો તો ચાલશે અને ત્યાં સુધી ક્યાંય રૂમ અવેલેબલ થાય તો તમને ફોન કરીશું એટલે હું મમ્મી ને ત્યાં લોહી ના રિપોર્ટ માટે સેમ્પલ લેવડાવી એક જગ્યાએ બેસાડી ડિમ્પલ ને ફોન કર્યો કે હું આવું છું તને લેવા , આપણે ડોક્ટર ને બતાવ જવાનું છે , તૈયાર રહેજે. પછી ડિમ્પલ ને પણ ચેક કરી લોહી ના સેમ્પલ લીધા અને ડોક્ટરે કહું, કાલે સવારે લોહી ના રિપોર્ટ આવી જશે તો તમે ફાઈલ લઈને બતાડી જજો, એટલે હું બંને ને લઈને ઘરે આવ્યો અને બંને એક રૂમ માં આઇસોલેટ કરી દીધા. ઘરે આવીને એ લોકો દવા પી ને સુઈ ગયા.

અને હું પણ બેડ પર આડો પડ્યો અને ભગવાન ને પ્રાથના કરી કે હે ભગવાન , હવે જે થયું એ ભલે થયું પણ દીકરી અંતરા અને દીકરા દ્રશ્ય ને કોવીડ ના થાય એવું કરજે. એટલામાં અમારા સૌથી નાના કાકા મહેન્દ્રકાકા નો ફોન આવ્યો એટલે મને યાદ આવ્યું કે આવતીકાલે અમારે અમારા દાદા ના મકાન માટે વારસાઈ કરવાની હોવાથી મમ્મી ને લઈને દસ્તાવેજ ની ઓફિસ પર જવાનું છે સહી કરવા. એટલે મેં મહેન્દ્રકાકા ને કીધું કે મમ્મી ને કોવીડ પોઝિટિવ છે એટલે અમારાથી નહિ અવાય , તો તેમણે કહું " પિનાંગ આવી જાય તો સારું બહુ મુશ્કેલી થી બધાને ભેગા કર્યા છે, એવું હોય તો તમને જેમ બને એમ જલદી સહી કરાવી પાછા મોકલી દઈશું" મેં કહું ઠીક છે જણાવું તમને . એટલે મેં મમ્મી ને પૂછ્યું તો મમ્મી એ કહું " આપણે જતા આવીયે મને સારું છે હવે" એટલે મેં મહેન્દ્રકાકા ને ફોન કરી જણાવી દીધું કે આવીશું અમે. અને બીજું અમે એ પણ નક્કી કર્યું કે દીકરા દ્રશ્ય ને અમારા મોટાબેન ફાલ્ગુનીબેન ને ત્યાં થોડા દિવસ મોકલી દઈએ એટલે તેને ઇન્ફેકશન ના લાગે એ જવા તૈયાર પણ થઇ ગયો. એટલે બીજા દિવસે હું અને મમ્મી દસ્તાવેજ ની ઓફિસે જતા વખતે તેને અમારા મોટાબહેન ફાલ્ગુનીબેન ને ત્યાં જવા માટે રસ્તામાં અડધે સુધી મૂકી દીધી ત્યાંથી જીજાજી અશ્વિનકુમાર ત્યાંથી લઇ ગયા. અને અંતરા માટે પણ ડૉક્ટર ને કન્સલ્ટ કરી એન્ટિબાયોટિક દવા લઇ આવ્યા જેથી એને પણ ઇન્ફેકશન ના લાગે. હું અને મમ્મી દસ્તાવેજ ની ઓફિસ પર ગયા પણ સરકારી કામ કોઈ દિવસ ફટાફટ પત્યું નથી અને પતશે પણ નહિ, જ્યાં અમારે ફકત 5 મિનિટ માટે જવાનું હતું ત્યાં પુરા 4 કલાક પછી અને ઘરે પહોંચ્યા, ખુબ થાકી ગયા હતા, જમીને તરત સૂઈજ ગયો.

બીજા દિવસે સવારે ડિમ્પલ ને ખુબ ખાંસી આવતી હતી તેથી અમે ફરી ડૉક્ટર ને બતાવ ગયા , ડોક્ટરે કીધું બધું નોર્મલ છે અને તમને બીજી ભારે દવાઓ લખી આપું છું એ તમારી પત્ની અને મમ્મી બંને ને લેવાની શરુ કરાવી દો.અમે દવા લઈને ઘરે પહોંચ્યા. તે સમય બહુ મુશ્કેલ સમય હતો હું મનોમન ભગવાન ને પ્રાથના કરતો કે જલદી બધાને સારું થઇ જાય, ત્યારબાદ એક દિવસ પછી મને અચાનક ખુબ માથું દુખવા માંડ્યું મેં માથાની ગોળી લીધી પણ કઈ ખાસ ફરક ના પડ્યો મેં નાના બહેન પ્રીતિબેન જોડે ચા બનાવડાવી ને પણ પીધી તો પણ કઈ ખાસ ફરક ના પડ્યો , મેં ઘરમાં કોઈને વાત ના કરી અને જમીને સુઈ ગયો મને એમ કે ઊંઘ આવી જશે એટલે મટી જશે, પણ આખી રાત ઊંઘ ના આવી, બીજા દિવસે સવારે હું તે જ ડૉક્ટર જોડેથી મારી પણ દવા લઇ આવ્યો અને મેં નક્કી કર્યું હતું કે મારો રિપોર્ટ નહિ કાઢવું નહીંતર મને પોઝિટિવ આવશે તો ઘરનું બધું લાવા કરવા નું કામ કોણ કરશે, તેથી મેં સમયસર દવા અને ખાવા પીવાનું ચાલુ રાખ્યું જેથી મને કોવીડ થયો પણ હોય તો ઝડપથી સાજો થઇ જવું.

ત્યારબાદ બીજા 2-3 દિવસ પછી મમ્મી અને ડિમ્પલ બંનેની તબિયત માં સારો સુધારો હતો તેથી તે દિવસે ડિમ્પલે મને કહું કે "હવે અમને બંને ને સારું છે જેથી કાલ થી અમે રૂમ માંથી બહાર નીકળીશું એટલે થોડું સારું લાગે." મેં કહું "ઠીક છે પણ ઘર માંથી હજી 7-8 દિવસ સુધી બહાર નીકળવાનું નથી " ત્યાં સુધી મમ્મી ની દવા પુરી થવા આવી હતી અને ડિમ્પલ ની હજી 2-3 દિવસ ની દવા હતી, તેથી મેં મમ્મી ને કહું " આજે આપણે તમારી દવા લઇ આવીયે અને ચેકઅપ પણ કરાવી લઈએ " પણ મમ્મી કે કહું "મને બધું મટી ગયું છે તારે દવા લાવવી હોય તો મારી ફાઈલ લઈને લઇ આવ " એટલે હું મમ્મી ની ફાઈલ લઈને ડોક્ટર પાસેથી બીજા 5 દિવસ ની દવા લઇ આવ્યો , ડોક્ટરે કહું પણ ખરા કે મમ્મી ને લાવ્યા હોત તો હું ચેક કરી લેત. અને બીજા દિવસે હું ફરી ડિમ્પલ ને લઈને ડૉક્ટર પાસે ગયો , ઘરેથી નીકળતા વખતે મેં મમ્મી ને પૂછ્યું પણ ખરા કે, "તમને કઈ તકલીફ હોય તો કહો એનું પણ ડૉક્ટર ને પૂછી દવા લેતા આવીયે, તે મમ્મી એ કહ્યું " મને ખાલી અશક્તિ બહુ લાગે છે અને પગ બહુ ખેંચાય છે " , અમે હોસ્પિટલ પર પહોંચ્યા , 3 થી 4 પેશન્ટ પછી અમારો વારો આવ્યો, ડોક્ટરે ડિમ્પલ ને ચેકઅપ કર્યા પછી કહું, " હવે બધું નોર્મલ છે બીજી 5 દિવસ ની દવા લખી આપું છું , પછી ફરી મને બતાડી જજો, અને તમારા મમ્મી ને કેમ છે હવે ?" મેં કહ્યું "સારું છે પણ એમને અશક્તિ બહુ લાગે છે " ડોક્ટરે કહ્યું :તો મારી વાત માનો એમનો સિટીસ્કેન કરાવી લો એક વાર " મેં કહ્યું " તમે સિટીસ્કેન નું પ્રીક્રિપ્શન લખી આપો હમણાં જ કરાવી લઈએ" જેથી તેમણે નજીક ની જ એક લેબોરેટરી નું નામ અને પ્રીક્રિપ્શન લખી આપ્યું, અમે બહાર મેડિકલ સ્ટોર પર દવા લેવા ઉભા હતા ,એટલામાં મમ્મી નો ફોન આવ્યો અને કહ્યું " મને થોડો થોડો શ્વાસ ચઢે છે, એની દવા લેતા આવજો " મેં કહ્યું "સારું અમે ઘરે આવીયે જ છીએ.

ઘરે પહોંચીને મેં તરત જ મમ્મી ને કહ્યું ચાલો ફટાફટ તૈયાર થઇ જાઓ આપણે બીજા રિપોર્ટ કાઢવા જવાનું છે, મમ્મી હા/ના કરતા કરતા તૈયાર તો થયા જવા માટે, અમે લોકો લેબોરેટરી પર પહોંચ્યા, ત્યાં પાર્કિંગ માં ગાડી મૂકી હું મમ્મી ને હાથ પકડી લેબ સુધી લઇ ગયો, તેમને બહુ અશક્તિ લાગતી હતી, હું મમ્મી ને વેઇટિંગ માં બેસાડી સીટીસ્કેન માટે ફોર્મ ભરી પેમેન્ટ કર્યું, 2-3 પેશન્ટ પછી તરત જ અમારો વારો આવી ગયો, મમ્મી ને અંદર લઇ ગયા, લેબ વાળા ભાઈ એ મને અંદર ના જવા દીધો, મેં તેમને કહ્યું, મમ્મી ને પકડવા પડશે , તેમને બહુ અશક્તિ છે", લેબ વાળા ભાઈ એ કહ્યું "તમે ચિંતા ના કરશો અમે ધ્યાન રાખીશું, તમે બહાર બેશો" થોડી વાર પછી મમ્મી બહાર આવ્યા અને લેબ વાળા ભાઈ એ કહ્યું" અડધો પોણો કલાક પછી આવીને રિપોર્ટ લઇ જજો, તેથી મેં વિચાર્યું કે મમ્મી ને ઘરે મૂકી ને પાછો રિપોર્ટ લેવા આવું, જેથી મમ્મી ને આરામ મળે અને અહીંયા બેસી ના રહેવું પડે, હું મમ્મી ને ફટાફટ ઘરે મુકવા ગયો, ઘરે પહોંચતા પહેલા મેં ડિમ્પલ ને ફોન કરીને કહી દીધું કે તું નીચે આવીને ઉભી રહેજે હું મમ્મીને મુકવા આવું છું, મમ્મી ને ઘરે મૂકી ને હું ફરી લેબ પહોંચ્યો. ત્યાં હજી રિપોર્ટ આવ્યો નહોતો તેથી મારે 10-15 મિનિટ બેસવું પડ્યું.

મેં લેબ પરથી સીટીસ્કેન નો રિપોર્ટ મેળવ્યો અને ત્યાંથી સીધો ડૉક્ટર પાસે ગયો, ડોક્ટરે રિપોર્ટ જોઈને તરત જ કહું " તમારા મમ્મી નો સીટીસ્કેન ના રિપોર્ટ નો સ્કોર ખુબ જ ઓછો છે તમે સહેજ પણ સમય બગાડ્યા વગર 108 ને બોલાવો અને સિવિલ હોસ્પિટલ માં જ એડમિટ કરજો કેમ કે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ માં ક્યાંય ઓક્સિજન વાળો બેડ અવેલેબલ નથી અને રેમેડિસીવીર ઈન્જેકશન અને ઓક્સિજન ની બહુ મારામારી છે. હું હોસ્પિટલ માંથી નીકળીને તરત ધવલભાઈ ને ફોન કરી બધી વાત કરી, તેમણે પણ સિવિલ હોસ્પિટલ જ જવાની સલાહ આપી. હું હોસ્પિટલ થી ઘરે જવા નીકળ્યો અને મેં રસ્તામાંથી જ અશ્વિનકુમાર ને ફોન કર્યો અને બધી વાત જણાવી. અને ફટાફટ ઘરે પહોંચ્યો અને ડિમ્પલ ને કહ્યું " મમ્મી નો બધો સામાન પેક કરો ડોક્ટરે મમ્મી ને એડમિટ કરવાનું કહ્યું છે ." મમ્મી તેમના રૂમ માં ને સુઈ ગયા હતા , હું રૂમ માં ગયો તો ઉઠી ગયા. મેં મમ્મી ને શાંતિ થી મમ્મી ના માથા પર હાથ મૂકી ને કહ્યું " મમ્મી તમે સહેજ પણ ચિંતા ના કરશો બધું માટી જશે" મમ્મી કંઈક બોલવાની કોશિશ કરતા હતા પણ મેં તેમને બોલવા ના દીધા અને આરામ કરવાનું કહ્યું. અને મમ્મી નું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો મમ્મી નું ઓક્સિજન લેવલ 57 આવ્યું. જે ખુબ જ ઓછું હતું.

મેં ઘડિયાળ માં સમય જોયો તો સાંજ ના 08:35 થયા હતા. તરત જ 108 નંબર પર એમ્બ્યુલન્સ માટે ફોન કરી બધી વિગતો લખાવી , તેમણે કહ્યું "તમારા એરિયાની બધી એમ્બ્યુલન્સ અત્યારે વ્યસ્ત છે જેવી કોઈ એમ્બ્યુલન્સ ફ્રી થશે એટલે મોકલીશું" મને એમ કે બહુ બહુ તો અડધા કલાક માં આવશે, પણ અડધો કલાક ઉપર થઇ ગયો એટલે મેં ફરી ફોન કર્યો , મને 108 ના કોલ સેન્ટર માંથી ફરી એ જ જવાબ મળ્યો એટલે મેં ફરી ધવલભાઈ ને કોલ કર્યો , ધવલભાઈ એ કહ્યું "108 નું બહુ વેઇટિંગ ચાલે છે 3-4 કલાક તો લાગશે જ "

એટલે મેં શાંતિ થી રાહ જોવાનું નક્કી કર્યું પણ મારા સ્વભાવ પ્રમાણે હું દર 15-20 મિનિટે 108 માં ફોન કરતો પણ મને એક જ જવાબ સાંભળવા મળતો કે ""તમારા એરિયાની બધી એમ્બ્યુલન્સ અત્યારે વ્યસ્ત છે જેવી કોઈ એમ્બ્યુલન્સ ફ્રી થશે એટલે મોકલીશું". મેં ફરી ધવલભાઈ ને ફોન કર્યો અને કહ્યું ડોક્ટરે ભલે ના પાડી આપણે આપણી રીતે પ્રાઇવેટ હોસ્પિટલ માં તપાસ કરીયે" તેમને મારી સામે 4-5 હોસ્પિટલ માં ફોને કર્યો અને સીટીસ્કેન નો રિપોર્ટ પણ મોકલ્યો પણ ક્યાંયથી પોઝિટિવ જવાબ ના મળ્યો, જેથી તેમણે કહ્યું ચાલો ગાડી કાઢો આપણે રૂબરૂ જતા આવીયે , અમે અમારા એરિયાની 5-6 હોસ્પિટલ માં રૂબરૂ જઈ આવ્યા પણ ક્યાંય બેડ અવેલેબલ નહોતો જેથી પાછા ઘરે પાછા ફર્યા અને વચ્ચે વચ્ચે મેં 108 પર કોલ કરવાનું ચાલુ જ હતું, ફરી ઘરે આવીને બેઠો અને અશ્વિનકુમાર નો ફોન આવ્યો કે અમે ત્યાં આવીયે છીએ , મેં કહ્યું હજી અડધો કલાક રાહ જોઈએ, અને રાતના 12:55 મિનિટે 108 ના કોલ સેન્ટર પરથી ફોન આવ્યો કે અમારી એમ્બ્યુલન્સ હવે 10-15 મિનિટ માં આવશે , તમારો એક માણસ સોસાયટી ના ગેટ પર ઉભો રાખો, મેં તરત જ ડિમ્પલ ને કહ્યું કે"મમ્મી ને ઉઠાડો ફટાફટ 108 એમ્બ્યુલન્સ આવે છે" અને ધવલભાઈ ને પણ ફોન કર્યો કે તમે જાગતા હોય તો ગેટ પર જાઓને , તેમણે 1 સેકન્ડ પણ બગાડ્યા વગર ગેટ પર પહોંચ્યા. હું મમ્મી નો સમાન લઈને નીચે ઉતાર્યો અને ડિમ્પલ ને કહ્યું " તું મમ્મી ને લઈને ધીમે ધીમે લિફ્ટ માં નીચે આવો" મમ્મી ને એમ્બ્યુલન્સ માં સુવાડ્યા અને એમ્બ્યુલન્સ વાળા ભાઈ એ ફટાફટ મમ્મી ને ઓક્સિજન માસ્ક લગાડ્યું. ઓક્સિજન માસ્ક લગાડતા જ મમ્મી ને થોડી રાહત થઇ અને બોલવા લાગ્યા કે " દ્રશ્ય ને ફાલ્ગુનીબેન ના ઘરેથી લઇ આવો એને ત્યાં નહિ ફાવે " મેં કહ્યું "મમ્મી તમે સહેજ પણ બોલશો નહિ , એમ્બ્યુલન્સ વાળા ભાઈ ને પણ કહ્યું કે "બા તમે બોલશો નહિ તમારો ઓક્સિજન ચાલુ છે તમે આરામ કરો" હું એમ્બ્યુલન્સ માં બેસી ગયો અને એમ્બ્યુલન્સ ચાલુ કરી, મેં રસ્તામાં થી મારા મિત્ર હાર્દિક ને કોલ કર્યો કે હું આવી રીતે નીકળ્યો છું તું ગાડી લઈને સીધો હોસ્પિટલ પહોંચ. અને અશ્વિનકુમાર ને ફોન કર્યો કે અમે ઘરે થી નીકળી ગયા, એ લોકો પણ બારોબાર હોસ્પિટલ પાર આવવાના હતા. અમે ફકત 10-15 મિનિટ માં હોસ્પિટલ પાર પહોંચી ગયા, મને એમ્બ્યુલન્સ વાળા ભાઈ એ રસ્તામાં જ વાત કરી હતી કે હોસ્પિટલ પર બહી લાઈન હશે અને 4-5 કલાકે આપનો નંબર આવશે, ત્યાં જઈને જોયું તો અમારો 22 મોં નંબર હતો. થોડીજ વાર માં હાર્દિક અને અશ્વિનકુમાર લોકો પણ પહોંચી ગયા. અમને એમ કે 4-5 કલાક તો આમ જતા રહેશે પણ એવું ના થયું, સવાર ના 5 વાગ્યા એટલે મેં અશ્વિનકુમાર ને કહ્યું તમે લોકો હવે જાઓ ઘરે છોકરાઓ એકલા છે , તો ફાલ્ગુનીબેન એ કહ્યું "6 વાગ્યા સુધી રાહ જોઈએ પછી જઇયે " 6 વાગે એ લોકો ગયા પછી પણ અમારો નંબર છેક 9 વાગે આવ્યો , હું મમ્મી ને અંદર ટ્રાયેજ એરિયા સુધી જોડે ગયો પછી એ લોકો મમ્મી ને ચોથા માળે એડમિટ કરવા માટે લઇ ગયા મેં મમ્મી ને છેલ્લે કહ્યું કે શાંતિથી એડમિટ થઇ જાઓ પછી ફોન કરજો.અને હું અને હાર્દિક ઘરે પાછા ફર્યા .

હું આખી રાત જાગી ને અને ઉભા રહીને ખુબ થાકી ગયો હતો, હું ચા નાસ્તો કરીને સુઈ ગયો પણ વારંવાર ફોન આવવાથી સુઈ ના શક્યો. મને અંદર થી એક ડર લાગતો હતો કે મમ્મી ને કઈ થઇ જશે તો, મેં ડિમ્પલ ને કહ્યું તું સમયસર દવા પી લેજે એટલે તને સારું થઇ જાય, એટલું બોલતા બોલતા હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો તો ડિમ્પલ પણ રડી પડી અને કહ્યું "તમે ચિંતા ના કરો બધાને સારું થઇ જશે " પણ હું મારુ રડવાનું રોકી શકતો નહોતો , હું કોઈ દિવસ કોઈ માનતા ના રાખું પણ એ દિવસે મેં રડતા રડતા ડિમ્પલ ને કહ્યું કે મોટા માં મોટી માનતા રાખો, જ્યાં જવાનું હશે ત્યાં આપણે જઈશું, પણ એક વાર મમ્મી ને સારું થઇ. હું બહુ મુશ્કેલી થી રડતો બંધ થયો, ત્યારબાદ રૂમ માં જઈ ને ડિમ્પલે ફાલ્ગુનીબેન ને ફોન કરી કહ્યું કે "પિનાંગ બહુ રડે છે " તેથી તે લોકો તરત જ અમારે ઘરે આવવા માટે નીકળ્યા , ફાલ્ગુનીબેન ને જોઈ હું ફરી રડી પડ્યો, તેમને પણ મેં કહ્યું કે મને બહુ બીક લાગે છે , તમે પણ મમ્મી માટે માનતા રાખો તો એમને જલ્દી સારું થઇ જાય.એ દિવસ ગમે તેમ કરીને પસાર થઇ ગયો, સાંજે દુષ્યંતભાઇ મળવા આવ્યા , તેમની જોડે વાત કરતા કરતા પણ હું રડી પડ્યો, મારા એક મિત્ર પ્રકાશભાઈ ના કહેવાથી હું મમ્મી ની ભગવાન ની માળા લઇ, માળા કરવા બેઠો અને 5 માળા કરી અને ભગવાન ને પ્રાથના કરી કે મમ્મી ને જલદી સારું થઇ જાય. અને મહેન્દ્રકાકા અને મોટામાસી (મમ્મી ના સૌથી મોટા બહેન ) ને ફોન કરી ને કહ્યું કે તમે મમ્મી જોડે વાત કરજો અને કેહજો કે તમને જલદી સારું થઇ જશે ચિંતા ના કરશો.

બીજા દિવસે સવારે અમે નક્કી કર્યું કે ત્યાં જઈને મમ્મી જોડે વિડીયો કોલ થી વાત કરતા આવીયે અને બીજી હોસ્પિટલ માં શિફ્ટ કરવાની શું પ્રોસેસ છે તે પણ પૂછતાં આવીયે, એટલે હું અને દુષ્યંતભાઇ ઘરે હોસ્પિટલ જવા નીકળ્યા અને અશ્વિનકુમાર અને ફાલ્ગુનીબેન પણ હોસ્પિટલ આવવા નીકળ્યા, અમારા એક સગા ત્યાં યુ એન મેહતા માં હતા તેમણે કહ્યું કે વેન્ટીલેટર પર ના હોત તો અહીંયા યુ એન મેહતા માં શિફ્ટ કરી દેતા. જેથી અમે નક્કી કર્યું કે મમ્મી ને થોડું સારું થઇ જાય તો અહીંયા યુ એન મેહતા માં શિફ્ટ કરી દઈશું. મેં ત્યાં ડેસ્ક પરથી શિફ્ટ કરવા માટે ની માહિતી પણ મેળવી લીધી. ત્યારબાદ માં રસ્તામાં માં એક હોસ્પિટલ માં અમે પૂછપરછ કરી પણ બધા એ એક જ વાત કરી કે વેન્ટિલેટર પર છે તો હમણાં શિફ્ટ ના કરશો અને તમને સિવિલ નો બેડ મળ્યો છે એ છોડશો નહિ.

તે દરમિયાન જેટલી પણ વાર મમ્મી નો ફોન મારા કે ડિમ્પલ કે ફાલ્ગુનીબેન પર આવતો તે એક જ વાત કરતા કે "મને બધું મટી ગયું છે મને અહીંયાથી ઘરે લઇ જાઓ ". અમે લોકો ને વારાફરથી 2-3 રેફરન્સ થી ત્યાં સ્ટાફ ના લોકો ને મમ્મી ને મળવા મોકલ્યા પણ મમ્મી એ લોકો ને પણ એક વાત નું રટણ કરતા કે "મને બધું મટી ગયું છે મને અહીંયાથી ઘરે લઇ જાઓ ". હું બપોરે ઘરે આવીને સુઈ ગયો ત્યાં જ મારા પાર્ટનર બિપીનભાઈ નો ફોન આવ્યો કે વોટ્સઅપ ચેક કર, મેં ચેક કરું મેં તેમણે મમ્મી નો સફરજન ખાતો ફોટો મોકલ્યો હતો એ જોઈને મને ઘણી રાહત થઇ. મેં તરત બિપીનભાઈ ને ફોન કર્યો કે ક્યાંથી આવ્યો ફોટો , તેમણે કહ્યું " એક મિત્ર ને વાયા વાયા મોકલ્યા હતા તેમના દ્વારા આવ્યો છે" જેથી અમે નક્કી કર્યું કે કાલે સવારે મમ્મી ને બીજો નાસ્તો આપી આવું, હું માર્કેટ માંથી ફ્રૂટ અને નાસ્તો લઇ આવ્યો, ત્યાં રસ્તા માં અમારા ફોઈ ના દીકરા પિયુષભાઇ નો ફોન આવ્યો કે "મારા એક મિત્ર અત્યારે ત્યાં ઉષામાંમી (મારા મમ્મી ) ની જોડે જ છે તમે વિડીયો કોલ કરો વાત થઇ જશે , એટલે મેં તરત જ ડિમ્પલ અને ફાલ્ગુનીબેન ને ફોન કર્યો કે તમે ઈન્ટનેટ ચાલુ રાખજો હું હમણાં વિડીયો કોલ કરું છું, મેં પહેલા પેલા ભાઈને ફોન કર્યો ત્યાર બાદ વારા ફરાથી ડિમ્પલ અને ફાલ્ગુનીબેન ને વિડીયો કોન્ફરસ કોલ કર્યો, બધાએ વારા ફરાથી મમ્મી જોડે વાત કરી. હું બધો સામાન લઈને ઘરે પહોંચ્યો, મમ્મી નો એ સફરજન ખાતો ફોટો જોઈને બધાને રાહત થઇ હતી કે હવે સારું થઇ જશે, ઘરે જઈને મેં ડિમ્પલ ને કહ્યું " મમ્મી ના ચશ્માં, ભગવાન ની વાંચવાની ચોપડી, ભગવાન ની માળા બધું જ નાસ્તા અને ફ્રૂટ જોડે મૂકી તો મમ્મી ને ત્યાં હોસ્પિટલ માં સમય પસાર થાય અને ભગવાન નું નામ લે તો જલદી સારું થઇ જાય. હું અને હાર્દિક બીજા દિવસે સવારે મમ્મી ને નાસ્તો અને બીજો સામાન પહોંચાડવા જવાના હતા પણ પછી હાર્દિક નો રાત્રે ફોન આવ્યો કે મારે ઘરે કંઈક કામ છે મારાથી નહિ આવી શકાય તેથી મેં મારા સસરા ને કહ્યું કે તમે સવારે આવજો મારી સાથે હોસ્પિટલ. ત્યારબાદ અશ્વિનકુમારે મમ્મી ને ફોન કરીને શાંતિથી સમજાવ્યું કે તમે ઘરે અવની જીદ ના કરશો, અને ડોક્ટર જે દિવસે રજા આપશે પછી એક દિવસ પણ તમને ત્યાં નહિ રહેવા દઈએ અને અમે બીજી હોસ્પિટલ પણ શોધી રહ્યા છીએ, તે દિવસે રાત્રે મમ્મી નો મારા ફોન માં 03:30 વાગે ફોન આવ્યો, હું ચમકી ગયો ફોન ની રિંગ સાંભળીને, મેં ફોન ઉપાડ્યો તો મમ્મી એ કહ્યું "પિનાંગ તું પૈસા ની ચિંતા ના કરતો અને મારા કબાટ માં મારા પૈસા પડ્યા છે તે તું લઇ લેજે." મેં કહ્યું "મમ્મી તમે અમારી અને પૈસા ની સહેજ પણ ચિંતા ના કરશો અને શાંતિ થી સુઈ જાઓ " . અને મમ્મી એ ફોન મૂકી દીધો. અમે લોકો ફરી સુઈ ગયા પણ ત્યારબાદ ડિમ્પલ ના ફોન માં 2-3 વાર મમ્મી નો ફોન આવ્યો. મમ્મી એક જ વાત વારંવારં કહેતા હતા કે " મને બધું મટી ગયું છે મને ઘરે લઇ જાઓ". મમ્મી નો છેલ્લો ફોને સવારે 06:30 વાગે આવ્યો હતો.

હું સવારે તૈયાર થઈને રસ્તામાંથી મારા સસરા ને પીકઅપ કરીને હોસ્પિટલ જવા નીકળ્યો. અડધે રસ્તે પહોંચ્યો હતો ત્યાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો , સામે છેડેથી કોઈ લેડી નો અવાજ હતો "હલો , તમે ઉષાબેન ના સગા બોલો છો?" મેં કહું "હા બોલો " તો કહે "તમે શું થાઓ ઉષાબેન ના ?" મેં કહ્યું "ઉષાબેન મારા મમ્મી થાય " લેડી બોલ્યા "તમારા મમ્મી નું અવસાન થયું છે જલદી થી હોસ્પિટલ આવી જાઓ " મેં કહું " બેન તમારી કઈ ભૂલ થઇ લાગે છે , હજી હમણાં સવારે તો મમ્મી જોડે વાત થઇ છે " તેમણે કહું "તમારા મમ્મીનું હમણાં સવારે 09:00 વાગે અવસાન થયું છે, તમે જલદી થી હોસ્પિટલ આવી જાઓ " અને ફોન કટ થઇ ગયો.

હું જયારે 10 મહિના નો હતો ને ત્યારે મારે જેટલી મમ્મી ની જરૂર હતી એટલીજ જરૂર આજે પણ હતી.જિંદગી માં માતા ની ખોટ ક્યારેય નહિ પુરાય. તમારા વગર ખાલીખમ થઇ ગયું લાગે છે. એક કેહવત છે ને કે “भाई मरे "बल" घटे , बाप मरे तो "छत" जाये , और जिस दिन मरेगी "मावड़ी" सारा जग सुना कर जाएगी..!! અને माँ सबकी जगह ले सकती है , मगर माँ की जगह कोई नहीं ले शकता। .!!

" માંગ્યા વિના માં પણ ના પીરશે " આ કહેવત તદ્દન ખોટી છે.

બીજા રસપ્રદ વિકલ્પો