બહાદુરી Pinnag Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુરી

હેલો મિત્રો ,

આ વાત વિપુલભાઈ ની છે , અમારા પાડોશી એક એવા વ્યક્તિ જેમને પહેલી નજરે જોઈને તમને એવું લાગે કે આ ભાઈ એક દમ સીધા સદા , પોતાના કામ થી કામ અને કોઈ દિવસ ઊંચા અવાજે વાત શું કોઈની જોડે ઝગડો પણ ના થાય એવો સ્વભાવ , અવાજ પણ એમનો થોડો તીણો, પાતળો બાંધો , વ્યવસાયે એક નાના ગામ ની શાળા માં શિક્ષક, અમારા બ્લોક ના વહીવટ કરતા , ઉમર આશરે ૫૦-૫૫ , બહુ શાંત પ્રકૃતિ ના માણસ , પણ આ એક એવો અનુભવ થયો કે પેલી એક કેહવત યાદ આવી ગઈ " હિમ્મત કે કદી હથિયાર ની જરૂર નથી પડતી ".

એક દિવસ ની વાત છે , મારી પત્ની પ્રેગનટંટ હતી એટલે અમે કાયમ સાંજે જમીને નીચે વોક માટે જતા , એ દિવસે ફ્લેટ ની નીચે ઊતર્યા તો બધા વાતો કરતા હતા કે સોસાયટી માં એક મહાકાય વાંદરો ફરે છે ધ્યાન રાખજો , અને મને મન માં એમ કે વાંદરો આપણું શું બગાડી લેવાનો છે , અને અમે વૉક માટે સોસાયટી ની બહાર નીકળ્યા અને ૧૫-૨૦ મિનિટ પછી પાછા ફર્યા, સોસાયટી માં અમારો બ્લોક મૈન ગેટ થી આશરે ૨૦૦ મીટર દૂર છે , અમે ચાલતા ચાલતા આવતા હતા અને સામે સોસાયટી ના બાંકડા પર એક બેન બેઠા હતા એમજ સાંજે જમી ને નીચે બેસવા આવ્યા હશે અને અમારી સોસાયટી ની પાછળ એક બીજી સોસાયટી છે અમારી અને એમની એક કોમન દીવાલ છે અને એ કોમન દીવાલ ને અડીને એક બાંકડો છે જ્યાં પેલા બેન બેઠા હતા.

અચાનક એક મહાકાય વાંદરો એ કોમન દીવાલ પાર દેખાયો, વાંદરો એટલો મહાકાય કે જોઈને જ બીક લાગે. એટલે મારી પત્ની એ પેલા બહેન ને બૂમ પડી કે વાંદરો આવ્યો, વાંદરો આવ્યો ..અને એ બેન જે ભાગ્યા, ભાગતા ભાગતા એ ભપાક દઈએ ને પડ્યા અને સોસાયટી નો રોડ આરસીસી નો હોવાથી એમના બંને પગ છોલાઈ ગયા અને એ બહુ બધા ગભરાઈ ગયા હતા અને વાંદરો ફૂલ સ્પીડે એમની પાછળ આવી રહ્યો હતો , એ પાછા ઉભા થઇ ને દોટ મૂકી પણ થોડું દોડી ને ગભરાટ ના કારણે ફરી પડ્યા અને ફરી વાગ્યું , આ બાજુ અમે પણ એ બાજુ જ ચાલતા ચાલતા આવતા હતા અમે આ દ્રશ્ય જોઈને ને અમે પણ ગભરાઈ ગયા અને મેં મારી પત્ની ને કીધું તું આ ગાડી પાછળ સંતાઈ જા તને વાગશે તો પાછી વધારે ઉપાધિ થશે કેમ કે એ પ્રેગ્નટન્ટ હતી અને હું મારી પત્ની ને ગાડી પાછળ મૂકીને હું પેલા બેન ને ઉભા કરવા ગયો , વાંદરો એમની નજીક એક ગાડી પાર બેસી આમ તેમ ડાફોળીયા મારતો હતો , મને પણ બીક લગતી હતી પણ હું ધીમે ધીમે પોચા પગે પેલા બેન ને ઉભા કરી, મારી પત્ની જોડે ગાડી પાછળ મૂકી ગયો અને .હું પણ ત્યાં જ ઉભૉ રહ્યો અને અમે વાંદરા ના જવાની રાહ જોતા હતા પણ વાંદરો તો ત્યાંજ બેઠો હતો. મેં નજીક થી એ બેન ને જોયા તો એ તો અમારી સોસાયટી માં એક વકીલ રહે છે એમના પત્ની હતા. હું સંજયભાઈ વકીલ ને ઓળખતો હતો.

આ બાજુ વિપુલભાઈ નો રોજ નો ચાલવાનો સમયે એ ફ્લેટ ની લિફ્ટ માંથી આવતા હતા એમને જોઈને મેં બુમ પાડી કે આ બાજુ ના આવશો અહીંયા વાંદરો છો, કહેવા છતાં પણ એ આગળ આવ્યા અને એમની ગાડી માંથી મોટો ડંડો કાઢી દોડી ને વાંદરા ની સામે ભાગ્યા , વાંદરો એમને આવતો જોઈ એ પણ ભાગ્યો , અને વાંદરો ભાગ્યો એટલે વિપુલભાઈના હાથ માં જે ડંડો હતો એ છૂટો વાંદરા ને માર્યો , વાંદરા ને માથા પર જોર થી વાગ્યો અને વિપુલભાઈ ફરી ડંડો ઉપાડી વાંદરા ની પાછળ ભાગ્યા પણ વાંદરો દૂર નીકળી ગયો હતો અને વિપુલભાઈ ડંડો લઇ પાછા વળ્યાં, વિપુલભાઈ ડંડો લઇ પાછા આવતા હતા એમને જોઈ એવું લાગ્યો કે સિંઘમ માં અજય દેવગણ ગુંડા ઓ ને મારી ને આવતો હોય. વિપુલભાઈ એ અમારી પાસે આવી ને કીધું કે ભાગી ગયો વાંદરો ચિંતા ના કરશો.

ત્યારબાદ મેં મારી પત્ની ને કહું તું ફટાફટ ઉપર જા હું આવું આ બેન ને એમના બ્લોક ની લિફ્ટ સુધી મૂકીને , વિપુલભાઈ પણ જોડે જ ઉભા હતા , અમે ચાલતા ચાલતા પેલા બેન ના બ્લોક બાજુ જતા હતા ત્યાં વાંદરો ફરીથી આવ્યો અને વિપુલભાઈ ફરી એની પાછળ ભાગ્યા અને એને ભગાડી દીધો. પણ વાંદરો ફરી આવ્યો એટલે પેલા બેન ગભરાઈ ને બીજા બ્લોક માં ફટાફટ સીડી ચડીને ખબર નહિ ક્યાં ગયા, પણ મારા ફોન માં સંજયભાઈ વકીલ નો નંબર હતો એટલે મેં ફોન લગાડ્યો ફટાફટ અને મેં કીધું સંજયભાઈ જલદી નીચે આવો એક નાનો અકસ્માત થયો છે એ હાંફળા ફાંફળા થઇ ને નીચે આવ્યા મેં એમને બધી વાત કરી કે આવું થયું અને એમની પત્ની ને વાગ્યું છે , પણ એમની પત્ની જડે નહિ, એમણે ફોન કર્યો પણ એ ફોન પણ ના ઉપાડે , પછી ખબર પડી કે એ ગભરાઈ ને છેક બીજા બ્લોક માં પાંચમા માળે એક પાડોશી ને ઘરે બેઠા હતા, એમને સંજયભાઈ વકીલે બૂમ પાડીને બોલાવ્યા , એમના પત્ની ગભરાતા ગભરાતા નીચે ,પણ સંજયભાઈ વકીલ એમના પત્ની ની ખબર પૂછવાને બદલે એમના પર ખીજાવા લાગ્યા કે તને કોને કીધું નીચે આવાનું , ચુપચાપ ઘરમાં બેસતા હોય તો , મેં એમને કીધું શાંતિ રાખો એમને વાગ્યું છે , એમને ઘરે લઇ જાઓ પહેલા.

એ લોકો મારો આભાર માની ને ઘરે ગયા અને હું પણ મારા ઘરે આવ્યો , ઘરે આવીને ફરીથી આખી વાત મેં મમ્મી અને દીકરા ને કીધી એ લોકો પણ ડરી ગયા અને બારી, બારણા અને બાલ્કની બંધ કરી દીધા અને સુઈ ગયા કે વહેલી પડે સવાર.

હું સુતા સુતા વિચારતો હતો કે કેટલા શાંત લાગતા વિપુલભાઈ સહેજ પણ ડર્યા વગર મહાકાય વાંદરા નો સામનો કર્યો અને એને ભગાડી દીધી, એમના માટે માન વધી ગયું એ દિવસ થી.

## પૂર્ણ